The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
યુદ્ધનો માહોલ મારી ભીતરે પણ ઘૂંઘવાય છે, સંવેદનાની સીમાનો વિવાદ કાયમી છે અહીં. હિર આપણે યુદ્ધને એક નકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈએ છીએ અને શાંતિને હંમેશા આવકારીએ છીએ છતાં ઘણીવાર યુદ્ધની દિશા શાંતિ તરફની હોય શકે. એ જ રીતે શાંતિ અજંપાભરી અને તંગ પણ હોય. યુદ્ધ અને ટકરાવ માણસનો સ્વભાવ છે, જેમ પ્રેમ અને શાંતિ આપણી અંદર વર્ષોથી સ્થાપિત છે. શાંતિ અને પ્રેમ જ્યારે અકળામણ અનુભવે છે ત્યારે એ વિરોધનો સૂર પોકારે છે, પછી વધારે સમય એ ટકી નથી શકતા અને આખરે યુદ્ધને આશરે જવું પડે છે. યુદ્ધ કોઈની પસંદગી નથી હોતી પણ છેલ્લો વિકલ્પ જરૂર હોય છે. આ બાબત રાજનીતિમાં પણ લાગુ પડે છે અને માણસના અંગત જીવનમાં પણ. સબંધો બધે જ છે, માણસો વચ્ચે પણ અને જમીની સીમાઓ વચ્ચે પણ. યુદ્ધ કરવાની કળા દેશ અને વ્યક્તિની સંવેદના પર આધારિત છે. વ્યક્તિ જેટલો અસંવેદનશીલ યુદ્ધ એટલું ખુંખાર અને ક્રૂર. પછી એ અંગત સંબંધો હોય કે સીમાડાના ઝગડા. હિરલ નવસારીવાલા સુરત 6.03.2022
ટકોર બંધ દરવાજે તને સાદ દીધાનું યાદ છે, તારા વિના થયેલી પીડા તને કહ્યાંનું યાદ છે ટકોરા અવાજ બનીને શાંત પડ્યા ત્યારે, છેલ્લી સ્મૃતિરૂપે એક ફૂલ મુકયાનું યાદ છે તારી હાજરીમાં તને કરી હોય બેફામ યાદ, ખુદની આદતો ક્યારેક મને નડયાનું યાદ છે હિર
પ્રેમની સૌથી અસરકારક અભિવ્યક્તિ એટલે ચુંબન. હું અંગત રીતે એવું માનું છું કે જેની સાથે એક સમજદારી અને લાગણી સહિત, લાંબો સમય સુધી આલિંગન અને કિસની અસરકાતા ટકાવી શકો એ સાચો પ્રેમ સંબંધ. બાકી ઘરેડમાં જીવાતા સંબંધોનો રાફડો સમાજની દરેક ગલીઓમાં છે. કિસ ડે અથવા વેલેન્ટાઈન વિક ભલે વિદેશી સભ્યતા સાથે જોડાયેલા હોય છતાં પ્રેમની અલગ રીતે અભિવ્યક્તિ બધા સમાજમાં થતી જ રહે છે. ઉત્સવ આપણી અંદર જ વહેતો હોય તો એને ઉજવવામાં અણગમો શા માટે? આપણે ખુદ નથી જાણતા કે ચુંબન કે આલિંગન પ્રેમને કેટલી ઊંડાણપૂર્વક અભિવ્યક્ત કરી શકે છે? આ એકાદ-બે બાબતો એવી છે જેને કારણે આપણો પ્રિયતમ આપણા માટે ખાસ બને છે. આપણે બાળકો, પોતાના પ્રિયતમ કે એકાદ નજીકના સ્વજનો સિવાય બધા સાથે આવી અભિવ્યક્તિ નથી કરી શકતાં. વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરી શકે પણ ચુંબન અને આલિંગનની હૂંફ માટે તો કોઈ લોહીથી ધબકતું હ્યદય જ જોઈએ. જેના રક્તમાં પોતાના માટે સંવેદનો વહેતા હોય. ભલે ચોકલેટ કે ટેડ્ડીની જગ્યાએ આપણે ગોળપાપડી કે સાડીની ભેટ આપી શકીએ પણ હગ (આલિંગન) અને કિસનો કોઈ બીજો વિકલ્પ ખરો? ખર્ચો જરા પણ નહીં અને પ્રેમની નિખાલસતા ભારોભાર! જે પોતાના પ્રીયતમને રોજ વ્હાલથી ભરી નથી શકતા એ કેટલા બેચેન હોય છે, પ્રિયપાત્રની એક કિસ અને સ્પર્શ માટે. જો તમારો પ્રિયતમ તમારી સાથે અને પાસે હોય તો આજે વ્હાલભર્યા આલિંગન અને ચુંબનોથી વરસાદ કરી જ શકાય. #Lastwish છેલ્લા શ્વાસે તારા હોઠોનો સ્પર્શ મળે, પછી ફિકર શું કે ગંગાજળ મળે ન મળે. -હિર હિરલ નવસારીવાલા સુરત.
