Yado ki Sahelgaah - 12 in Gujarati Biography by Ramesh Desai books and stories PDF | યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (12)

Featured Books
Categories
Share

યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (12)

          

                        પ્રકરણ - 12


       જાગરણ સમાપ્ત થતાં જ હું તરત ઘરે આવી ગયો હતો.. પછી અમે બધા તૈયાર થઈ ગયા હતા. અમારા લગ્ન બરાબર દસ વાગ્યે આર્ય સમાજ હોલમાં થવાના હતા. અમે સમયસર હોલમાં પહોંચી પણ ગયા હતા . આરતીએ પણ કોઈ બહાનું બનાવીને તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગઈ હતી. તેના તરફથી કોઈ હાજર રહેવાનું નહોતું. જયારે મારા બધા સગા સંબંધી સગાસંબંધીઓ, પરિચિતો તેમ જ મિત્રો હાજર હતા.

        સમય સર વિધિવત અમારા લગ્ન સંપન્ન થઈ ગયા હતા..અમને ઉપસ્થિત સર્વ કોઈના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. લગ્ન બાદ મારા પિતાજી એ વ્યવહારિક નાતે લલિતા પવાર ને ફોન કરી સમાચાર આપ્યા હતા.

        " આરતી અને સંભવ ના લગ્ન થઈ ગયા છે..તમારે આશીર્વાદ આપવા હોય તો આર્ય સમાજ હોલ માં આવી જાઓ. "

        અને અડધા કલાકમાં લલિતા પવાર, તેમના જેઠાણી પુષ્પા બહેન અને ઘર નો નોકર હોલ માં પહોંચી ગયા હતા. 

         તેમણે આવતા વેંત જ મારા પિતાજી ની ઈજ્જત ના લીરા ઉડાડવા માંડ્યા હતા.

        " તમારા ધોળા મેં ધૂળ પડી છે. તમારા ગાંડિયા છોકરાને જબરદસ્તી મારી દીકરી ને વળગાડી દીધી. આવું કરતાં તમને શરમ ના આવી.!!"

       અમે તેમનો કોઈ જવાબ આપીએ તે પહેલા ઘરનો નોકરે શેઠ ની અદાથી મને સવાલ કર્યો હતો.

       હું તેને કોઈ જવાબ આપવા બંધાયો નહોતો. મેઁ એને સાફ સંભળાવી દીધું હતું.

       " તું કોણ છે? હું તને નથી ઓળખતો. તું બાજુ પર જ રહેજે. "

         આ સાંભળી તેણે મને મારી નાખવાની ધમકી આપી હતી.

         તે વખતે અમારા એક સંબંધી મારા ફુઆ ત્યાં હાજર હતા જેઓ વકીલ હતા. તેમણે મને ધરપત આપી હતી..

         " સંભવ તું લગીરે ડરીશ નહીં. રસ્તામાં કોઈ. તને આંગળી પણ અડાડશે તો હું આને જેલની પાછળ ધકેલી દઈશ. "

         તે સાંભળી નોકરે કોઈ ધમાલ કરવાની કોશિશ કરી હતી. ત્યારે હોલ ના માણસો એ તેણે ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા.. તેણે મેથીપાક ચખાડ્યો હતો..

        તો ય લલિતા પવાર શાંત થતાં નહોતા. 

        આ પલોજણ થી દૂર રાખવા અમને અલગ રૂમમાં બેસાડ્યા હતા. તે વખતે પુષ્પા બહેન અમારી પાસે આવ્યા હતા.

        મેં તેમને ભલામણ કરી હતી. 

       " આ તમારી ભત્રીજી તમારી સામે બેઠી છે. એને પૂછી જુઓ. તેના પર લગ્ન માટે કોઈ દબાણ કરવામાં આવ્યું છે? જો તે હા કહે તો તમે એને અહીં થી ઘરે લઈ જજો. હજી કોઈને અમારા લગ્ન ની જાણ નથી.. હું મારા લગ્ન ભૂલી જઈશ. "

       તેમણે મારો ખુલાસો શબ્દશ સ્વીકારી લીધો હતો.

       અને તે લોકો વિલા મોઢે જતાં રહ્યાં હતા.

       Lalita પવાર શું કરશે? તેનો કોઈ વિશ્વાસ નહોતો.. આ સ્થિતિ માં કામ ચલાઉ બીજી જગ્યા એ રહેવાની વ્યવસ્થા કરી લીધી હતી.

       બે દિવસ બાદ લલિતા પવાર ની સાન ઠેકાણે આવી ગઈ હતી. તેઓ સત્કાર સભારંભ યોજવા માંગતા હતા. અમે તે સ્વીકારી લીધો હતો. 

       અને બે દિવસ બાદ સત્કાર સભારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. મેહમાનો ને આઈસ્ક્રીમ ખવડાવવમાં આવ્યું હતું. ત્યારે લલિતા બહેને તેમની બુદ્ધિના વટાણા કરી નાખ્યા હતા. જમાઈ દીકરી ને પોતાના હાથે આઈસ્ક્રીમ ખવડાવવા ને બદલે અનિશ ને આઈસ્ક્રીમ ખવડાવ્યું હતું.

       ના જાણે કેમ પણ શરૂઆત થી અમારી બંને વચ્ચે બારમો ચંદ્રમા હતો. ના જાણે કેમ પણ મને પહેલા દિવસ થી જ તેમના પ્રત્યે અણગમો હતો. તેમનો કોઈ અન્ય પુરુષ સાથે અવૈદ્ય સંબંધ હતો. ખુદ અનિકેતે તેની જાણકારી આપી હતી. તે ઉંમરમાં તેમનાથી નાનો હતો. તે રોજ બપોરે તેમના ઘરે આવતો હતો. કલાકો સુધી તેઓ અંદર રસોડામાં સાથે રહેતા હતા. તેમની વચ્ચે શારીરિક સંબંધ હતા. તેની ખુદ આરતી એ મને માહિતી આપી હતી. 

