-1-
એક સમય હતો, જ્યારે પત્રકારિતાનું ધ્યેય માત્ર એક હતું – સત્ય. તે ન માઇકથી માપાતું, ન સ્ટુડિયો લાઇટ્સથી સૌંદર્ય પામતું. પત્રકારો ખાડીઓમાં બેઠા સત્ય લખતા હતા, હવે તેઓ AC સ્ટુડિયોમાં બેઠા યુદ્ધનું દિગ્દર્શન કરે છે. ખેદ એ છે કે આજના સમયમાં પત્રકારો યુદ્ધ નહિ લડે, પણ યુદ્ધના પ્રસારણની TRP માટે લડે છે. આ કવિતા લખવાની પ્રેરણા પત્રકારો એ મુંબઈ ટેરર એટેક અને ઓપેરેશન સિંદુર સમયે ભજવેલ ભવાઇ ના કારણે મળી હતી. મુંબઈ ટેરર એટેક વખતે મીડિયા ટીઆરપી માટે આપણાં સૈનિકો ની હિલચાલ લાઈવ દેખાડી ને આતંકી ઑ ની મદદ કરી રહ્યા હતા અને ઓપેરેશન સિંદુર વખતે તો લોકો એ રાત ઉજાગરા કરી સમાચાર જોયા હતા કે ઇસ્લામાબાદ કબજે, કરાંચી પર એટેક, પાકિસ્તાન નું સરેન્ડર અને બીજા ઘણા જ ફેક ગતકડા ઑ અને સવારે બધાને ખબર પડી કે આ બકવાસ મીડિયા નો બકવાસ જ હતો.
આ કવિતા એ જ તીવ્ર વાસ્તવિકતાને ખુલ્લી કરે છે. અહીં શબ્દો માત્ર પંક્તિ નથી – આ સ્તબ્ધ સમાજ ઉપરનો ઘા છે, જ્યાં શહીદો મોરચા પર લોહી વહાવે છે અને સ્ટુડિયો માં બેઠેલા એન્કર તેનું “બ્રેકિંગ ન્યૂઝ” કરીને TRPનો નફો ગણે છે.
જ્યારે પત્રકારો આતંકવાદીઓને Live Location બતાવે, જ્યારે ઓપરેશનને નાટક બનાવી Episode declare કરે, જ્યારે યુદ્ધના અભિમાનને પ્રચારની જાહેરાતમાં ફેરવે — ત્યારે પત્રકાર સત્યનો રક્ષણકારી નહિ, પણ રાષ્ટ્રના જોખમી Tragikomedian બની જાય છે.
આ કવિતાની દિશા બતાવે છે —
📌 એ ચેતવણી છે માધ્યમોને,
📌 એ પ્રશ્ન છે આપણાં અંતરાત્માને,
📌 અને એ વિનંતી છે — કલમને માઇકથી ન માપો, સત્યને સજાવટથી ન ઢાંકો.
કારણ કે આખરે, ઈતિહાસ સત્યને યાદ રાખશે, અને તે માઇક-યોદ્ધાઓને “સ્ટુડિયો શહીદ” તરીકે નહિ, પ્રહસનના પાત્ર તરીકે નોંધશે.
"મૌનમાટીમાં અગ્નિધાર!"
(જ્યારે પત્રકાર પાવરપોઈન્ટથી યુદ્ધ જીતવા લાગ્યા…)
સત્યને ઢાંકી દીધી સાજ-સજાવટમાં,
જ્યાં લાશો પડેલી હતી – ત્યાં વીજતી લાઇટ્સ અને ટાઇમિંગ પર કટસ!
મુંબઈના બુલેટ છોડતા શહરોમાં,
લાઈવ અપડેટ્સ આપી આતંકીઓને રણનીતિ બતાવતા તાંત્રિક પત્રકાર!
TRPના હવસે હણાય રાષ્ટ્રના સૈનિક,
કેમ કે દુશ્મન જોઈ રહ્યો હતો...
એજ એન્કર ‘એલર્ટ’ પરથી એન્ટ્રી લેશે ક્યાંથી!
અને ઓપરેશન સિંદૂર?
લોકો એ રાત ઉજાગરા કરી માન્યું જીત હતી,
સવારે ખબર પડી કે એ તો એક "એપિસોડ" હતો – TRP માટે રચાયેલો નાટક
જ્યાં પત્રકારો એજન્ડા વાંચતા હતા…
અને શહીદો કેમેરાની અંદર લપસાઈ ગયા હતા.
અને હા, સાહેબ,
આભાર છે ‘યુદ્ધ વિરામ નો
નહીં તો આપણા તો સમાચારના હેડલાઈનથી
કાબુલથી મોસ્કો સુધી જીતી લેવામાં આવી હોત સત્તા!
