The Madness Towards Greatness - 13 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 13

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 13

Part 13 :

ફોન માં આવેલા મેસેજ જોઈને RK એ તો સમજી ગયો હતો કે તે મેસેજ મોકલવા વાળા ની લોકેશન ને માહિતી ટ્રેક કરી શકે એમ નથી , કેમ કે જે વ્યક્તિ મેસેજ મોકલે છે તેને RK અને અહીં થયેલી મીટિંગ વિશે પળે પળ ની માહિતી છે , બસ તેને મન માં એક જ ભય છે કે આ વ્યક્તિ અમેરિકા ની ઇન્ટેલિજન્સ એજન્સી નો માણસ ના નીકળે , આ ભય ની સાથે તે સાંજ ના સમયે કોઈને કહ્યા વગર , કોઈને ખબર ન પડે એ રીતે જે મેસેજ આવ્યો હતો એ જગ્યા એ જઈને RK જુએ છે તો એકદમ અંધારું છવાઈ ગયેલું હતું અને તેને દૂર દૂર સુધી કંઈપણ આગળ ની તરફ નજર નહોતું આવતું.

થોડી વાર માં ફરી તેના ફોન માં મેસેજ આવે છે - આ રસ્તે સીધો ચાલ્યો આવ .

તે ફોન ની લાઈટ ચાલુ કરીને થોડા થોડા અજવાળા માં આગળ વધે છે અને થોડું ચાલતા ની સાથે તેને એક અવાજ સંભળાય છે .

" રિદ્ધવ , આ વાત માત્ર તારા અને મારા પૂરતી જ સીમિત રહે એવું વચન આપ તો હું તને સંપૂર્ણ હકીકત જણાવીશ "

આ અવાજ સાંભળીને RK ચારે બાજુ જુએ છે પણ કોઈ નજરે પડતું નથી , તે જવાબ આપે છે કે - " હું વચન આપું છું કે તમે જે પણ કહેશો એ વાત હું કોઈ ને નહીં જણાવું "

" રિદ્ધવ , હકીકત માં આ એક એવી વાર્તા છે કે જે વર્ષો પહેલા એક ત્રિપુટી થી શરૂ થઈ હતી અને એમના જ ભાગલા ના લીધે ફરી ઉદભવી છે , વિશ્વ ના સર્વશ્રેષ્ઠ ત્રણ વ્યક્તિઓ વચ્ચેનું આ યુદ્ધ છે ; જેમાં ભોગ નિર્દોષ લોકોનો થાય છે , સત્ય તો એ છે કે RK , SK અને ધનશ ની ત્રિપુટી તો બસ માત્ર એક નાનકડી કીડી સમાન છે ; જ્યારે તેને વર્ષો જૂની એ ત્રિપુટી ની સામે રાખવામાં આવે ;  હું વાત કરી રહ્યો છું SK , Andy અને હેપીન ની ત્રિપુટી ની , હિમાલય ના આશ્રમ માં ત્રણેય મોટા થયા છે , હેપીનને તેની માતા એ છોડી દીધો હતો , Andy ના માતા પિતા ની મોત જ્યારે તે ચાર કે પાંચ વર્ષ નો હતો ત્યારે જ થઈ ગયું હતું , પણ SK નું તો કોઈ હતું જ નહીં , એ જન્મ થી જ અનાથ હતો અને એનું બાળપણ હિમાલય ના જંગલો માં અને બર્ફીલા પહાડોમાં વીત્યું છે "

એ માણસ ની વાત કાપતા રિદ્ધવ વચ્ચે બોલ્યો કે -
" SK અનાથ નથી , એના પિતા ને હું મળેલો છું "

