"જ્ઞાનથી આત્મવિશ્વાસ સુધી"
પેલી એપ્રિલ 2026 ના દિવસનો દિવ્યભાસ્કરમાં લેખક ડો. જય નારાયણ વ્યાસ નો લેખ આવ્યો છે.(કળશ પૂર્તિ) ખરેખર ,દરેક માતા પિતાએ અને શિક્ષકોએ આ લેખ વાંચવા જેવો છે.
આ લેખ વાંચ્યા પછી મને એક વિચાર આવ્યો .હમણાં દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ. રીઝલ્ટ આવવાની હજુ વાર છે. ત્યાં એક માતા સાથે મારે વાત થઈ. દીકરી 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. બે પેપર થોડા હાર્ડ ગયા એમાં અત્યારથી, પોતે જે ફેકલ્ટી વિચારી છે. એ નહીં મળે. એની ચિંતા સતાવે છે. હું સમજી શકું છું, કે દીકરી સાચી છે. પણ વિચારો મિત્રો, કોઈપણ એક રિઝલ્ટ નબળું આવે તો દુનિયા ખતમ નથી થવાની. આ વાત દરેક માતા પિતાએ પોતાના બાળકોને સમજાવવી પડશે.
આપણે એવા કેટલાય કિસ્સાઓ આજુબાજુમાં જોયા છે. કે, હોશિયાર સ્ટુડન્ટ કરતા એવરેજ સ્ટુડન્ટ પણ ઘણી વખત આગળ આવે છે .આ મેં અને તમે બધાએ જોયું છે. અને અનુભવ્યું છે. છતાં એ જ રેસમાં આપણે આપણા બાળકો સાથે જોડાઈએ છીએ. એવું તમને નથી લાગતું?
આ લેખ મને એટલે ગમ્યો .કારણ કે, આ લેખમાં લખ્યું છે. ભારતના પ્રોફેસર રશિયા શૈક્ષણિક કાર્ય માટે ગયેલા. ત્યાં રશિયાના પ્રોફેસર એ કોરી મૂકેલી આન્સર શીટમાં બે માર્ક આપ્યા. ત્યારે ભારતીય પ્રોફેસર એ પૂછ્યું કે, તમે બે માર્ક કેમ મૂક્યા . કારણ કે આન્સરશીટ બિલકુલ કોરી હતી. તેમાં શૂન્ય માર્ક જ આવે. ત્યારે રશિયન પ્રોફેસર સરસ જવાબ આપ્યો. કોઈ શૂન્ય નથી. તે કંઈક ને કંઈક તો કરતો જ હશે. તેમને પરીક્ષા ખંડ સુધી આવવા માટે કેટલી મહેનત કરી હશે. કેટલા પ્રયત્ન કર્યા હશે ત્યારે તે અહીંયા સુધી, યાને કે પરીક્ષા ખંડ સુધી પહોંચ્યો. તેમના આ પ્રયત્ન માટે , તેમને બે માર્ક આપવા જ જોઈએ. જેથી તેનો આત્મવિશ્વાસ ના તૂટે અને એ માટે પણ તેમની બે માર્ક આપવા પડે.
શિક્ષણ, સાચો જવાબ આપવાનો અથવા માર્ગ મેળવવાની પ્રક્રિયા માત્ર થી પૂરો થઈ જવાનું નથી . શિક્ષકના પાયાનું કામ વ્યક્તિના પ્રયત્નોની વિચારીને બળ પુરવાનું છે. કોઈ વિદ્યાર્થીના અસ્તિત્વને કે આત્મવિશ્વાસને તોડી પાડવાનું નહીં. પણ એનું કામ નિર્માણ કરવાનું છે ,જેથી એ ભલે જવાબ ના આપી શકતો હોય. પણ ભવિષ્યમાં જવાબ આપવા માટે સક્ષમ બને.
વિચારો મિત્રો, કોઈ વ્યક્તિ શૂન્ય નથી તમે એક વખત સફળ નથી થયા. પણ ફરી પ્રયત્ન જરૂર કરો .મને તો એવું લાગે છે. દરેક વ્યક્તિને આ પૃથ્વી પર કઈ ને કઈ કામ માટે જ ભગવાન મોકલતા હશે .તેમાં આપણે, આપણને મળેલો રોલ બેસ્ટ ભજવવો એ જ આપણું કાર્ય છે. અને એવું મારું માનવું છે.
પરીક્ષા જરૂરી છે. જ્ઞાનની કસોટી પણ જરૂરી છે. અને એમ હોવા છતાં, પણ એ જ સર્વસ્વ, સર્વ સમાવેશક અને આખરી ઉપાય છે .એવું નથી, કદાચ એટલે જ પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ જ્ઞાન આપતા અને વિદ્યાર્થીઓ એમની ક્ષમતા મુજબ એ ગ્રહણ કરતા આજના જેવી લેખિત પરીક્ષાઓ તે સમયે નહોતી.
આ લેખ માં સરસ કહ્યું છે ,તમે શૂન્ય નથી ,તમારી અગત્યતા છે. તમે સક્ષમ છો! તમે કાયમી ધોરણે નપાસ નથી થયા. માત્ર આ વખતે તમે સફળ નથી, ફરી પ્રયત્ન કરો. સાચા શિક્ષણનું આ જ હાર્દ છે.
અને ખાસ યાદ રાખો મિત્રો. હું રિલેશનશિપ મેન્ટોર છું તમને અને મને બધાને ખબર છે. કે સાચી સ્કૂલ અને કોલેજની પરીક્ષા કરતાં આ જીવનની પરીક્ષા વધારે અઘરી અને આખરી છે. તો બાળકો નાસીપાસ નો થાય. આગળ વધે ,એવી આપણા બધાની જવાબદારી છે. આમાં તમારું શું માનું છે ?તે મને જરૂર જણાવશો.
જય સ્વામિનારાયણ
મેન્ટોર & ઓથર પ્રજ્ઞા રૂપારેલ