Sarkari Prem - 37 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 37

Featured Books
  • विलक्षण - 1

    विलक्षण १ जानेवारी २०२५जानेवारीचा महिना हवेत खुप गारवा होता....

  • आसरा

    आज त्याचा वाढदिवस होता अप्पाना माहित होते की, आज तो येणार भे...

  • पत्र सुमने..तुझी खास वाक्ये भाग ६

    प्रिय सोनाआपले शेजारी वर्षातील बरेच दिवस बाहेरगावी असतघरी आल...

  • मोफत मिळालं की महान

    मोफत मिळालं की महान: मानवी मानसिकतेवर एक शुद्ध विनोदी प्रहार...

  • Marine Drive

    आज Marine Drive ला भेटायचं ठरलं होतं. संध्याकाळी सात वाजता भ...

Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 37

"એ યુવાન પોતાની જાતને સંભાળી શકે તેમ નથી. એ હજી સુધી પોતાની ક્ષમતા વિષે સંદેહ ધરાવતો‌ હતો પણ હવે તો એ પોતાની જાતને ઓળખી શક્યો છે.

આપણે એને એક તક આપવી જોઈએ. ઘણીવાર લાગણીઓ થી ભરપુર અધિકારીઓ જનતા ને વધુ સારી રીતે સમજી શકે છે, પણ પ્રામાણિક રહેવું જોઈએ."

(નવનીત ને ફીડબેક માટે ફરીથી બોલાવે છે)

પેનલ:
"આપ એક આશાસ્પદ યુવાન છો. પણ આપ હજી સુધી પોતાની ક્ષમતા ને સમજી નથી શકયા. કોઈ વ્યક્તિગત કારણોસર જ ઈજનેરી લાઈન છોડી આઈ.એ.એસ બનવાનું નક્કી કર્યું.

પણ તમે મહેનત કરી અને છેલ્લી તકમાં મુખ્ય વિષય બદલ્યો અને પોતાની મહેનત સાકાર કરી. આપની મિત્ર આપને માટે ખુબ જ મહત્વપૂર્ણ બની. આઈ.એ.એસ અધિકારી તરીકે વધુ પડતું લાગણીશીલ બનવું એ ખતરનાક સાબિત થઈ શકે છે. 

આપનું જ્ઞાન અમને ખુબ ગમ્યું.ઈજનેરી વિદ્યાશાખા ધરાવતા યુવાન તરીકે આપ બીજી કોઈ પણ ઈજનેરી સર્વિસ ની નોકરી પણ કરી શકો. પણ તમે જીવનના છ વર્ષ આ આઈ.એ.એસ ની તૈયારી ને આપી દીધા એ જ અમારી માટે મોટી વાત છે.ઓલ ધ બેસ્ટ."

નવનીત:
"ખુબ આભાર. "
(નવનીત સીધો જ બહાર નીકળી જાય છે)

નવનીત પણ ફક્ત બીજો જ યુવાન હતો જેને ફીડ બેક માટે બોલાવવામાં આવ્યો હતો. એ પણ સીધો જ બહાર નીકળી જાય છે.

મહેચ્છા બિલ્ડિંગ ની બહાર તેની રાહ જોઈ રહી હતી. નવનીત ને જોઈ એ તરત જ પુછે છે:
"કેવો ગયો ઈન્ટરવ્યુ?" 

"તારા જેવી જ પેનલ હતી. " નવનીત નિસ્તેજ બની કહે છે.

"શું થયું?" મહેચ્છા પુછે છે.

" એ કહેતા હતા કે ખુબ લાગણીઓ થી ભરપુર છો. ઈજનેરી કરી તો આઈ.એ.એસ શું કામ બનવું છે?" નવનીત સમજાવે છે.

"તને ફીડ બેક માટે બોલાવવામાં આવ્યો?" મહેચ્છા પુછે છે.

"હા."નવનીત કહે છે.

"એક વાત નક્કી છે કે પસંદગી થવાના ચાન્સ વધી જાય છે." મહેચ્છા કહે છે.

