Amidst the whirlwinds of doubt - 23 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 23

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 23

બરોડા પહોંચ્યા પછી સોનાલી ના પપ્પા ને ઘરે તેમના બેડરૂમ માં આરામ કરવા નું કહી તેમના મિત્રો એ રજા લીધી, ઘર માં સોનાલી ની મમ્મી, ભાઈ અને સોનાલીએ નક્કી કર્યું કે તેઓ મેઘલ ના પરિવાર વિશે એકપણ વાત નહીં કરે એકદમ નોર્મલ જાણે કશું જ બન્યું નથી એમ જ રહેશે, તેઓ રોજિંદા કામ માં પરોવાઈ ગયા, સાંજ થઈ એટલે સોનાલી ના પપ્પા એ તેમનું કામ શરૂ કર્યું, સોનાલી ને ખુબ સારું લાગ્યું, તેની આંખ માંથી ભગવાન પ્રત્યે આભાર અને આનંદ ના આંસુ વહી રહ્યા, સોનાલી રસોડા માં ગઈ તો તેની મમ્મી રસોડા માં રડતી હતી, સોનાલી ને પાછળ ઉભેલી જોઈને તેણે આંસુ લૂછી નાખ્યા, સોનાલી એ તેની મમ્મી ને સાંત્વના આપતા કહ્યું કે હવે બધું સારું થઈ જશે, પપ્પા એકદમ ઠીક છે, તમે રડી ને પાછું બધું યાદ ના કરાવશો, એ ખરાબ ઘટના યાદ કરીને આપણે શું કામ દુઃખી થઈએ ? જેણે કર્યું હોય એ થાય સોનાલી ની મમ્મી ધ્રૂસકે ને ધ્રૂસકે વધારે રડવા લાગી, તેણે રડતા રડતા સોનાલી ને કહ્યું કે અમે લગ્ન પછી પહેલીવાર મળવા આવ્યા ને અમારી આવી હાલત કરી તો તું તો મહિના થી એ ઘર માં રહેતી હતી તને શું નહિ કરતા હોય ? સોનાલી એ તેની મમ્મી ને પાણી આપ્યું અને સમજાવી કે બધું ભૂલી જવાનું હવે કયાં આપણે કોઈ નું નામ લેવું છે કે એમના ઘર માં જવું છે ? સોનાલી ની મમ્મી શાંત થઈ પછી સોનાલી ઉપર તેના રૂમ માં ગઈ, તેને પણ રડું આવી ગયું તે તેની મમ્મી –પપ્પા સામે સ્ટ્રોંગ રહેતી, પણ અંદર થી એ મોટી ચીસ પાડી ને બધું જ બહાર કાઢી નાખવા માંગતી હતી, એ દરવાજો બંધ કરી ને ખૂબ રડી, થોડી વાર પછી શાંત થઈ ને પાણી પીને તે અગાસી માં ઊભી રહી, ક્યાંય સુધી અગાસી માં આંટા માર્યા, તેના ફેવરિટ પ્લાન્ટ સાથે બેસી રહી પછી અંદર આવી,અને ગયા મહિને લગ્ન પહેલા લોક કરેલા પોતાના કબાટ નું લોક ઓપન કર્યું, અને અંગત ડાયરી લખવા માટે કાઢી, ડાયરી ખોલી, તેણે કોરા પેજ પર તારીખ નું ટાઇટલ કર્યું 
