Tandav ek Prem Katha - 2 in Gujarati Detective stories by Sanjay Sheth books and stories PDF | તાંડવ એક પ્રેમ કથા - 2

Featured Books
Categories
Share

તાંડવ એક પ્રેમ કથા - 2

પ્રથમ નજર: સંગીત અને સાઇન્સ 

પ્રિયા બેટા અત્યારે ત્રણ વાગ્યા છે, થોડો આરામ કરી લે બેટા, તારે કાલે સવારે વહેલું જવાનું છે , કેટલું કામ કરીશ બેટા?

માં બસ હવે થોડું જ કામ બાકી રહ્યું છે, આવતી કાલે સવારે મારે પ્રેજેંટેશન આપવાનું છે. આ મારા જીવન ની અમૂલ્ય તક છે અને હું આ તક વેડફી નાખવા નથી માંગતી અને એમ પણ મને એક્ષાઇટમેંટ માં ઊંઘ નહીં જ આવે. માં તું ચિંતા નો કર હું હમણાં જ મારુ કામ પૂરું કરી સૂઈ જઈશ.

પ્રિયા મધ્યમવર્ગ ની એક ખુબજ હોશિયાર અને સુશિલ સુંદર છોકરી હતી. પ્રિયા એ કેમેસ્ટ્રી માં માસ્ટર ની ડિગ્રી મેળવ્યા બાદ કોમ્પોસીશન ઓફ કેમિકલ ઇન મેડિસિન વિષય પર થિશિસ લખી પીએચડી કરેલ હતું. પ્રિયા ને ત્યારબાદ સનશાઈન ફાર્મા કંપની ની મુંબઈ બ્રાન્ચ માં નોકરી મળી જાતા તે ત્યાં રિસર્ચ વિભાગ માં જૂનિયર પોસ્ટ પર જોડાઈ હતી પરંતુ પોતાની લગન અને હોશિયારી થી ટૂંક સમય માજ તે રિસર્ચ વિભાગ ની હેડ બની ગઈ હતી અને કંપની નું એક અભિન્ન અંગ બની ગઈ હતી. આવતીકાલે કંપની ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બીજા સ્ટ્રેટેજીકલ ઇન્વેસ્ટર્સ ની મીટિંગ હતી અને તેમના મેનેજર શ્યામ દતા એ મેડિસિન અને રિસર્ચ અંગે નું પ્રેજેંટેશન બનાવવાનું કામ પ્રિયા ને સોપ્યું હતું.

પ્રિયા એટ્લે પણ વધુ ખુશ હતી કેમ કે તેને આ પ્રેઝન્ટેશન જય મહેતા સામે આપવાનું હતું. જય મહેતા ને પહેલી વાર જોવાનો અને સાંભળવાનો મોકો મળવાનો હતો. અત્યાર સુધી તો તેણે શિવ મહેતા અને તેના હોનહાર પુત્ર જય મહેતા વિષે લોકો પાસે થી સાંભળેલ હતું પરંતુ આવતીકાલે તેણે રૂબરૂ જોવાની અને મળવાની તક મળશે અને તેની સમક્ષ પોતાને પ્રેઝન્ટેશન આપવાની તક મળશે તે વિચારે જ પ્રિયા ને સવાર ક્યારે પડી ગઈ તે ખબર જ નો પડી.

-*-*-*-*-*-*-*-*-
રોયલ ઓપેરા હાઉસ, લંડન માં આજે ગુજરાતી સમાજ દ્વારા એક ભવ્ય સંગીત નો પ્રોગ્રામ અને ત્યારબાદ ડિનર નું આયોજન કરવામાં આવેલ હતું.