       એક માં સામાન્યત પોતાની છોકરી ને સાસરે જતી છોકરીઓને સારા સંસ્કાર આપતી હોય છે. સાસુ ને માં અને દિયર તેમ જ નણંદ ને ભાઈ તેમ જ બહેન માનવાની કેળવણી આપતી હોય છે. પણ અહીં તો ઉલટી ગંગા વહેતી હતી. તે પોતાની દીકરીને ચઢાવતી હતી.

         એક વાર તેમણે મને સાફ શબ્દોમાં કહ્યું હતું:

         " તમારા ઘર માં સાવકી મા છે. કાલે ઊઠી ને તમને કાઢી મુકશે તો શું કરશો? ક્યાં જશો? "

       મેં તેમને રોકડું પરખાવી દીધું હતું.

      " મેં તમારી દીકરી સાથે લગ્ન કર્યા છે ને! હવે એ જવાબદારી મારી છે તેમાં તમારે ચંચુપાત કરવાની કોઈ જરૂર નથી. "

        પણ તેઓ વારેવારે તેને મહેણાં મારતા હતા. 

       " લગ્ન કરી ને શું મેળવ્યું? મેં  બતાવેલ જગાએ લગ્ન કર્યા હોત તો કેટલું બધું મળ્યું હોત. "

        પણ આરતી અલગ પ્રકારની છોકરી હતી. તેને ઘરેણાં દાગીના ની કોઈ લાલચ નહોતી. તે સંતોષી જીવ હતી. ગીતા બહેને તેને એક વહુ નહીં પણ પોતાની દીકરી તરીકે સાચવી હતી. તેને કોઈ વાતની તકલીફ આપી નહોતી. 

        એકલ વાઈ દીકરી હોવાને કારણે માં બાપે તેમને ખુબ લાડ લડાવ્યા હતા.. કોઈ સંસ્કાર આપ્યા નહોતા. માંડ ચાર ચોપડી ભણ્યા હતા. મોટા પરિવાર માં તેમના લગ્ન થયા હતા, પણ તેમને કોઈ ની જોડે બનતું નહોતું.

        તેઓ સૌથી મોટા હતા. એટલે હર કોઈ તેમની આમન્યા જાળવતું હતું. કોઈ તેમને કહી શકતું નહોતું.

         તેમના પતિ હયાત હતા.. તેમની વધારે આવક નહોતી. તેઓ પણ વધારે ભણ્યા નહોતા. આ કારણે તેમને સારી નોકરી મળી શકે તેમ નહોતી. તે સવારના આઠ વાગ્યે ઘરે થી ટિફિન લઈને નીકળી જતાં હતા તે છેક રાતના દસ વાગે ઘરે આવતા હતા. સવારે ઘરે થી નીકળે ત્યારે તેમના બાળકો સુતા રહેતા હતા અને રાત ના ઘરે જાય ત્યારે તેઓ સુઈ જતાં હતા. તેઓ ગધ્ધા વૈતરું કરતાં હતા પણ લલિતા પવાર ને તેમની કોઈ કદર, ફિકર નહોતી. ક્યારેય ગરમ કે સારું ખાવાનું તેમના નસીબમાં નહોતું.

       તેમના જીવનનો કોઈ મતલબ નહોતો. અધૂરામાં પૂરું તેમનો અન્ય વ્યકિત સાથે અવૈદ્ય સંબંધ હતો. આ કારણે તેઓ તૂટી ગયા હતા. અને એ જ સ્થિતિ માં તેમણે મોત ને વ્હાલું કરી લીધું હતું. પતિના મોતનો તેમને કોઈ અફસોસ કે રંજ નહોતો.

       તેમના માં બાપ કોઈ એવી મૂડી મૂકી નહોતા ગયા પણ પુષ્પા બહેન ની મિલકત માં પોતાનું મકાન હતું  તેમ જ તેમની દુકાન પણ હતી. સંઘળું કાંઈ તેમણે પચાવી લીધું હતું. પોતાની દેરાણી  એકલ હાથે પાંચ છોકરાઓને સંભાળી શકતા નહોતા. આ સ્થિતિ માં તેમણે તૃષાલી ની જવાબદારી ઉપાડી લીધી હતી. તેથી તેને લલિતા પવાર નો રંગ લાગ્યો નહોતો. તે અન્ય બહેનો કરતાં અલગ હતી. છતાં માં ના કુસંસ્કાર તેને અડી ગયા હતા. પણ તે પુષ્પા બહેન ને કારણે બચી ગઈ હતી. અને તેના સારા પરિવાર માં લગ્ન થઈ ગયા હતા. તેને સારો, ઘણી મળ્યો હતો. મોટુ પરિવાર હતું. સાસુ સસરા, જેઠ, દિયર, નણંદ નો મોટો કાફલો મળી ગયો હતો. ભગવાને તેને બે મજાના રામ લક્ષ્મણ જેવા બાળકો આપ્યાં હતા. તેના પતિ રિતિક સાથે મારે સારું બનતું હતું. મૈં સુહાનીના પતિ માં મારો નાનો ભાઈ ગોતવાનો પ્રયાસ કર્યો હતો. તેના સપના જોયા હતા તે રિતિકે સાકાર કર્યા હતા.

                   000000000     ( ક્રમશ :)