પ્રકરણ - 9
હું એકદમ બીમાર હતો. સંપૂર્ણપણે ભાંગી પડયો હતો. . તે જ ક્ષણે, અનન્યા મારી પાસે આવી હતી. મેં તેને ગળે લગાવીને વિનંતી કરી હતી
"હવે તું ખરેખર મારી બહેન છે... બસ એક વાર ગરિમાને મારી પાસે લઈ આવ. "
પણ એ શક્ય ન હતું. આ પરિસ્થિતિમાં, અનુરાગ તેના ગામના બે મિત્રો સાથે કોલેજના ક્લાર્ક પાસેથી તેનું સરનામું મેળવી તેના મિત્રો સાથે તેના ઘરે પહોંચી ગયો હતો.
તેઓએ ગરિમાને આખી પરિસ્થિતિ શબ્દશ : સમજાવી હતી.
અને તેણીએ મારી સાથે ફોન પર વાત કરી હતી
હું ગાંડો ઘેલો બની કાંઈ કાંઈ લવારો કરી ગયો હતો.
તે સાંભળીને, તે મારા પર ચિઢાઈ ગઈ હતી. તેણે મને રોકતા સ્પષ્ટ ચેતવણી આપી હતી.
"જો તમે આવી વાત કહેશો , તો હું નહીં આવું..."
મેં તેની માફી માંગી હતી.
અને તેણે બીજા દિવસે બે વાગ્યે મળવાનું વચન આપ્યું હતું. તે સાંભળી હું હવામાં ઉડવા માંડ્યો હતો...
00000000000
બીજા દિવસે, બરાબર બે વાગ્યે, તે તેની સહિયર અને અનુરાગ સાથે મારા મકાનના આંગણામા દાખલ થઈ હતી. હું તે વખતે બહાર ચાલીમાં ઉભો રહી તેની વાટ જોતો હતો.
તે જ ક્ષણે, ઓલ ઇન્ડિયા રેડિયો એક પ્રસંગાત્મક ગીત તેનું સ્વાગત કરી રહ્યું હતું.
બહારો ફૂલ બરસાઓ મેરા મેહબૂબ આયા હૈં
હવાઓ રાગની ગાઓ મેરા મેહબૂબ આયા હૈં
ખુદ ભગવાને આ ગીત દ્વારા તેનું સ્વાગત કર્યું હતું.
શું તે ચમત્કાર હતો કે માત્ર એક સંયોગ?
આ ગીતે મને આશા બંધાવી હતી
અમારા લગ્ન ચોક્કસ થશે
હું એવું માનવા પ્રેરાયો હતો . ભગવાન આ જ ઇચ્છતા હતા.
મેં તેનું આદરપૂર્વક સ્વાગત કર્યું હતું.
"આવ! હું બિલકુલ ઠીક છું. મારા પરિવારે બિનજરૂરી ચિંતા કરીને મને બીમાર કરી દીધી છે."
તેણીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નહીં ke કોઈ પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી.
મેં ફક્ત તેણીને વિનંતી કરી હતી.
"અંદર ચાલ , આપણે ભગવાનના આશીર્વાદ લઈ લઈએ.
તે સમયે અનન્યા હાજર હતી. તેણે બ્રેક લગાવીને મને રોક્યો હતો.
"ગરિમા કંઈક કહેવા માંગે છે."
"હા, કહે, શું કહેવું છે?
"મારી સગાઈ થઈ ગઈ છે!"
અનન્યા એ તરત મને સવાલ કર્યો હતો
"હવે ગરિમા તારી બહેન થઈ ખરું ને?"
"એમાં કોઈ શંકા નથી."
હું તરત જ અંદર ગયો હતો. ભગવાન ની છબી સામે માથું માફી માંગીને સ્વીકાર કર્યો હતો.
"ગરિમા મારી બહેન છે!"
હું આ કહીને બહાર આવ્યો હતો. અને બધાની હાજરીમાં, મેં ગરિમાના માથા પર હાથ મૂકીને શપથ લીધા હતા
"આજથી, તું મારી બહેન છે. હું તને બીજી કોઈ રીતે ક્યારેય જોઈશ નહીં... જો આવું થશે, તો તે દિવસ મારા જીવનનો છેલ્લો દિવસ હશે."
"હું જઈ રહી છું."
તે આ કહીને ચાલી ગઈ હતી. તે પછી, મને ખૂબ ખરાબ લાગ્યું હતું. હું રડવા લાગ્યો હતો. દરવાજા પર પગ અથડાવીને ભગવાન ને પૂછી રહ્યો હતો.
" તું મારા ગરિમા સાથે લગ્ન નહોતો કરાવવા માંગતો હતો. તો પછી આ તબક્કે ' બહારો ફૂલ બરસાઓ ગીત વગાડવાની શી જરૂર હતી? "
ગરિમાના કાન પર મારા રડવાનો અવાજ સંભળાયો હતો..તેની સંવેદના એ ક ક્ષણ માટે તેના પગ રોકી દીધા હતા. તે જ ક્ષણે, તેની સહિયર તેનો હાથ પકડીને તેને મકાનની બહાર લઈ હતી.
મારી હાલત ઘણી બગડી ગઈ હતી. મારા પિતા મને મનોચિકિત્સક પાસે લઈ ગયા હતા. મને જોઈને તેમણે મારા પિતાને કહ્યું હતું.
"તમારો દીકરો ખૂબ જ પરેશાન છે. તેને માનસિક સારવારની જરૂર છે; તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડશે."
. અને મને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મને ખૂબ જ કઠોર સારવાર આપવામાં આવી હતી.
મને વીજળીના આંચકા પણ આપવામાં આવતા હતા. પરંતુ 15 દિવસ સુધી મારી હાલતમાં કોઈ સુધારો થયો નહોતો . આ સ્થિતિ માં ડોક્ટરની સલાહ મુજબ મને તેઓ મહાબ્લેશ્વર લઇ ગયા હતા
અમે ત્યાં પહોંચ્યા હતા . બે દિવસમાં, એક નવપરિણીત યુગલ ત્યાં હનીમૂન માટે આવ્યું હતું.તેમને જોઈને હું ચોંકી ગયો હતો. જે વસ્તુથી હું દૂર રહેવા માંગતો હતો તે જ વસ્તુ ભગવાને મારી સામે લાવી ને ખડી કરી દીધી હતી.
ગરિમા તેના પતિ સાથે મહાબળેશ્વર આવી હતી.
તેણીનો અકસ્માત થયો હતો. તેનો એક પગ નકામો થઈ ગયો હતો.
તે પરિસ્થિતિમાં, તે લગ્ન તોડવા તૈયાર હતી.
પરંતુ ગૌરવે તેની સાથે લગ્ન કરીને એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.
આવી પરિસ્થિતિમાં ગરિમાએ હિંમત હારી નહોતી.. એક NGO ની સ્થાપના કરીને, તેણીએ ઘણા લોકોને જીવનને હેતુ આપ્યો હતો. તેમને મદદ કરીને, તેણીએ તેમને પોતાના પગ પર ઊભા રહેવા સક્ષમ બનાવ્યા હતા.
મને સમાચાર મળતાં જ, હું NGO માં તેણીને મળવા ગયો હતો..મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
આ જોઈને, તેણીએ મને આશ્વાસન આપ્યું હતું
તે મારા પર એક મોટો ઉપકાર હતો.
તે ફોન પર તેની સગાઈની ચર્ચા કરી શકી હોત. છતાં, તે મને સત્ય જણાવવા માટે બપોરની ગરમીમાં મારા ઘરે વ્યક્તિગત રીતે આવી હતી. તે તેની સારપ નો બેનમૂન નમૂનો હતો. તેના સંસ્કાર નો ઉત્તમ પુરાવો હતો એક પારકી છોકરી જોડે લગ્ન કરવાનું વિચારીને પણ એક ગંભીર પાપ કર્યું હતું. હું તેના માટે મારી જાતને માફ કરી શકતો નહોતો
મેં તેને મારી બહેન બનાવવાનું વચન આપ્યું હતું... અને ભગવાને ખરેખર અમને ભાઈ-બહેન બનવાની તક આપી હતી.
હું ખૂબ જ સંવેદનશીલ હતો. તેથી જ મને ગરિમાની પરિસ્થિતિ માટે ભારે પીડા થઈ હતી.
ગરિમાએ મને સમજાવ્યું હતું.
"એકના ખોટા વિચારો બીજાના જીવનને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી."
ગરિમાએ મને ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો હતો.
ગૌરવે કરાટે શીખવતો હતો. તેણે નાની ઉંમરે જ મોટી સફળતા મેળવી હતી. તેણે ઘણા પુરસ્કારો અને પ્રશંસા મેળવી હતી. તેની સાથે, ગરિમા પોતાની અપંગતાને સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી.
કોઈ વ્યક્તિ ગમે તેટલી નબળી કે અપંગ હોય, તેણે ક્યારેય આ વિચાર રાખવો જોઈએ નહીં. આપણા વિચારો આપણા જીવનને આકાર આપે છે.
ગમે તે થાય, ગમે તેવી મુશ્કેલીઓ આવે, કે બીમારીઓ પણ આવે, આવા વિચારોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.
'મનમાં ક્યારેય હાર ન માનો.'
'જેઓ પ્રયાસ કરે છે તેઓ ક્યારેય હાર માનતા નથી.'
અપંગ હોવા છતાં, ગરિમા સકારાત્મક વિચારસરણીની આંગળી પકડીને આગળ વધી રહી હતી. આ સૌથી મોટું ઉદાહરણ હતું. પોતાના દુઃખને ભૂલીને, તેણે ઘણા લોકોનું જીવન સુધાર્યું હતું.
00000000000 (ચાલુ)