" Give to Gain" એટલે કે મેળવવા માટે આપો. અથવા પહેલા આપો પછી મેળવો.
આપણે સૌ જાણીએ છીએ કે આઠમી માર્ચના આખા વિશ્વમાં મહિલા દિન તરીકે ઉજવાય છે આ વખતે યુનો તરફ થી Give To Gain એટલે કે મેળવવા માટે આપો.આ વિષય રાખવામાં આવ્યો છે.વિચારો મિત્રો, સંબંધ માં પણ આવું નથી.
જીવનના દરેક સંબંધ માં આ વિચારવા જેવું છે.તમારે મેળવવા માટે આપવું જ પડશે.તમે ખાલી લેવાનું જ વિચારશો તો સંબંધ નહી ટકે.કારણ,દુનિયા નો રુલ્સ છે.એક હાથે લ્યો,એક હાથે દયો.તો જ સંબંધ ટકે. કોઈ પણ સંબંધ હોય.પતિ પત્ની નો કે બીજો કોઈ.
કહેવાય છે. માતા પિતા નો પ્રેમ નિસ્વાર્થ હોય છે .પણ બાળકો મોટા થાય. પછી તો જરૂર અપેક્ષા રહે છે ને? કે અમારા બાળકો અમારો ખ્યાલ રાખે. અને આ અપેક્ષા ખોટી નથી. પરંતુ મિત્રો ,અપેક્ષા જ દુઃખનું કારણ છે. એટલે જ આજે મા બાપ અને બાળકો વચ્ચેનું ઘર્ષણ વધ્યું છે. પણ સૌથી મોટી વાત મેળવવા માટે આપવું એ રુલ્સ છે.
પણ યાદ રાખો, પહેલા આપો નિસ્વાર્થ ભાવે તમને મળશે જરૂર. પણ જરૂરી નથી. જેને આપ્યું ત્યાંથી જ મળશે. એક ઉદાહરણ તરીકે,
તમે બેંકમાં 10,000 રૂપિયા જમા કરાવ્યા અને થોડા દિવસ પછી તમે ફરી લેવા જાવ છો. તમને રૂપિયા જરૂર પાછા મળશે. પણ તમે આપ્યા હતા. એ નહીં, બીજી નોટો મળશે મળે છે જરૂર. પણ નોટ બદલાય છે. કદાચ લાંબો ટાઈમ થાય તો કર્મચારી પણ બદલાય. પરંતુ તમારા રૂપિયા તમને જરૂર મળશે.
સમજમાં પણ એવું જ છે. Time , understanding, respect, support, love& care. આ બધું આપશો તો તમને મળશે .સીધી વાત છે. આપશો તે મળશે.
બાવળ વાવી કેરીની આશા નો રખાય. આમ તો ખરેખર, પાછું લેવાની ભાવનાથી સંબંધમાં આપી એ તો વ્યાજબી જ ના કહેવાય. કારણ ક્યારેય ના પણ મળે. તો દુઃખ થાય. એના કરતાં લેવાની ભાવનાથી નહીં પણ પ્રેમથી સાચી ભાવનાથી આપો. કોઈપણ અપેક્ષા વગર. પણ ,રિલેશન્સમાં આવું ઓછું બને છે. એમાં તો બધા લેવાની ભાવનાથી જ આપે છે. અને આ માનવ સહજ પ્રકૃતિ છે. પણ યાદ રાખો. જો આપવાની ભાવના રાખશો ને તો તમને ત્યાંથી નહીં પણ બીજી જગ્યાએથી પણ જરૂર મળશે. આ સમજણ જરૂર રાખવી અને કદાચ ના મળે તો મન મોટું રાખવું.
આમ તો Give To Gane માં મેળવવા માટે જ આપવાનો હોય પરંતુ ઘણા રિલેશન્સ એવા હોય જેમાં તમારે ઘણી વખત ખાલી આપવાનું જ હોય .મેળવવાની વાત જ ના આવે. બરાબરને ,અને આમ પણ મેળવવાની વાત આવે. ત્યારે ઘણા સંબંધમાં ત્યાં જ દરાર પડે છે.
Give To Gain માં આમ તો પહેલા આપો. પછી મેળવવાનો વિચારો .પણ મેળવવાનું વિચારીને આપો એ ના મળે તો દુઃખી થવાય. પણ આ મેળવવા માટે જ આપવાનું છે. સ્વાર્થની ભાવના છે. પણ મોટાભાગના સંબંધોમાં આ જ રીતે છે .એવું મારું માનવું છે. કોઈ પણ સંબંધ એક તરફી હોય તો તે જાજો ટકે નહીં. પણ મેળવવા માટે પણ આપો તો આપવાની ભાવના પહેલા રાખવાની છે. મેળવવાની નહી.બરાબરને?
મિત્રો, UNO (યુનો) આપેલો આ વિષય ખરેખર રસપ્રદ છે. અને મહિલાઓ માટે જરૂરી પણ છે. કારણ કે, સ્ત્રી આમ ધરતી સમાન છે. જેમ ધરતી (જમીન) એક દાણો આપો અને હજાર દાણા આપે. એ જ રીતે સ્ત્રીઓ આમ પણ આપવામાં પાવરdhi છે. કદાચ વર્તમાન સમયને અનુલક્ષીને આ વિષય રાખ્યો હશે.આપ લોકો નું શું માનવું છે.
જય સ્વામીનારાયણ
Mentor & author Pragna ruparel.