"હવે મારી તો વાત કર?" મહેચ્છા ગુસ્સે થઈ.

"તમારી શું વાત કરવી? તમે તો પસંદગી પામશો જ." નવનીત કહે છે.

"કેમ મારી સાથે આ રીતે વ્યવહાર કરે છે? હું જોઈ રહી છું કે ત્રણ મહિના પછી આપણે મળ્યા તો પણ તું ખુશ ન હતો.મારી કોઈ ભૂલ છે?" મહેચ્છા પુછે છે.

"ના ભૂલ તો મારી જ છે. હું નીચી જાતિનો છું." નવનીત કહી રડવા લાગ્યો.

"એ..એ.. નવનીત.." મહેચ્છા અચાનક જ નવનીત ના આંખો ના આંસુ લુછવા લાગી.

"કેમ આમ રડે છે? એ પણ બધા ની વચ્ચે.." મહેચ્છા પુછે છે.

"તારી મમ્મીને પુછ ને.. મને શું ખબર?" નવનીત ફરીથી રડવા લાગ્યો.

"શું? મમ્મી એ તને કંઈ કીધું?" મહેચ્છા પુછે છે.

"એક દિવસ મને ફોન કરીને ધમકી આપી કે મારી દીકરી થી દૂર રહેવું બાકી સારું નહીં થાય. મારી ભૂલ એ જ ને કે હું નીચી જાતિનો છું." નવનીત કહે છે.

"એ તો ન ચાલે. હું તને હંમેશા જ પોતાના જીવનમાં આગવું સ્થાન આપું છું અને આપીશ. હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. પણ આ વાસ્તવિકતા ની દુનિયા ફક્ત પ્રેમ થી નથી ચાલતી. એટલે જ મેં તને નોકરી કરવા સમજાવ્યો.
હવે રડવાનું બંધ કર રોતલુ." મહેચ્છા કહે છે.

"ફક્ત આ વાત સાંભળવા માટે ચાર મહિના લાગ્યા. આઈ લવ યુ મહેચ્છા." નવનીત મહેચ્છા નો હાથ પકડી કહે છે.

"મમ્મી ને તો હું ઘરે જઈને સમજાવીશ. પહેલા પાણીપુરી પછી જ બીજી વાત." મહેચ્છા કહે છે.

નવનીત અને મહેચ્છા મનપસંદ પાણીપુરી ખાઈ પછી પોતાની મંઝિલ તરફ નીકળી જાય છે. આ તરફ મધુકર અને સરિતા તો મહેચ્છા ના ઈન્ટરવ્યુ થી ખુબ જ ખુશ હતા પણ મહેચ્છા સરિતા પર ખુબ ગુસ્સે હતી. એણે વખત આવે જ ‌સરિતા ને યોગ્ય રીતે સમજાવવાનું નક્કી કર્યું.

મહેચ્છા ઘરમાં પહોંચી જાય છે ત્યારે જ મધુકર અને સરિતા મહેચ્છા ને ભેટી પડ્યા. મધુકર ની તો આંખોમાં થી હર્ષ ના આંસુ આવી ગયા. સરિતા તો કંઈ બોલી પણ ન શકી‌. દિનકર દાસગુપ્તા નો પ્રેરણારૂપ મેસેજ મહેચ્છા વાંચી સંભળાવે છે તો મધુકર નું લોહી સો શેર વધી જાય છે.

એ રાત્રે નવનીત પણ ઐયર, રિતેશ અને મારિયા સાથે પોતાના ઈન્ટરવ્યુ ની વિગત મોકલે છે તો બધા ખુશ થાય છે. આખરે હવે થોડા જ સમય ની વાત હતી.એ રાત્રે નવનીત અને મહેચ્છા એકબીજાની સાથે મોડી રાત સુધી વાતચીત કરે છે.