યુદ્ધ તો આપણું ‘સ્ટુડિયો’ કરતું અને જીતતું રહ્યું,
ફક્ત માપખંડ રહેતો 'ગુગલ મેપ' પર, બાકી બધું રાષ્ટ્ર સાથે નાટક!
અટક્યું ના હોત ઓપરેશન સિંદૂર,
તો ભારતના માધ્યમોએ જીતી લીધો હોત આખો મધ્ય એશિયા!
કેવી રીતે?
નકલી ઇન્ટરવ્યુ, ડોક્ટર વિડિઓ, અને બ્રેકિંગ ધમાલ સાથે.
પત્રકારો હવે વિચારજો…
સત્ય માટે લખો નહીં તો મુલ્યાંકન તો ઈતિહાસ કરે જ...
પણ શમશાનમાં તમને “સ્ટુડિયો શહીદ” કહેવાશે!
આવા પત્રકારો જોઈને… દેશ કેવો રહી શકે ગર્વભર્યો?
જ્યાં શહીદો દેશ માટે મરે,
અને માઇકધારી તેની થતી ખોટ માટે TRP મેળવે!
-2-
આ ધૂર્ત દુનિયામાં સચ્ચાઈ ઘણીવાર કમજોર લાગે છે, જ્યારે જૂઠ ચમકે છે ચકાચૌંધની ચાદરમાં. જીવનના દરેક પલ્લે સાચ્ચું બોલનારને પ્રશ્ન થાય છે – “શું હું ખોટો છું, કે દુનિયા?” કારણ કે જ્યાં ખોટા લોકોને વખાણ મળે છે, અને સાચ્ચાઈ ઓટમાં રહી જાય છે, ત્યાં હૃદયની અંદર અહેસાસો સંઘર્ષ કરે છે.
પરંતુ સચ્ચાઈનું તેજ એ રીતે જ છે જેમ અંધકાર સામે દીવો – શરૂઆતમાં નાનો લાગે, પરંતુ તેની કિરણ અડગ હોય, અખંડ હોય. આ કવિતામાં કવિ સંજય એ એ જ હકીકતને શબ્દોમાં ઢાળી છે; માણસને સમજાવે છે કે સચ્ચાઈ કમજોરી નહીં, પરંતુ ધીરજથી જીવવાની કળા છે. દુનિયા ભલે ખોટા તેજની પાછળ દોડે, પરંતુ અંતમાં જીત એ જની છે, જે હૃદયની અંદરથી સાચ્ચું રહે છે.
આ દુનિયા છે જૂઠનો મેળો,
સચ્ચાઈ સામે જગત કરે ખેલો.
જૂઠ બોલે તે જ લાગે ચમકદાર,
સાચ્ચું કહેનાર લાગે લાચાર.
દોસ્ત, સમજદારીથી આગળ વધજે,
સાચ્ચું બોલવું સહેલું નથી એ સમજજે.
બધા દોડે છે જૂઠની ટ્રેનમાં,
સચ્ચાઈ ક્યાંક ખોવાય છે એ ભીડમાં.
જૂઠની ચમક ટકી શકે નહીં વધારે,
સાચ્ચું દિલ રહે છે તાજું બધાંથી અરે.
દુનિયા ભલે જૂઠ તરફ વળે,
અંતે તો સચ્ચાઈ જ જીતી લે.
તો દોસ્ત, ધીરજ રાખ અને ટકી રહે,
જૂઠની વચ્ચે પણ તું સાચ્ચો રહે.
સંજય કહે જૂઠનો ઝગમગ આવશે ને જશે,
સાચ્ચું હૃદય એ તો હંમેશા કિરણ આપશે.
-3-
ક્યારેક પત્રકારિતા સત્યનો દીવો હતી—અંધકારમાં પ્રકાશ પાથરતી, અવાજ રહિતોને અવાજ આપતી, અને સત્તા સામે નિર્ભય ઊભી રહેતી. તેને “લોકશાહીનો ચોથો સ્તંભ” કહેવામાં આવતું, કારણ કે તે માત્ર સમાચાર નહીં, પરંતુ સમાજનું હૃદય, લોકોની પીડા અને સત્યની શપથ વહન કરતી હતી.
પરંતુ સમય બદલાયો. સત્ય હવે માપવામાં આવે છે TRP, sponsorship અને political favourથી. કલમની શાહી હવે ઈમાન પર નહીં, પણ લાભ અને લાલચ પર વપરાતી થઈ છે. ન્યૂઝરૂમમાં હવે ચર્ચા ન્યાય માટે નહીં, પરંતુ નફા, પ્રચાર અને સત્તાની મરજી માટે થાય છે. જે માઇક ક્યારેક સત્યની ગર્જના કરતો, એ જ હવે સત્તા અને દલાલિતાનો સ્પીકર બની ગયો છે.