ભારત થી આ માટે પ્રખ્યાત સંગીતકાર યતીન શાહ અને ટિમ ને બોલાવવા માં આવેલ હતી. પ્રોગ્રામ ની શરૂઆત થયા બાદ થોડીવાર માં જ એક નવા ગાયક હર્ષિત ગાંધી ના નામ ની જાહેરાત થઈ અને તેનો પરિચય આપવા ખુદ યતીન શાહ આવ્યા :-

“ ભાઈ ઑ અને બહેનો અમે હવે પ્રસ્તુત કરી છીએ અમારા ગ્રૂપ ના નવયુવાન હોનહાર ગાયક હર્ષિત ગાંધી ને જે કિશોર કુમાર, મોહમ્મદ રફી અને મહેન્દ્ર કપૂર ના ગીત હૂબહૂ ગાઈ શકે છે. માં સરસ્વતી ની વિશેષ કૃપા એમના પર રહેલી છે તેથી તેઓ ફક્ત ગાયકી માં જ નહીં પરંતુ ભણવા માં પણ એટલાજ હોશિયાર હતા, સ્પોર્ટ્સ માં પણ અવ્વલ નંબરે જ રહેતા, વ્યવસાયે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જેમણે મેડિકલ ની દુનિયા માં એક આગવું નામ કરેલ છે અને સાથે સાથે ગાયકી ને પણ એક શોખ તરીખે વિકસાવી ત્યાં પણ પોતાની આગવી પ્રતિભા દેખાડી રહ્યા છે. તો હું સ્ટેજ પર આમંત્રિત કરીશ ડો. હર્ષિત ગાંધી ને. ડો. હર્ષિત ગાંધી ને આમંત્રિત કરતાં હું ખુબજ ગર્વ અનુભવું છું” .

ત્યારબાદ હર્ષિત ગાંધી એ પોતાના મધુર અવાજ માં લોકો ને એટલા તરબોતળ કરી દીધા કે વન્સ મોર ના નારા ઑ વચ્ચે ત્રણ ને બદલે ચાર કલાક ક્યાં ચાલ્યા ગયા તે લોકો ને ખબર જ નો પડી. 

ડિનર સમયે બધા લોકો હર્ષિત ગાંધી ના હશ્તાક્ષર મેળવવા અને તેની સાથે સેલ્ફિ લેવા પડાપડી કરવા માંડ્યા. થોડીવાર પછી ડો. વિશાખા પણ આગળ આવી અને હર્ષિત ગાંધી ને કહ્યું કે આવો સુંદર અવાજ મે ક્યારેય નથી સાંભળ્યો. આપ જો કાલે સાંજે ફ્રી હોવ તો અમારા ઘરે સાથે ડિનર લેશો તો અમે ખુશનસીબ માનશુ. મારા મધર પણ આપણે મળી ખુબજ ખુશ થસે પછી પોતાની ઓળખાણ આપતા કહ્યું કે હું ડો. વિશાખા મહેતા છું મારા પિતા શિવ મહેતા પણ ફાર્મા ઉધ્યોગ માં છે. 

ઓહ તો આપ ફાર્મા ઉદ્યોગ માં ભારત ની શાન એવા શિવ મહેતા ના સુપુત્રી છો. તો તો આપના પરિવાર ને તો મારે મળવું જ પડશે. બીજું હું લંડન પહેલી વાર જ આવ્યો છું તો ફરવા માં જો આપ થોડી કંપની આપશો તો એ મારુ સૌભાગ્ય કહેવાશે.
જરૂર જરૂર તો આવતીકાલે સાંજે પાંચ વાગ્યે આપની હોટેલ પર હું લેવા આવી જઈશ. પપ્પા તો અત્યારે ઈન્ડિયા છે બે દિવસ પછી આવશે તો ત્યારે મળી શકશો. BYE GOOD NIGHT.
-*-*-*-*-*-*

પાકિસ્તાન ના કબજા હેઠળ ના કશ્મીર ના પંજર ઇલાકા ના આતંકવાદી કેમ્પ માં આજે બહુ જ હિલચાલ દેખાઈ રહી હતી. સવાર થી જ બધા ટ્રેનિંગ હેઠળ આતંકી ઑ ને ઇંસ્ટંટ બોમ્બ કેમ બનાવવો અને તેને કઈ રીતે બ્લાસ્ટ કરવો તેની ટેક્નિક શીખવવા માં આવી રહી હતી. દરેક પ્રકાર ના હથિયારો ચલાવવા ની ટ્રેનિંગ ત્યાં રહેલા બધા ટ્રેઇની આતંકી ઑ ને આપી દેવા માં આવી હતી અને આજની છેલ્લી ટ્રેનીંગ પછી બધા ને આતંક ફેલાવવા ભારત માં અલગ અલગ મોકલવા માં આવશે તે બધા જાણતા હતા. બધા ટ્રેઇની આતંકી ઑ ખુબજ ઉત્સાહ માં હતા અને તેમનો ઉત્સાહ વધારવા મૌલાના મોહમ્મદ કુરેશી અને આઈએસઆઈ ના કમાન્ડર ઇનાયત ખાન ખાસ આવી ગયા હતા.
આતંકવાદ ની ફેક્ટરી સમાન ટ્રેનિંગ કેમ્પ માં આવતા જ મોહમ્મદ કુરેશી એ પોતાનું ભાષણ શરૂ કર્યું “ અલ્લાહ ઉ અકબર, ઈન્સાલાહ હમ કશ્મીર લેકે રહેંગે, કશ્મીર કો હમ આઝાદ કરવા કે રહેંગે, હમ લૉગ અલ્લાહ કે વોહ સિપાહી હૈ જો અપને મઝહબ કે લિએ આપની જાન કી બાજી લગા શકતે હૈ ઔર હિંદુસ્તાન કે નાપાક હાથો સે કશ્મીર લેકે રહેંગે. હિંદુસ્તાન મે હમારી કોમ કે બાસિંદો પર ઝૂલ્મ કરને કે લિએ કશ્મીર મૈ 8 લાખ સૈનિકો કો તૈનાત કિયા હૈ પર વોહ હમારે હોશલો કો તોડ નહીં શકતે. આપ લૉગ અલ્લાહ કે વોહ બંદે હો જિસે ઉનકે બતાએ હુવે રાસ્તે પે ચલ કે ફન્ના હોને કા મૌકા મિલેગાં, ઔર યાદ રખીયે કી જન્નત મે હૂર આપ જૈસે બહાદુર લોગો કે લિએ હી હૈ, અબ આપ સબ લૉગ મેરે સાથ બોલીએ કશ્મીર હમ લેકે રહેંગે , ઇન્સાલ્લાહ ઇન્સાલ્લાહ”.

ત્યારબાદ ઇનાયતખાન એ બધા ટ્રેઇની આતંકી ઑ નો જુસ્સો વધારવા અને ભારત માં ખુબજ મોટી તબાહી મચાવવા માટે પ્રેરિત કર્યા અને કહ્યું કે હવે ફીલ્ડ માં એટ્લે કે ભારત એ પચાવી પાડેલ કશ્મીર માં જઇ ત્યાં આતંક ફેલાવી ભારતીય સૈનિકો નો નાશ કરવા માટે આદેશ કર્યો.

ત્યાર બાદ સમૂહ ભોજન થયું અને બધા આતંકી ઑ ચાર ચાર ના ગ્રૂપ માં ભારત ની સરહદ બાજુ રવાના થયા અને કેમ્પ ના લોકો અને ત્યાના સ્ટાફ ના લોકો આતંક અડ્ડા સમાન કેમ્પ તરફ પરત આવ્યા. તેમાં આતંકી કેમ્પ નો રસોયો જબ્બારખાન પણ હતો. કેમ્પ માં પહોચી જબ્બાર એ એકાંત માં જઇ એક નંબર ડાયલ કર્યો અને બોલ્યો “Attack is best Defence” અને ફોન કટ કરી નાખ્યો. 

-*-*-*-*-*-*
સ્વામી ઓમકારનાથ પોતની એક અલગ લય માં મનુષ્ય ના જીવન માં ભક્તિ ની શક્તિ અને શાંતિ ના મહત્વ વિશે સમજાવી રહ્યા હતા :

“ જો મનુષ્ય ભગવાન પર શ્રદ્ધાભાવ રાખી ભક્તિ કરે તો પરમાત્મા ની કૃપા દ્રષ્ટિ એમના પર અવશ્ય થાય છે, હજાર વર્ષ ના અંધારા ઓરડા માં એક વખત એકજ દિવાસળી સળગાવવા થી તરત અજવાળું થાય છે, તેમ આ જીવ ના જન્માંતર ના પાપ ભગવાન ની એક કૃપા દ્રષ્ટિ થાય તો અવશ્ય દૂર થાય છે. ધૂળવાળા ફર્યા કરવું એ બાળકો નો સ્વભાવ છે પણ માં બાપ તેમને મેલા રહેવા ન દે તે તેમનો સ્વભાવ અને કર્તવ્ય છે, તેવી જ રીતે માયા ના સંસાર માં પડી ને જીવ ગમે તેટલો મેળો થાય તો પણ ભગવાન તે શુધ્ધ કરવાના ઉપાય કર્યા કરે છે.”

