Tandav A Love Story - 13 in Gujarati Detective stories by Sanjay Sheth books and stories PDF | તાંડવ એક પ્રેમ કથા - 13

Featured Books
Categories
Share

તાંડવ એક પ્રેમ કથા - 13

અદૃશ્ય યુદ્ધની શરૂઆત

સ્થળ : રો હેડક્વાર્ટર, નવું દિલ્હી – મધરાતે ૩:૪૫
વિજય કપૂર પોતાના કેબિનમાં એકલા બેઠા હતા. ટેબલ પર એક ખાલી કપ, અડધી બળી ગયેલી સિગરેટ અને સામે વિદેશી કોડ લિંકના પ્રિન્ટઆઉટ્સ.સ્ક્રીન પર સિકયાંગના લેબ વિસ્તારનો ઝૂમ નકશો ઝળહળતો હતો.

થોડો સમય વિચારીને તેમણે એક નંબર ડાયલ કર્યો —
“International Secure Line – Channel 7.”

થોડા સેકન્ડ પછી એક ભારે અવાજ આવ્યો.

શિવ મહેતા (વિદેશી એક્સેન્ટ સાથે):
“Hello… Vijay? So late in the night… I
hope everything is fine?”

વિજય કપૂર: (ગંભીર અવાજમાં) “શિવ, અત્યારે અંહિયા સમય રાતનો છે, પણ વિષય રાષ્ટ્રનો છે. એટલે જ મેં તમને આ સમયે કોલ કર્યો છે.”

શિવ: (અચંબામાં) “Anything serious?, હા પણ અત્યારે અંહિયા તો રાત્રિ ના 9 જ વાગ્યા છે”

વિજય: “બિલકુલ, મે તને અત્યારે તમારા સિકયાંગ માં આવેલા યુનિટ ની બાજુ માં જે બીજું યુનિટ છે જે ખરેખર તો એક લેબ છે અને ત્યાં આજે ચીન, પાકિસ્તાન, ઉતર કોરિયા અને અમેરિકા ના અમુક ફાર્મા ઇન્ડસ્ટ્રી તેમજ અમુક વૈજ્ઞાનિકો એ બાયોલોજિકલ વેપનનું પરીક્ષણ કર્યું છે, તે અંગે હવે પુરાવા હાથમાં આવ્યા છે. અને એ લેબની બાજુમાં તમારી સનશાઈન ફાર્મા યુનિટ છે જ્યાંથી કેટલાક રીડિંગ્સ અને માઇક્રો–પાર્ટિકલ્સના મોનિટરિંગ ડેટા અમારા હાથમાં આવ્યા છે. આમાં તમારું યુનિટ પણ ધ્યાન રાખી રહ્યું છે અને તમારી ફેક્ટરી સીધી રીતે સામેલ નથી,પરંતુ એ નજીકતાને કારણે આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે. અમને મળેલી માહિતી મુજબ તે લોકો આ બાયોલોજિકલ વેપન ના શિપમેન્ટ માટે તમારા યુનિટ નો કોઈ રીતે ઉપયોગ કરવા માંગે છે તેવું અમારા એક સોર્સ એ કહ્યું છે, તેમાં કદાચ તમારા કોઈ એક્સપોર્ટ કન્ટેનર હોય શકે છે ”

શિવ પર જાણે વીજળી પડી હોય અને સુન્ન થઈ જાય તેમ એક ક્ષણ ચુપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા “વિજય, હું સમજી શકું છું… પણ મારી ફેક્ટરી શુદ્ધ દવાઓ બનાવે છે. અમે ક્યારેય સિકયાંગ લેબ સાથે કોઈ ડાયરેક્ટ સહયોગ કર્યો નથી કે પછી ત્યાંનાં કોઈ કાયદા નો કોઈ ભંગ કર્યો નથી તો પણ અમને કેમ ટાર્ગેટ કરશે?”

વિજય: “હું એ જ કહેવા માંગું છું. તમારું સ્થાન શુદ્ધ છે, એ જ કારણ છે કે મને તમારો સહકાર જોઈએ. અમે એ વિસ્તારને હેલ્થ પ્રોટેક્શન ઝોન તરીકે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ — એ માટે અમને તમારાં કેટલાક વિશ્વસનીય લોકોની જરૂર પડશે. અને ખાસ વાત… તમારાં સ્ટાફમાં અમુક એવા સભ્યો છે જેની જાણકારી અને ટેકનિક અમને બચાવ કામગીરીમાં મદદરૂપ થઈ શકે.”

