My life experiences - 8 in Gujarati Motivational Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | મારા જીવનના અનુભવો - 8

Featured Books
Categories
Share

મારા જીવનના અનુભવો - 8

જય માતાજી મિત્રો વડીલો સ્નેહીજન..... આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવ અંતર આત્મા થકી દિવસના દિવસ સુધી હદય વલોપાત કરતું રડતું પડતું અને થાકીને આશ્વાસન આપી ને બેસતું..... જીવન એક પ્રશ્ન મારે ભગવાન ને કરવો. આ ધરતી પર મારુ સર્જન કરવાનું કારણ શું? અને સમજણ આપી હોય કે અણસમજ આ મન અશાંત અતીવ્યાકુળ પામવાનું કારણ શું??? મારા અનુભવ મુજબ માફ કરશો પણ મને કોઈ હજી સુધી એવો નિસ્વાર્થ આત્માનથી મળ્યો. જેને મારાથી કોઈ પણ સ્વાર્થ ના હોય.. કોઈ કોઈનું નથી.... તમે તમારા નથી થઈ શક્યાં તો અન્ય ના શું થવાના? માણસ એક યંત્ર બની ગયો છે. ઈગો અભિમાન. કંઈક અલગ દેખાડી દેવાની હોડ. લાગી ગઈ છે... ઘણું બધું પુણ્ય નું કામ તો કરતો હોય પણ પાછળ તેનું ચારીત્ર વિચારો જીવન અલગ જ.... ખબર નથી પડતી.. શું આ ચાલી રહ્યું છે. ઘણીવાર એવું લાગ્યા. કરે આ નાટક મારું પુરુ થાય તો હવે સારુ બાકી અધ્ધવચ્ચે છોડી જવું ના પડે કિરતાર. ઘણું બધું વિચારું આ સાંસારિક જીવનમાંથી વાનપ્રસ્થાશ્રમ જીવન જીવવા ક્યાંક એકાંત અલગ પ્રદેશ ચાલ્યો જાવ. પણ આ સંસાર માં કલીકાલ તો બધે છે... સાધુ જીવન પણ નહી જીવી શકાય અને સાદું પણ.. મને એક વાત નો ડર છે... મને દુનિયા ના કોઈ પણ સબંધ માં રસ નથી... હજી પણ માફ કરશો પણ કદાચ હું આંધળો હોઈશ કે આજે આવી વાત કરું જે જેને જેવા કલર ના ચશ્મા પહેર્યા હોય તેને તેવું દેખાય પણ ખરેખર હું આંધળો બની ગયો છું હમણાં ઘણા દિવસો થી નાસ્તિક બની ગયો છું... ઈશ્વર છે તો કેવો છે.. ઈ નથી ખબર મે નથી જોયો ઘણા ઘણી બધી તર્ક વિતર્કો ની વાતું કરતા હોય છે... પણ અનુભવ સિધ્ધ કોઈ નથી કહેતું...... ખાલી ને ખાલી દંભ પછાડા... એક હોબાળો છે... જેટલો માસ્ટર માઈન્ડ તેટલી તેની વાહવાહી અને તેટલું તેનું ઉચ્ચું નામ એમા સારા સારા નામચીન વ્યક્તિ આવી જતા હોય... પણ ઠેર આવી બળતરા આ આત્મ આ દૈહ માં કેમ પ્રગટ થાય છે...? કોઈ એવો માલ્મિક આત્મ નથી મળ્યો... હા પ્રવચન કલાકો ના કલાક સુધી સાંભળવાથી ઘડીક સારુ લાગે પણ અસર નથી... અને અસર પણ ના થાય જે પોતે શાંત નથી ઈ અન્ય ને શાંતી પણ કેમ આપી શકે.... મન અકારણોસર દુખી છે.. વ્યાકુળ છે.... એમ થાય આ દેહ આ ધરતી પર મારું આવવાનું પ્રયોજન શું? મારો આમા કેટલો ફાળો? કેટલું યોગદાન? કે પછી ભોગવિલાસ બળતરા માં ગરીબી માં અન્ય પાસે કેટલું રુણ અદા કરવાનું હજી લખ્યું હશે આજીજી હજી કેટલી લખી હશે... મનને સાંત્વના હજી કેટલીક આપવી.... સમજણ આપી તો કેમ આપી??? મુરખ અને કપટ માં ખપાય જાય છે.... માત્ર કહેવાની વાતું રહી જાય છે.. મનને સમજાવતા સમજાવતા આ આયખું નિકળી જાય છે.. પણ માણસ અતી ક્રુર અને કપટિ એક યંત્ર બનતો જાય છે. તેમા પ્રાણ નથી રહ્યા... ચેતના નથી રહી. કરુણા નથી રહી... હિંસક પ્રાણી થી પણ બદતર જીવી રહ્યો છૈ...... દેહ છોડ્યા પછી. શું ઈ નથી જાણતો... તર્ક વિતર્કો અને ટિકા ટિપ્પણી જરુર થતી હોય છૈ. પાછળથી પણ એક વાત તો હવે નિચ્ચીત છે.... આ દેહ થકી કોઈ નો આત્મ દુખાય કોઈ જીવને હવે તકલીફ નથી આપવી... પછી ઈ લખાવનાર અને કરનાર ઈ છે... એવું માની રહ્યો છું..... સમય બધું કરાવશે...... સમય પર છોડી દેવામાં મઝા બાકી અનુભવ સિધ્ધ મારા કહું તો કોઈ કોઈ નું નથી આ દેહ પણ તમારો નથી..... આ બધી માયા મહામાયા નો દ્રષ્ટિ ભ્રમ છે..... લિ. કેકે પરમાર