Dhwani Shastra - 17 in Gujarati Horror Stories by Maulik Vasavada books and stories PDF | ધ્વનિ શસ્ત્ર - ભાગ 17

Featured Books
Categories
Share

ધ્વનિ શસ્ત્ર - ભાગ 17

"શું?" ડોક્ટર પ્રતિભાએ તરત જ જોસેફ સાથે કોમ્પ્યુટર રૂમમાં જવાનું નક્કી કર્યું. કોમ્પ્યુટર રૂમમાં પહોંચી ગયા પછી જોસેફ હતપ્રભ બની ગયો. ફરીથી તરંગ ધ્વનિ ૧૮ હર્ટઝ બની ગઈ હતી.

"હું સાચું કહું છું મેં ત્રણ થી ચાર વખત પ્રયત્ન કર્યો પણ તરંગ ધ્વનિ બદલાઈ નહીં. " જોસેફ પોતાનો બચાવ કરે છે.

"હવે રહેવા દે. તું અંહી જ રહે." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

ડોક્ટર પ્રતિભા દોડીને ટેસ્ટ કેસ પાસે પહોંચ્યા ત્યાં સુધી તો ટેસ્ટ કેસ ચુપચાપ હતો. ડોક્ટર પ્રતિભાએ પુછ્યું:
"શું સંભળાય છે?"

"મને અમ્મી અબ્બુ દેખાય છે. એ લોકો જીવતા છે. મને ધીમા અવાજે કંઈક કહેવા માંગે છે." ટેસ્ટ કેસે કહ્યું.

"શું?" ડોક્ટર પ્રતિભા પણ હતપ્રભ બની જાય છે.

"આના કાનથી લોહી આવી રહ્યું છે." સેના અધિકારી જણાવે છે.
ડોક્ટર પ્રતિભાએ પણ જોઈ તરત જ જોસેફને ધ્વનિ તરંગો બંધ કરવા માટે ઈશારો કર્યો. જોસેફ પણ તરત જ કોમ્પ્યુટર બંધ કરી દે છે.

"શું સંભળાય છે?" ડોક્ટર પ્રતિભાએ ટેસ્ટ કેસ ને પુછ્યુ.

"અમ્મી અબ્બુ દૂર જાય છે. એ રોકાશે નહીં?" ટેસ્ટ કેસ કહે છે. પછી એ ઢળી પડ્યો.

સવાર ના ચાર વાગી ગયા હતા. ડોક્ટર પ્રતિભાએ ટેસ્ટ કેસ ની આંખ જોઈ લીધા પછી ડોક્ટર રસ્તોગી પાસે એને લઈ જવાની સુચના આપી. જોસેફ પણ હવે ડોક્ટર પ્રતિભાની સાથે જ આવી ગયો.
ડોક્ટર પ્રતિભાએ જોસેફ ને ફયુઝન જનરેટર થી ધ્વનિ તરંગો ના ગ્રાફ લેવા માટે સમજાવ્યો. જોસેફ પોતે પણ ધ્વનિ ઈજનેર હોવાથી આ પ્રકારના તરંગો ના ગ્રાફ જોઈ પૃથક્કરણ કરી શકતો હતો.

ડોક્ટર પ્રતિભાએ પોતાની નોટ્સ ની અંદર લખવાનું શરૂ કર્યું:
" આજે ટેસ્ટ કેસ પર એક કલાક ના સમય સુધી અશ્ર્વય ધ્વનિ નો પ્રયોગ કરવામાં આવ્યો. સૌથી પહેલાં તો તેને સાંભળવા માં ખુબ તકલીફ થતાં માથા અને કાનમાં દુઃખાવો ઉપડ્યો. એ પછી ધીમે ધીમે એ ચિડિયાપણું બતાવવા લાગ્યો. 