શિવ: “તમારે કોના વિશે વાત કરી રહ્યા છો?”

વિજય: “તમારા યુનિટ ની રિસર્ચ ટીમ તથા કોઈ ડૉક્ટર, સિવાય ના બાકી બીજા ભારતીય સ્ટાફ ને કોઈ બહાને બે દિવસ માં તેમને ભારત મોકલી દો, અને પછી અમે તેના બદલા માં બીજા અમુક લોકો ને મોકલી આપીશું .”

શિવ (વિચારમાં): “એ શક્ય છે, પરંતુ તે માટે ત્યાંનાં સરકાર ની અનુમતિની જરૂર પડશે. જો ચાઇનીઝ સરકારને ખબર પડી કે અમે લોકો ત્યાંથી ભારત મોકલી રહ્યા છીએ, તો રાજદ્વારી સમસ્યા ઊભી થઈ શકે છે.”

વિજય: (શાંત પરંતુ મજબૂત અવાજમાં) “શિવ, ક્યારેક રાષ્ટ્રના હિતમાં જોખમ લેવું પડે છે. આ લોકો માનવતાના રક્ષક છે, કોઈ રાજકીય સાધન નથી. તેઓને બચાવવું એટલે હજારો જીવ બચાવવાનો પ્રયાસ. બીજું એ માટે તારે બીજું કઈ કરવાની જરૂર નથી ફક્ત એક દિવસ ના અંતરે મુંબઈ માં એક મોટો ટ્રેનિંગ કેમ્પ યોજી દે અને ત્યાંનાં સ્ટાફ માં ત્યાં જેટલા જરૂરી છે તેમને રાખી બીજા બધા ને ટ્રેનિંગ ના બહાને પરત બોલાવી લ્યો, અને પછી તેમને બધા ને ઑન પેપર મુંબઈ માં ટ્રાન્સફર આપી ને બીજા સ્ટાફ ને ત્યાં મોકલવાનો ઓર્ડર કરી દ્યો અને ત્યાં મંજૂરી માં મૂકી દ્યો અને હા આ બધુ આજે ત્યાં લંડન થી જ કરી દેજે”
થોડી ક્ષણ માટે ફોન પર શાંતિ છવાઈ ગઈ.

વિજયે ખુરશી પર પીઠ ટેકાવી અને ઉમેર્યું “અને આ સાથે બીજું એક કામ પણ કરવાનું છે —હું તને લિસ્ટ આપું તે લોકો ને ત્યાં નો ઓર્ડર કરી આપ, બાકી નો સ્ટાફ સિકયાંગમાં રાખો. પરંતુ એમને કહો કે તેઓ ભારત સરકારના હેલ્થ પ્રોટોકોલ માટે કોલેબોરેશન કરવા જઈ રહ્યા છે.એ રીતે ચીનને પણ લાગે કે આ ટેકનિકલ સહકાર છે.”

શિવ (ધીમે બોલતા): “એટલે તમે ઈચ્છો છો કે મારા કેટલાક કર્મચારીઓ ભારત આવે અને કેટલાક સિકયાંગમાં જ રહી જાય? પણ ચીન માં ખબર પડી ગઈ તો ત્યાં અમારું યુનિટ જોખમ માં આવી જશે, અમારું સહુ થી મોટું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં થયું છે અને જો એવું થયું તો અમારી કંપની ડૂબી જશે, હા ભલે મારા દેશ માટે એ કઈ નથી”

વિજય: “બિલકુલ. સિકયાંગમાં રહેતા તમારા કર્મચારીઓ મારફતે અમને અંદરથી માહિતી મળશે, અને ભારત પહોંચેલા લોકો પાસેથી વાયરસના ડેટા મેળવાશે. તેમજ અમારા ત્રણ એજન્ટ ત્યાં પહોંચી તમારા યુનિટ પર થી તે લેબોરેટરી પર ખાલી નજર જ રાખશે અને હા તમારી કંપની ને ભારત માં તે યુનિટ કરતાં પણ વધુ જમીન ફ્રી માં આપીશું તથા તેમને યુનિટ બનાવવા માટે સરકાર વગર વ્યાજે મોટી લોન આપશે તથા ૨૦ વર્ષ સુધી બધા ટેક્સ પણ ફ્રી કરી આપશે”

શિવ: “વિજય, તું હંમેશા જેમ કહે છે તેમ કરે છે… પરંતુ આ વખતે વાત માત્ર બિઝનેસ કે પ્રોટોકોલની નથી. આ માનવતાનો પ્રશ્ન છે.”