13 /1/2007 , તેણે ડાયરી માં પોતાના બધા જ ઇમોશન્સ ઉતારી દીધા, તે રિલેક્સ થઈ, આમ પણ આવતી કાલે ઉતરાયણ હતી એટલે મોટા ભાગ ની અગાસી પર થી પતંગ ચગતી હતી, અગાસી માં મોટા સ્પીકર માં 90's ના સોંગ વાગતા હતા, સોનાલીએ આવા સરસ વાતાવરણ માં પોતાના ઇમોશન્સ અંગત ડાયરી માં ઉતારી ને એકદમ ખાલી, શૂન્ય થઈ ગઈ, સોનાલી પોતાની ડાયરી પાછી કબાટ માં મૂકી લોક કરી ને અગાસી માં ગઈ, તેણે આથમતા સૂર્ય ને નિહાળ્યો, અગાસી માં વાગતા સોંગ ને એન્જોય કર્યા, ખૂબ પાણી પીધું, બાજુ ની અગાસી માં ઊભેલી તેની પાડોશ માં રહેતી બહેનપણી કાજલ સાથે થોડી વાત કરી પછી સોનાલી તેના રૂમ માં આવી બેડ પર આડી પડી, ક્યાંય સુધી તે આંખો બંધ કરી જાગતી પડી રહી, રાત્રે રસોઈ થઈ ગયા પછી તેની મમ્મી એ સોનાલી ને બૂમ પાડી નીચે બોલાવી, આજે બધા એ સાથે બેસી ભોજન લીધું, કોઈ કઈ બોલ્યું નહોતું, પણ શાંતિ થી પૂરા પોઝીટીવ માઇન્ડ થી બધા વર્તન કરતા, સોનાલી આવો સમય છેલ્લા 1 મહિના થી રોજ મિસ કરતી, આજે સોનાલી વધુ રિલેક્સ થઈ હતી, જમીને બધું કામ પતાવીને તે ઉપર પોતાના રૂમ માં ગઈ, અને પોતાની ફેવરિટ બુક કાઢી વાંચવા લાગી, રાત્રે 9 :30 થયા એટલે સોનાલી ના મોબાઈલ માં રિંગ વાગી, સોનાલી એ જોયું તો મેઘલ નો ફોન હતો, સોનાલી એ રિંગ પૂરી થતા ની સાથે જ ફોન સ્વીચ ઓફ કરીને કબાટ નું લોક ખોલી તેમાં મોબાઇલ મૂકી ને પાછું લોક કરી દીધું, સોનાલી ને વાત જ નહોતી કરવી, કશું વિચારવું પણ નહોતું, કોઈ નો વાંક પણ નહોતો જોવો, બસ એ દિશા માં જવું જ નહોતું, એક શૂન્ય ભાવ હતો, એને એક પણ શબ્દ બોલવો નહોતો, અને સાંભળવો પણ નહોતો, સોનાલી ને ગુસ્સો પણ નહોતો, અપેક્ષા પણ નહોતી, બસ શૂન્ય ભાવ, અને ઇશ્વર ને આભારી હતી કે બહુ જલ્દી થી સત્યતા બતાવી દીધી હતી, એને કોઈ પ્રત્યે કઈ જ ફરિયાદ નહોતી, બસ અહીંયા થી બધું જ સ્ટોપ કરી દેવું હતું, તે પોતાની બુક વાંચવા લાગી આજે તેણે બુક નો રિવ્યૂ બનાવવાનો શરૂ કર્યો. રાત્રે ઊંઘ આવી એટલે બધું સમેટી ને તે સૂઈ ગઈ, બીજા દિવસે સવારે તે ઉઠી, ફ્રેશ થઈ ને તૈયાર થઈ ને નીચે ગઈ, આજે ઉત્તરાયણ હતી, ચા પીતા પીતા તેણે તેના ભાઈ અને મમ્મી સાથે વાત કરી કે મેઘલ નો ફોન રાત્રે આવ્યો હતો, પણ સોનાલી ને વાત કરવી જ નહોતી કે કંઇ ચર્ચા કરવી નહોતી એટલે ફોન સ્વીચ ઓફ કરીને કબાટ માં મૂકી લોક કરી દીધું છે, વાત પૂરી થયા પછી બધા ઊભા