Coorg 3rd day in Gujarati Travel stories by Ankursinh Rajput books and stories PDF | દક્ષિણ ભારત નો પ્રવાસ - 4

Featured Books
Categories
Share

દક્ષિણ ભારત નો પ્રવાસ - 4

Coorg day 2



બસ સવારે ટાઢ ની વચ્ચે ઊઠીને તૈયાર થઈને અમે KSRTC ના બસ સ્ટેન્ડ પહોંચી ગયા , આગળના દિવસ વરસાદ શરૂને શરૂ થયો એટલે જાળવણી માટે પણ આજે હવામાં ખાસ ભેજ પણ નહોતો, કુશળનગર ની બસ માં બેસીને આજુબાજુના આ વૃક્ષો થી આચ્છાદિત દ્રશ્ય ને જોઈને નિસર્ગધામ ઉતરી ગયા, આમ સાવ જ સરળ પણ આમ સારી રીતે ગોઠવાયેલું પ્રાકૃતિક વન હતું , એમાં દાખલ થતા વેત જ નદી ઉપર બનેલો દોરડાનો પુલ આવે છે , જ્યાંથી આમ પાણીનું વહેણ જોવાની મઝા જ કંઈક અલગ છે , બસ એનો ખળખળ અવાજ ને સહેલાણીઓ ની હેરાફેરી વચ્ચે બસ તમને ત્યાં રહેવાનું મન થાય, આમ એના વાંસ ના વૃક્ષો ની વચ્ચેની ટ્રેઇલ થી હરણ પાર્ક માં ગયા જ્યાં હરણો તો સવાર સવાર માં આરામ માં હતા એટલે આડા પડ્યા હતા , ત્યાંથી આગળ ચાલતા અમે નદીના કિનારે ચાલતા ગયા થોડા ફોટોઝ પાડ્યા ન ત્યાં બધે થોડા થોડા અંતરે અહીંની સ્થાનિક સંસ્કૃતિ ને દર્શાવતી મૂર્તિઓ રાખવામાં આવી હતી, પાછું નદીના કિનારે ચાલતા ચાલતા અમે બહારનીકળી ગયા .

   ત્યાંથી અમારું આગળ નું સ્ટોપ હતું નામ્દ્રોલિંગ તિબેટીયન મોનેસ્ટરી, આમ તો અહીંના લોકો એને ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખે છે એના મૂળ નામ વિશે કોઈને ખ્યાલ નથી .આ સ્થાન 1959 માં ચીન દ્વારા તિબેટ પર થયેલાં કબજા બાદ વિસ્થાપિત થયેલાં બુદ્ધિસ્ટ સાધુઓ અને એમની સંસ્કૃતિ બચાવવા આદરણીય રિન્પોચે દ્વારા વિકસાવવામાં આવ્યું છે , જ્યાં સ્કુલ, કોલેજ અને વિધાર્થીઓ ના રહેવા માટે ન આવાસો છે , પલ્યુલ મોન્ટેસ્ટરી જે તિબેટમાં છે એ પ્રતિકૃતિ પણ અહીં બનાવવામાં આવ્યું છે જેને અહીંના લોકો પવિત્ર માને છે , મંદિર ની અંદર અમૃત બુદ્ધ , પદ્મસંભવ અને ગૌતમ બુદ્ધ આમ ત્રણેયની સોના થી મઢેલી મૂર્તિ છે અને અહીંની બધી દીવાલોમાં એમની ગાથાઓ વર્ણવતા ચિત્રો દર્શાવેલા છે અને એમની ધાર્મિક વિધિઓમાં વપરાતી વસ્તુઓ પણ રખાયેલી છે . બહાર એક મસ્ત ટોડલર મળ્યું એટલે એણે રમાડી અમે બહાર નીકળ્યા .

   અમે મસ્ત ત્યાં બનાવેલાં સેન્ટર માં મલાયા હોટલ માં ફરીથી સાઉથ ઇન્ડિયન ડીશ ને ન્યાય આપ્યો જેમાં ભાતને ન્યાય સરખો ના આપી શકાયો, પછી ત્યાંથી કુશલ નગર શહેર માં આવ્યા અને બસમાં બેસીને બહાર આવ્યા , ત્યાં ચોક થી ડુબારે હાથી પાર્ક તરફ અમે નીકળ્યા જે 12 km જેટલું દૂર હતું, ત્યાં થી અમે ફરીથી નદી જોઈ પણ પાણીનું લેવલ વધારે હોવાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ અમને પરમિશન ના આપી બાકી અમારી ત્યાંના એક મિત્ર સાથે ઓળખાણ થઈ જેના ખુદના 3 હાથી હતા અને જંગલમાં એમનું ગામ છે જ્યાં એ હાથી પાલન કરે છે , ત્યાં થી પાછા ફરીને અમે હારંગી રિઝર્વીયર ગયા જ્યાં અમને હાથી અને ડેમની ઉપરનું વોટર જ્યાં ઉપરવાસ માં સરસ સરોવર બનેલું હતું , મસ્ત પવન વાતો હતો જ્યાં બસ થોડા ટ્રેકિંગ થી પહોંચી શકાય , ત્યાં હાથીની સૂંઢ સાથે રમીને બસ ત્યાં બેઠાં, 

ત્યાંથી સહેજ દૂર હારંગી ડેમ તરફ ગયા ત્યાં સરસ મઝાનું ગાર્ડન બનાવવા માં આવ્યું હતું , બસ ત્યાં ડેમ ની નજીક જઈને એના છાંટા માં થોડા ભીંજાય લીધું ને બસ માડીકેરી જવા માટે નીકળી ગયા.

   મડીકેરી માં ઉતર કર્ણાટક નું ડિનર ટ્રાય કર્યું જેમાં જુવારનો રોટલો , શાક, બહુ જ ભાત ને કેટલીક જાતની ચટણી હતું ત્યાંથી બસ થોડી અહીંની મીઠાઈઓ ખાધી.
કુર્ગ ની આ ઠંડી હવાઓમાં એવી સર ઊંઘ આવીને કે બસ થયા કરે કે આમ જ નિદ્રાસન સતત રાખીએ.