coorg in Gujarati Travel stories by Ankursinh Rajput books and stories PDF | દક્ષિણ ભારત નો પ્રવાસ - 3

Featured Books
Categories
Share

દક્ષિણ ભારત નો પ્રવાસ - 3

મૈસુર પેલેસ જતા પહેલા પેટ પૂજા કરવાનું ઉચિત લાગ્યું એટલે ત્યાં ઈન્દ્ર પ્રસ્થ રેસ્ટોરામાં મસ્ત ઈડલી ને સંભાર કેસરી બાથ સાથે ખાધો જે ગળી લાપશી જેવો જ હતો ઓર શીરો કહીં શકાય.ત્યાંથી મૈસુર પેલેસ ની ટિકિટ લઈને એની ભવ્યતા જોવાનું શરૂ કર્યું.

 સદી પહેલાં આગ થી સળગી ગયેલો લાકડાનો પેલેસ ની કૃષ્ણરાજ વાડિયાર એ ઈન્ડો સાર્ક શૈલીઓ અનુસાર બનાવ્યો .જેમાં શરૂઆત માં લગ્ન મંડપ આવે છે અને તેલ ચિત્રો જે આખી ઈતિહાસ ને અસરકારક રીતે પ્રદર્શિત કરે છે , પછી દીવાન આમ અને ખાસ જેના દરવાજા એટલા સરસ રીતે કોતરવામાં આવ્યા છે ને અંદર રાખેલી કલાકૃતિઓ આમ રોમાંચિત કરી દે.ત્યાં થી એના ગાર્ડન ના આંટો મારીને જગન મોહન પેલેસ તરફ ગાડી દોડાવી મૂકી એટલે ચાલતા ચાલતા કેમકે સામે જ છે , આ એક આર્ટ ગેલેરી છે જેમાં નીચે તો રાજવી પરિવારની વંશવાળી દર્શાવતા ચિત્રો છે , ઉપર વિવિધ spectrum ના ચિત્રો , એન્ટિક વસ્તુઓ , સંગીતના સાધનો આમ તો મ્યુઝિયમ માં હોવું જોઈએ એવું બધું જ છે .ત્યાં થી કેથેડ્રલ ચર્ચ ગયા ને પછી વિષ્ણુ ભવન માં કર્ણાટક ની લોકલ થાળી ખાધી.ત્યાંથી રેલવે મ્યુઝિયમ ની મુલાકાત લીધી ને ચૂક ચૂક પકડીને બેંગલોર પાછા ફર્યા.બસ ત્યાંથી અમે તેનાથી ઊંધી દિશામાં નીકળી પડ્યા કુર્ગ તરફ જેને ત્યાંના લોકો Madikeri તરીકે ઓળખે છે ને આખો હિલ સ્ટેશન જેવો પ્રદેશ છે.


Coorg day 1
.


બસ સવારે વહેલા ૫ વાગ્યે પહોચ્યા ત્યાં તો વરસાદ 
શરૂ હતો , બસ માં તો AC ના લીધે આ ઠંડા પવન ને નીચા તાપમાન નો અંદાઝ ન હતો , બસ સ્ટેન્ડ થઈને મસ્ત હોટલ શોધી પણ ત્યાં થોડો સમય લાગ્યો ને આ પવનને વરસાદમાં થોડા ઠુંઠવાયા પછી ત્યાં બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયા , બસ જાગીને થોડું ચાલ્યા ત્યાં અમે આખું સિટી ફરવાની લીટીનેરી તૈયાર કરી ને સૌથી પહેલા કોફી એસ્ટેટ ગયા , ત્યાં પણ ઝરમર થી સહેજ વરસાદ હતો ત્યાં એસ્ટેટના પ્લાન્ટેશન ની ચાલીને ગાઇડ સાથે ટૂર શરૂ કરી જ્યાં અંજીર, કોકમ , લોબાન કોકોઆ, કોફી રોબસ્ટા વગેરે વૃક્ષો જોયા અને કોફી કઈ રીતે પ્રોસેસ કરવામાં આવે છે એની માહિતી લીધી, કોફી ના પ્રકારો અને ઉપયોગ વિશે પણ માહિતી મેળવી .

  ત્યાંથી મડીકેરી ફોર્ટ પહોંચીને 10 rs ની ટિકિટ લઈને ત્યાં ના જૂની મૂર્તિઓ જોઈ જ્યાં આપણા ભારત ના ફિલ્ડ માર્શલ કરિઅપ્પા સાહેબની પણ કેટલીક વસ્તુઓ અહીં હાજર હતી ,ત્યાંથી વરસાદની ઝાપટો વચ્ચે ચક્કર માર્યું અને કુર્ગ શહેરનો થોડો view લીધો કેમકે આ શહેર પહાડો ઉપર વસેલું છે , ત્યાંથી ઉડીપી રેસ્ટોરન્ટ માં જઈને ઢોંસા, ઈડલી વગેરે ખાધું.

    હવે આગળનું ગંતવ્ય સ્થાન હતું અબી વોટર ફોલ જ્યાં અમે ઘણાં વળાંકો ને ઉતારચઢાવ પછી પહોંચ્યા ત્યાં ધોધ ના અવાજ ને સાંભળતા ઘણો સમય ત્યાં પસાર કર્યો , પછી મડિકેરી ની મેડિકલ કોલેજ માં આંટા માર્યા , જ્યાં મસ્ત લેક અને પહાડનો view હતો ત્યાંથી રાજા ના tomb ગયા, ત્યાં સરસ મઝાનું ગાર્ડન હતું અને રાજાની સમાધિ આવેલી હતી 

ત્યાંથી દિવસનો અંત આમ તો સૂરજ ઊગ્યો જ નહોતો પણ તો પણ સંધ્યાના સમયે અમે સનસેટ જોવા માટે રાજા ગાર્ડન ગયા જે ખૂબ જ સરસ મઝાનું હતું ને આખા શહેર નો સરસ મઝાનો એરિયલ વ્યુ ધરાવે છે, ધુમ્મસ ના લીધે બહુ દૂર નું તો નહીં પણ આમ ઘણું સરસ દેખાતું હતું .ત્યાં થી ઓમકારેશ્વર મંદિર માં જઈને આરતી માં ભાગ લીધો .