થયા, સોનાલી નો ભાઈ ઉપર અગાસી માં ગયો, સોનાલી ની મમ્મી મંદિર જવા નીકળી, તેણે સોનાલી ને સાથે આવવા માટે કહ્યું, પણ સોનાલી એ ના પાડી, તેના પપ્પા એ રાબેતા મુજબ કામ શરૂ કરી દીધું હતું, સોનાલી ઘર માં એકલી જ હતી, તે હીંચકા પર બેસી ઝૂલવા લાગી, થોડી વાર પછી ઉપર પોતાના રૂમ માં ગઈ, થોડી સાફ સફાઈ કરતા તેણે તેના ફેવરિટ સોંગ અગાસી માં વાગતા સ્પીકર માં સાંભળ્યા, કામ કરીને પાછી ફ્રી થઈ ગઈ, તેણે તેની બાજુ માં રહેતી ફ્રેન્ડ ને તેની અગાસી માં બોલાવી, આમ તો ઉત્તરાયણ સોનાલી નો ફેવરીટ તહેવાર હતો, તે સવાર થી જ અગાસી માં જઈ છેક રાત સુધી અગાસી માં જ રહેતી અને પતંગ ચગાવતી, પણ આજે તેને એન્જોય પતંગ ચગાવી ને નહીં માત્ર જોઈને કરવું હતું, તે અને તેની ફ્રેન્ડ સોનાલી ની ભાઈ પતંગ ચગાવતો હતો, તે ઉપર ની અગાસી માં ગયા, અને શાંતિ થી બેઠા, તેના ભાઈ ને જોઈતી હેલ્પ તેઓ કરતા, આમ આખો દિવસ અગાસી માં શાંતિ થી સોનાલી એ પસાર કર્યો, બીજા દિવસે વાસી ઉતરાયણ પણ એવી જ રહી, સોનાલી ને આ બે દિવસ તહેવાર ના ક્યાં જતા રહ્યા ખબર ના પડી અને પછી ના દિવસે સોનાલી નો ટાઈમ જતો નહોતો તે તેની સ્કૂલ ની જોબ અને ટ્યુશન મિસ કરી રહી હતી, તેણે તેની ખાસ ફ્રેન્ડ ભાવિકા ને ફોન કર્યો, તે જોબ કરતી હતી, સોનાલી એ બપોર ની રીસેસ માં તે મળી શકશે? એવું પૂછવા જતી હતી ત્યાં તો ભાવિકા એ સામે થી કહ્યું કે જો તે ફ્રી હોય તો બેંક માં આવી જાય, એમ પણ બેંક માં આજે કોઈ બહુ સ્ટાફ નથી, એના સ્ટાફ માં કોઈ ના મેરેજ હતા ત્યાં બધા ગયા હતા, ભાવિકા તેની મમ્મી ની તબિયત ને કારણે જઈ શકી નહોતી, લગભગ રજા જેવું જ હતું, કોઈ ખાતેદાર આવે તો જવાબ આપવા સિવાય કશું કામ થઈ શકે તેમ નહોતું, સોનાલી એ ફોન માં હા પાડી, સોનાલી ની મમ્મી આવી એટલે સોનાલી તેમને કહીને ભાવિકા ની બેંક માં જવા નીકળી, ત્યાં ગયા પછી બપોરે 12 થી સાંજે 5 :30 સુધી બંને એ વાતો કરી, આખો દિવસ સાથે રહ્યા, સોનાલી ને સારું લાગ્યું પણ ભાવિકા ને સોનાલી ની વાત સાંભળી ખૂબ દુઃખ થયું, તે રડી પડી હતી, એમ પણ ભાવિકા સોનાલી ના ઘરે નિયમિત આવતી જતી અને ફેમિલી ની જેમ જ રહેતી, આજે પણ તે 3 –4 દિવસ તેની મમ્મી ને કહી ને સોનાલી ના ઘરે રાત થી રોકાવા માટે આવવાની હતી.
