Dhwani Shastra - 21 in Gujarati Horror Stories by Maulik Vasavada books and stories PDF | ધ્વનિ શસ્ત્ર - ભાગ 21

Featured Books
Categories
Share

ધ્વનિ શસ્ત્ર - ભાગ 21

જ્યારે જીપ માં બન્ને બેસી જાય છે તો એ ધીમે ધીમે જેમ પોલીસ સ્ટેશન છોડીને આગળ વધે છે તો જોસેફ ધીમે ધીમે ઊંઘ તરફ આગળ વધી જાય છે. ટેક્સી ડ્રાઈવર ના સ્વાંગ માં સેના અધિકારીએ મેસેજ થકી ડોક્ટર પ્રતિભાને માહિતી આપી કે એ લોકો ટેક્સી સુધી થોડીવાર પછી જ પહોંચી જશે.

"જોસેફ.. જોસેફ.." ટેક્સી ડ્રાઈવરે અચાનક જ પોતાના ખભે ઢળી ચુકયા જોસેફ ને જગાડ્યો.

"શું? " જોસેફ આંખ મસળતા કહે છે.

"જો સુવું જ હોય તો આપને ઘરમાં જ પાછો મુકી જાઉં છું." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.

" એ તો મને ઊંઘ આવી." જોસેફ જાણે વર્ષો થી થાકી ગયો હતો.

થોડીવાર પછી જ ટેક્સી જ્યાં પડી હતી ત્યાં જ બધા પહોંચી ગયા. ટેક્સી ડ્રાઈવર ઉતરીને ડોક્ટર પ્રતિભાને ફોન કરે છે.

"ડોક્ટર અમે સુરક્ષિત રીતે પાછા પહોંચી ગયા છીએ. હવે તમે જ નક્કી કરો કે આ જોસેફ ને લઈને આવવું પડશે કે ઘરમાં જ આરામ કરવા મોકલી આપું." 

" હવે શું ફાયદો? સવાર ના સાત વાગી ગયા છે. આખી રાત તો જોસેફ સુતો નહીં હોય અને હવે તેને ઊંઘ આવે. પણ એને કહેજે કે પોતાની જાતની રક્ષા કરે." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

"ઠીક છે. હું તમને ફોન કરવા માટે સમજાવીશ." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.

જોસેફ ને ઘરે મુકીને ટેક્સી જ્યારે પાછી ફરી રહી હતી ત્યારે દરવાજા થી ત્રિશલા આખુ દૃશ્ય જોઈને પછી ચુપચાપ જ દરવાજો બંધ કરી દે છે. જોસેફ ને ડોક્ટર પ્રતિભા સાથે વાતચીત કરવા માટે સમજાવી ટેક્સી ડ્રાઈવર નીકળી જાય છે.

"ડોક્ટર પ્રતિભા કેમ છો? હું માફી માંગું છું." જોસેફે જણાવ્યું.

"ઠીક છે. મને તારી ખુબ ચિંતા થાય છે. હું સમજી ચુકી છું કે તારી અંદર ચૈતસિક શક્તિ વિકસિત થઈ ગઈ છે. આ ચૈતસિક શક્તિ થી તું અશ્ર્વય ધ્વનિ સાંભળવા માટે મજબુર બની જાય છે. 

આત્માઓ તારી સાથે સંવાદ કરવા માંગે છે. પણ આપણું લક્ષ્ય એ નથી. આપણે ધ્વનિ શસ્ત્ર બનાવવાનું છે." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

"હા પણ હું ધ્વનિ તરફ ખેંચાય જાઉં છું. શું કરવું? મને કંઈ સમજાતું નથી. " જોસેફે જણાવ્યું.

"આ બધી વાતો માં તું ક્યારેય જો પકડાઈ ગયો તો આપણે જે ધ્વનિ તરંગો પર અધ્યયન કરવા માંગીએ છીએ એ બધું જ જેમ નું તેમ રહી જશે." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

"જી." જોસેફ રોકાઈ ગયો. જોસેફ ની નજર સામે જ એક કુતરો આવીને બેઠો હતો.

"શું થયું?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"હું સમજી ગયો. રાત્રે મળીશું." જોસેફ કહે છે.

જોસેફ કુતરાને ભગાડવા માટે પ્રયત્ન કરે છે તો એ જોસેફ નું પેન્ટ પકડી ખેંચવા લાગ્યો. જોસેફ કંઈ સમજી નથી શકતો. એ કુતરો ડરતો નથી. જોસેફ ને પોતાની સાથે જ ખેંચવા લાગ્યો.

જોસેફ દરવાજો ખોલી ઝપાટાબંધ બહાર  દોડતો નીકળી જાય છે. જોસેફ ને આ રીતે દોડતા જોઈ ત્રિશલા પણ‌ હતપ્રભ બની જાય છે. એ પણ જોસેફ નો પીછો કરે છે. જોસેફ સોસાયટી થી થોડે જ બહાર રોડ થી આગળ નીકળ્યો તો કુવા પાસે કુતરું તેને ખેંચી જતું હતું. 

"શું હશે?" જોસેફ મગજમાં વિચાર કરતો હતો.

કુવા પાસે પહોંચી કુતરું જોરથી ભસવા લાગે છે. જોસેફ સમજી ગયો કે કુવાની અંદર જ કંઈક તકલીફ હશે. એ કુવાની અંદર જોવે છે તો ખબર પડી કે કુતરા નું નાનું બચ્ચું એ સુકાઈ ગયેલા કુવા ની અંદર પડી ગયું હતું. એ ઉપર આવવા માટે તરફડિયાં મારી રહ્યું હતું.