વિજય: (સ્વર ધીમો પરંતુ ગાઢ) “શિવ, આ વખતે માત્ર માનવતાનો નહિ પણ આપણાં અસ્તિત્વનો પ્રશ્ન છે.”

ફોનની બીજી બાજુ થોડો સમય ચુપ રહી, પછી શિવનો અવાજ વધુ નરમ થયો. 

શિવ: “વિજય, હું સમજ્યો. મારે પણ આ ધરતીને કઈ રીતે બચાવવી તે ખબર છે. હું તને કહું છું — મારી પાસે ફક્ત એક વ્યક્તિ છે જે પર હું સૌથી વધુ વિશ્વાસ કરું છું…મારો પુત્ર જય મહેતા. તમે કદાચ એનું નામ સાંભળ્યું હશે.”

વિજયે તરત ફાઈલ ખોલી, નજર નકશા પર ફેરવી. હા, “જય મહેતા” એક ઉભરતો તરવરિયો યુવાન ઉદ્યોગપતિ જે હાલ માં સિકયાંગ માં જ છે.  

વિજય: “હા, મને ખબર છે. જય ખૂબ બુદ્ધિશાળી છે. તે પહેલેથી જ આપણા ડેટા લોગમાં છે પરંતુ એ તમારી ટીમના સૌથી જોખમી ઝોનમાં છે. કેમ કે ચીન ના ટાર્ગેટ માં સહુથી પહેલા તે જ રહેશે”

શિવ: “હું તેની સાથે વાત કરીશ. એ મારી ફેક્ટરીની દરેક સિસ્ટમ જાણે છે. એ ત્યાંના ચાઇનીઝ કમાન્ડર્સ સાથે ટેક્નિકલ સહયોગમાં છે. હું એને કહું છું કે તાત્કાલિક રીતે બે ત્રણ મુખ્ય કર્મચારીઓ સિવાય ના ને ભારત પરત મોકલી દે બહાના તરીકે કોઈ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ કે રિસર્ચ એક્સચેન્જનો ઉપયોગ કરીશું.”

વિજય: “શિવ, જો તું આ કરી શકશે, તો આપણે વાયરસના મૂળ ડેટા સુધી પહોંચી શકીશું. આમ માન કે એ એક સેન્ય વિજય કરતા પણ મોટો કારનામો હશે.”
શિવ: (હળવેથી હસતાં) “વિજય, તું હજી એ જ છે જ્યાં બીજાને અંધકાર દેખાય ત્યાં તું પ્રકાશ શોધે છે. હું તને વચન આપું છું —મારી ફેક્ટરી, મારો સ્ટાફ, અને મારી જાત — બધું રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરીશ.”

વિજય: “આભાર, શિવ. હું તને વિશ્વાસ આપું છું કે તારા દરેક માણસની સુરક્ષા ભારતની જવાબદારી હશે.

જ્યારે તું એ લોકો મોકલશે, ત્યારે તારી ફેક્ટરીને ‘Global Health Cooperation Mission’ તરીકે રજીસ્ટર કરાવીશું, એ રીતે ચીનને પણ કોઈ શંકા નહીં આવે.”

શિવ: “વિજય, એક વિનંતી છે. જો જયને કંઈ થાય… તો એને સુરક્ષિત લાવી લે. એ મારું જ નહીં, પણ મારા ફાર્મા ઉદ્યોગ નું ભવિષ્ય છે.”

વિજય થોડું મૌન રહ્યા, પછી ધીમેથી બોલ્યા — “શિવ, એ હવે ફક્ત તારો પુત્ર નથી, એ હવે ભારતનો સિપાહી છે.તેને બચાવવું એટલે દેશને બચાવવું.”

ફોનની બીજી બાજુ હળવો શ્વાસ સંભળાયો.
શિવ મહેતાનો અવાજ હવે દૃઢ હતો —
શિવ: “તને મારી કસમ, વિજય. આ કામ પૂરું થશે. સ્ટાફ ના બીજા લોકો ને હું બે દિવસમાં મોકલી દઈશ. જયને પણ સંદેશ આપી દઈશ કે તે તૈયાર રહે. હવે આ લડાઈ આપણા હાથમાં છે.”

વિજય: (દૃઢ અવાજમાં) “જય હિંદ.”

શિવ: “જય હિંદ, વિજય.”

