The Madness Towards Greatness - 14 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 14

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 14

Part 14 :

રિદ્ધવ એ પ્રશ્ન કર્યો કે - " એ હું કેવી રીતે કરી શકું ? "
પરંતુ એ પ્રશ્ન નો કોઈ જવાબ જ ના મળ્યો કેમકે જે માણસે તેને આ બધી માહિતી જણાવી હતી તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો હતો , પણ રિદ્ધવ ને એ સમજાઈ ગયું હતું કે એ માણસ તો ખરેખર અહીં ઉપલબ્ધ હતો જ નહીં , એ માત્ર એનો અવાજ અહીંયા પહોંચાડી રહ્યો હતો .

અંધારી રાત્રિ નો સમય હતો અને રિદ્ધવ ને કઈ પણ સમજાય રહ્યું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે ?

એક તરફ ફ્રાન્સ માં હેપીન વિશે ના સમચાર , બીજી તરફ અમેરિકા ની સતત જાસૂસી , ત્રીજી તરફ ન્યુક્લિયર ડિફ્યુઝન વાળા કોન્ટ્રાક્ટ ની ચિંતા , ચોથી તરફ SK અને Andy વિશેની આ વાતો , જાણે ચારેય દિશાઓમાં એક એક ચિંતા ભરાઈ ગઈ હોય !!

તે પોતાની ચિંતાઓ બીજાને કહી પણ શકે તેમ નહોતો ; અત્યારે બસ તેને રાહ જોવાની હતી , કે હવે આગળ શું થશે અને હવે તે શું કરશે ?

આટલી બધી ચિંતાઓ સાથે તે તે અજાણી જગ્યાએ થી ચાલતો થયો પણ ઘરે પહોંચ્યા બાદ પણ તેને ઊંઘ ક્યાં આવવાની હતી ! કેમ કે તેના મન માં રહેલી ચિંતાઓ , શંકાઓ અને અનેક પ્રશ્નો ના કાંઈ જવાબ જ નહોતા.

બીજે દિવસે સવારે Queen નો મેસેજ આવે છે અને RK, ધનશ , Queen તેમજ સિક્યોરિટી હેડ બધા લોકો એક જગ્યા એ ભેગા થાય છે ; એમને SK ની લોકેશન ખબર પડી ગઈ છે , પણ પશ્ન એ છે કે Andy નો સામનો કરશે કોણ ? કોણ એની પાસેથી SK ને લઈ આવશે ? 

બધા આ પશ્ન પર વિચારી રહ્યા હતા ત્યાં જ RK, ધનશ અને Queen ત્રણેય ના ફોન માં એક મેસેજ આવે છે : 

" Meet me at that place after 30 minutes "

આ મેસેજ ને કોઈ ખાસ ગણકારતું નથી , એટલે તરત જ ફરી મેસેજ આવ્યો :
" I have solutions for all of your problems "

આ મેસેજ આવ્યાની સાથે જ ધનશ એ સિક્યોરિટી હેડને મેસેજ મોકલનાર નું લોકેશન , નામ અને અન્ય માહિતી એકત્ર કરવા કહ્યું , ત્યાં જ અચાનક ત્રીજો મેસેજ આવ્યો:

" You can't catch me , just do what i say, i have solutions "

પણ ધનશ એ આમ છતાં માહિતી ટ્રેક કરવા કહ્યું.

પણ સિસ્ટમ માં પ્રથમ વખત એવું થયું કે કઈ પણ ટ્રેક નહોતું થઈ રહ્યું અને ઊલટા ની આખી સિસ્ટમ થોડી જ ક્ષણો માં બંધ થઈ ગઈ .

આ ઘટના નરી આંખે જોયા બાદ બધા સ્તબ્ધ થઈ ગયા કેમ કે વિશ્વની સર્વશ્રેષ્ઠ ગણાતી ઇન્ટેલિજન્સ સિસ્ટમ પૈકી ની એક સિસ્ટમ અહીં ઉપલબ્ધ હતી અને તે વળી કઈ રીતે બંધ ??

બધા લોકો હેરાન થઈ ગયા હતા કે વળી આ શું  નવીન થઈ રહ્યું છે ??

ત્યાં જ એક મેસેજ આવે છે :
" Don't worry, I'm your well-wisher , meet me at the place

આવી બધી આશ્ચર્યચકિત ઘટનાઓ જોઈને Queen તો સ્તબ્ધ થઈ ગઈ કે આ વળી શું ??

પછી તે બોલી કે - આ બધું શું છે તે જાણવામાં સમય વેડફવા કરતા આપણે એક વખત એ મેસેજ મોકલનાર ને મળી લેવું જોઈએ , શું ખબર કંઈક માહિતી આપણને મળી જાય .

Queen ના કહેવાથી બધા લોકો મેસેજ મુજબ ની જગ્યા એ અડધી કલાક ની અંદર પહોંચી ગયા , ત્યાં એક માણસ પોતાનું સંપૂર્ણ શરીર ઢાંકીને આવ્યો અને બોલ્યો :

" જો તમે મુસીબત માં ફસાયા હોય અને તમને એવો ઓપ્શન મળે કે તમે સો ઝેરીલા સાપ ની સાથે રહેશો કે મિત્રા સાથે , તો તમે સો ઝેરીલા સાપ પર ભરોસો કરી શકો છો ; પણ મિત્રા પર ભરોસો ના કરતા "....