“ આજ નો મનુષ્ય શાંતિ ઇચ્છે છે પરંતુ રોજિંદા જીવન માં એવા એવા બનાવો બનતા રહે છે કે સ્થાયી શાંતિ ની વાત તો દૂર રહી પણ થોડા સમય માટે પણ તેને શાંતિ નથી મળતી. વિજ્ઞાન અને ટેકનૉલોજી માં મનુષ્ય એ અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે પરંતુ વારંવાર તેને અહેસાસ થાય છે કે તેના કરતાં પણ વધ પાવરફૂલ કો શક્તિ છે જેનો તે મુકાબલો કરી શકે તેમ નથી. આજના સમય માં માનસિક તણાવ દિનપ્રતિદિન વધતો જાય છે, વધારે પડતો કામ નો બોજો, આર્થિક અકળામણ, પરિવાર માં કલેશ, બાળકો ના અભ્યાસ અને કેરિયર ની ચિંતા, ભવિષ્ય ની વધુ પડતી ચિંતા જેવા અનેક કારણોસર માનસિક તાણ સતત વધતો જાય છે અને આવા જ તણાવ ને લીધે ઘર માં અને વ્યવસાય માં અનેક પ્રકાર ની સમસ્યા ઑ સર્જાય છે, આવા સમયે શાંત કેવી રીતે રહેવું , મન ને કેવી રીતે સ્થિર અને સ્વસ્થ રાખવું એ કળા હસ્તગત કરનાર મનુષ્ય જીવન ના યુદ્ધ માં વિજય પ્રાપ્ત કરે છે”.

“ એક વ્યક્તિ મારી પાસે આવી ને કહે સ્વામીજી મારી દીકરી આખી રાત સૂઈ શક્તિ નથી તેને ખુબજ ટેન્શન થઈ ગયું છે અને જે વાંચે છે તે કશું જ યાદ નથી રહેતું અને ચિંતા કરે છે કે પરીક્ષા માં તેનું શું થશે? વાતચીત કરતાં ખબર પડી કે પરીક્ષા ને હજુ પંદર દિવસ ની જ વાર હતી અને હવે તેણે વાંચવાનું શરૂ કર્યું હતું અને આખું વર્ષ તેણે ફક્ત મોજમજા માં કાઢેલ હતું અને છેલ્લી ઘડી એ વાચવા બેસી હતી અને કશું આવડતું જ ન હતું, મે કહ્યું બેટા તારી પાસે હજુ પંદર દિવસ છે જેમાં તું તારા પ્રોફેસરો ને મળી અગત્ય ના મુદ્દા જાની તેના પર વધુ મહેનત કાર અને પછી જે સમય વધે તેમાં બાકીનું વધતું તે કવર કરવા નો પ્રયાસ કર તો સફળતા અચૂક મળશે પરંતુ હમેશા એ વાત યાદ રાખજે કે કોઈપણ કાર્ય કરવાની શરૂઆત આજ થી જ કરવી જોઈએ જો કોઈ વાત આવતીકાલ પર મુકશો તો એ ક્યારેય નહીં થાય તો હવે થી વર્ષ ની શરૂઆત થાય ત્યાર થી જ મારે ભણવું છે તે ગણ્યું હોટ તો આવું ક્યારેય નો થાત પણ હવે જાગ્યા ત્યાર થી શરૂઆત ગણી આજ થી જ મહેનત કર. તો હે ભક્તો જીવન માં કાઇપણ કામ કરવું હોય તો તે આજ થી જ કરવાનું છે તેમ ગણી શરૂ કરવું કોઈ પણ વાત ને કાલ પર નો ટાળવી”.