કૉલ બંધ થયો.

વિજયે ધીમે ખુરશીમાં ટેકો આપ્યો.

સ્ક્રીન પર સિકયાંગનો નકશો હજી ઝળહળતો હતો.
તેમણે પોતાને મનમાં કહ્યું —

“એક ફોન કૉલ ક્યારેક યુદ્ધ કરતા વધારે અસરકારક હથિયાર બને છે.”

રૂમની લાઈટ ધીમે ધીમે ઓછી થઈ. બહાર આકાશ કાળું હતું, પણ વિજયના મનમાં એક નવો સૂર્ય ઉગતો હતો વિશ્વાસનો, સહકારનો, અને રાષ્ટ્રપ્રેમનો.

-*-*-*-*-*-*

રાત ભારે હતી. હોટેલના લોબીમાં દીવાઓ ધીમે ઝળહળતા હતા. બહાર વરસાદ પડવાનો મૂડ હતો — ઠંડી હવા અને શાંતિ વચ્ચે એક માણસ ધીમા પગલે પ્રવેશ્યો ડૉ. કબીર સિંહ.

એક વખત પરમાણુ ભૌતિકશાસ્ત્રના જાણીતા વૈજ્ઞાનિક, પણ હવે પોતાના ભુતકાળથી ભાગતો માણસ. દારૂની આદત અને જુગાર ની ટેવ વચ્ચે તેનું જીવન તૂટી ગયું હતું.

કબીર ધીમેથી હોટેલના કૉફી લાઉન્જમાં પહોંચ્યો. એ ટેબલ પાસે બેઠો જ્યાં પહેલેથી જ એક અજાણ્યો પુરુષ હાજર હતો. સૂટ પહેરેલો, ગંભીર ચહેરો, અને આંખોમાં અજાણી શાંતિ.

“મિસ્ટર કબીર સિંહ?” — એ વ્યક્તિએ બોલતા જ તેની ઓળખ પ્રગટ કરી.

“હા,” કબીરે ધીમેથી જવાબ આપ્યો. “અને તમે?”
એ માણસે સ્મિત આપ્યું — “મારું નામ છે શ્રેય. હું રો — Research and Analysis Wing —નો એજન્ટ છું.”

કબીર અચાનક ચોંકી ગયો.
“રો? એટલે ભારતની ગુપ્તચર સંસ્થા? તમે અહીં… મારી પાસે?”

શ્રેય: “હા. હું અહીં તમારી મદદ માટે આવ્યો છું. અને કદાચ તમારા માટે તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.”

કબીર સ્થિર નજરે તેને જોઈ રહ્યો હતો. “મદદ? મારી?”

શ્રેયે પોતાના બેગમાંથી એક ફાઈલ કાઢી અને ધીમેથી ટેબલ પર મૂકી.

ફાઈલની અંદર તુર્કમેનિસ્તાનનો નકશો, કેટલાક ગુપ્ત ફોટા અને કાગળો હતા.

શ્રેય:
“કબીર, હું સીધી વાત કરું છું. પાકિસ્તાનમાં ‘અલ-રહમાન ફ્રન્ટ’ નામનું આતંકી સંગઠન છે તેમણે તાજેતરમાં તુર્કમેનિસ્તાનના એક ભૂતપૂર્વ સૈનિક ભંડારમાંથી એક ન્યુક્લિયર બોમ્બનો કોર ભાગ હાથમાં લીધો છે. એ કોર હવે તેમની પાસે છે, પરંતુ અધૂરો છે એને ચલાવવા માટેની ‘ટ્રિગર સિસ્ટમ’ (પરમાણુ પ્રારંભિક ઉપકરણ) હજી નથી.”

કબીર થોડી ક્ષણ ચૂપ રહ્યો.

એના હોઠ પર સૂકો સ્મિત આવ્યો.

“એનો મારી સાથે શું સંબંધ?”

શ્રેયે તેના પર સીધી નજર કરી.
“કારણ કે તેઓ તને શોધી રહ્યા છે, કબીર. તમે પરમાણુ પ્રતિક્રિયા સિસ્ટમના સૌથી અનુભવી વૈજ્ઞાનિકોમાંના એક છો. તમે એક સમયે ભારતના પ્રોજેક્ટ ‘સૂર્ય-૩’માં મુખ્ય વૈજ્ઞાનિક હતા. તારી ફાઈલ વર્ષો પહેલા બંધ થઈ ગઈ હતી… પણ દુનિયા ક્યારેય એ ફાઈલને ભૂલતી નથી.