સરિતા ને કંઈક અટપટું જરૂર લાગે છે પણ એ ચુપચાપ રહી જાય છે. સરિતા મધુકર ને સવારે એકલામાં જ પોતાના મનની વાત કહી દે છે. મધુકર ને મહેચ્છા પર ગળા સુધી વિશ્વાસ હતો કે આવી કોઈ વાત હશે તો એ જરૂર જણાવશે.મધુકર સરિતા ને થોડા દિવસ રાહ જોઈ જવા માટે સમજાવે છે.

એક મહિના પછી 

નવનીત અને મહેચ્છા પોતાના પ્લાન બી એટલે કે કોચિંગ ક્લાસમાં નોકરી પર પાછા ફરી જાય છે. આ સમયગાળામાં નવનીત અને મહેચ્છા એકબીજાની સાથે મેસેજ અને સમય મળે ફોન કરી સંપર્ક રાખે છે.

સરિતા ની નજર સામે મહેચ્છા જરૂર પુરતી જ વાત કરી સરિતા ને કોઈ તક આપતી ન હતી. આ તરફ નવનીત એમ સમજી રહ્યો હતો કે મહેચ્છા સરિતા ને મનાવી ચુકી છે.

એ દિવસે મધુકર રેલવે સ્ટેશન પર નોકરી કરી રહ્યો હતો ત્યારે જ અચાનક તેની સાથે નોકરી કરતા એક કર્મચારી આવ્યો અને કહેવા લાગ્યો:
"સર આઈ.એ.એસ ની ભરતીની નું પરિણામ આવી ગયું છે. આપની દીકરી મહેચ્છા આખા દેશમાં બીજા નંબરે આવી છે. હવે તો આપ ઈન્ટરવ્યુ આપવા માટે તૈયાર થઈ જાવ."

"શું?" મધુકર ની આંખો માં થી હર્ષના આસું નીકળી જાય છે.

જે સપનું એણે પોતાની જાત માટે જોયું હતું અને સમાજ ની સામે થઈ તેની દીકરીને આઈ.એ.એસ બનાવવા માટે આજથી વીસ વર્ષ પહેલાં જે લડત તેણે શરૂ કરી હતી એ આજે સફળતાપૂર્વક પાર થઈ. મહેચ્છા પ્રથમ જ પ્રયત્નમાં ઓલ ઈન્ડિયા રેન્ક બે નંબર પર આવી હતી. આ એક અદ્ભુત સિધ્ધિ હતી.

એ સીધો જ મહેચ્છા ને ફોન કરે છે.મહેચ્છા કોચિંગ ક્લાસમાં હોવાથી ફોન નથી ઉપાડતી. પણ‌ ત્યારે જ નવનીત મધુકર ને ફોન કરે છે.

"હેલ્લો અંકલ આપ હતપ્રભ બની જશો. હું અને મહેચ્છા બન્ને આઈ.એ.એસ ની પરિક્ષામાં સફળ થઈ‌ ગયા. સૌથી પહેલા મેં મહેચ્છા ને ફોન કર્યો પણ એણે ઉપાડ્યો નહીં. એટલે તમને ફોન લગાવ્યો છે."

"ખુબ જ અભિનંદન તને અને તારા પરિવારને પણ. હવે આગળ શું વિચાર કર્યો છે?" મધુકર કહે છે.

"બસ‌ હવે મારી અને મહેચ્છા ની એકીસાથે મસુરી ખાતે ટ્રેનિંગ થશે. પછી અમે લગ્ન કરી લેશું." નવનીત એકીશ્વાસે કહી જાય છે.

"શું?" મધુકર હતપ્રભ બની જાય છે.

"મહેચ્છા એ તમને લોકોને વાત નથી કરી." નવનીત પુછે છે તો મધુકર ફોન કાપી દે છે. જાણે ‌મહેચ્છાએ જેટલી ખુશી આપી એ બધી એક જ પળમાં ઓસરી ગઈ.મહેચ્છા નો ફોન આવ્યો પણ‌ મધુકર ફોન ઉપાડતો નથી. મહેચ્છા સમજી જાય છે કે કંઈક ગડબડ છે.