મૌન સંગાથે: તૂટેલા સંબંધોની હારમાળા
ચાકોઠી બોર્ડર પાસે આવેલ કેરન નામ નું નાનકડું ગામ પરંતુ કુદરતે સુંદરતા ભરપૂર આપેલ છે. જશવંતસિંહ બપોરે જ ગામ માં પહોચી ગયો હતો અને ગામ ના મુખિયા અબ્બાસ ને મળ્યો અને કહ્યું કે ચાચા આજે સમાચાર મળ્યા છે તે મુજબ પાકિસ્તાન એલઓસી પર આજે ખુબા જ ગોળીબાર કરશે અને નિશાના પર કેરન ગામ પણ હશે અને તેમની જે હિલચાલ અને તૈયારી ઑ દેખાય છે તે પર થી એવું લાગી રહ્યું છે કે આજે બહુ મોટો હુમલો કરવા માં આવશે તો તમે બધા ગામવાસી ઑ સલામત અંતરે સંભાળ રાખી ને રહેજો. અબ્બાસ એ તરત જ ગામ ના બધા લોકો ને ભેગા કર્યા અને કહ્યું કે અત્યારે બધા એ જમી ને ઘર ની અંદર જ રહેવાનુ છે અને કોઈ એ ખેતરે જવું નહીં અને ઘર ની બહાર નિકલવાનું જ નથી અને બધા સહી સલામત રહો તેવી અલ્લાહ પાસે રહેમત ની દુઆ.
કેરન એ એક વિશિષ્ઠ ગામ હતું , સરહદ પર હોવા થી લોકો ને વારંવાર પાકિસ્તાન ની નાપાક ગોળીબાર નો ભોગ બનવું પડતું હતું અને વારંવાર ની નાપાક હરકતો ને કારણે ગામ ના ઘણા લોકો એ જીવ ગુમાવ્યા હતા અને ઘણા અપંગ બની જીવી રહ્યા હતા પણ લોકો નો જુસ્સો ઓછો થયો ન હતો અને ક્યારેય ગામ મૂકી પલાયન થવાનું વિચાર્યું ન હતું. એવું કહેવાય છે કે આ ગામ ની સ્થાપના દસમી સદી માં કશ્મીર ના રાજા બહાદુર ખાન દ્વારા કરવામાં આવેલ હતી, વારંવાર અફઘાનિસ્તાની ઑ ના હુમલા થી કશ્મીર ને બચાવી શકાય અને તેમના આગોતરા હુમલા ની જાણ થઈ જાય તે માટે વ્યૂહાત્મક જગ્યા પર સૈનિકો અને તેમના પરિવારો ને વસાવ્યા હતા, ૧૯૯૦ માં પાકિસ્તાની સૈનિકો દ્વારા વારંવાર ગોળીબાર થવા ને લીધે ભારતીય સેના દ્વારા ટૂક સમય માટે ગામલોકો ને સ્થળાંતર કરાવ્યુ હતું. ૧૯૯૨ માં કુદરત નો ખોફ પૂર રૂપે ગામ પર આવેલ અને પૂરા ગામ માં પૂર ના પાણી ફરી વળેલ ત્યારે એક પણ ઘર કે ખેતર બરબાદ થવા માં થી બચ્યું ન હતું. ૨૦૧૩ માં પંદર જેટલા સશસ્ત્ર આતંકી ઑ ગામ માં ઘૂસી આવ્યા હતા અને પૂરા ગામ ને બાન માં લીધું હતું પરંતુ ભારતીય સેના દ્વારા સખત કાર્યવાહી ને કારણે પંદર દિવસ ના અંતે એક પણ ગામ વાસી ને કોઈ અસર ન થાય તે રીતે દરેક આતંકી ઑ ને ઠાર કરવા માં આવ્યા હતા. આટલી વિપદા ઑ છતાં કોઈ ગામવાસી માં જુસ્સો ઓછો થતો ન હતો. દરેક પાક જગ્યા માં કોઈ નાપાક તત્વ પણ હોય છે તે રીતે ગામ માં મસ્જિદ ના મૌલાના આતંકી ઑ ની મદદ કરવા માટે કહેતા અને ધર્મ ની ભાવના ઑ માં વહી ને ગામવાસી ઑ સરહદ પાર થી આવતા આતંકી ઑ ને પોલીસ અને સેના થી બચાવી ને જંગલ ને પેલે પાર કશ્મીર ના રહેણાક ઇલાકા માં મોકલી આપતા હતા. આતંકી ઑ ને બધી જાત ની મદદ કરવા છતાં જ્યારે પણ એલઓસી પર ગોળીબાર થતો ત્યારે સહુ થી વધુ ભય અને નુકશાન કેરન ગામ ને જ થતું હતું.
