Saree in Gujarati Motivational Stories by Pragna Ruparel books and stories PDF | સાડી

Featured Books
Categories
Share

સાડી

  "  સાડી બંધી "

     આ શબ્દ થોડું વિચારતા કરે એવો છે. સાડીબંધી , શબ્દ મેં એટલા માટે કહ્યું કે નોટ બંધી હતી. ને તેમ કોર્પોરેટ ની અમુક ઓફિસોમાં સાડી પહેરવા પર પાબંધ છે.યાને મનાઈ છે.

      મને થયું? ભારતીય પોશાક છે સાડી! અને એના પર પાબંધી?કેમ? મને એક H.R. દ્વારા આ માહિતી મળી.આપણા મોટા ભાગ ના રાજ્યો માં અલગ અલગ  સ્ટાઇલથી. કાપડ અને વણાટ પણ અલગ. એ રીતે કેટલી બધી સાડીઓ બને છે. 

        આપણો પોશાક? અને આપણે ત્યાં પહેરવાની મનાઈ! તેઓ કહે છે સાડી પ્રોફેશનલ ઈમેજ (professional imje)નથી. એટલે ઘણી કંપનીઓ  western formal dress code (shirt, blazer and trouser) રાખે છે. સાડી એકદમ sexy look આપે છે. એટલે તેઓ સાડી પહેરવાની ના પાડે છે. કામ ઝડપથી ન થાય. ટ્રાવેલમાં સાડી સંભાળવી પડે. adjust કરવી પડે. લાંબા સમય સુધી બેસવાનું હોય, આવા અનેક કારણો આપે છે. MNC company માટે ,us/Europe culture follow કરે છે.

    અમુક કંપનીઓમાં સાડી પહેરવાની ના નથી. પણ આપણે બધા જોઈએ છીએ કે સાડી ના બ્લાઉઝ  sleeveless હોય , strip blouse હોય. એટલે કદાચ સાડી પહેરવાની મનાઈ કરતા હશે. એવું મારું માનવું છે. કારણ, સ્ત્રીઓ ઓફિસમાં પણ ફેશન પરેડમાં આવ્યા હોય, એ રીતે કપડા પહેરે છે.

     તમો ચંદ્રિકા ટંડન ને ઓળખો છો? ભારતના તામિલનાડુ રાજ્યમાં જન્મેલા અને અમદાવાદ IIM માં ભણેલા. આજે અમેરિકાની corporate દુનિયામાં એમનું નામ છે. તેઓ સાડી પહેરીને જ અમેરિકાની કંપનીઓમાં જતા. તેઓએ આપણા સાત મંત્રો (વેદ ઉપનિષદ) ઉપર સંગીતની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ Grammy award 2025 માં મેળવ્યો છે. તેઓ Grammy award લેવા માટે સલવાર સુટ પહેરીને ગયેલા. વિચારો મિત્રો, આપણી ભારતીય મહિલા અમેરિકાની ટોચની કંપનીઓમાં સાડી પહેરીને જાય છે .અને આપણે ત્યાં કોર્પોરેટમાં મનાય છે. કારણ કે, આપણે સાડી કદાચ ઉચિત રીતે નહીં પહેરતા હોય.

    આપણે એકદમ સુવ્યવસ્થિત રીતે સાડી પહેરી હોય તો આપણી વેલ્યુ વધે . માન જળવાઈ .આપણી ગરિમા જળવાઈ. અને તમારું એક અલગ જ વ્યક્તિત્વ ઊભું થાય .રોજ ના પહેરી શકો. પરંતુ પ્રસંગોપાત ઉંચીત રીતે પહેરાય તો વધારે સારું. સાડી  ખાલી ભારતીય પોશાક જ નથી .આપણી પરંપરા છે, ગરિમા છે. આપણું ગૌરવ છે. પરંતુ આપણે જ આપણા ગૌરવની કદર નહીં કરીએ ,તો લોકો શું કામ કરે ?આજે modern દેખાવા માટે સાડી નથી પહેરતા.

        ખરેખર સાડી છે ને, એ એક પાવર છે .તમે સાડી વ્યવસ્થિત પહેરશો તો તમારો આત્મવિશ્વાસ વધશે. સાડી એ રીતે પહેરવી જોઈએ કે તમારો આખો mindset સાડીમાં change થઈ જાય છે. તમે પોતાને powerful લાગશો. અને લોકો તમારી આ માન્ય જાળવશે, તમારી ગરિમા જળવાશે તમારું એક અલગ જ વ્યક્તિત્વ ઊભું થશે. 

      Corporate  માં પણ તમે પ્રેઝન્ટ ટેબલ લાગશો. અને તમારું માન સન્માન વધશે. તમારું કામ એ રીતનું હોય તો તમે અમુક ખાસ દિવસો સાડી માટે નક્કી કરો. 24 કલાક સાડી પહેરવી. એ તો હવે નહીં ફાવે. આદત નથી ને! પણ તમો ખાસ પ્રસંગોમાં, આપણી પરંપરા અને સંસ્કૃતિ જળવાય. તમારી ગરિમા જળવાય એવી રીતે office માં સાડી પહેરી શકો છો. try જરૂર કરજો.

       એમાંય ઓફિસમાં કોટનની સાડી પહેરશો તો તમારો અલગ જ lookઆવશે .અને તમને પોતાને એની અલગ પહેચાન બનશે. મારો તમને આગ્રહ નથી. પરંતુ વિનંતી છે. કે તમો સાડી પહેરવાનું શરૂ કરો. પણ પહેલા કહ્યું તેમ ઉચ્ચ રીતે. ફેશન પરેડ ની જેમ નહીં.

    સાડી આપણું ગૌરવ છે. આપણી પરંપરા છે. અને આપણો પોશાક છે. બરાબરને  મિત્રો. જય સ્વામિનારાયણ.

    Pragna ruparel mentor & other.