એ કંઈ સ્પષ્ટ શબ્દોમાં કહી શકતો ન હતો. ધીમે ધીમે ૧૭ હર્ટઝ ની તરંગ ધ્વનિ પર એના કાનમાં થી લોહી નીકળવા લાગ્યુ. પોતાના મગજની ભ્રમ વાળી પરિસ્થિતિમાં તેને પોતાની અમ્મી અને અબ્બુ નો સાક્ષાત્કાર થયો. તે કંઈક કહેવા માંગતા હતા પણ ટેસ્ટ કેસ સાંભળી ન શક્યો.ટેસ્ટ કેસ એક કલાક માં જ ઢળી પડ્યો.જેમ જ પ્રયોગ બંધ કરવામાં આવ્યો તો તેના અમ્મી અબ્બુ પણ દેખાતા બંધ થઈ ગયા." 
ડોક્ટર પ્રતિભાએ પોતાની નોટ્સ દિલ્હી ખાતે રિસર્ચ લેબોરેટરી અને સરંક્ષણ વિભાગને મોકલી આપી. જોસેફ પણ સવારે છ વાગ્યા સુધી તો ધ્વનિ તરંગો ના ગ્રાફ ચેક કરી રહ્યો હતો ત્યારે એને એ બધા જ ગ્રાફ વચ્ચે એક સમાનતા જોવા મળી. 

ડોક્ટર પ્રતિભાને કહેવા પહેલા જ પોતે જ આ બધી ચકાસણી કરી લે એવી ઈચ્છા કરી તેણે એ વાત પોતાના સુધી જ સીમિત રાખવી ઉચિત માની.

"જોસેફ હવે આપણે એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. આપણે રોજ સતત પ્રયોગ કરીને ધ્વનિશસ્ત્ર માટે ની જરૂરી ધ્વનિ તરંગો જલ્દી થી શોધી કાઢવાની છે." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

"ઠીક છે. " જોસેફ હામી ભરી પછી ડોક્ટર પ્રતિભા સાથે વાતચીત કરી નીકળી ગયો.ટેકસી ડ્રાઈવર પણ તૈયાર જ હતો. 

સવારે છ વાગ્યા ના સમયે હજી અંધારું જ રહેતું. રોજ ના નોકરિયાત વર્ગને બાદ કરી રસ્તા પર ભાગ્યે જ ટ્રાફિક રહેતો. ટેક્સી ડ્રાઈવર પણ ફટાફટ જ બીજા બધાને ખબર પડે એ પહેલા જોસેફ ને લઈને તેના ઘરે પહોંચી જાય છે.

"એ..એ.." અચાનક જ ટેક્સી ઊભી રહેતાં અવાજ આવ્યો.

"કોણ?" ટેક્સી ડ્રાઈવરે દરવાજો ખોલતા જ સામે ના ઘરે ત્રિશલા બહાર ઊભી હતી.

જોસેફ પણ આટલી વહેલી સવારે ત્રિશલા ને જોઈ હતપ્રભ બની જાય છે. પણ ટેક્સી ડ્રાઈવર ને ઈશારો કરી પછી નીકળી જવા માટે સમજાવે છે.

"એ..આ સવારે ક્યાંથી આવ્યા?" ત્રિશલા જોસેફ ને પુછે છે.

"તારે શું ચિંતા?" જોસેફે કહ્યું.

"મને તો આ અજાણી જગ્યાએ સવારે જ ટેક્સી નો અવાજ સાંભળી ભય લાગ્યો." ત્રિશલા એ કહ્યું.
"હું નોકરી કરવા ગયો હતો." જોસેફે જણાવ્યું.

"ઓહો રાત ની નોકરી અને ઘરે પણ તાળું હતું. ભાભી બહાર ગયા લાગે છે." ત્રિશલા એ કહ્યું.

"શું? ભાભી..ભાભી.. તું મને ઓળખે છે? મારી પત્ની મૃત્યુ પામી ચુકી છે." જોસેફ ગુસ્સે થઈ કહે છે.

"ઓ.." ત્રિશલા લાંબા નિ:સાસા સાથે પોતાની ભૂલ સમજી જાય છે.

"સોરી.." ત્રિશલા હજી આગળ કંઈ કહે એ પહેલાં જ જોસેફ દરવાજો બંધ કરી ઘરમાં પ્રવેશ કરી જાય છે.

