મારા જીવન ના અનુભવો સીતારામ જીદંગી અકલ્પનીય જેના માટે આ શબ્દ નું વર્ણન કરવું અઘરું છે.... આ જીવન માં ઘણા બધા અનુભવ ઘણું બધુંય સમજ્યા પછી ઘણીબધી પિડા દુ:ખ અનુભવાય છે... ઘણું બધું સહન કરવાની સમતા ધરાવવી પડે છે... જે અકલ્પનીય છે... કોઈને કહી ના શકાય કોઈ સમજી પણ ના શકે માત્ર ખોખલા આશ્વાસન મળી રહે. પાછળથી બેઇજ્જતી થતી હોય એટલે કોઈને આ દુખ કહી પણ ના શકાય.. ઘણીવાર એવું બને છોડી આ બધું ચાલ્યા જવું પણ જવું પણ ક્યાં? આખરે આ દેહ જ્યા સુધી છે. ત્યાં સુધી તો આ જગત સાથે રહેવાનું જ છે... ખબર નઈ સમજણ ના કારણે દુખ અનુભવ થાય છેકે પછી અણસમજ ના કારણે??? ઘણીવાર છોડી ચાલ્યા જવાનું મન થાય.. ઘણીવાર દેહ ત્યાગ કરવાનું મન થાય... મહામાયા ના આ જગત માં ક્યાંક હજી માયા નથી છોડી શકાતી ક્યાંક બંધન રોકી રાખે છે.... નહીંતર આનું આમ ના થાય.... ઘણીવાર કર્મ ના ફળ ભોગવવી છીએ એમ જણાય ઘણીવાર ભાગ્ય પર છોડી દઈએ આખરે તો કાળ સમય પ્રાધાન્ય હોય એમ જણાય છે.... સમય બળવાન છે.... આખરે સમય પર છોડી દેવું ઉચીત જણાય છે. પણ મન મોહ અને માયા આ ત્રણ નથી છુંટતા ... ક્યાંક કર્તા પણા નો ભાવ દેહભાવ નથી છુંટતો આ મૃત્યું લોક ના બધાય સબંધ સ્વાર્થ ના જણાય છે... એમાથી કોઈક જ બાકાત હશે.... આખરે "કોઈ કોઈનું નથી"... આ પ્રકૃતિ આધીત સંરચના કેમ બનાવી હશે? કોણ જવાબદાર છે?? કોણ કરે છે?? રહસ્યમય આ જગત ને કોઈ સમજી શક્યું હશે પણ ખરા??? ઈશ્વરમય રચના હશે કે આપમેળે!! પણ ખરેખર કોઈ પણ તહેવાર માં રસ નથી. ઉમંગ નથી હવે રહ્યો... હવે ખાલી આશ્વાસન આ દેહ સુધી ની યાત્રા હશે એમ માની ને મનને મનાવવાની વાત છે.... એમ થાય પછી વિરામ હશે એમ સમજી ને આ જીવન જીવવાની વાત રહી છે..... નથી મરી શકાતું નથી જીવી શકાતું નથી રોઈ શકાતું નથી હસી શકાતું.. ક્યા સુધી આ બધું??? કોઈ છે એમ સમજી નીત નવા પ્રપંચ રચી મનને મનાવી ને જીવન જીવવા જેવું છે... આ યાત્રા ક્યાં સુધી ને એ નથી જાણતો હું પણ હવે આ યાત્રા વિરામ લઈ લે એવી પ્રાર્થના જો કોઈ પણ સાંભળતું હોય તો સાંભળી લે.... મંદિર માં ખુબ રડ્યો એકાંત માં ખુબ રડ્યો.. ખબર નહી કોઈ સાંભળતું હશે મારી આ વેદના કે કેમ??? ઘણાબધા પ્રપંચ અનુભવ પછી હવે આ જગત માં કોઈ રસ નથી રહ્યો. માત્ર ખોટું સ્મિત આપી અન્ય ને ખુશ કરવાના? બાકી આ જીવન નો કોઈ સાર નથી જોયો કોઈ હવે સબંધ પર ઉમંગ નથી બધા કાલ્પનિક ઘડીભર ના હોય એમ જણાય છે... થોડીવાર માટે વિસામો લેવા આવે અને ચાલ્યા જાય છે... કોઈ પણ અહીંયા સ્થીર નથી.. બધા ગતીશીલ છે... લાગણીસભર સબંધ થોડીવાર માટે જીવન માં આવે અને માયા લગાડી ચાલ્યા જાય છે.. જીવન અંતર થકી વૈરાગ્ય ઉત્પન થાય ઘડીક રાગ ઉત્પન થયા જ કરે.. સમજ માં કંઈ પણ નથી આવતું.... હવે ક્યારે સમય પુરો થાય. આ જીવન પછી નીયાત્રા શું હશે??.. અત્યારે એમ જણાય પછી શાંતી થશે એમ સમજી મનને મનાવી શકાય.... જન્મોજન્મ ની આ યાત્રા આત્મભાવ કેમ જાગૃત નથી થતો?? કેમ કોઈ ઈશ્વર નો આભાસ નથી થતો?? ઘણીવાર એના છે કે નથી એ પણ પ્રશ્ન થયા કરે?? આટલું જરુર કહીશ માણસનું જીવન આપ તો સમજણ ના આપતો આપ તો પરીપુરણ સુધી આપજે.. આમ ધક્કા ના માર... અસ્તું