અવિનાશ નામનો 23 વર્ષનો યુવકની વાત છે. તે ભણવામાં ખૂબ જ તીવ્ર અને હોશિયાર હતો. તેના પિતા શિક્ષક હતા. માટે તેમનો બેકગ્રાઉન્ડ કે ખાસ ન હતું. મધ્યમ વર્ગીય પરિવારમા મોટો થતો યુવક ગાયન તથા વાદનની અદભુત કલાથી જન્મ્યો હતો. તેનું ગાયન વાદન એટલું સુરેલું હતું કે જ્યાં સ્વયં શારદા તેના કંઠમાં બિરાજમાન હોય.
તે શાળાની નાની મોટી સ્પર્ધામાં ભાગ લેતો રહેતો. હાર અને જીત તેના માટે સિક્કાની બે બાજુઓ માત્ર હતી, પણ "પ્રયત્ન છેલ્લે શ્વાસ સુધી કરવો" તેવું દ્રઢ નિર્ણય સાથે માનતો.
તે યુવક જે-જે શાળાઓ કે કોલેજના ભાગ લઈને જતો, તો ક્રમાંક મેળવવાના પૂર્ણ પ્રયત્ન કરતો. તેને ગાયન તથા વાદનમાં અતિશય રસ હતો, માટે જે-જે શાળા કે કોલેજમાં ગાયન-વાદન સ્પર્ધામાં જાય, તો એકથી ત્રણ ક્રમાંકમાં એનો ક્રમાંક હોય જ. માટે તે જ્યાં પણ જતો ત્યાં-ત્યાં પોતાના શુરીલા અવાજથી પોતાની અલગ છાપ છોડી ને જ જતો.
આદર્શ કુમાર શાળા માનગઢ શહેરથી તેણે પોતાના દસમાની અને બારમાની એમ બંને પરીક્ષાઓ સારા એવા ટકા સાથે પાસ કરી હતી.નબળી આર્થિક સ્થિતિ સાથે જીવતો આ યુવાન બારમું ધોરણ પછી એક વર્ષનો ડ્રોપ મૂકી દે છે, પણ ત્યારબાદ ફરીથી તે એક જગ્યાએ કોલેજમાં એડમિશન લે છે.
બે-ચાર દિવસમાં મોટાભાગના વિદ્યાર્થીઓમાં તે પોતાની ઓળખાણ બનાવી દે છે. શિક્ષકોથી લઈને પ્રધાન આચાર્ય સુધી તેને એના નામથી ઓળખવામાં લાગે છે.તેટલો પ્રતિભાવાન વિદ્યાર્થી મેળવી કૉલેજ પણ ધન્ય થયી જાય છે. માટે કોલેજ પણ એની કલાને વિકસાવવા માટે તેને પોતાનો પૂરો સહયોગ આપે છે.
પોતાની કલા પ્રતિભાથી કોલેજમાં પ્રથમ અને દ્વિતીય વર્ષમાં જ પહેલા તાલુકા કક્ષાએ અને ક્રમાંક બીજાએ જિલ્લા કક્ષા ગાયન વાદનથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. આજે કોલેજ પણ તેને સંપૂર્ણ સહયોગ કરે છે.
ત્રીજા વર્ષમાં તેનું સિલેક્શન રાજ્યકક્ષા માટે થાય છે અને બીજા દિવસે સાત કલાકના પ્રવાસ સાથે સવારે 5:00 વાગે નીકળી જાય છે. સંપૂર્ણ ખર્ચ કોલેજ ઉઠાવતી હતી, માટે અવિનાશ આર્થિક બાબતથી તે નિશ્ચિત રહી પ્રવાસ શરૂ કરે છે.
પણ આ પ્રવાસમાં આગળ થનારી એવી ઘટના, જેના વિશે તેને વિચાર પણ નહોતો. છ કલાકના કમર તોડ પ્રવાસ પૂર્ણ કરી તે 10 વાગ્યાની આસપાસ રિક્ષાની શોધમાં નીકળી પડે છે. પોતે જે ટ્રેનમાંથી આવ્યો હતો તે નીકળી ગઈ હતી. બસ સ્ટેશનથી આમ તેમ રસ્તા શોધતો શોધતો બહાર આવે છે.