“ ભક્તજનો બધા ગુણો માં સર્વશ્રેષ્ઠ ગુણ છે સહન કરવાનો ગુણ તો તમારે બધા એ પોતાના માં સહનશક્તિ નો ગુણ પણ વિકસાવવા નો છે કેમ કે જીવન માં જે સહન કરે છે તે જ સફળતા તરફ પહેલા કદમ માંડી શકે છે અને તેથી જ દરેક મનુષ્યો માં સહન કરવા નો ગુણ અવશ્ય હોવો જોઈ એ જે રીતે લુહાર ની ભઠ્ઠી માં એરણ પર ભારે હથોડા ના ઘા પડે છે તેમ છતાં પણ તે જરા પણ વિચલિત નથી થતું તે રીતે દરેક મનુષ્ય એ પોતાનું મન એરણ જેવુ સ્થિર રાખવું અને જેને જેવા ઘા મારવા હોય તેવા મારે પણ તે પોતાની મસ્તી માં વિરક્ત રહી બધુ સહન કરી લે”.

સ્વામીજી એ પોતાનું પ્રવચન પૂર્ણ કર્યા બાદ શિવ ને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે બેટા આવતીકાલે તું ઇંગ્લૈંડ જઈ રહ્યો છે, તું હવે એ વાત યાદ રાખજે કે તારી પરીક્ષા નો સમય હવે શરૂ થઈ ગયો છે, તારે ધીરજ રાખી કાર્ય કરવાનું છે અને કોઈ પણ પ્રલોભન, ભય કે લાગણીવશ થયા વગર મક્કમ બની દરેક નિર્ણય લેવાના છે કેમ કે તારા દરેક નિર્ણય દેશ અને સમસ્ત વિશ્વ ને અસર કરતાં સાબિત થશે અને જ્યારે પણ જરૂર પડે મારુ સ્મરણ કરજે હું હમેશા તારી સાથે જ રહીશ. પ્રભુ તારું કલ્યાણ કરે અને તું એક વિશ્વમાનવ બની લોકો સામે આવીશ તેવા મારા આશીર્વાદ છે. 

-*-*-*-*-*-*-*-*-*
સનશાઈન ફાર્મા કંપની નો કોન્ફરન્સ હૉલ આજે ફૂલ થઈ ગયો હતો. જય મહેતા ની સાથે બીજા સ્ટ્રેટેજીક ઈન્વેસ્ટર્સ, બીજા ઉદ્યોગપતિઑ અને મુંબઈ યુનિટ ના દરેક વિભાગ ના હેડ આજની મિટિંગ માં સામેલ થયા હતા.

દરેક વિભાગ ના પ્રેજેંટેશન બાદ રિસર્ચ અને ડેવલોપમેન્ટ વિભાગ નો વારો આવ્યો ત્યારે પ્રિયા એ ઊભી થઈ પોતાનું પ્રેજેંટેશન શરૂ કર્યું. 

“લેડીસ એન્ડ જેંટલમેન, સનશાઈન ફાર્મા કંપની અને તેના સંચાલક અને સ્થાપક શિવ મહેતા ફક્ત નફા માટે નહીં પણ પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવું જોઈ એ તેવા સંકલ્પ સાથે કાર્ય કરે છે. છેલ્લા ત્રણ વર્ષ થી કંપની ન્યૂરોબ્લાસ્ટોમાં નામ ની બાળકો ના કેન્સર ની બીમારી ની દવા વિષે સંશોધન કરી રહી છે. કેન્સર ની સારવાર ના ઘણા પ્રકાર છે અને સારવાર નો આધાર કેન્સર ના પ્રકાર અને કેટલું વધેલું છે તેના પર નિર્ભર હોય છે”.
“ન્યૂરોબ્લાસ્ટોમાં એ અપરિપક્વ ચેતા કોષો નું એક કેન્સર છે જે સામાન્ય રીતે નાના બાળકો માં જ થાય છે અને સામાન્ય રીતે અંદર ની ગ્રંથિ ઑ માં શરૂ થાય છે પરંતુ તે ગરદન,, છાતી, પેટ અને ઘણી વાર કરોડરજુ માં થઈ શકે છે. અમારી ટીમે બાળચિકિત્સા માટે ન્યૂરોબ્લાસ્ટોમાં માટે ના સંભવિત નવા સારવાર ના લક્ષ્ય ને ઓલખ્યું છે અને આ લક્ષ્ય ને અટકાવે તેવી દવા ના પ્રારંભીક તબક્કા ના ક્લિનિકલ અજમાઈશ ને સફળતા મળી છે. હાલ માં આ બીમારી માં બચવા ના ચાન્સ ૫% જેટલા હોય છે જે અમારા સંશોધન બાદ ૮૦% ઉપર થઈ જશે અને કોઈ માતા પોતાના પ્યારા સંતાન ને નહીં ગુમાવે”.

