Day 2
આમ તો દિવસ ની શરૂઆત આમ ટ્રેનમાં જ થઈ , લાંબી ટ્રેન ની સફરો સતત ચાલતી રહે છે ને ધીમે ધીમે તમે ટેવાઈ જાઉં છો , આમ તો ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ગરમી લાગવી જોઈએ પણ અત્યારે વરસાદ ના લીધે ઠંડા પવનો થી તરબોળ થઈ ગયા હતા.
બસ આખો દિવસ ટ્રેનમાં જ પસાર થઈ ગયો ને છેક સાંજે બેંગલોર જિલ્લાના યેશવંથપુર સ્ટેશન પર પહોંચ્યાં, હવે તો આગળ મૈસુર જવાનું હતું એટલી આગળની ટિકિટ બુક કરાવવા ગયા પણ એટલામાં વરસાદ શરૂ થઈ ગયો , ધીમે ધીમે થોડા પલળી ગયા પણ ત્યાં ઊભો પણ રહી ગયો ,ટિકિટ લીધી ને સમય હતો એટલે બાજુમાં રહેલું માર્કેટમાં લટાર મારવાની શરું કરી દીધી , ત્યાં બસ વિવિધ ભાતના કેળાં, પૂજા સામગ્રી ને આવશ્યક વસ્તુઓની દુકાનો હતી જ્યાં બસ શાંતિથી લોકો ખરીદી કરી રહ્યા હતાં, અમે પણ ત્યાંથી પાછા સ્ટેશન ફરવાનું નક્કી કર્યું , ટ્રેકિંગ એપ માં ટ્રેન આવી ગઈ દેખાડતી હતી ને ત્યાં તો બીજી ટ્રેન પડી હતી થયું કે બીજા પ્લેટફોર્મ પર જતી નહી રહી હોય ને પણ પછી ધીરજ ધારણ કરીને આખરે ટ્રેન આવીને થોડી જગ્યા કરીને બેસી ગયા.
મૈસુર નું રેલવે સ્ટેશન જ એટલું મસ્ત હેરિટેજ બિલ્ડિંગ માં હતુંને પછી ત્યાંથી બહાર નીકળીને ૧૯૪૪ થી ચાલતી વેંકટેશ ભવનમાં ઈડલી ને ઢોસાનું પારંપરિક ભોજન લીધું. ત્યાં મેનુ કન્નડ માં લખેલું હતું સ્ટાફ ને હિન્દી કે અંગ્રેજી આવડે નહી સરખું પણ પછી નામથી ઓર્ડર કર્યું ને સરસ હતું .ત્યાંથી હોટલ શોધીને સમાન મૂકીને શહેર જોવા નીકળી પડ્યા.
પેલા તો વાડિયાર રાજાની મસ્ત મૂર્તિ દેખાણી.મૈસુર પેલેસ તો બંધ થઈ ગયો હતો એટલે બહારની દિવાલ જોઈને જ સંતોષ માન્યો એટલે કાલે જોશું એવુ નક્કી કરીને ત્યાંથી થોડી ksrtc ના કંડકટર કાકા સાથે વાત કરી ભાંગ્યાતૂટ્યા અંગ્રેજી નું મદદથી , પછી ત્યાંનું મ્યુનિસિપાલિટી નું જૂની બિલ્ડિંગ મસ્ત આઝાદી દિવસ નિમિતે શણગારી હતી ત્યાં જઈને કેમેરાની ચાંપુ દાબી.
ત્યાંથી રસ્તામાં માં સદી થી પણ વધારે જૂનું દેવરાજા માર્કેટ આવ્યું હવે એની કલોક ટાવરની શોભા જોઈને થોડી ઇતિહાસની યાદો તાજી કરી લીધી , ત્યાં મસ્ત સિલ્ક ને ઘણી બધી સેન્ડલવુડ ની બંધ દુકાનો જોઈ ( રાત પડી હતી ને એટલે કાલે ખુલી જશે ).અમારા ભાગ્યે જૂનવાણી ને ફેમસ ગુરુ સ્વીટ શોપ ખુલ્લી હતી એટલે એની મશહૂર મૈસુર પાકનો જીભ ને ચટાકો કરાવ્યો. દેવરાજા માર્કેટ એટલું મોટું ને આમ કેવાય ને ઐતિહાસિક છે કે આજે પણ અધ્યતન ટાઉન પ્લાનર કંઈક એમાંથી શીખે તોં સારૂ .
બસ મૈસુર મેડિકલ કોલેજ ને kr હોસ્પિટલ નું પાટિયું જોઈને એમાં ખાંખાખોળા કરવા નીકળી પડ્યા ને પેલા નેફ્રોલોજી ને પછી તો વોર્ડમાં આંટા મારવાના શરૂ કરી દીધા પછી મસ્ત પાછા આવીને લંબાવી દીધું.
Day 3
આ સરસ મજાનો દિવસ હતો ,બસ છ વાગ્યે તૈયાર થઈને નીકળી પડ્યા રેલવે સ્ટેશન કલોક રૂમ માં સમાન રાખવા , સવાર માં મસ્ત ફોગ હતો ને એક ખુશનુમા સવાર. ત્યાંથી ઉબેર કરીને KSRTC ના બસ સ્ટેશન પહોંચ્યાં તો ત્યાં બસ ઊભી જ હતી ને ૨૦૧ નંબરમાં ફટાફટ ચડી ગયા. થોડીવાર પછી લેડી કંડક્ટરે એન્ટ્રી મારીને મને કન્નડ માં કંઈક કીધું જે મારા મસ્તિષ્કના કોષોને સહેજ પણ સમજાયું નહી ત્યાંથી એણે ઈશારો કર્યો તો સમજાયું કે અડધી બસ લેડીઝ માટે રીઝર્વ છે એટલે હું તો એમે બેઠો જ નોતો ને દૂર ખસી ગયો , ચામુંડેશ્વરી હિલ્સ તરફ જવાની આ પર્વત ની વચ્ચે રહેલા રસ્તામાં મસ્ત હરિયાળી ને માણતા થોડીવાર માં બેટ્ટા ગામ આવી ગયું ને બસ દર્શન કરવા લાઇન માં ઊભા રહી ગયા , ત્યાં IIT Bombay ના કેટલાક સ્ટુડન્ટ સાથે રસ્તામાં વાત કરી ને માતાના દર્શન કર્યા .ત્યાંથી થોડો એરિયલ વ્યુ જોવા માટે રસ્તા નું ઉતરાણ કર્યું .પછી બસ માં સિટી જવા નીકળી પડ્યા .
To be continued