આ કવિતા ને બહુ કડવી પરંતુ નિર્વિકાર સચ્ચાઈને શબ્દોમાં ઢાળી છે. અહીં પત્રકારિતાના પવિત્ર ધર્મના પતનનું ચિત્ર છે જ્યાં સત્ય વેચાઈ ગયું છે, અને ઈમાનની કિંમત પણ મૂકી દેવામાં આવી છે. અહીં વ્યથા છે, વ્યંગ છે, અને સૌથી મહત્વની વાત જાગૃતિ છે.
✒️ "તૂટી ગયેલો સ્તંભ"
કહેતાં હતાં ક્યારેક, ચોથો સ્તંભ છે પત્રકાર,
હવે એ સ્તંભ તૂટી ગયો, થયું ધંધાનું બજાર.
અખબાર નહોતાં "બિકાવ", હતાં તે અવાજ જનતાના,
હવે હેડલાઇન પણ વેચાય છે, ભાવ છે ઈમાન નો માત્ર ચંદ સિક્કા.
માઇક પકડે ને ઊંચકી ને ઉડાવે છે સત્યના નામે સત્ય ની ધજ્જીયા,
પાંચ મિનિટની ટી.વી. બાઈટમાં લૂંટાય છે લોકશાહીની લાજ.
દલાલ બની બેઠાં છે હવે ન્યૂઝરૂમના રાજા,
અને બાકી જે રહી ગયા છે, કરે છે સત્તાધીશ અને ઉદ્યોગપતિ ઓ ની સેવા.
જ્યાં કાગળ પર સત્ય છપાતું હતું,
અત્યારે એજ કાગળ પર “ફંડ” અને “એજન્ડા” કપાતું હતું.
કોઈનાં શૂઝ ચાટી ને મળતું “બ્રેકિંગ ન્યૂઝ”નું લેબલ,
પત્રકારિતાની એ મૂર્ખતા પર હવે તવાયફ પણ હસે છે.
જે ભૂતકાળમાં થતો હતો સત્યનો જય જય ગાન,
તે હવે બન્યો છે સત્તાવાળાઓનો ચાપલુસ નૃત્યગાન.
-4-
દુનિયા માત્ર શબ્દોથી નહીં, પરંતુ મૌનની વેદનાથી પણ રચાય છે. ઘણીવાર આપણાં આસપાસ અન્યાય, દુઃખ અથવા અન્યના હક્કોની તોડફોડ નજરે પડે છે—પરંતુ આપણે ચુપ રહી જઈએ છીએ. કારણ સરળ છે—“મારું શું જાય?” પરંતુ હકીકતમાં ચુપ રહેવું કોઈ ઉદારતા નથી, તે તો અન્યાયને મળતું મૌન સમર્થન છે.
આ કવિતા એ જ વિચારને ઝંઝોળે છે. કવિ જણાવે છે કે આજે જો આપણે સત્યના માર્ગ પર અવાજ ન ઉઠાવીએ, તો આવતીકાલે એ જ અન્યાય આપણાં દ્વારે પણ ઉભો રહી શકે છે. મૌન ક્યારેક શાંતિ નથી, તે અન્યાયના બીજોને જીવતા રાખવાનું સાધન બની શકે છે. જ્યાં ખોટું થાય ત્યાં વાચા ઉઠાવવી આવશ્યક છે—કારણ કે સાચો અવાજ જ પરિવર્તન લાવે છે, ન્યાયને જગાડે છે અને માનવતાને જીવંત રાખે છે.
કોઈના હક પર અન્યાય થાય,
અમે જોઈને પણ કંઈ ન કહીએ,
એ વિચારીએ – “મારું શું જાય?”,
પણ આવું મૌન તો બહુ છે ભયંકર ભાઈ.
આજે જે બીજા પર થાય છે દુઃખ,
કાલે એ જ ખુદ પર પણ પડી શકે દુઃખ.
અન્યાય સામે જો ઉઠાવશો અવાજ,
તો આવશે ન્યાય, નહીં તો વધશે તાજ.
હર એ ચુપી એક સહમતિ છે,
હર એક મૌન એક દુઃખની રચના છે.
સાચું જોઈને પણ જો વળી જઈએ,
તો આવતીકાલે ક્યાં ન્યાયને બોલાવી લઈએ?
એટલે બોલો, જ્યાં જરૂરી લાગે,
સાચા માટે ઉભા રહો, ભલે દુનિયા ભાગે.
મૌન નહીં લાવે શાંતિ નો સાથ,
સાચા અવાજો જ જગાવે છે જ્યોત.
આગામી એપિસોડ માં મારા દ્વારા લિખિત પ્રેમસભર કવિતા ઑ રજૂ કરીશ.