-*-*-*-*-*-*-*-*-*-
હર્ષિત ગાંધી સવાર થી જ અતિઉત્સાહ માં સાંજ પડવાની રાહ જોઈ રહ્યા હતા કેમ કે સાંજે ડોક્ટર વિશાખા ખુદ તેને લેવા આવવાની હતી અને લંડન માં ફેરવી તેને લંડન બતાવવાની હતી તેમજ તેના ઘરે ડિનર પર પણ જવાનું હતું. હર્ષિત ના મન માં ખુશી ઑ છલકાઈ રહી હતી કેમ કે તેને ફાર્મસી ઉદ્યોગ ના સહુથી પ્રતિસ્થિત એવા શિવ મહેતા અને તેના પરિવાર સાથે નિકટતા કેળવવા ની તક મળી રહી હતી અને જો તક મળે તો તે તેમની સાથે તેમની ફેક્ટરી માં રિસર્ચ માં પણ કાર્ય કરવાની ઈચ્છા હતી અને જો શક્ય બને તો લંડન માં સેટ થઈ જવાની પણ તેની દિલ ની ઈચ્છા હતી અને તેની આ બધી ઈચ્છા ઑ ડૉ. વિશાખા ની જો નિકટ જઇ શકાય તો તુરંત પૂર્ણ થઈ શકશે તેવી તેને દિલ થી વિશ્વાશ હતો અને તે ખુશ થતાં થતાં પોતાની લખેલી એક કવિતા ગાવા માંડ્યો.
થોડીક આવારગીનો રંગ ચડે,
જિંદગીમાં જાણે નવું પડે.
રસ્તાઓની ધૂળ, ખુલ્લું આકાશ,
મનનું પંખી ગાય નવું રાગ.
કેદની ઝાંઝર બાંધી રાખે,
સપનાંને પણ દબાવી નાખે.
છૂટે પગ જ્યાં રોકાય નહીં,
એવી ચાલે જીવન ઝૂમે સહી.
ના બંધનની દીવાલો રહે,
ના મનમાં કોઈ વિશાદ રહે.
આવારગીનો એક જ નશો,
પંખી ફરી ઊડે, ભૂલે ન કશો.
જીવન એટલે બેફામ રાહ,
જ્યાં ખુશીનો રંગ ચડે અનાહ.
થોડીક આવારગી જરૂરી બને,
પંખીનું દિલ ફરી ઊડતું રહે.
સાંજે પાંચ વાગ્યા ત્યારે કહેલ સમય મુજબ વિશાખા હર્ષિત ની હોટલ પર પહોચી ગઈ હતી અને રિસેપ્સનિસ્ટ કહ્યું કે હર્ષિત ગાંધી ને જાણ કરે કે તે પહોચી ગઈ છે અને રાહ જોઈ રહી છે.
હર્ષિત ગાંધી આ ધન્ય ઘડી ની રાહ જોતો હોય તેમ ફક્ત બે મિનિટ માં જ હાજર થઈ ગયો અને કહ્યું કે એટ યોર સર્વિસ મેડમ, આજે હું આપને હવાલે છું આપ આજે અને આ અઠવાડીયા દરમ્યાન મને લંડન દર્શન કરાવી આપો એવી આ નાચીઝ ની નમ્ર અરજ છે. તેનો નાટકીય અંદાજ જોઈ વિસાખા ખડખડાટ હસી પડી અને બોલી ચાલો કલાકાર મહાશય.
રસ્તા માં વિશાખા એ વાત નો દોર શરૂ કરતાં પૂછ્યું મી. હર્ષિત આપે હજુ આપનો પૂરો પરિચય આપ્યો નથી અને ખાસ તો મારે એ જાણવું છે કે તમારા જીવન નું સ્વપ્ન અને લક્ષ્ય શું છે ?