અલ-રહમાન ફ્રન્ટને ખબર છે કે તું હવે વિદેશમાં એટલે કે ફ્રાંસ માં છે, અને તારા પર વ્યક્તિગત મુશ્કેલીઓ છે. તેઓ તને દેશપ્રેમના નામે, માનસિક સહાનુભૂતિના બહાને, અને કદાચ પૈસાની લાલચથી ફસાવવાનો પ્રયાસ કરશે.”

કબીરે હળવેથી હસીને કહ્યું, “ફસાવવાનો પ્રયાસ? મને?

શ્રેય: 
“હા. તેમનો પ્લાન સ્પષ્ટ છે એ ન્યુક્લિયર કોરને તુર્કમેનિસ્તાનમાંથી ભારતના બંદર સુધી લાવવાનો. શક્યતા છે કે એ કોર મુંબઈ કે ગુજરાત ના કોઈ બંદરથી ચુપચાપ દેશમાં દાખલ કરાશે. અને જો તું તેમની સાથે જોડાશે, તો તું એ ટ્રિગર સિસ્ટમ ડિઝાઇન કરનાર માણસ બની જશે એ ઉપકરણને જીવ આપનાર.”

કબીરના હાથ કંપી ગયા. તેના મનમાં એક ચિત્ર ઝબકાયું એક અણુ વિસ્ફોટ, હજારો મૃતદેહો, અને એની પુત્રી મીતાનું સ્મિત ધૂળમાં ફેરાતું.

“તમે શું ઈચ્છો છો મારી પાસેથી?” — કબીરે ધીમેથી પૂછ્યું.

શ્રેય:
“હું ઈચ્છું છું કે તું સમજપૂર્વક પસંદગી કર. હું તને બે વિકલ્પ આપું છું.” કબીરનું હૃદય ધબકતું રહ્યું.

શ્રેયે ટેબલ પર હાથ રાખીને કહ્યું 

“વિકલ્પ એક —
તું એક કલાકની અંદર હોટેલ છોડીને તારા પરિવાર સાથે ભારત આવી જા. અમે તને નવા પાસપોર્ટ અને ઓળખ આપશું.તને ફરી સરકારના વૈજ્ઞાનિક પ્રોગ્રામમાં માન-સન્માન સાથે જોડવામાં આવશે.

પરંતુ એક શરત છે —
તારે પોતાની દારૂ પીવાની આદત પર કંટ્રોલ રાખવો પડશે.અમે તને તક આપીએ છીએ, પરંતુ તારે પોતાની જાતને સંયમમાં રાખવી પડશે.”

કબીર હળવું હસ્યો — “અને બીજો વિકલ્પ?”

શ્રેય:
“બીજો વિકલ્પ એ છે કે તું અહિયાં જ રહે. તારે જે લોકો તારા સંપર્કમાં આવશે, તેઓ ખરેખર આતંકવાદીઓ હશે. તેઓ તને ‘દેશના રક્ષક’ કહીને પોતાના જાળમાં ખેંચશે. જો તું તેમને સહકાર આપશે તો તું એક ખતરનાક ગુના માટે જવાબદાર બનશે. અને જો તું સહકાર નહીં આપે તો તેઓ તને ગોળી મારી દેશે. સાથે સાથે, જો તું તેમની સાથે જોડાશે, તો રો તરફથી તને ‘નેશનલ ટ્રેઈટર’ ગણાશે અને અમારી તરફથી પણ બચી શકશે નહીં. અમે તને જીવતા છોડશું નહીં.”

કબીરનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના હાથના આંગળા કંપી રહ્યા હતા. 

એક ક્ષણ માટે તે પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયો  તેના સંશોધન કેન્દ્રના દિવસો, તેની પત્નીનો વિયોગ,અને નાની મીતાનો ચહેરો.

“શ્રેય,” તે ધીમેથી બોલ્યો,
“તમે કહો છો કે તેઓ મને ફસાવશે… પણ કેવી રીતે?”

શ્રેય:
“તેઓ તને ઈમોશનલ રીતે હલાવી દેશે. તારા જૂના દેશપ્રેમને જગાડી દેશે. કહેશે કે ‘ભારત હવે તને ભૂલી ગયું છે,’ અને ‘તું જ એક છે જે વિજ્ઞાનના નામે માનવતાને બચાવી શકે.’ પણ સાચું એ છે કે તેઓ ભારતને નષ્ટ કરવા માંગે છે, અને એ માટે તારા હાથથી ઉપકરણ ચલાવવા માંગે છે.”