જોસેફ કુતરા ની વેદના સમજી જાય છે. એ પોતે બાજુએ બનેલા નાની નાની સીડીઓ ની મદદથી ગમે તેમ કુવા ની અંદર પહોંચી જાય છે. જોસેફ ને ફક્ત અત્યારે અસહ્ય વેદના થી કણસી રહ્યું કુતરા નું બચ્ચું જ દેખાય છે. 

જોસેફ ધીમે ધીમે નીચે પહોંચી પછી બચ્ચાને હાથમાં લઈને ધીમે ધીમે ઉપર ચઢવા લાગે છે. થોડીવાર પછી જ એ ઉપર પહોંચી ગયો પણ એને પોતાની સાથે આવેલો કુતરો ક્યાંય ન દેખાયો. એ ધીમે ધીમે આગળ વધતા કુતરા ના નાના બચ્ચાને નીચે ઉતારી પછી પાણી પીવડાવે છે તો એ રડતું રડતું અંદર ની તરફ ભાગી ગયું.

જોસેફ તેની પાછળ ગયો તો થોડી દૂર જઈ હતપ્રભ બની ગયો. જે કુતરો જોસેફ ને કુવા સુધી ખેંચી લાવ્યો હતો એ તો કોઈ સાધન નીચે આવી જતા કચડાઈને મૃત્યુ પામ્યું હતું.

જોસેફ તો હવે પોતાની જાતને સંભાળી જ ન શક્યો. તે પશુઓની મૃતાત્માઓ સાથે પણ સંવાદ સાધી શકતો હતો. એ વિચાર જ કરતો હતો કે પાછળ થી ત્રિશલા તેને બોલાવે છે.

"શું થયું? અંહી એકલા એકલા શું કરો છો?" ત્રિશલા એ પુછ્યું.

"એ તો આ કુતરા નું બચ્ચું બહાર કુવા ની અંદર ફસાઈ ગયું હતું. હું તો તેને બચાવવા માટે આવ્યો. હવે એને નજીક જ પશુપાલન કેન્દ્ર ખાતે મોકલી પછી આરામ કરીશ." જોસેફ જણાવે છે.

"પણ તમને કેમ ખબર?" ત્રિશલા એ પુછ્યું.

"એ તો મને કુતરા ના રડવાનો અવાજ આવ્યો ‌." જોસેફે જણાવ્યું.

"શું કામ ખોટું બોલો છો?" ત્રિશલા એ કહ્યું.

" હું સાચું જ કહી રહ્યો છું." જોસેફે જણાવ્યું.

"તમે કેમ એકલા જ દરવાજો ખોલી બહાર ભાગ્યા. હું ય તમારી પાછળ જ હતી. કોઈ તમને દોરી જતું હોય એમ લાગ્યું." ત્રિશલા એ કહ્યું.

"એ તો કુતરો હતો." જોસેફ થી બોલાઈ ગયું.

"શું? કુતરો?" ત્રિશલાએ કહ્યું.

"હું થાકી ગયો છું. મને આરામ ની જરૂર છે." જોસેફ ગભરાઈ ગયો.

"ઠીક છે." ત્રિશલા પણ રસ્તા થી દૂર થઈ જાય છે.

આ તરફ જોસેફ પેલા નાનકડા કુતરા ને પોતાના બાળકની જેમ લઈને પછી નજીક ના પશુપાલન કેન્દ્ર ખાતે મુકી આવે છે. ત્રિશલા પણ જોસેફ ને હેરાન ન કરવાનું વિચારી પછી દરવાજો બંધ કરી દે છે.

આ તરફ ડોક્ટર પ્રતિભાને આજે વાંચવા ડોક્ટર મજમુદાર ની ડાયરી મળી જાય છે. એ ડાયરી ના અમુક પાનાઓ ફાટી ગયા હતા કે ફાડવા માં આવ્યા હતા એ કોઈ ને ખબર ન હતી.

"અમુક પ્રકારના અવાજ કે ધ્વનિ માનવી ના શ્રવણ શક્તિ ની ક્ષમતા થી ઉપર હોય છે. ઘણીવાર આ એકદમ‌ ઓછી અથવા તો એકદમ વધારે એમ ગમે તેમ હોય શકે.

આ ભોંયરામાં પણ જ્યારે વર્ષો પહેલાં ધ્વનિ શસ્ત્ર માટે પ્રયોગો કરવાનું શરૂ કર્યું ત્યારે મને પહેલા તો ખબર ન પડતી પણ અજાણતા જ ધ્વનિ તરંગો સંભળાવા લાગ્યા." 

"બસ પણ આગળ?" ડોક્ટર પ્રતિભાએ ફાટેલા અધુરા પૃષ્ઠ ને વાંચી માથે હાથ મૂકી નિ:સાસો વ્યક્ત કર્યો.

સાંજ પડે જોસેફ ખુબ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યો હતો ત્યારે જ એ અચાનક પોતાના ઘરના મુખ્ય રૂમમાં પગલાંની અવાજ સાંભળી ‌સફાળો ઊઠી જાય છે.

"શું થયું?" જોસેફ ઊઠીને જોવે છે તો ડોક્ટર મજમુદાર 
તેને દેખાય છે. જોસેફ હતપ્રભ બની જાય છે. એ ડોક્ટર મજમુદાર થી વાત કરવા જાય છે ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા.

જોસેફ દરવાજો ખોલી ને જોવે છે તો ડોક્ટર પ્રતિભાને જોઈ હતપ્રભ બની જાય છે. ડોક્ટર પ્રતિભાએ પોતાની પાસે રાખેલા કાગળ ના ટુકડા ને જોસેફ ને બતાવ્યું.