“ મી. હર્ષિત ને બદલે મને ખાલી હર્ષિત કહી ને બોલાવશો તો મને વધુ ગમશે. તેમાં એક આત્મીયતા દેખાશે, મી. હર્ષિત ગાંધી માં ફક્ત અને ફક્ત એક ઔપચારિકતા દેખાઈ રહી છે. મારા જીવન નું એક જ સ્વપ્ન છે કે હું મારા સંગીત ના શોખ ની સાથે મારા રિસર્ચ ના કામ માં પણ ખુબજ આગળ વધુ”.
“ હા, પણ આ સ્વપ્ન તો તમારી કારકિર્દી ને લઈ ને થયું પરંતુ દરેક લોકો ને વ્યક્તિગત રીતે પોતાના જીવન નું કઈ ને કઈ સ્વપ્ન જરૂર હોય છે, તો આપનું વ્યક્તિગત રીતે શું સ્વપ્ન છે?”.
“વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે સુંદર જીવન જીવવા માટે તમારા જીવન માં દરેક પાત્ર એવા હોવા જોઈ એ જે તમને સમજે, તમારી લાગણી ઑ જાણે, તમારી મજબૂરી નો અહેસાસ કરે અને દરેક પરિસ્થિતી માં તમારી સાથે હોય. આવા પાત્રો માં પરિવાર ના દરેક સભ્યો આવી જાય તેમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, સંતાનો કે બીજા દરેક સંબંધો આવી જાય છે. પરંતુ હું આવશ્ય એવું માનું છું કે આ બધા માં ક્યારેક કોઈ વિખવાદ થતાં હોય છે પણ મિત્રતા નો એક એવો સંબંધ છે જેમાં પરિવાર ના બધા સભ્યો નો પ્રેમ એકી સાથે મળી શકે છે. આપણો સંકુચિત સમાજ સ્ત્રી અને પુરુષ ની મિત્રતા ને હમેશા વિચિત્ર નજરે જોતો હોય છે પણ આ મિત્રતા જો સાચી વ્યક્તિ સાથે થાય તો તમારા જીવન માં પ્રેમ, લાગણી ના ભંડાર ભરાઈ જાય છે”.
“ હર્ષિત આપના પરિવાર માં કોણ કોણ છે?”.
“પરિવાર ના નામે બસ હું એક જ છું, મારા પિતા ના અવસાન સમયે હું ત્રણ વર્ષ નો હતો. મારા પિતા એક મોટા ઉદ્યોગપતિ હતા તેમના અવસાન પછી તેમના ભાઈ ઑ એ મદદ કરવા ને બહાને બધુ પચાવી પાડ્યું, મારી માતા ડોક્ટર હતી પરંતુ પિતા ના અવસાન બાદ તેમના ભાઈ ઑ એ જે કર્યું તેના આઘાત માં તે બીમાર પડી અને હું ફક્ત પાંચ વર્ષ નો હતો ત્યારે તે પણ મને છોડી ને ચાલી ગઈ”.
“ઓહ ખુબજ દુખદ છે આપનું જીવન, આપનું વતન ક્યાં છે?”
“મારુ મૂળ વતન વડોદરા છે પણ મારા પિતા ના અવસાન પછી હું અને મારી માતા મારા નાના ને ત્યાં ભાવનગર જિલ્લા માં રહ્યા હતા અને તેમણે જ મને ભણાવ્યો અને ડોક્ટર બનાવ્યો બે વર્ષ પહેલા તે પણ મને છોડી ગૌલોક વાસી થઈ ગયા છે. બચપણ થી જ મને સંગીત નો બહુજ શોખ હતો અને આજ ની તારીખે પણ મે આ શોખ જાળવી રાખ્યો છે”.
અરે આપની સાથે વાતો કરતાં ઘર ક્યારે આવી ગયું તે ખબર જ ના પડી, આવો હર્ષિત પધારો મારી માતા પણ આપની રાહ જોઈ રહી છે.