કબીર થોડી વાર મૌન રહ્યો.
ફોન પર મીતાનો ફોટો જોઈને એની આંખ ભીની થઈ ગઈ.
“જો હું માનું, તો તમે ખાતરી આપશો કે મીતા સુરક્ષિત રહેશે?”
શ્રેય (દૃઢ અવાજમાં):
“હા. તારી પુત્રી આપણા રાષ્ટ્ર માટે અમૂલ્ય છે. અમે તેને અને તમને બંનેને સુરક્ષા આપશું. માત્ર તું નિર્ણય લઈ લે. સમય બહુ ઓછો છે અલ-રહમાન ફ્રન્ટના લોકો તારી સાથે સંપર્ક કરવા તૈયાર છે. કદાચ આજ રાતે કે આવતીકાલે.”

કબીર થોડી ક્ષણ ખુરશીમાંથી ઊભો થયો, જાણે ખભા પર વિશ્વનું ભાર હતું.

તે ધીમેથી બોલ્યો —
“મારે વિચારવા દો, શ્રેય. એક કલાક… બસ એક કલાક.”

શ્રેયે માથું હલાવ્યું,
“એક કલાકમાં હું હોટેલની લોબીમાં રહીશ. જો તું આવે, તો એ અર્થ કે તે જીવવાનો માર્ગ પસંદ કર્યો છે. જો નહીં આવે તો હું માનું કે તું મરી ગયો.”

શ્રેય ઊભો થયો,
ટેબલ પર ફાઈલ મૂકીને ચાલી ગયો.
કબીર લાંબા સમય સુધી ત્યાં બેઠો રહ્યો 
હાથે લાલ ફાઈલ, આંખોમાં ધુમ્મસ.
તેના મનમાં એક જ અવાજ ગુંજતો રહ્યો —
“તુર્કમેનિસ્તાનથી ભારત સુધીનું અંતર કદાચ નકશામાં થોડી રેખાઓનું છે… પણ મનુષ્ય અને દાનવ વચ્ચેનું અંતર, એક નિર્ણય જેટલું જ હોય છે.”

બહાર વરસાદ શરૂ થઈ ગયો. કબીર ધીમેથી ઉભો થયો, હાથમાં ફાઈલ, આંખોમાં મીતા. એક કલાક પછી લોબીમાં શું થશે એ હવે સમયના હાથમાં હતું.

-*-*-*-*-*-*-*

લંડન – મધરાત ના એક વાગ્યા હતા  શિવ મહેતા પોતાના દીવાનખંડ માં બેઠા હતા.
ટેબલ પર નોટિંગ અને હજી વિજય કપૂર સાથેની વાતચીતની ગુંજ તેના કાન માં ગુંજી રહી હતી .

એના શબ્દો હજી કાનમાં ગુંજતા હતા —
“શિવ, અમને તમારો સહયોગ જોઈએ. તમારા લોકો આપણો ઢાલ બની શકે.”

શિવે એક ઊંડો શ્વાસ લીધો, અને તરત જ ફોન ઊઠાવ્યો.

કોલ સીધો જ સિકયાંગના લેબ ક્વાર્ટર સુધી કર્યો —
જ્યાં તેનો પુત્ર, જય મહેતા, હાલ ફાર્મા યુનિટના રિસર્ચ પ્રોજેક્ટની દેખરેખમાં હતો.

ફોનની બીજી બાજુથી જયનો અવાજ આવ્યો —
“હેલો, ડેડ… આટલી રાતે? બધું ઠીક છે ને?”

શિવ (થોડા સંયમિત અવાજમાં):
“હા, બેટા. બધું ઠીક છે… પણ મને તારી સાથે એક ગંભીર વાત કરવી છે.”

જય:
“ગંભીર વાત? કોઈ સમસ્યા છે શું લેબમાં?”

શિવ:
“લેબની નહીં, પરંતુ આસપાસની પરિસ્થિતિની. હમણાં મારી ભારતના રો ચીફ — વિજય કપૂર — સાથે વાત થઈ હતી.”

થોડી ક્ષણ માટે મૌન છવાયું.
જયે વિચાર્યું, “રો ચીફ? એટલે કંઈ મોટું ચાલી રહ્યું છે.”

જય:
“ડેડ, શું થયું છે? તમે અચાનક રો સાથે કેવી રીતે જોડાયા?