સોનાલી સાંજે ઘરે આવી ત્યારે પહેલા ની જેમ જ ફ્રેશ લાગતી હતી, રાત્રે તેણે તેના પપ્પા ને કહ્યું કે તે ટ્યુશન અને જોબ ફરી થી ચાલુ કરવા માંગે છે, ઘર માં ફ્રી રહેવાથી તેનો ટાઇમ નહીં જાય, તેને એક્ટિવ રહેવું છે, સોનાલી ના પપ્પા એ હા પાડી કે તને જેમ ગમે એમ કર બસ તું ખુશ રહે, સોનાલી જવાબ સાંભળી ખુશ થઈ ગઈ, સોનાલી અને ભાવિકા જમીને ઉપર સોનાલી ના રૂમમાં જતા રહ્યા, આજે સોનાલી બુક વાંચવાની જગ્યાએ પેઇન્ટિંગ બનાવી રહી હતી અને ભાવિકા પણ પોતાનું અલગ પેઇન્ટિંગ કરી રહી હતી બંને બહેનપણીઓ વાતો કરતી જાય અને પેઇન્ટિંગ બનાવતી જાય તેમને તેમના નાનપણના દિવસો યાદ આવી ગયા. આજે સ્કૂલ ના અને કોલેજના દિવસો યાદ કરીને તેઓ ખૂબ જ હસ્યા. ઊંઘ આવી એટલે લાઈટ ઓફ કરી ને સૂઈ ગયા, બીજા દિવસે ભાવિકા સવારે ચા –નાસ્તો કરી તૈયાર થઈ સોનાલીની મમ્મી એ રેડી કરેલું લંચ બોક્સ લઈ તે બેંક માં જવા નીકળી ગઈ, અને સોનાલી તૈયાર થઈ સ્કૂલ માં પ્રિન્સીપાલ ને મળવા ગઈ, સ્કૂલ માં પહોંચી તે પ્રિન્સીપાલ ની ઓફિસ માં ગઈ અને રિક્વેસ્ટ કરી કે તે પાછી જોબ ચાલુ કરવા માંગે છે, અને ખાતરી આપી કે તે ચાલુ જોબ માં વચ્ચે રાજીનામું નહીં મૂકે, પ્રિન્સિપાલે કહ્યું કે ગયા મહિને સોનાલી એ મૂકેલા રાજીનામા પછી તેમણે નવા શિક્ષક લઈ લીધા છે અને એ પણ કોન્ટ્રાક્ટ સાથે, એટલે કોન્ટ્રાક્ટ બ્રેક થાય એમ નહોતો પણ પ્રિન્સિપાલે તરત જ બીજી સ્કૂલ માં ફોન કરી સોનાલી ને શિક્ષક તરીકે લેવા ભલામણ કરી, ફોન મૂક્યા પછી પ્રિન્સિપાલે સોનાલી ને બીજી સ્કૂલ નું એડ્રેસ આપ્યું, અને કહ્યું તે ત્યાં જાય, સ્કૂલ સારી છે, સોનાલી એ એડ્રેસ જોયું તો તેના ઘર પાસે જ નજીક માં થોડા અંતરે સ્કૂલ હતી, સોનાલી પ્રિન્સીપાલ નો આભાર માની બહાર નીકળી સ્ટાફ રૂમ માં ગઈ ત્યાં બેઠેલા બધા શિક્ષકો ને મળી, થોડીવાર બેસી ને, મળી ને નીકળી ગઈ, તે ડાયરેક્ટ પ્રિન્સિપાલ ના કહેવા પ્રમાણે સ્કૂલ ના એડ્રેસ પર ગઈ, સોનાલી એ ઘડિયાળ માં જોયું તો બપોર ના 1:25 થઈ હતી, તે ફોન પર નક્કી થયેલા ટાઈમ કરતા 5 મિનિટ વહેલી પહોંચી હતી, સોનાલી વેઇટિંગ એરિયા માં બેઠી, થોડી વાર પછી તેને ઓફિસ માં બોલાવી, સોનાલી એ અંદર જઈ પ્રિન્સીપાલ મેડમ સાથે ઔપચારિકતા નિભાવી અને સામે ચેર પર