-*-**-*-*-*-*-*-*
મેજર અમનદીપ સિંઘ ખુબજ ટેન્શન માં હતા અને આજે રાત્રે કોઈ ને સુવા નથી મળવાનું અને આવતીકાલ નો સુરજ કેટલા લોકો જોઈ શકશે તેવી અનિશ્ચિતતા ની વચ્ચે બધા સૈનિકો ને વારાફરતી બે બે કલાક નો આરામ કરી લેવા નું તેમણે કહ્યું હતું. આજ રાત્રિ ની પરિસ્થિતી કઈ રીતે હલ કરવી અને પાકિસ્તાન થી આવી રહેલા આતંકી ઑ નો સફાયો કઈ રીતે બોલાવવો તે અંગે જ વિચાર આવી રહ્યા હતા, તેમણે આવી પરિસ્થિતી ઑ ને ઘણી વાર જોઈ હતી અને દરેક વખતે તે વિજેતા બની ને જ બહાર આવ્યા હતા ક્યારેક એવું પણ બનતું હતું કે કોઈ આતંકી અંધારા નો લાભ લઈ જંગલ માં ગાયબ થઈ જતાં અને થોડા દિવસ પછી કશ્મીર ના કોઈ વિસ્તાર માં આતંકી ઘટના ઑ ને અંજામ આપવા માં સફળ થઈ જતાં.
સાંજે સાડા ચાર વાગ્યા ની સાથે જ તેણે બધા સૈનિકો ને બોલાવ્યા અને પોતાનું પ્લાનિંગ સમજાવ્યું અને કહ્યું કે જશવંતસિંહ અને બીજા ચૌદ સૈનિકો અંહી બોર્ડર સંભાળશે બાકીના પંદર લોકો માં પાંચ પાંચ ની ત્રણ ટીમ બનશે, હરવિન્દરસિંહ એક ટીમ ની આગેવાની લેશે અને તે સીધા સલમાબાદ બોર્ડર પર પહોચશે, મનજીત અને તેની ટીમ પીર ની દરગાહ થઈ એલઓસી બાજુ જશે અને જંગલ સાઈડ માં છુપાઈ જશે, હું અને મારી ટીમ કેરણ બાજુ થઈ જંગલ માં થઈ એલઓસી બાજુ જાશું અને આતંકી ઑ ની રાહ જોશું. આતંકી ઑ સરહદ માં આવી જાય ત્યારે તમારે તેમણે દૂર થી ફોલો કરી પાછળ પાછળ આવવાનું છે, જ્યારે તેઓ જંગલ બાજુ પહોચે ત્યારે તમારે પાછળ થી ફાયરિંગ શરૂ કરી દેવાનું છે, ત્યાર બાદ મનજીત સાઈડ માં થી ફાયરિંગ કરશે એટ્લે આતંકી ઓ જંગલ માં પ્રવેશવા માટે આગળ વધશે ત્યાં અમે તેમનું સ્વાગત કરશું ત્યાર બાદ ત્રણે દિશા માં થી ઘેરી તેમણે ઢેર કરવા ના છે અને જો શકય બને તો તેમને જીવતા પકડવા છે પણ આ વખતે કોઈ આતંકી બચી ને ભાગી નો જવો જોઈએ અને આજે આપણાં સદનસીબ છે કે આજે અજવાળું સારું એવું રહેશે. “વાહેગુરુ કી સોત, વાહેગુરુ કી ફતેહ, જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ” અને બધા સૈનિકો એકી સાથે બોલ્યા સત શ્રી અકાલ.
-*-*-*-*-*-*-*-*-*-
શિવ મહેતા દિલ્લી થી લંડન ની ફ્લાઇટ માં બેઠા બેઠા સ્વામીજી ની દરેક વાત ને વાગોળી રહ્યા હતા તેમને એક વાત બહુ ગમી હતી કે દરેક મનુષ્યો માં સહન કરવા નો ગુણ અવશ્ય હોવો જોઈ એ જે રીતે લુહાર ની ભઠ્ઠી માં એરણ પર ભારે હથોડા ના ઘા પડે છે તેમ છતાં પણ તે જરા પણ વિચલિત નથી થતું તે રીતે દરેક મનુષ્ય એ પોતાનું મન એરણ જેવુ સ્થિર રાખવું અને જેને જેવા ઘા મારવા હોય તેવા મારે પણ તે પોતાની મસ્તી માં વિરક્ત રહી બધુ સહન કરી લે પરંતુ પોતાનું કર્તવ્ય કરતાં રહેવાનુ.