“બીજું સંશોધન અમે લોકો ફ્લૂ પર કરી રહ્યા છીએ એક અભ્યાસ મુજબ દર વર્ષે એક માત્ર અમેરિકા માં ફ્લૂ થી દર પાંચ વ્યક્તિ માં થી બે વ્યક્તિ બીમાર થાય છે અને દર વર્ષે અંદાજે બે લાખ થી વધુ લોકો ફ્લૂ ને કારણે હોસ્પિટલ માં સારવાર લેવા મજબૂર થાય છે. ભારત માં આ આંકડો અનેક ગણો છે. જો તમે વાયુ પ્રદૂષણ ના ઉચ્ચ સ્તર વાળા ક્ષેત્ર માં રહો છો તો તમે ફ્લૂ થી સંક્રમિત થાવ અને બીમાર પાડો તેવી શક્યતા ઑ અનેકગણી વધી જાય છે. ભારત એક ઉચ્ચ વાયુપ્રદૂષણ ધરાવતી દેશ છે તેથી ફ્લૂ નું સંક્રમણ બહુ જલ્દી થી થાય છે. ફ્લૂ ના પ્રકાર માં અસ્થમા, ન્યુમોનિયા અને ઇન્ફ્લુએંજા પ્રદૂષણ ના ઉચ્ચ સ્તર થી ફેલાય છે . માનવ કોષો પ્રદૂષકો અને વાઇરસ બને ને સાયટોકીન્સ નામ ના રસાયણો મુક્ત કરી ને પ્રતિક્રિયા આપે છે તેથી અમે લોકો એ સાયટોકીન્સ જે પ્રોટીન નો એક પ્રકાર છે તેનો ઉપયોગ કરી ઈંચનેશિયા અને પ્રોબાયોટીક્ષ જેવા હર્બલ સપ્લીમેંટ ઉમેરી તમારા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધારી શકાય ટોનિક ડેવલોપ કરેલ છે અને જે ટૂક સમય માં માર્કેટ માં આવી જશે. એક અંદાજ મુજબ આ ટોનિક એ ગેમ ચેંજર સાબિત થશે”.

“આ ઉપરાંત અમે લોકો અલગ અલગ પ્રાણી ઑ તથા જીવ જંતુ ઑ માંથી પ્રસરતા બેક્ટેરિયા અને વાઇરસ જે એકદમ ચેપી તત્વ છે અને ખુબજ જડપ થી વિકાસ પામે છે તેના પર સંશોધન કરી રહ્યા છીએ. સામાન્ય રીતે ફોસ પ્રજાતિ નો ચેપ ખેતરો અથવા મીટ બજારો માં જલ્દી ઉદભાવી શકે છે અને ત્યાંની પરિસ્થિતી ઑ પેથોજન્સ ના મિશ્રણ ને પ્રોત્સાહન આપે છે ઘણીવાર ટુરિઝમ ના કારણે આ રોગ જલ્દી થી ફેલાઈ જાય છે અને આ માટે કોઈ પણ દવા શોધવી ખુબજ અઘરી છે કેમ કે દુનિયા ના અલગ અલગ ભાગ માં અસંખ્ય જાત ના બેક્ટેરિયા અને વાયરસ હોય છે તેથી અમે લોકો એક એવી દવા નું સંશોધન કરી રહ્યા છી જેના થી માણસો ની રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધી જાય”.