“હે પ્રભુ... હે કૃષ્ણ... આટલી કઠિન પરીક્ષા લઈ રહ્યો છે તું... આમાં મને સફળતા અપાવીશ ને?” – કેમ કહી આકાશ તરફ જુએ છે.
સામે એક રસ્તો દેખાય છે. 500 કે 600 મીટર ચાલ્યા બાદ તે એક રસ્તાની સાઈડમાં કોર ઉપર ઉભો રહે છે. હાથમાં એક બેગ છે અને ખભા પર second hand જૂનું પુરાનુ પોતાનું ગિટાર લટકાવેલું છે. તેની બિલકુલ સામે એક વૃદ્ધ યુગલ ઊભું હતું.
આમ તો શરૂઆતમાં તે યુવકની પીઠ તે યુગલ તરફ હતી, પણ પછી તે ફર્યો... તો એ યુગલ અવિનાશને અજીબ નજરથી જોઈ રહ્યુ હતુ. અવિનાશને આ વાત થોડી અજીબ લાગી.
બહાર જતા ચોરી-લૂંટારાઓની ઘણી વાતો સાંભળી હતી. પહેલીવાર બહાર આવેલો હોવાથી તે થોડો ગભરાયો.
વૃદ્ધ ડોસાના ખિસ્સામાં સાદો ફોન વાગી રહ્યો હતો – તે બંધ કર્યો. અને તેમની નાની એવી ઓરડી માં જઈ તેના થેલામાંથી એક તસવીર બહાર કાઢી લાવી – જે ફ્રેમ કરાવેલી હતી – કાઢી જોઈ.
બંને યુગલ એકબીજાની આંખોમાં આંખ નાખી જોઈ રહ્યા હતા. આંખમાં આંસુ હતા. તો વૃદ્ધ ડોસીની આંખો સંપૂર્ણ રીતે આંસુથી ભરાઈ ગયેલી હતી.
બંને પતિ-પત્ની ફોટો જુએ, પછી યુવાનને જુએ – એટલે કે અવિનાશને જુએ છે. રસ્તો એકદમ શાંત થઈ ગયો. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. શીતલ ઠંડો પવન વાઈ રહ્યો હતો. રસ્તા પણ કોઈ જ જાતની ગાડી, રીક્ષા કે bike - સાઇકલના જેવા કોઈ જ જાત ના સાધનના અવાજ વગર શાંત હતો.
11:30 નો બપોરનો સમય હતો. તે વૃદ્ધની ઝૂંપડી ( ઓરડી) બાજુમાં જ હતી – જે ફાટી ગયેલા વસ્ત્રોથી બનાવેલી હતી. વસ્ત્રો તો જાણે અમીર પરિવારના કપડાથી બનાવ્યા હોય એવું લાગી રહ્યું હતું.
તે ઝૂંપડીની પાછળ એક જૂની ભંગાર તૂટી ગયેલી કાર પડી હતી. તે બાજુથી પેલી વૃદ્ધ ડોશી અવિનાશ પાસે આવી... અને “માધવ... માધવ...” બોલતી અવિનાશને ભેટી પડી.
તેને પોતાની છાતીએ લગાડી દીધો અને જોર જોરથી રડવા લાગી. વૃદ્ધ ડોસાએ પેલી તસવીર પોતાની પીઠ પાછળ છુપાવી અને અવિનાશને પોતાની પત્નીથી અલગ કરીને પૂછ્યું: “શું નામ છે તારું?”
જવાબ મળ્યો: “અવિનાશ.”
“ક્યાંથી આવે છે?”
– “માનગઢથી.”
આ બધું અવિનાશને આશ્ચર્યજનક લાગી રહ્યું હતું. “શું થઈ રહ્યું છે આ બધું... અવિનાસ સાથે. માધવ કોણ છે?” ( અવિનાશે પૂછ્યુ. )
પેલા વૃદ્ધ ડોસાએ તે પીઠ પાછળ છુપાવેલી તસવીર બતાવી. તસવીર એક 20 વર્ષના યુવકની હતી. તસવીર જોતા જ અવિનાશની આંખની પૂતળી મોટી થઈ ગઈ. હાથ ધ્રુજવા લાગ્યા. અચાનક તેનો શ્વાસ અધ્ધર થયી ગયો.
કેમકે તે બતાવેલી તસવીરમા દેખાતો ચહેરો કોઈ બીજાનો નહિ... પણ – તેનો પોતાનો જ હતો...
The End