" રિદ્ધવ , એ માણસ SK ના પાલક પિતા છે , SK જ્યારે પંદરેક વર્ષ નો હશે ત્યારે એકવાર એ માણસ ને તેણે અકસ્માત માંથી બચાવ્યા હતા , ખુશ થઈને એ માણસે SK ને પોતાનો પુત્ર માની લીધો હતો , આ વાત તો ઘણી આગળ આવી ગઈ , હું વાત કરી રહ્યો હતો ત્રિપુટી ની , એક અદ્ભુત અને વિશ્વ ની સર્વશ્રેષ્ઠ ત્રિપુટી - SK, Andy અને હેપીન કે જેઓ નાનપણ થી અનાથ હતા અને તેમનું બાળપણ હિમાલય માં વીત્યું , ત્રણેય બધી કળાઓમાં નિપુણ હતા , એમની માનસિક અને શારીરિક શક્તિ બંને અતુલ્ય હતી , પણ ત્રણેય માં અમુક બાબતો જ ભિન્ન હતી , SK અને Andy બન્ને નું મગજ હંમેશા સંકટ સમયે કામ કરતું , જ્યારે હેપીન સંકટ સમયે પોતાના મન પર નો ભાર સહન ન કરી શકતો , બીજી તરફ Andy અને હેપીન બંને યુદ્ધકળા માં ખૂબ નિપુણ હતા પણ SK એમના જેટલો નિપુણ નહોતો , પણ જ્યારે પણ ત્રણેય વચ્ચે કોઈ સ્પર્ધા થાય ત્યારે વિજય હંમેશા SK અથવા Andy નો જ થતો , પણ તલવારબાજી માં હંમેશા હેપીન જીતતો આ ત્રિપુટી ને અમે લોકો એક નામ પણ આપેલું : 
Andy the Destroyer 
કેમ કે તે દુશ્મનો ને જડમૂળથી ખતમ કરી નાખતો.
Hepin the Coordinator 
કેમ કે તે શારીરિક અને માનસિક બંને રીતે વિચારીને નિર્ણયો લેતો.
SK the Creator
કેમ કે તે અવનવી પદ્ધતિઓ અને કળાઓ ને શોધતો , તેની અવિશ્વસનીય બુદ્ધિ કૌશલ્ય દ્વારા નવા નવા ઉપાયો શોધતો.

આ ત્રિપુટી એવી હતી કે સંપૂર્ણ વિશ્વ પર તે રાજ કરી શકે , પણ ત્રિપુટી લાંબા સમય સુધી ન ચાલી , આમ તો ત્રણેય વચ્ચે ઘણો બધો સંપ હતો , ક્યારેય કોઈ ઈર્ષ્યા નહોતી અને હંમેશા એકબીજાની મદદ કરતા ; પણ આમાં અત્યારે ભંગાણ આવવાને લીધે જ આ મુસીબત સર્જાઈ છે , હેપીન ની ઈર્ષ્યા અને લાલચના લીધે ત્રિપુટી માં ભંગાણ આવી ગયું છે , જેનો ડર હતો એ જ વાત થઈ ગઈ , ત્રણેય એકબીજા કરતા શ્રેષ્ઠ બનવામાં ને બનવામાં દુશ્મનો બની બેઠા છે , Andy SK ને લઈ ગયો છે કેમકે SK તેને હેપીન ની આત્મા સામે લડવા માટે મદદ કરશે , પણ ફરી આવીને એ જ પ્રશ્ન ઉભો રહેશે કે શ્રેષ્ઠ કોણ ? અને SK અને Andy વચ્ચે દુશ્મની શરૂ થશે , હેપીન અને SK વચ્ચેની દુશ્મની ના લીધે આ દુનિયા એ પહેલા જ ઘણું બધું ભોગવી લીધું છે , બીજી વખત આવુ ફરી ના થાય એના માટે હવે તું જ કંઈક કરી શકે એમ છે , તારે આ દુશ્મની નો ખેલ રોકીને ફરી સંપ સ્થાપિત કરવાનો છે ...

" પણ હું એ કઈ રીતે કરી શકું ?" .....