શિવ:
“જય, સાંભળ. વિજયે મને જણાવ્યું કે સિકયાંગ વિસ્તારની બાજુમાં જે લેબોરેટરી છે, ત્યાં બાયોલોજિકલ વેપન પર ખતરનાક પરીક્ષણ ચાલી રહ્યું છે. આપણે સીધા જોડાયેલા નથી, પણ આપણું સનશાઈન ફાર્મા ત્યાં જ છે.એટલા માટે ભારત સરકાર એ વિસ્તારને ‘સર્વેલન્સ ઝોન’ તરીકે જોવી રહી છે.

વિજયએ કહ્યું છે કે આપણા કેટલાક વિશ્વસનીય સ્ટાફને ત્યાં રાખી બાકી બધા ને ભારત મોકલવા પડશે અને અમુક નવા માણસો ને ત્યાં મોકલવા પડશે જેથી ત્યાંથી જરૂરી માહિતી અને નમૂનાઓનું અભ્યાસ થઈ શકે.”

જય થોડો વિચારી ગયો.
“પણ ડેડ, આ તો મોટું જોખમ છે. જો ચાઈનીઝ અધિકારીઓને ખબર પડી કે આપણો સ્ટાફ ભારત જઈ રહ્યો છે, તો આખી ફેક્ટરી સંદિગ્ધ ગણાશે.”

શિવ:
“મને ખબર છે, બેટા. પણ વિજયે કહ્યું છે કે આ કામ બહુ જ કાળજીપૂર્વક કરવું પડશે એ રીતે કે કોઈને શંકા પણ ન થાય.”

શિવ થોડી ક્ષણ માટે રોકાયા, પછી ધીમેથી બોલ્યા:
“મેં વિચાર્યું છે તમે ઓફિશિયલ રીતે એક ટ્રેનિંગ પ્રોગ્રામ જાહેર કરો, જેના માટે ફાર્માના થોડા સ્ટાફને ‘મુંબઈ’ મોકલવાનું કહે. કાગળ પર એ પ્રોફેશનલ એક્સચેન્જ કે ફાર્માસ્યુટિકલ રિસર્ચ પ્રોજેક્ટ જેવી લાગે. બાકીની પ્રક્રિયા ભારત સરકાર સંભાળશે. તું પણ ભારત આવી જા ”

જયનો અવાજ થોડો તીવ્ર બન્યો 
“ડેડ, તમે ઈચ્છો છો કે હું મારા સ્ટાફને અંહી રાખું અને હું પોતે ત્યાંથી ભાગી જાઉં?”

શિવ શાંત રહ્યા.
“ના, બેટા. હું એ કહી રહ્યો નથી. પરંતુ હું ઈચ્છું છું કે તું લંડન આવી જા. અહીંથી આગળનું કાર્ય તું સલામત રીતે કરી શકીશ. તારો અનુભવ અમને ભારત સાથેની સહકારની યોજના બનાવવામાં ઉપયોગી થશે.”
જયે હળવો શ્વાસ લીધો —

“ડેડ, હું અહીંથી ભાગી શકતો નથી. મારી ટીમ અહીં છે, અને મારી જવાબદારી પણ. પણ હું તમારી વાત સમજી રહ્યો છું.જો સ્ટાફમાંથી કોઈને જઈને મદદ કરવી હોય, તો હું તેમને મોકલી આપીશ. પણ હું પોતે અહીં રહીશ.”

શિવનો અવાજ હવે થોડી પિતૃત્વભરી ચિંતા સાથે ઊંચો થયો —
“જય! તું સમજે છે ને તું ક્યાં છે? આ સામાન્ય લેબ નથી આ બાજુમાં બાયોલોજિકલ વેપનનું સેન્ટર છે. જો કંઈ ખોટું થયું, તો…”

જય (વિશ્વાસપૂર્વક):
“ડેડ, હું એ જોખમ સમજી શકું છું. પણ કોઈને સત્ય બહાર લાવવું જ પડશે. જો બધા લોકો ડરીને ભાગી જાય, તો વિશ્વ ક્યારેય સત્ય જાણશે નહીં.”

શિવ થોડીવાર માટે ચુપ રહ્યા.
એના મનમાં ગર્વ અને ભય બન્ને લાગણીઓ એકસાથે વહી ગઈ.પછી ધીમેથી બોલ્યા —

“બરાબર, જય. તું ત્યાં રહીને સ્થિતિ પર નજર રાખજે. પણ હું ઇચ્છું છું કે તું એ સ્ટાફની સૂચિ તરત તૈયાર કર. અને લેટર એ રીતે બનાવજે કે કોઈને શંકા ન થાય.”