શિવ મહેતા ને આ વાત ફક્ત અને ફક્ત ઉર્વશી માટે જ સ્વામીજી એ કહ્યું હોય તેવું લાગતું હતું, ભલે ઉર્વશી આ દુનિયા માં નો રહી હોય પણ શિવ ના હ્રદય માં તો તે હમેશા જીવિત રહેવાની હતી. શિવ જ્યારે પણ નવરાશ અનુભવતા તરત તેના મન મંદિર માં ઉર્વશી પ્રગટ થઈ જતી હતી, વર્ષો વીતી જવા છતાં તેની યાદો તેના દિલ માં ઓછી થવા ને બદલે વધુ ને વધુ ઘટ્ટ થઈ રહી હતી, એવું નહોતું કે તે પોતાની પત્ની થી નાખુશ હતા પણ પોતાના જીવન ની પ્રગતિ માં ઉર્વશી ના પ્રેમ અને ત્યાગ નો સહુથી મોટો ફાળો હતો, ઉર્વશી પોતાના ટૂંકા જીવન માં ધૂપસળી ની જેમ સળગી ને પોતાનું જીવન મહેકાવ્યું હતું તેવું તે માનતો હતો.
શિવ સમક્ષ પોતાનું જીવન એક ફિલ્મ ની રિલ ની જેમ સામે દેખાવા માંડ્યુ હતું, બારમાં ધોરણ ના પરિણામ પછી ધીરે ધીરે તેની અને ઉર્વશી ના જીવન ના રસ્તા ઑ જ અલગ થતાં ગયા હતા પરંતુ તેમાં શિવ ને ઉર્વશી નો કોઈ કસૂર નહોતો લાગતો પણ કસૂર પોતાની મજબૂરી અને ગરીબી નો લાગતો હતો. ઉર્વશી મેડિકલ માં ગઈ અને પોતે ફાર્મસી માં ગયો હોવા છતાં ઉર્વશી એ પોતાના પ્રેમ નો એકરાર કર્યો હતો પણ પોતે તેને લાયક નોતા સમજતા એટ્લે ઉર્વશી ના પ્રેમ નો સ્વીકાર કરવા ને બદલે હું જીવન માં કઈક બનવા માંગુ છું અને જ્યાં સુધી કઈ નો બની જાવ ત્યાં સુધી આવા વેવલાવેડા માં મારે નથી પડવું તેમ કહી ઉર્વશી નું દિલ દુભાવ્યું હતું, પોતાનો ત્યાર નો રુક્ષ વ્યહવાર આજે પણ શિવ ના દિલ માં ખટકતો હતો અને કાયમ વિચારતો હતો કે જો પોતે આવો વ્યહવાર નો કર્યો હોત તો કદાચ ઉર્વશી આજે પણ હયાત હોત પરંતુ દરેક વાત નું કોઈ નિમિત હોય છે તેમ પોતાનો રુક્ષ વ્યહવાર પણ એક નિમિત જ બન્યું હતું ઉર્વશી ને તેનાથી દૂર લઈ જવામાં.
ઉર્વશી ના વિચાર માં ને વિચાર માં શિવે પોતાનું લેપટોપ ચાલુ કર્યું અને વિતેલા પંદર દિવસ માં પોતાના ઈમેલ કે બીજું કઈ જોયું નો હતું તો તેમણે સૌ પ્રથમ પોતાનું ઈમેલ બોક્સ ખોલ્યું તો પંદર દિવસ માં ૧૦૦૦ ઉપરાંત ના ઈમેલ તેને પોતાના અકાઉંટ માં દેખાણાં. શિવે દરેક ઈમેલ ને જોવાનું ચાલુ કર્યું. પોતાના ઈમેલ બોક્ષ માં થી સૌ પ્રથમ સ્પામ પ્રકાર ના ક્રેડિટ કાર્ડ, શેર બજાર ની ટીપ અને એવા ઘણા મેસેજ તેને ડિલીટ કરી નાખ્યા ત્યાર બાદ કામ ના મેસેજ તેણે વાચવા ના ચાલુ કર્યા.
