Sarkari Prem - 18 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 18

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 18





નવનીત તેમજ રિતેશ હવે પહેલા કરતા પણ વધારે સારા મિત્રો બની ચુક્યા હતા. બે લુઝર કે જેમના માટે કશુંય ગુમાવવાનું હતું જ નહીં એમણે એ જ કોચિંગ ક્લાસમાં એ જ પ્રોફેસર સાથે પ્રિલિમનરી પરિક્ષા માટે તનતોડ મહેનત ચાલુ કરી.

નવનીત ને તો ઈજનેરી સિવાય કેટલા બધા વિષયો વિષે નવું નવું જાણવા મળ્યું. આ તરફ મુખ્ય પરિક્ષા નું સમય પત્રક પણ આવી પહોંચ્યું. ઐયર અને મારિયા પોતાની રીતે જ મુખ્ય પરિક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા.

ઐયર અને મારિયા સાથે જ કેટલાય વિધાર્થીઓ આઈ.એ.એસ ની મુખ્ય પરિક્ષા ની તૈયારી માટે લાગી રહ્યા હતા.

મુખ્ય પરિક્ષા નું પરિણામ 

છ મહિના જેટલો સમયગાળો આમ જ કડી મહેનત સાથે નીકળી જાય છે. આખરે મુખ્ય પરિક્ષા નું પરિણામ આવી જાય છે. એ દિવસે કોચિંગ ક્લાસમાં બધા જ વિદ્યાર્થીઓ મુખ્ય પરિક્ષા ના પરિણામ ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. 

પરિણામ પણ અપેક્ષા પ્રમાણે જ આવ્યું. મારિયા અને ઐયર પહેલા ૮૦૦ વિધાર્થીઓ ની લીસ્ટ માં ‌પ્રવેશ પામ્યા હતા. હવે તેમણે પર્સનલ ઈન્ટરવ્યુ જ આપવાનો બાકી હતો.

કોચિંગ ક્લાસ નો મેન્ટર એ દિવસે સાંજે જ ઐયર અને મારિયા ને બધા વચ્ચે પોતાની સફળતા વિષે થોડી માહિતી આપવા માટે બોલાવે છે. રિતેશ અને નવનીત પણ હવે તો તે બન્ને ને સફળ ઉમેદવારો તરીકે જોતા હતા. 

આ તરફ મહેચ્છા દિનકર દાસગુપ્તા પાસેથી રોજ સાંજે ઈતિહાસ વિષયના અલગ અલગ પુસ્તકો ના વાંચન સાથે પોતાની બીજી વર્ષના કોલેજ ની સાથે જ આઈ.એ.એસ ની તૈયારી ચાલુ રાખી રહી હતી.

ઐયર અને મારિયા સાંજે કોચિંગ ક્લાસમાં બધા ની વચ્ચે પોતાની સફળતા ની વાતચીત કરતા કહે છે:
" મુખ્ય વિષય ની પસંદગી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. તમારે મુખ્ય વિષય એવો પસંદ કરવો જોઈએ જેમાં તમને રસ હોય. સારા માર્ક્સ લેવા માટે બીજા વિષયો પર પસંદગી ઉતારવાથી સફળતા ની કોઈ ગેરંટી નથી.

જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ ઈતિહાસ કે ભુગોળ એવા વિષયો પર જ પસંદગી ઉતારે છે. " 

મારિયા રિતેશ અને નવનીત સામે જોવે છે તો એ બન્ને પણ સાંભળી તાળીઓ પાડી ઐયર અને મારિયા ને પ્રોત્સાહન આપે છે.હવે મારિયા ની આંખો માં ઝળઝળીયા આવી જાય છે.

કાર્યક્રમ પછી મારિયા રિતેશ અને નવનીત બન્ને સાથે મળીને વાતચીત કરે છે. મારિયા ને એક નવો જ રિતેશ અને નવનીત દેખાય છે. બન્ને ખુબ જ કેન્દ્રિત અને આશાસ્પદ યુવાનો બની ગયા હતા.

ઐયર અને મારિયા પોતાના ઈન્ટરવ્યુ ની તૈયારી માટે દિનકર દાસગુપ્તાને મળવા માટે ઈચ્છા પ્રકટ કરે છે. બીજા સિનિયર આઈ.એ.એસ ઓફીસર થી પણ મદદ મળી શકે એમ સમજાવે છે.

એ જ વખતે પ્રથમ વાર રિતેશ તેમજ નવનીત દિનકર દાસગુપ્તા નું નામ પ્રથમ વખત સાંભળે છે. આખા રાજીવ નગરમાં આઈ.એ.એસ પરિક્ષા માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપવા માટે દિનકર દાસગુપ્તાનુ નામ હતું.

છ મહિના પછી 
આઈ.એ.એસ ના વ્યક્તિગત ઈન્ટરવ્યુ પુરા થયા હતા. આજે તેનું પરિણામ આવવાનું હતું. એ સાથે જ નવા વર્ષની પ્રિલિમનરી પરિક્ષા કે જે રિતેશ અને નવનીત માટે બીજો પ્રયત્ન હતો તેનું પણ પરિણામ આજે જ આવવાનું હતું.

આજે કોચિંગ ક્લાસમાં મેન્ટર સવાર થી જ બહુ ટેન્શનમાં હતા. શું આજે તેમના કોચિંગ ક્લાસને નવા પોસ્ટર યુવાન અને યુવતી મળવાના હતા? નવનીત અને રિતેશ પણ શું પ્રિલિમનરી પરિક્ષામાં કમાલ કરી શકતા હતા?

થોડીવાર પછી જ પરિણામ આવ્યું. ઐયર આઈ.પી.એસ કેડર તેમજ મારિયા આઈ.એ.એસ માટે પસંદગી પામી હતી. પ્રિલિમનરી પરિક્ષામાં પણ‌ રિતેશ અને નવનીત ટોપ મેરિટ લિસ્ટ માં પસંદગીઓ પામી મુખ્ય પરિક્ષા માટે આગળ વધવાના હતા.

મેન્ટર ને પોતાની કોચિંગ ક્લાસ માટે બે નવા ચહેરાઓ મળી ગયા હતા. જેમણે તેમની કોચિંગ ક્લાસમાં આઈ.એ.એસ માટે ની તૈયારી કરી હતી. મારિયા ને રિતેશ અને નવનીત બન્ને મેસેજ કરીને અભિનંદન પાઠવે છે. પણ‌ ઐયર ને અભિનંદન આપવાની હિંમત તેઓ કરી શકતા નથી.

પણ નવનીત આઈ.એ.એસ પરિક્ષા નું પ્રથમ પગથિયું ચઢી ચુક્યો હતો અને ઐયર તો તેની સામે જ તૈયારી કરીને આગળ વધ્યો હતો. નવનીત ઐયર ને મેસેજ કરી અભિનંદન પાઠવે છે. 

ઐયર નવનીત અને રિતેશ ને મળવા માંગે છે. નવનીત પણ તેને એ રાત્રે રિતેશ ની જાણ બહાર જ ઐયર ને રાત્રે બોલાવી લે છે. એ રાત્રે રિતેશ ને ખબર ન હતી પણ‌ ઐયર અચાનક જ આવી જાય છે. પહેલા તો બન્ને એકબીજાને નજરઅંદાજ જ કરે છે પણ ક્યાં સુધી? 

અચાનક જ નવનીત અને શ્રવણ પ્રવેશ કરે છે તો રિતેશ પ્રશ્ન કરે છે:
" ઐયર ને કોણે બોલાવ્યો?" 
"એ યાર આજે આપણે બધા ખુશ છીએ. ઐયર પણ આપણો જ મિત્ર છે. તે મારિયા સાથે મિત્રતા ચાલુ કરી તો ઐયર ની શું ભૂલ?" નવનીત સમજાવે છે.

"હું તો હંમેશા જ તેને મિત્ર માનું છું. એણે જ મારી વાત ન માનતા આ ઘર છોડીને ભાગી જવું હતું." રિતેશ કહે છે.

" તું એમ ન સમજ. હું અંહી તમારી સાથે રહી તૈયારી ન કરી શકતો કારણકે એ વખતે વાતાવરણ અલગ હતું. પણ‌ આજ ની રાત હું તમારો જ ઐયર છું." ઐયર રિતેશ ને વળગી જાય છે.

ચારેય મિત્રો સાથે મળીને સુખ દુઃખની વાતો કરે છે. નવનીત અને રિતેશ પોતાની જાતને આગળ ની કસોટી માટે તૈયાર કરે છે. ઐયર ના અનુભવો થી બન્ને પ્રેરણા લે છે.

ચારેય મિત્રો એકબીજાની પર ઢળી ત્યાં જ સુઈ જાય છે. બીજા દિવસે સવારે જ ઐયર મસુરી જવા માટે રવાના થાય છે. અંહી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય એડમિનીસ્ટ્રેશન એકેડમી (લબાસના) આવેલી છે. જે વિધાર્થીઓ આઈ.એ.એસ માટે પસંદગી પામે છે એ લોકો ને અંહી નોકરી ચાલુ કરતાં પહેલાં બે વર્ષ ની કઠિન ટ્રેનિંગ લેવી પડે છે.

મારિયા પણ ત્યાં જ જવાની હતી. હવે તો રિતેશ ઐયર ને ગળે મળીને આવતા વર્ષે એ પણ ત્યાં જ આવશે અને નવનીત પણ ત્યાં જ આવશે એ બાંહેધરી આપી પછી ઐયર ને વિદાય કરે છે.

આ તરફ મહેચ્છા પણ પોતાના છેલ્લા વર્ષમાં પ્રવેશ કરી ચુકી હતી.દિનકર દાસગુપ્તા તેમજ મધુકર સાથે વાતચીત કરી મહેચ્છા આવતા વર્ષેની પ્રિલિમનરી પરિક્ષા માટે પોતે ભાગ લેશે એમ નક્કી કરે છે. તેની માટે ગ્રેજ્યુએટ ડિગ્રી તો ફક્ત એક પગથિયું જ હતું આઈ.એ.એસ પરિક્ષા ના પ્રવેશ નું.

આજે મુખ્ય પરિક્ષા માટે ફોર્મ ભરવાનું હતું. રિતેશ તો પોતાના વિષય માટે ઈતિહાસ પર પસંદગી ઉતારી બેઠો હતો કારણકે ઐયર ને એ જ વિષય સારા ગુણો અપાવી આવ્યો હતો.

"શું નક્કી કર્યું? મિકેનિકલ?" રિતેશ પુછે છે.

" ના યાર. ઈતિહાસ જ બરોબર લાગે છે. ઈજનેરી વિષે તું હવે છોડી દીધું છે. " નવનીત કહે છે.

"ઠીક છે. આપણે બન્ને જ તૈયારી કરશું અને પ્રિલિમનરી પરિક્ષા ની જેમ જ આગળ આવશું."રિતેશ કહે છે.

"હા મિત્ર. હવે દિનકર દાસગુપ્તાને ત્યાં પહોંચી જઈએ." નવનીત કહે છે.

" હા યાર. આજથી જ એણે મુખ્ય પરિક્ષા માટે નવી બેચ ચાલુ કરી છે." રિતેશ કહે છે.

મૌલિક વસાવડા