જય:
“હું એ કામ આજ રાતે જ કરી દઈશ, ડેડ. 
લેટરનું હેડિંગ રહેશે —
‘International Pharmaceutical Training & Research Program – Mumbai Chapter’.
તેમાં અમુક લોકો ને છોડી ને બાકી ના ઑ ના નામ લખી નાખીશ .”

શિવ (થોડું હળવું બોલતાં):
“ખૂબ સારું. એમાં લખજે કે એ લોકો મુંબઈના નવા રિસર્ચ સેન્ટરમાં બે અઠવાડિયા માટે ટ્રેનિંગ લેશે. હું અહીંથી ભારતીય દૂતાવાસ સાથે સમન્વય કરીશ, તેથી વિઝા અને પાસ ઓફિશિયલ રીતે મંજૂર થઈ જશે.”

જય:
“બરાબર, ડેડ. પણ હું એ બધું એવી રીતે કરું કે કોઈને ખ્યાલ પણ ન આવે. હું બધા દસ્તાવેજો ડિજિટલ સાઇનેચરથી તૈયાર કરીશ અને લેબના હેડને કહું કે આ ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ સહયોગ છે.”

શિવની આંખોમાં રાહતનો અણસાર દેખાયો.
“જય… તું મારા માટે ફક્ત પુત્ર નથી, આ વખતે તું દેશ માટે પણ મહત્વનો છે.”

જય હળવેથી હસ્યો.
“ડેડ, તમે હંમેશા કહો છો ને ‘વિજ્ઞાન એ રાષ્ટ્રની સીમાઓને પાર કરીને માનવતાની સેવા કરે છે.’ હવે એ સમય આવી ગયો છે એ સાબિત કરવાનો.”

ફોનની બીજી બાજુ થોડું મૌન છવાયું.

શિવે ધીમેથી બોલ્યા —
“મને ગર્વ છે તારા પર. પણ તારી સુરક્ષા માટે હું રોજ સંપર્ક કરીશ. જો કંઈ પણ અણધાર્યું થાય, તો એક મેસેજ મોકલી દેજે ફક્ત એક શબ્દ: ‘વરસાદ’.એ આપણો કોડ રહેશે. એ મેસેજ મળતાંજ, અમે તારી મદદ માટે તૈયાર થઈ જઈશું.”

જય:
“સારી રીતે યાદ રાખીશ, ડેડ. અને તમે ચિંતા ન કરશો. આ વખતે ફક્ત સત્યને બહાર લાવવાનું ધ્યેય છે.”

ફોનની લાઇન ધીમે ધીમે બંધ થઈ.

શિવ ખુરશી પર બેસી રહ્યા આંખોમાં ચિંતાની સાથે એક ગર્વ પણ હતો. તેની સામેના વિંડોમાં લંડનની રાત ઝળહળી રહી હતી.

પારદર્શક કાચમાં પોતાનો પ્રતિબિંબ જોતા તેમણે મનમાં કહ્યું :
“એક પિતા માટે સૌથી મોટો પડકાર એ છે કે પોતાના પુત્રને જોખમથી બચાવતાં, એને કર્તવ્યમાં અડગ રાખવો.”

દૂર એશિયાની જમીન પર, જય મહેતા હજી ફોનની લાઇટ તરફ જોઈ રહ્યો હતો.

તેના ચહેરા પર એક નિર્ધાર ચમકતો હતો. એ જાણતો હતો કે હવે દરેક પગલું ગણતરીપૂર્વક ભરવું પડશે.
રાત્રિના અંતે તેણે કમ્પ્યુટર ખોલ્યું  ફાઈલ ઓપન કરી, અને ટાઈપ કરવાનું શરૂ કર્યું:

“Subject: International Pharmaceutical Training Program – Mumbai”
To: Research Staff (Confidential)
“You have been selected for a short-term collaborative training at Mumbai research facility under the Global Health Mission. Please be prepared to travel within the next 72 hours.”

તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું.
આ સામાન્ય મેઇલ લાગશે,
પણ એની અંદર છુપાયેલું હતું એક ગુપ્ત સંદેશ — 
રાષ્ટ્રપ્રેમ અને જોખમ વચ્ચેનું પ્રથમ પગલું.
-*-*-*-*-*-*-*