જોસેફ અચાનક જ આ બધી બનતી ઘટનાઓ થી હતપ્રભ બની જાય છે. એ ટેક્સી ડ્રાઈવર સામે જોઈ પછી આંખ બંધ કરીને આરામ કરવા માંગે છે. એ જ વખતે તેને ફરીથી કોઈ બોલાવે છે.
"જોસેફ.. જોસેફ..." જોસેફ સફાળો ઊઠી ગયો પણ કારની અંદર કોઈ ન હતું. એ ફરીથી ચુપચાપ જ આંખ બંધ કરવાનો હોય છે કે એને કારની સામે જ ઊભેલા ગિરધારી લાલ દેખાય છે.
"એ...રોકો." જોસેફ ટેક્સી ડ્રાઈવર ને કહે છે.
"શું થયું?" ટેક્સી ડ્રાઈવર અકળાઈ જાય છે.
"કોઈ વૃદ્ધ વ્યક્તિ ટેક્સી ની આગળ હતો. " જોસેફ જણાવે છે.
"શું વાત કરો છો? એમ થોડું કોઈ હોય અને હું ટેક્સી આગળ વધારું." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"જો જો એ ઊભા.." જોસેફ ને અચાનક જ રોડ ના કિનારે ગિરધારી લાલ ઊભા દેખાય છે.
"ક..ક..કોણ? ક્યાં?" ટેક્સી ડ્રાઈવરે પુછ્યું.
એ પહેલાં જ જોસેફ કારનો દરવાજો ખોલીને રસ્તા ના કિનારે જંગલ તરફ નીકળી જાય છે. ટેક્સી ડ્રાઈવર પણ કાર બાજુ માં કરીને હજી તેની પાછળ જઈ શકે એ પહેલાં જ જોસેફ ગાયબ થઈ જાય છે.
"આ ક્યાં ગયો?" ટેક્સી ડ્રાઈવર વિચાર કરવા લાગ્યો.
આ તરફ જોસેફ ગિરધારી લાલ ની પાછળ જ કોઈ પડછાયા ની જેમ આગળ વધી રહ્યો હતો. રાત્રિના સમયે ગાઢ જંગલ તરફ જોસેફ આગળ વધી રહ્યો હતો.
જોસેફ જાણે ગિરધારી લાલ ની પાછળ જ તેનો અવાજ સાંભળ્યા પછી આગળ વધી રહ્યો હતો. ગિરધારી લાલ થોડીવાર આગળ ચાલી લીધા પછી એક ઝાડ પાસે ઊભા રહી ગયા.
" આ શું મને તમે દોડાવો છો? મારા ઘરની અંદર પ્રવેશી ગયા. હવે શું કામ છે?" જોસેફ ઊભા રહી ગયા ગિરધારી લાલ ને પુછે છે.
ગિરધારી લાલ નીચે બેસીને રડવા લાગ્યા. જોસેફ ને આ વાત નથી ગમતી. એ ધીરે થી એમની પાસે જવાનો પ્રયત્ન કરે છે તો ગિરધારી લાલ થોડા વધુ દૂર જવા લાગ્યા.
"આ શું દૂર જાવ છો? હું તમારી શું મદદ કરી શકું?" જોસેફે પુછ્યું.
"જો હું આ જંગલ માં આત્મહત્યા કરવા માટે આવ્યો હતો. " ગિરધારી લાલે કહ્યું.
"શું? એ ન કરાય?" જોસેફે જણાવ્યું.
"એ બધું પછી. પહેલા મારી એક ઈચ્છા પુરી કરજે. " ગિરધારી લાલે કહ્યું.
"શું ઈચ્છા છે? " જોસેફે પુછ્યું.
"મારા દીકરાને ડોક્ટર બનવા માટે પૈસા ની જરૂર હતી. હું ક્યાંય થી પણ પૈસા ની વ્યવસ્થા ન કરી શકયો. પણ છેલ્લે એક મિત્ર મને પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો. " ગિરધારી લાલે કહ્યું.
"આ તો સારી ખબર છે. હું શું મદદ કરી શકું?" જોસેફે પુછ્યું.
"મારા દીકરાને અંહી લેતો આવ અને તેને મારા મિત્ર સાથે મેળવી આપ.આ મારા મિત્રનો નંબર છે." ગિરધારી લાલે કહ્યું.
"ઠીક છે. પણ તમે ય ચાલો.." જોસેફ કહે છે પણ ગિરધારી લાલ અચાનક જ અદૃશ્ય બની જાય છે.
"ક્યાં ગયા?" જોસેફ વિચારમાં પડી ગયો. તેની પાછળ જ ટેક્સી ડ્રાઈવર ઊભો હતો.
"આ બધું શું ચાલી રહ્યું છે?" ટેક્સી ડ્રાઈવરે જોસેફને પુછ્યું.
"હું ગિરધારી લાલ સાથે વાતચીત કરી રહ્યો હતો." જોસેફે જણાવ્યું.
"કોણ ગિરધારી લાલ?" ટેક્સી ડ્રાઈવરે જોસેફને પુછ્યું.
"આ અંહી બેઠા હતા ને?" જોસેફ ઝાડ સામે ઈશારો કરી જણાવે છે.
"આ શું ઝાડ છે?" ટેક્સી ડ્રાઈવરે જોસેફને પુછ્યું.
"કેમ?" જોસેફે પુછ્યું.
"કંઈક દુર્ગંધ મારે છે." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"શું? ક્યાં?" જોસેફ નું તો ધ્યાન જ ન હતું."
"એ મોબાઈલ ની લાઈટ કર તો." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
લાઈટ ચાલુ કરતા જ જોસેફ અને ટેક્સી ડ્રાઈવર હતપ્રભ બની ગયા. ઝાડની ડાળી પર એક લાશ લટકતી હતી. ગાળીયો બાંધીને સફેદ રંગના શર્ટ પેન્ટમાં એક મૃતદેહ ઝાડ પર લટકેલો હતો.
"આ..આ .. શું?" જોસેફ જોઈને હતપ્રભ બની ગયો.
"શું થયું?" ટેક્સી ડ્રાઈવરે જેમ જ લાશ ના મોઢા ની તરફ લાઈટ ચાલુ કરીને જોયું.
"આ ગિરધારી લાલ છે." જોસેફ તો ટેક્સી ડ્રાઈવર ની સામે જ બેસી ગયો.
"શું? આ કેવી રીતે બની શકે?" ટેક્સી ડ્રાઈવર ને વિશ્વાસ જ ન થયો.
"હું આ માણસ સાથે હમણાં જ અંહી બેસીને વાતો કરી રહ્યો હતો. એ આ.." જોસેફ સમજી જ નથી શકતો.
"પણ હવે અંહી ન રહેવાય. પોલીસ કેસ બની જાય. એમ પણ પોલીસ આપણા પ્રોજેક્ટ વિષે જાણવા માટે તલપાપડ રહે છે." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"મેં ગિરધારી લાલ ને વચન આપ્યું હતું કે તેના દીકરા ને અંહી બોલાવીશ. પછી તેના મિત્ર સાથે વાતચીત કરાવીશ." જોસેફે જણાવ્યું.
"આ શક્ય નથી. તને જરૂર ભ્રમ થયો છે." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"શું? આ ફોન નંબર તેના ઘરનો છે." જોસેફે જણાવ્યું.
"આ કેવી રીતે શક્ય બને?" ટેક્સી ડ્રાઈવર પણ વિચાર કરતો રહી જાય છે.
એ જ વખતે જોસેફ ના મોબાઈલ પર ડોક્ટર પ્રતિભા ફોન કરે છે. જોસેફ જોવે છે તો મોડું થઈ ગયું હતું. પણ એ ગિરધારી લાલ ને જે વચન આપ્યું હતું એ પુરું કર્યા વગર કેવી રીતે જાય?
"ડોક્ટર પ્રતિભા નો ફોન હતો. હું આમ તો નહીં આવી શકું." જોસેફે જણાવ્યું.
"હું મારા મોબાઇલ થી આ અજાણ્યા નંબર પર ફોન કરી તપાસ કરું છું." ટેક્સી ડ્રાઈવરે નંબર લીધો.
જોસેફ પોતાના ફોન ને સ્વીચ ઓફ કરી દે છે.ટેકસી ડ્રાઈવર પણ તેના નંબર થી ફોન લગાવે છે તો એક યુવક ફોન ઉપાડે છે.
"હેલ્લો શું હું ગિરધારી લાલ ના પુત્ર સાથે વાતચીત કરી રહ્યો છું?"
"હા. બોલો શું થયું?" સામે છેડેથી જવાબ આવતા જ ટેક્સી ડ્રાઈવર અને જોસેફ બન્ને હતપ્રભ બની જાય છે.
"તમારા પિતા અંહી દેહરાદૂન મસુરી રોડ પર એક ઝાડ નીચે મૃત્યુ પામેલી અવસ્થામાં મળી આવ્યા છે." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"શું? એ ન બની શકે. એ તો આજે જ કોઈ કામથી બેન્ક થી પૈસા લઈને આવવાના હતા." યુવાને જણાવ્યું.
"આપ ચિંતા ન કરો. બસ અંહી પહોંચી જાવ." ટેક્સી ડ્રાઈવરે ફોન મુકી દીધો.
"આ શું થઈ રહ્યું છે? મને કેવી રીતે કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિ સંપર્ક કરી શકે છે?" જોસેફ વિચારે છે.
"આ તો આશ્ચર્ય છે. ડોક્ટર પ્રતિભાને માહિતી આપવી જ પડશે. હું પણ રોકાઈ જાઉં છું " ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
ટેક્સી ડ્રાઈવરે ડોક્ટર પ્રતિભાને આખી વાત જણાવી તો એ જોસેફ સાથે ત્યાં જ રહેવા માટે સમજાવે છે. જોસેફ અને ટેક્સી ડ્રાઈવર એમ્બ્યુલન્સ ને પણ માહિતી આપી દે છે.
જોસેફને ટેક્સી ડ્રાઈવર મૃતદેહ ને અડવા માટે સ્પષ્ટ રીતે ના પાડી દે છે. જોસેફ પણ લાગણીશીલ બની જાય છે.એ અડકવા ગયો પણ ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું:
"કોઈ પણ અપમૃત્યુ ના કેસમાં જ્યાં સુધી પોલીસ ન આવે ત્યાં સુધી મૃતદેહને અડવો ન જોઈએ. જેથી ખોટી રીતે કોઈ નિશાન ન પડે અને અસલી ગુનેગારને બચવા માટે તક મળે."
થોડીવાર પછી જ એમ્બ્યુલન્સ સેવા નિયત જગ્યાએ પહોંચી જાય છે. ટેક્સી ડ્રાઈવરને પુછવામાં આવ્યું તો એ કહે છે:
"ગાડી ખરાબ થવાથી એ જંગલ તરફ કુદરતી હાજતે નીકળ્યો તો અચાનક જ આ મૃતદેહ ને જોઈ હચમચી ઊઠ્યો."