મને પતંગ થવું ગમતું નથી ક્યારેક, મને આ પતંગ જ ગમતો નથી.... પહેલા દોરી સાથે જોડાવું, પછી એના સહારે ઉડવું, સંતુલન રાખવું, પોતાનું આકાશ શોધવું અને છેલ્લે એ જ દોરી સાથે છેડો તોડી નાખવો. મને પતંગ થવું ગમતું નથી ક્યારેક... પતંગને ભાર લાગતો હશે દોરીનો, એની સાથે જોડાય રહેવાનો. એને થતું હશે કે આ દોરીને છોડીને હું વધારે ઉંચે ઉડીશ. પણ થોડીવાર ઉડીને પતંગનું પતન જ થાય છે. મને પતંગ થવું ગમતું નથી ક્યારેક... હિર
एक मायूसी मुझ में भी रहेती है, क़भी मुज़े वो अपनी सी लगती है। हर सुबह ख़ुशी की तलाश में निकल कर, शाम को फिर से मेरे ही घर लौटती है। हिर
એક વળાંક પર.... એક રસ્તા પર ચાલી રહ્યો છું, જે કર્યો હતો પસંદ ક્યારેક, એક રસ્તાને જોઈ રહ્યો છું, જેના પર અબઘડી દોડવું છે. અટકાવી છે મારી સફર એક સવાલ પર, અટકી ગયો છું એક સુંદર વળાંક પર. ચાલતો રહીશ આ રસ્તે તો સફર આગળ વધતો રહેશે, પણ ગમતા રસ્તાને છોડીશ તો કદાચ એક રંજ રહેશે. આવ્યો છું પસંદગીના એક મુકામ પર, અટકી ગયો છું એક સુંદર વળાંક પર. તું આવશે સાથે અથવા કદાચ આપણે કશે અટકી જઈશું, સાથે રહીને પણ એકબીજાની નજરમાંથી છટકી જઈશું. કર્યો છે ભરોસો એક નાજુક સ્વપ્ન પર, અટકી ગયો છું એક સુંદર વળાંક પર. હિર.
પજવણી ભીંતરમાં કશું ખળભળે છે કાયમ, આંખોમાં કંઇક ઝળહળે છે કાયમ તારી સાથે સાંજના નદી કીનારાનો, એ મીઠો પવન ઝરઝરે છે કાયમ સમયસર વણકહ્યા શબ્દોની પીડા, પેટમાં ક્યારેક સળવળે છે કાયમ તું વીતી ગયેલા સ્મરણોમાં ભલે હોય, વરસાદી ટીપામાં ઝરમરે છે કાયમ હું ખુદ મારા નિયંત્રણમાં ન હોવ, ત્યારે અંતર મારું જરજરે છે કાયમ. ચુસ્ત બંધાયો છું હું અહંની દાંડીએ, તેથી ભીતરે હિંમત ફરફરે છે કાયમ જીવનભર ન જીવી શકાયેલી ક્ષણો, ચિતાની જ્વાળામાં બળબળે છે કાયમ. હિરલ "હિર"
खुला है आकाश तो पंख बंधे क्यों है हौसले है बुलंद तो ये पाबंदी क्यों है। मरने की हर सोच पर तूने ज़िंदगी को चुना, फिर ख़ुद से लड़ने में ईतनी बेबसी क्यों है। हिर
તું અને હું તું એટલે મારી અંદર વિખરાઈ ગયેલા શબ્દોને લયબદ્ધ કરી રચાતું એક ઉત્તમ પ્રેમકાવ્ય. હું એટલે કાવ્યમય બનીને મારી સંવેદનાઓને તારા શબ્દો સાથે જોડીને તરબતર થઈ જતો મુક પ્રેક્ષક. તું એટલે મારા આલિંગનમાં આવી જતું વરસ્યા વગરનું તરબતરતું વાદળ. હું એટલે મારી સંવેદનાની ચાંચ ખોલીને પ્રતિક્ષિત ચાતક. હિર
હમસફર દિવસભરના કામથી તું થાકી જઈશ અને ભીતરથી જ્યારે તું ભરાય જઈશ, ત્યારે તારી પાસે કદાચ હું નહિ હોઈશ. અલગારી બની કોઈ અજાણ્યા રસ્તે રખડવું હશે તારે, કે દરિયાના મોજાંની જેમ ઉછળવું હશે. ત્યારે તારી પાસે કદાચ હું નહિ હોઈશ. તારા કરચલીવાળા ધ્રુજતા હાથ, કોઈ હૂંફની ઝંખના સાથે મને શોધતા હશે જ્યારે ત્યારે તારી પાસે કદાચ હું નહિ હોઈશ. પણ, તારી અશબ્દ થઈ ગયેલી સંવેદના અને વહી જતી વેદનામાં હું જરૂર તારી સાથે હોઈશ. હું સતત હાજર હોઈશ તારી કોઈ અવ્યક્ત ઇચ્છા અને સપનાઓમાં, જેને કારણે તું તારી ભીતરે સ્પંદનો અનુભવે છે. તું દ્રવે છે તારા જીવનની ઘરેડમાં પણ જ્યારે તું અદ્રવ્યતા અનુભવ કરશે ત્યારે હું અદ્રશ્ય રીતે તારી સાથે જ હોઈશ. આજે પણ હું સતત તારી સાથે જ છું. હિર
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser