પ્રેમને શબ્દોમાં સમજાવવું કદાચ સહેલું નથી, કારણ કે તે અનુભૂતિનું એવું સાગર છે, જેના તરંગો હૃદયની ઊંડાઈમાં જ મહેસૂસ થાય છે. આ કવિતા એ જ અજાણ્યા છતાં અત્યંત ઓળખાયેલા ભાવને શબ્દોમાં પ્રગટવાનો એક કોમળ પ્રયાસ છે—પ્રેમની સુગંધ, તેની નિઃશબ્દ ભાષા, તેની અદૃશ્ય નજીકતા અને હૃદયને સ્પર્શી જતી તેની નર્મ મધુરતા. દરેક લીટી એ યાદ અપાવે છે કે સાચો પ્રેમ બોલાતો નથી, માત્ર અનુભવાતો છે.
કોઈએ પૂછ્યું મને કે પ્રેમ માં શું થાય?
હું સ્મિત થી કહું, એ હૃદયની એ ભાષા,
જેમાં શબ્દો કરતાં ભાવ વધારે બોલે,
અને આંખો કરતાં દિલ ઊંડું સમજાય.
પ્રેમ એ તો એ ઝંખના,
જેમાં બે દિલ એક ધબકારા બની જાય;
એવો સાગર કે જેમાં ડૂબી જાઉં,
તો કિનારે તારી યાદો જ મળવા આવે.
પ્રેમ એ એ સુગંધ છે,
જે તમારી નજીક હોય ત્યારે જ મહેકે;
અને દુર હો તો પવન બની
હૃદય સુધી પાછી ફરીને પહોંચે.
પ્રેમ એ તો એ સ્પર્શ,
જે વગર સ્પર્શ્યા પણ અનુભવી શકાય;
એક એવો સુર જે સાંભળીએ ત્યારે
આપોઆપ હૃદયના વાદ્યો વાગી જાય.💞✨
-*-*-*-
કોઈ ખાસ વ્યક્તિ માટે હૃદયમાંથી નીકળેલા શબ્દો હંમેશા વધુ તેજસ્વી, વધુ ઉષ્માભર્યા અને વધુ સચ્ચા હોય છે. આ કવિતા એ જ નિખાલસ ભાવના નું પ્રતિબિંબ છે પ્રેમ, આદર અને શુભકામનાઓના રંગોથી સજેલી. મારી પત્ની સોનલના જીવનમાં પ્રકાશ, આનંદ અને પ્રેમ હંમેશા ખીલતા રહે, એ ભાવ સાથે લખાયેલું આ સર્જન, તેના જન્મદિવસને એક મીઠી અને યાદગાર લાગણીથી મહેકાવી દે છે.
તારી નજરે પ્રેમનો પહેરો,
મારા દિલ નો તું એક જ સહારો.
તારું સ્મિત બનાવે દિવસ સારો,
તું જ જીવનનો સાચો આધાર.
તારા વગર તો શ્વાસ પણ અડધો,
તું હો તો લાગે દુનિયા પ્રેમથી ભરેલી,
દરેક પળ થાય ખુશીઓની રંગથી સજેલી.
તારા શબ્દો માં મીઠા મધ જેવી લાગણી,
તું હસે તો ખીલે દિલની બગીચાની ડાળી.
તારા જન્મદિવસે પ્રાર્થના કરું વારંવાર,
આરોગ્ય-ખુશી રહે તારી જીવનભર અપાર.
મારી દુનિયામાં તું દીવો પ્રગટેલો,
પ્રિયે તું જ પ્રેમનો સાગર વહેલો.
જન્મદિવસ મુબારક સોનલ તારા હાસ્યથી જ તો મારું આકાશ ઝળકે,
દેવ કરે તારો દરેક પળ પ્રેમ, આરોગ્ય અને ખુશીઓથી મહેકે. 💖✨
-*-*-*
જીવનનો દરેક દિવસ એક નવી શીખ, એક નવી દિશા અને એક નવી શક્તિ લઈને આવે છે. સપનાઓના પંખો, હૃદયની લાગણીઓ અને સમય આપેલી સમજ આ ત્રણે મળીને આપણને આગળ વધવાનું બળ આપે છે. આ કવિતા એ જ ભાવોના સંગમથી જન્મેલી છે વિશ્વાસનો દીવો, પ્રેમની સુગંધ અને હિંમતની ઉજાસને શબ્દોમાં કેદ કરતી. દરેક લીટી જીવનને નવી રીતે જોવાનું આમંત્રણ આપે છે.
આંખોમાં એક અજાણી રોશની જગે,
સપનાઓ પંખી બની આકાશે ઉડે.
મનના માર્ગ પર વિશ્વાસ નો દીવો બળે,
છાયાઓને ચીરતા દિન સૂર્ય સમે ખુલે.
પગલાં ભલે થાકે છતાં હિમત ન છૂટે,
સમયના પડઘાં પણ સ્વપ્નોને ના મૂટે.
તારી નજીક આવતાં હૃદય ધડકતું રહે,
શ્વાસોમાં તારી સુગંધ ઓટે રહે.
સમયે શીખવ્યું દરેક ઘાવ અંતે શક્ત્તિ બની જાય,
અને દિલ? તે જો સાચું હોય તો માર્ગ પોતે જ દર્શાવે.
સંજય શેઠ
-*-*-*-*-*-*
જીવનમાં ક્યારેક કોઈ એવી પળ આવે છે, જે પૂર્વચેતવણી વિના હૃદયના દ્વાર ખોલી જાય. કોઈ અજાણ્યો અચાનક નજીક લાગે, અને એની હાજરી પળોમાં જ મનનાં આકાશને નવા રંગોથી રંગી દે. આ કવિતા એ જ અણધારી શરૂઆતની સુંદરતાને અર્પિત છે—એક એવી લાગણીને, જે ધીમે ધીમે, જાણતા અજાણતા, હૃદયમાં ઘર કરી જાય અને જીવનનો અનિવાર્ય ભાગ બની જાય.
અચાનક જીવન માં કોઈ આવ્યું,
જાણે ચાંદ તારાઓમાં સમાયું।
જીવનના પથ પર અજાણ્યું,
એક સપનું બની દિલમાં રહ્યું અચાનક।
તેની વાતોમાં છે જાદુ,
દરેક પળ લાગે જાણે નવું રાગ।
હાસ્ય તેનું, જેમ વરસાદનાં ટીપાં,
દિલને ભીંજવે, ઋતુ વિનાનાં ફૂલોની મોસમ।
અચાનક એ ભાગ બની ગયું,
દરેક ધડકનમાં રંગ ભર્યું।
ન જાણું ક્યારે, કેમ, કેવી રીતે થયું,
પ્રેમનો આ સિલસિલો એવો ચાલ્યો।
ક્યારેક નજરોનો મેળ, ક્યારેક સ્મિતનો ખેલ,
દરેક મુલાકાતમાં બંધાય છે મેલ।
અચાનક જે આવ્યું, એ પોતાનું થયું,
જીવનની દરેક પળ, હવે તેની સાથે જોડાયું।