સહુ પ્રથમ તેણે મુંબઈ ની કોન્ફરન્સ નો અહેવાલ જોયો અને તેના વિડિયો આવેલ હતા તે જોવાના ચાલુ કર્યા બધા પ્રેજેંટેશન જોયા તેમાં તેને સહુથી વધુ સારું અને પ્રભાવિત કરતું પ્રિયા નું પ્રેજેંટેશન લાગ્યું અને લાગ્યું કે ભવિષ્ય માં આ છોકરી કંપની ની મોટી અસેટ સાબિત થઈ શકે તેમ છે. તેણે મન થી નક્કી કર્યું કે તરત પ્રિયા ની બધી વિગત મેળવી ભવિષ્ય માં તેનો રોલ કંપની માં મોટો કરવો અને પ્રિયા ને નાનકડા કૂવા માં રહેવા દેવા ને બદલે તેને સમુદ્ર જેવુ મોટું ફિલ્ડ આપવું છે.
ત્યાર બાદ એક ઈમેલ જે શિકયાંગ યુનિટ માં થી આવ્યો હતો તે વાચવાનો ચાલુ કર્યો. ત્યાના પ્રોડકશન હેડ નો જે મેસેજ હતો તેણે તેને વિચાર કરતો કરી દીધો. મેસેજ પ્રમાણે હમણાં તેમના યુનિટ થી 100 મીટર ના અંતરે એક યુનિટ બન્યું હતું જે ફક્ત રિસર્ચ વર્ક કરી રહ્યું છે અને ત્યાં અમેરિકન, પાકિસ્તાની , રશિયન અને ઉત્તર કોરિયા ના અમુક લોકો ની ભેદી અવરજવર થઈ રહી હતી અને ઘણી વાર ચીન ના લશ્કર ના અધિકારી ઑ મોડી રાત્રે ત્યાં આવતા હતા અને આ યુનિટ ના બન્યા પછી ચીન ની પોલીસ અને લશ્કરી અધિકારી ઑ વારંવાર આપણાં યુનિટ માં ચેકિંગ ના બહાને વારંવાર આવે છે અને ધમકાવવા આવતા હોય તેમ ધમકાવી ચાલ્યા જાય છે. તેમની વર્તણૂક એવી છે કે આપણે આપણાં યુનિટ ને ત્યાથી બીજી કોઈ જગ્યા એ શિફ્ટ કરી પરંતુ આપણાં ત્યાં થયેલા કરાર ને કારણે કાઢી શકતા નથી પણ હેરાન કરે છે અને આ માટે પ્રોડક્શન મેનેજર એ ચીન સરકાર સાથે વાત કરી કોઈ રસ્તો કાઢવા વિનંતી કરી હતી.
-*-*-*-*-*-*-*
સાંજે સાત વાગતા ની સાથે મેજર અમનદીપ એ પોતાના પ્લાન નો અમલ કરવાનું ચાલુ કરી દીધું અને હરવિન્દરસિંહ અને તેની ટીમ ને સીધા સલમાબાદ બોર્ડર પર પહોચવા નું કહ્યું, મનજીત અને તેની ટીમ ને પીર ની દરગાહ થઈ એલઓસી બાજુ જવાનું અને જંગલ સાઈડ માં છુપાઈ જવાનું કહ્યું, અને તે અને તેની ટીમ કેરણ ગામ બાજુ નીકળ્યા ગામ માં પહોચતા જ દેખાવ એવો કર્યો કે તે ગ્રામવાસી ઑ સલામત છુપાઈ ગયા છે કે નહીં તે ચેક કરવા આવ્યા છે અને તુરંત જંગલ ની દિશા માં આગળ વધી ગયા.
રાત્રે નવ વાગતા ની સાથે પાકિસ્તાન ની દિશા માં થી હળવો ગોળીબાર ચાલુ થઈ ગયો, અને મેજર જશવંત સિંહ અને તેની ટીમ હોશિયાર થઈ ગઈ અને તેમણે પોજિશન લઈ ને હળવો જવાબ આપવાનું ચાલુ કર્યું, અને અમનદીપ સર એ કહ્યા મુજબ બધા ને વારંવાર પોજિશન બદલાવતા રહી ને ગોળીબાર કરતું રહેવાનુ કહ્યું,
બીજી બાજુ બધા ટ્રેઇની આતંકી ઑ એ બોર્ડર પર નો ગોળીબાર સાંભળ્યો એટ્લે સાવધ થઈ ગયા અને હવે થોડું વધારે અંધારું થાય ત્યારે હિંદુસ્તાન ની બોર્ડર ક્રોસ કરી ને પોતાની મંજિલ તરફ આગળ વધવાનું છે, તે તેમની સમજ માં આવી ગયું હતું હાલ ની પરિસ્થિતી માં બસ બધા પોતાના સમય ની રાહ જોઈ રહ્યા હતા. ભારતીય સૈનિકો પોતાના સમય ની અને આતંકી પોતાના સમય ની.
રાત્રે અગિયાર વાગતા વાગતા પાકિસ્તાન તરફ થી ખુબજ ફાયરિંગ ચાલુ થઈ ગયું હતું અને સાથે મોર્ટાર પણ ગોળા ફેકી રહી હતી અને આતંકી ઑ માટે એ સિગ્નલ પણ હતું કે હવે તેઓ તેમની દિશા માં પ્રયાણ કરે, મોર્ટાર નો અવાજ સાંભળતા ની સાથે જ આતંકી ઑ એ ભારતીય સરહદ બાજુ પ્રયાણ ચાલુ કર્યું અને તેમને બધા ને વિશ્વાસ હતો કે તેઓ આસાની થી ભારતીય સીમા માં દાખલ થઈ જશે કેમ કે તેમને કેરણ ગામ થી મળેલા સમાચાર પ્રમાણે ત્યાં સરહદ પર ફક્ત 30 સૈનિકો છે અને તે બધા પાકિસ્તાન તરફ થી થઈ રહેલી ગોળીબાર માં જ વ્યસ્ત રહેશે તેથી બધા ઝડપ થી ભારતીય સરહદ તરફ આગળ વધવા માંડ્યા.
એક કલાક માં બધા આતંકી ઑ આરામ થી ભારતીય સીમા સુધી પહોચી ગયા ત્યાર બાદ ત્યાં રોકાઈ ગયા અને કોઈ ભારતીય દિશા માં કોઈ હિલચાલ તો નથી થઈ રહી તે જોવાનું ચાલુ કર્યું તેમની પાસે હથિયારો તેમજ નાઈટ વિઝન દૂરબીન પણ હતા તેનાથી તેઓ એ ભારતીય દિશા માં જોવાનું ચાલુ કર્યું, ભારતીય સૈનિકો પણ ખુબજ સાવચેત હતા તેઓ જમીન સરસા સૂઈ ગયા હતા અને તે માટે તેઓ એ ઘાસ વાળી જગ્યા જ પસંદ કરી હતી જેથી તેઓ નાઈટ વિઝન દૂરબીન માં પણ દૂર દૂર સુધી નો આવી જાય તેમણે ફક્ત કાન સરવા રાખ્યા હતા. થોડી વાર પછી આતંકી ઑ ને કોઈ હિલચાલ નો દેખાઇ એટ્લે તેવો એ આગળ વધવાનું નક્કી કર્યું પરંતુ તેઓ પોતાના આકા એ કહ્યું હતું તે મુજબ બે બે ચાર ચાર ના ગ્રૂપ માં રહેવાને બદલે એકી સાથે આગળ વધ્યા કેમ કે સામે કઈ હિલચાલ નો હતી અને બસ બધાને પોતાની મંઝિલ સામે જ દેખાઈ રહી હતી તેથી આકા ઑ ની શિખામણ ભૂલી આગળ વધ્યા.