બેઠી, પ્રિન્સીપાલ મેમ સાથે પૂરા આત્મ વિશ્વાસ થી વાત કરી, ડોક્યુમેન્ટ સોનાલી લઈ ગઈ નહોતી, એટલે આવતી કાલ ના ડેમો લેસન ટાઇમે સાથે રાખે એવું જણાવી સોનાલી ને બીજા દિવસે ડેમો લેસન નો ટાઈમ આપ્યો, સોનાલી આભાર માની ને બહાર નીકળી, ઘરે ગઈ અને ઘર માં વાત કરી કે બીજી સ્કૂલ માં આવતી કાલે ડેમો લેસન છે, તે જમી ને ઉપર ગઈ, આમ તો ડેમો લેસન ની તૈયારી ની સોનાલી ને જરૂર જ નહોતી, ગમે તે ટોપિક સોનાલી તૈયારી કર્યા વગર ભણાવી દે તેમ હતું, પણ તોય સોનાલી ટાઈમ પાસ માટે બધી બુક્સ કાઢી ને બેઠી, અને પેજ ફેરવી ને એક નજર નાખવા લાગી, સાંજે તેણે લેન્ડલાઇન પર થી બધા ટ્યૂશન ના વિધાર્થીઓ ને પરમદિવસે પાછા ટ્યુશન માં ભણવા આવી જાય તેમ કહી દીધું, આમ તો સોનાલી એ કોર્સ પૂરો કરી નાખ્યો હતો, પણ પોતે રિવીજન કરાવશે, ને એક્સ્ટ્રા બુક ના એકાઉન્ટ અને સ્ટેટિક્સ માં પ્રેક્ટિસ કરાવશે, બધા સ્ટુડન્ટ્સ ને ફોન કરી સોનાલી એ હાશ અનુભવી, પરમદિવસ થી તેનું વર્ક શરૂ થઈ જશે, સોનાલી ડેમો લેસન આપ્યા પહેલા જાણે નોકરી મળી જ ગઈ હોય એટલા વિશ્વાસ થી પરમ દિવસ નું પ્લાનિંગ કરી રહી હતી. બીજા દિવસે સવારે ઉઠી તૈયાર થઈ સોનાલી બરાબર સવારે 10: 45 વાગે સ્કૂલ માં ડેમો લેસન માટે હાજર થઈ ગઈ, તેણે બપોરે 2 :00 વાગ્યા સુધી માં પોતાના ડેમો લેસન આપી દીધા, આમ તો 4 વિષય ના આપવાના હતા, પણ સોનાલી 2 વિષય ના ડેમો લેસન માં જ સિલેક્ટ થઈ ગઈ હતી, સોનાલી પ્રિન્સીપાલ ની ઓફિસ માં ગઈ, તેણે તેના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા, પ્રિન્સીપાલ તેના ડોક્યુમેન્ટ્સ પર નજર ફેરવતા બોલ્યા કે તે સિલેક્ટ થઈ ગઈ છે, પછી પગાર, સ્કૂલ ના નિયમો , વિશે વાત થઈ, વાત પૂરી થયા પછી આવતીકાલ થી જ સર્વિસ શરૂ કરવાનું પ્રિન્સિપાલે કહ્યું, સોનાલી મેમ આભાર માની ઓફિસ ની બહાર નીકળી, સોનાલી ખૂબ ખુશ હતી, તેને 11 અને 12ધોરણ ના જ પોતાના સબ્જેક્ટ ભણાવવા મળ્યા હતા, અને સ્કૂલ તેના ઘર ની થોડીક નજીક હતી, સોનાલી ને ડર હતો કે અડધા સત્ર માં નોકરી મળશે કે નહીં ? અને મળશે તો ધોરણ અને વિષય માં જતું કરવું પડશે, પણ સોનાલી ને જેવી જોઈએ તેવી જ જોબ પછી મળી ગઈ હતી, તેણે ઘરે આવી ને બધાને ખુશ ખબર આપ્યા, આજ નો આખો દિવસ ખુશહાલ રહ્યો