પ્રિયા એ પોતાનું પ્રેજેંટેશન પૂર્ણ કર્યું ત્યારે બધા ઇન્વેસ્ટર તેમજ જય મહેતા પોતે પણ પ્રિયા થી ખુબજ પ્રભાવિત થઈ ગયો હતો અને લંચ પછી પ્રિયા ને પોતાની ચેમ્બર માં બોલાવી અને સિકયાંગ માં જે નવું યુનિટ શરૂ કરેલ છે તેમાં પોતાની મદદ માટે તે યુનિટ ની સીઇઓ બનાવવા ની ઓફર આપી. પ્રિયા આભાર માની આ ઓફર પર વિચારીશ અને પછી જવાબ આપીશ તેવું કહી અને ચેમ્બર ની બહાર આવી ગઈ.
-*-*-*-*-*-*-*-*-*-*-
ચાકોઠી બોર્ડર પર મેજર અમનદીપ સિંઘ એ આજે પોતાના બધા સૈનિકો ને બોલાવ્યા હતા અને કહ્યું કે “માહિતી મળી છે તે મુજબ ૧૮ આતંકવાદી ઑ અલામાબાદ તરફ થી આપણી બાજુ ઘૂશણખોરી કરી અને આપણાં વતન માં આતંક ફેલાવવા ના ઈરાદા થી રાત્રે આવી રહ્યા છે અને તે લોકો આરામ થી અંદર આવી શકે તે માટે કવર આપવા પાકિસ્તાન નું લશ્કર આજ સાંજ થી ફાયરિંગ શરૂ કરશે જેથી આપણે તેમને જવાબ આપતા રહી અને આતંકવાદી ઑ આરામ થી સરહદ પાર કરી આવી જાય. આપણે અંહી ટોટલ ત્રીસ સૈનિકો છીએ અને આપણે પાકિસ્તાન ના દરેક નાપાક ઈરાદા ઑ ને નિષ્ફળ બનાવવા ના છે આપણે પાકિસ્તાન ના ગોળીબાર નો જવાબ આપવાનો છે અને પંદર કિલોમીટર દૂર આતંકી ઑ ને પ્રવેશતા રોકવાના છે અને બોર્ડર ના ગ્રામીણો ને પણ ગોળીબાર થી બચાવવા ના છે મે મદદ માટે શ્રીનગર જાણ કરી છે પરંતુ આપણ ને આવતીકાલ સાંજ પહેલા કોઈ મદદ મળે તેવી શક્યતા ઑ નથી તો વાહે ગુરુ કી કસમ આપણે પાકિસ્તાન ના દરેક નાપાક ઈરાદા ઑ ને નાકામયાબ કરશું અને આતંકી ઑ આપણી જમીન પર પગ રાખે કે તરત તેની લાશ ઢાળી દેશું.

જશવંત આજે ગામવાસી ઑ ને જાણ કરી દેજે કે રાત્રે સલામત રીતે અંદર ની સાઈડ રહે અને સાંજે પાંચ વાગ્યા પછી કોઈ બહાર નો નીકળે. આપણે પાકિસ્તાન ને જવાબ પણ આપવાનો છે અને આતંકી ઑ ને પણ રોકવાના છે તેથી આજે બોર્ડર પર ૧૮ સૈનિકો રહેશે અને બાકીના ઑ એ સંધ્યા સમય પછી તુરંત થોડા થોડા અંતરે ગોઠવાઈ જવાનું છે અને આતંકી ઑ ને આસાની થી થોડા અંદર આવી જવા દેવાના છે ત્યારબાદ વારાફરતી એક પછી એક તેની અલગ અલગ સાઈડ માં જગ્યા લઈ લેવાની છે અને તેમને બંસવારા ઘાટી સુધી આવી જવા દેવાના છે ત્યાર બાદ ચારે દિશા થી ઘેરી લઈ તેમને ઢેર કરવાના છે, જશવંત તું બોર્ડર સંભાળીશ પણ ધ્યાન રહે કે આજે ગોળીબાર નો જવાબ હળવો આપવાનો છે એ લોકો પાંચ ગોળી છોડે ત્યારે આપણે એક ગોળી છોડવાની છે. સરહદ પર આજે કોઈ જોખમ લેવાનું નથી ફક્ત સલામત રહી વળતો જવાબ આપવાનો છે, વાહેગુરુ કી કસમ કાલે પાકિસ્તાન ના બધા નાપાક ઈરાદા ઑ ને નિષ્ફળ બનાવશુ.
“વાહેગુરુ કી સોત, વાહેગુરુ કી ફતેહ, જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ” અને બધા સૈનિકો એકી સાથે બોલ્યા સત શ્રી અકાલ.  

ક્રમશ: