મારી કવિતા ની સફર
1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ માટે શ્રદ્ધાંજલિ
કવિતાનો શીર્ષક: "આકાશ પણ રડ્યું આજે…"
આવી દુર્ઘટનાઓમાં ત્યારે એક ક્ષણમાં જ અનેક જીવ ખોવાઈ જાય છે, ત્યારે માત્ર અહેવાલ નથી રહેતા – તે પીડાની પ્રતિક્રિયા છે, એક હૃદયની હૂક છે. અમદાવાદમાં થયેલી પીડાદાયક પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ યાત્રીઓ માટે લખાયેલી આ કવિતા એક ભાવસભર શ્રદ્ધાંજલિ છે. અહીં “આકાશ પણ રડ્યું આજે…” એ માત્ર રૂઢિપ્રયોગ નથી, પરંતુ પૃથ્વીથી આકાશ સુધી શોકની લાગણીનો પ્રતિબિંબ છે.
કવિતામાં પંખીઓનું ઉડવું બંધ થવું, આશાઓ બળી જવી, માતાના અશ્રુઓ, બાળકોના પિતાનું સહારો ગુમાવવો જેવી પંક્તિઓ જીવનની અનિશ્ચિતતા અને દુઃખની ઊંડી અસર દર્શાવે છે.
આજે આકાશ ઘનઘોર લાગે,
વાયુ દુઃખમાં ધીમે ગુંજે રાગે.
પંખીઓ થંભી, ન ઉડે આકાશે,
ભયની લહેરો ફેલાઈ નિ:શબ્દ શ્વાસે.
એક ક્ષણમાં જીવન ખોવાઈ ગયું,
સપનાંની સાથે આશા બળી ગયું.
સ્નેહની લાગણી રોવે નિરાંતે,
ત્રણ સો દીપો ઝાંખા પડી શાંતે.
માતાની આંખો રડે અશ્રુધારે,
બાળકો ગુમાવે પિતાનો સહારે.
દિલનું દર્દ શબ્દોમાં ન બંધાય,
આંખોની નમી હવે ન હસે કદાચ.
ઓ આકાશ, આજે તને શું પૂછીએ?
આ શોકની ઘડીઓને કેમ ઝીલીએ?
આંસુઓ વહે, જ્યાં નિર્દોષ ગયાં,
જીવનની યાત્રા અધવચ ખોવાઈ ગયાં.
શ્રદ્ધાંજલિ અર્પીએ તે આત્માઓને,
જેઓ રહ્યાં નથી હવે આપણી વચ્ચે.
તારક બની તેઓ ઝળકે અંબરમાં,
અમર શાંતિની નિશાની બને હૃદયમાં.
2. બેંગલોર IPL વિજય ઉજવણીમાં થયેલી ભીડભીડમાં થયેલી દુર્ઘટના અંગે
કવિતાનો શીર્ષક: "ભીડનો ભ્રમ"
IPL જેવી રમતમાં વિજયની ખુશી ઉજવવા માટે ભીડની અવ્યવસ્થિતતા દુર્ઘટનાનું કારણ બની ત્યારે એ પણ સમાજ માટે એક ઝણકાર છે. અહીં પ્રશ્ન ઊભો થાય છે – કેવી ભીડ ઊભી થાય છે રમતમાં? પણ ક્યારેય આવા ઉત્સાહ અને તાકાતથી લોકો જાહેર હિત માટે, હક અને ન્યાય માટે કેમ નથી ઊભા થતા?
આ કવિતા સમાજની “પસંદગીની ઉન્મત્ત ભીડ” અને “ન્યાય માટેની ઉદાસીનતા” વચ્ચેનું તીવ્ર વિરોધાભાસ દર્શાવે છે. સાચી દિશામાં ચેતવાની અને જાહેરજાગૃતિ લાવવાની આ એક પ્રબળ કવિતાત્મક અપીલ છે.
ઉમટે ભીડ, ઉજવણીના રંગે,
ક્રિકેટના મેદાને, બાવાના સંગે.
નાસભાગમાં નીકળે જીવનનો સળવળાટ,
ઝલકની ઝંખના, દિલનો ખોટો ઘાટ.
ચરણસ્પર્શ કે ચોગ્ગાની તાળી,
કુંભના મેળે, ભક્તિની રેલી.
પણ કેમ નથી ઉમટતી આ ભીડ,
જ્યાં હક ને અધિકારની થાય ચીડ?
અન્યાયના અંધારે નથી એક પગલું,
દેશના હિતમાં નથી એક અગ્નિસફળું.
પાયાના પ્રશ્નોના ઉકેલ માટે,
ભીડ ખોવાય છે, ભ્રમના ઘાટે.
જીવ કરતાં વ્હાલી એક ઝલક નહીં,
આભાસી ભક્તિ કે રમતનો રંગ નહીં.
હું નથી અસંવેદનશીલ, દિલ દ્રવે છે,
પણ આ ભીડની ઉદાસીનતા હવે હચમચાવે છે.
ઓ ભીડ, તું જાગ, તું બોલ,
હકની લડતમાં, દેશના ઝંડા ઝોલ.
છોડ આ ભ્રમ, આવ રોડ પર આજ,
ન્યાયની નૌકા લઈ, ચાલ સત્યના સમાજ.
3. ગરીબોને સહાય માટેની માનવતાવાદી કવિતા
કવિતાનો શીર્ષક: "સાચું દાન"
આજના સમયમાં મંદિરોમાં ચાંદી, સોનાના ચડાવો, ધનના દર્શન તો છે, પણ માનવતાના દર્શન ક્યાં છે? આ કવિતા એટલું યાદ અપાવે છે કે ધાર્મિક ક્રિયાઓમાં જો હૃદયનો સ્પર્શ ન હોય, તો એ ખાલી છે.
મંદિરોના પથ્થર કરતા એક ભૂખ્યા માણસને ભોજન પૂરું પાડવું, છત આપવી એ શ્રેષ્ઠ સેવા ગણાય. “મંદિરના પથ્થરે નહીં, માનવ હૈયે દેવ બને” જેવી પંક્તિઓ માનવતાને ધર્મથી પણ ઊંચી મૂકે છે. આ કવિતા આર્થિક, સામાજિક વિસંગતીઓ સામે એક માનવિય અવાજ છે.
મંદિરના ચડાવો, ઝાંઝના ઢગલા,
તિજોરી ભરે સરકારના, નહીં હૈયાના ઝળહળા।
ગરીબ હિન્દુની ઝૂંપડી, દુઃખની ગાથા ગાય,
એક રોટલો, એક આશ્રય, એ જ સાચું દાન ગણાય।
ચાંદી-સોનાની ભેટો નહીં, ભૂખ્યાને ભોજન દે,
મંદિરના પથ્થરે નહીં, માનવ હૈયે દેવ બને।
દયાનો દીવો પ્રગટાવી, દૂર કરો અંધાર,
ગરીબની સેવા એ જ, સાચું ધર્મનું આચાર
વરસાદનું મરાઠી મિશન 🌧️
(વ્યંગાત્મક પ્રતિભાવ કવિતા)
મુંબઈના આકાશ નીચે વરસતા ટીપાં, દરેકને સમાન ભીંજવે છે—મરાઠી, ગુજરાતી, હિન્દી કે ઉર્દૂ કોઈને છોડતું નથી. છતાં ભાષાના નામે થયેલા હિંસક કૃત્યો શહેરને ચીરવા પ્રયત્ન કરે છે. આ કવિતા હળવી વ્યંગશૈલીમાં લખાયેલી છે, પરંતુ એમાં રહેલો સંદેશ ગંભીર છે: ભાષા પ્રેમ હોય તો સુગંધ બને, અને જો લાદવામાં આવે તો ઝઘડાનું ઝેર બને.
વરસાદનું મરાઠી મિશન
ઝરમર ઝરમર વાદળો ગાય,
ગુજરાત ભીંજાય, સૌરાષ્ટ્ર નહાય.
પણ મુંબઈ? અરે સુકાય સુકાય!
એથી મેં વરસાદને પૂછ્યું, "અહિયાં કેમ નથી આવતો હે ભાઈ?"
વરસાદ હસ્યો, કશિષભર્યા સ્વર માં,
કહે વાત એક, સચોટ, સહજ, સ્પષ્ટતાપૂર્વક જાણીતી:
"મુંબઈએ મુકી છે પરીક્ષા કડી,
મરાઠી વગર તો થાતી નથી પડી!
નહીં બોલું જો ‘પાઉસ’ પ્રેમથી અહીં,
તો પાછો વળી જાઉં મેઘપીઠ લઈ કદી!"
"બોલે મુંબઈ – અહીં નિયમ છે ખાસ,
મરાઠી વિના નહીં પડે પાણીની એક બુંદ!
'नमस्ते', 'पाऊस' – હું શબ્દો શીખું,
નહી તો તમારું સપનું પણ ભીંજાય નહીં ભાઈસાહેબ!"
ગુજરાતમાં ધોધમાર ને સૌરાષ્ટ્રમાં મેઘો ગાંડો થાય,
મુંબઈમાં બસ વાદળોનાં આળસ!
પણ હવે વરસાદે લીધો સંકલ્પ નવો,
શીખશે મરાઠી, લાવશે ઘૂમંધાર અવનવો!
તો મોસમ થાય મજાની, અને વ્યંગ રહે હળવો,
જ્યારે વરસાદ પણ કહે – “मी शिकलो… आता मी येणार भिजवायला!”
આટલી કવિતા ઑ થી કોઈ અંત નથી પણ આગામી એપિસોડ માં હું બીજી પ્રેમ કવિતા ઑ રજૂ કરીશ.