આ તરફ ટેક્સી ડ્રાઈવર પણ ત્રિશલા ની નજર બચાવીને નીકળી ગયો. ત્રિશલા ને પોતાની જાત પર ખુબ ગુસ્સો આવ્યો. એ જોસેફ ના દરવાજા ની સામે જ પોતાની જાતને એક તમાચો મારી કહે છે:

"શું જાણે છે જોસેફ વિષે? આ રીતે વર્તન કરાય. તું કેવી છોકરી છે?" 

જોસેફ પગમાં થી બુટ કાઢીને દરવાજો ખોલે છે તો હતપ્રભ બની જાય છે. ત્રિશલા પોતાની જાતને જ તમાચો મારી અપમાનિત કરી રહી હતી. જોસેફ થી આવું વર્તન જોવાયું નહીં. એ તરત ત્રિશલા પાસે પહોંચી ગયો.

"આ શું કરી રહી છો? હમણાં સોસાયટી વાળા ભેગા થઈ જશે. " જોસેફે કહ્યું.

"તમે મને માફ કરો તો જ હું બંધ કરીશ." ત્રિશલાએ કહ્યું.

"ઠીક છે." જોસેફ હાથ જોડીને કહે છે.

"આજ થી તમે મારા મિત્ર.બોલો છે મંજૂર?" ત્રિશલાએ કહ્યું.

"હા.કેમ નહીં?" જોસેફ પણ માની ગયો.

"આજે બપોરે જમવાનું મારા ઘરે જ છે. શું ખાશો?" ત્રિશલા એ પુછ્યું.

"ના. હું જાતે બનાવી શકું છું." જોસેફ જણાવે છે.

"ખોટી વાત કરી ને? ગઈકાલે મને સફરજન આપ્યા તો આજે મારો વારો." ત્રિશલા એ કહ્યું.

"ઠીક છે. આજે બપોરે જ હું આવીશ." જોસેફે જણાવ્યું.

ત્રિશલા પણ ખુશ થઈ જાય છે. જોસેફ માંડ શાંતિ થવાનું વિચારી પછી પોતાના ઘરે જઈને સુઈ ગયો. આ તરફ ત્રિશલા પણ ખુશ મિજાજ થી જોસેફ માટે સરસ જમવાનું તૈયાર કરવામાં લાગી ગઈ.

જોસેફ ભરપૂર ઊંઘમાં હતો એ વખતે જ અચાનક તેને વિચિત્ર પ્રકારના સ્પંદનો સંભળાય છે. જાણે કે ધરતી ધ્રુજી ઊઠી હતી એ પ્રકારના સ્પંદનો!! ચારે તરફ નાસ ભાગ મચી હતી. એ સફાળો જાગી ગયો.

"શું થયું?" જોસેફ ઊઠ્યો તો‌ કંઈ જ ન હતું. એ પોતે પણ હતપ્રભ બની જાય છે. ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા.

"કોણ છે?" જોસેફ ગુસ્સે થઈ પુછે છે.

"હું ત્રિશલા. જમવાનો સમય થયો." ત્રિશલાએ કહ્યું.

"ઓહ.. બપોર પડી ગઈ." જોસેફ ગભરાઈ દરવાજો ખોલી નાખે છે.

"હું તમારી રાહ જોવું છું." ત્રિશલાએ કહ્યું.

"એ કરતા તમે અંહી જ જમવાનું આપી જાવ." જોસેફે કહ્યું.

"એમ ન હોય. ઘરમાં આવી ગરમાગરમ રોટલી જમો." ત્રિશલા એ કહ્યું.

"ઠીક છે. હું થોડીવાર પછી આવું." જોસેફ જણાવે છે.

આ તરફ ત્રિશલા બધી જ તૈયારીઓ કરીને રાખે છે. જોસેફ જેમ જ ત્રિશલા ના ઘરમાં પ્રવેશ કરે છે તો અચાનક જ તેને ઊંઘ દરમિયાન સંભળાતા સ્પંદનો કાને પડ્યા.

"ભાગો ધરતીકંપ આવશે. "જોસેફ અચાનક જ ત્રિશલા નો હાથ પકડી તેને ઘરની બહાર લઈ નીકળી જાય છે.