આતંકી ઑ ભારતીય સરહદ માં આવી બંસવારા ઘાટી તરફ આવેલ જંગલ તરફ આગળ
વધવા માંડ્યા તેઓ થોડા આગળ વધ્યા ત્યાર બાદ મનજીત અને તેની ટીમ એ એક સલામત અંતર એ રહી આતંકી ઑ નો પીછો ચાલ કર્યો તેમણે બસ એક જ વાત નું ધ્યાન રાખવાનું હતું કે આતંકી ઑ પાછા ભાગી ને પાકિસ્તાન ની બોર્ડર ની અંદર પાછા ઘૂસી નો જાય તેથી તેઓ પાંચે પાચં સૈનિકો થોડા થોડા અંતરે ગોઠવાઈ ને આતંકી ઑ નો પીછો કરી રહ્યા હતા.
આતંકી ઑ બંસવારા ઘાટી માં આસાની થી પહોચી ગયા અને જંગલ તરફ આગળ વધવા માંડ્યા ત્યારે એક સાઈડ માં હરવિંદરસિંહ અને તેની ટીમ તેની રાહ જોઈ રહી હતી તે સાવચેત થઈ ગઈ અને જમણી દિશા પેક કરી ને આતંકી ઑ તરફ આગળ વધવાનું ચાલુ કર્યું પાછળ ની દિશા માં મનજીત અને તેની ટીમ હતી તેથી આતંકી ઑ માટે ફક્ત અને ફક્ત જંગલ નો જ રસ્તો ખૂલો રહ્યો હતો જ્યાં મેજર અમનદીપ સિંઘ અને તેમની ટીમ પહેલે થી હાજર હતી, બસ થોડે દૂર જતાં જ હરવિંદરસિંઘ અને તેની ટીમે નિશાન લઈ બે આતંકી ઑ ને તુરંત ઢાળી દીધા, અચાનક અણધાર્યા ગોળીબાર જોઈ આતંકી ઑ ગભરાઈ ગયા અને પાછળ જવા ગયા તો તુરંત જશવંત અને તેની ટીમે ગોળીબાર કરી બીજા બે આતંકી ઑ ને ઢેર કરી દીધા આ જોઈ આતંકી ઑ ગભરાટ માં પોતાની ટ્રેનિંગ ભૂલી જંગલ ની દિશા માં ભાગવા માંડ્યા બસ આ ભૂલ ની રાહ જોઈ રહેલા મેજર અમનદીપિસંઘ અને તેની ટીમ એ આસાની થી નિશાન લઈ એક પછી એક આતંકી ઑ ને ઠાર કરવાનું ચાલુ કર્યું અને બીજા પાંચ આતંકી ઑ ને તુરંત ઠાર કર્યા આ જોઈ બાકી રહેલા આતંકી ઑ ની હિંમત તૂટવા લાગી હતી તેઓ કોઈ સૈનિકો ન હતા જે સામી છાતી એ લડી શકે તેઓ ડરપોક આતંકી ઑ હતા જે હમેશા સૂતા લોકો ને ઠાર કરી શકતા હતા, જેથી ડરતા ડરતા તેમણે સામનો કરવા પ્રયાસ કર્યા અને અંધારા માં તેઓ એ આડેધડ ગોળીબાર કરવા માંડ્યો તેમને કોઈ અંદાજ ન હતો કે ભારતીય સૈનિકો કયા છે અને કેટલા છે પણ સૈનિકો ને આતંકી ઑ ની બધી હિલચાલ દેખાતી હોવાથી બધી દિશા માં થી ઘેરી ને એક પછી એક સોળ આતંકી ઑ ને ઠાર કરી દીધા આ જોઈ બચેલા બંને આતંકી ઑ હિંમત હારી ગયા અને તેમણે ભારતીય સૈનિકો સમક્ષ સરેન્ડર કરી દીધું એક પણ સૈનિક ને ગુમાવ્યા વગર ભારતીય સૈનિકો એ પોતાનું મિશન પૂરું કરી દીધું અને બે આતંકી ઑ ને પકડી ને પોતાના બેઝ તરફ આગળ વધવા માંડ્યા અને રસ્તા માં બને ની પૂછપરછ કરતાં ખબર પડી કે આ બને માં એક આઈએસઆઈ ના ઇનાયતખાન નો ભત્રીજો પણ છે. આમ અચાનક એક મોટું માથું હાથ માં આવી ગયું હતું તેથી અમનદીપ સિંઘ અને તેની ટીમ ખુબજ ઉત્સાહ માં આવી ગઈ હતી.
---- ક્રમશ: -----