Rakt Pichash no Kaher in Gujarati Horror Stories by Vedant Kana books and stories PDF | રક્ત પિશાચ નો કહેર

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

રક્ત પિશાચ નો કહેર

સાંજના અંધકારે ગામના ખૂણેથી ઉઠતી પાંખવાળી જીવાતોના અવાજો સાથે આખું વાતાવરણ ગાઢ થઈ ગયું હતું. જૂના કિલ્લાની દિવાલો ઉપર ઊંચી ઊંચી ઘાસ ઊગી ગઈ હતી અને ત્યાંથી આવતો પવન જાણે કોઈ અજાણી ચેતવણી આપી રહ્યો હતો. 

ગામનાલોકો વર્ષોથી કિલ્લાના તળિયામાં આવેલી કોફિનોથી દૂર રહેતા. કહેવાતું કે, ત્યાં સૂતેલા માણસો ક્યારેય સવાર સુધી જીવતા નહીં રહેતા. રાત્રે તેઓના શરીર પરથી લોહી ચૂસી લેવાતું અને સવારે ફક્ત ફિક્કા, નિર્જીવ ચહેરા મળતા.


કિલ્લાના તળિયામાં ભારે લાકડાની કોફિનો એક પછી એક સાથે ગોઠવેલી હતી. અંદરથી હલચલ થતી હતી, જાણે કોઈ ચામાચીડિયાં પ્રાણી પોતાના પાંખો ફફડાવીને બહાર આવવા તડપતું હોય. એક રાત્રે, ગામનો યુવાન વિક્રમ, જિજ્ઞાસાથી ભરેલો, કિલ્લાની અંદર ઘૂસી ગયો.

હાથમાં માત્ર તેલનો દીવો, જેના કમકમતા પ્રકાશમાં દિવાલો ઉપર અજગર જેવી છાયાઓ નાચતી હતી. દરવાજો ખોલતાં જ એક ઠંડો હવા નો ઝાટકો આવ્યો, જાણે સદીયોથી અંદર કેદ રહેલા કોઈએ શ્વાસ લીધો હોય.

વિક્રમ આગળ વધ્યો, અને તેને એક કોફિન અર્ધી ખૂલી મળી. અંદર એક મૃતદેહ, પણ તેની આંખો બંધ નહોતી. આંખોના પાંપણ નીચે કાળો અંધકાર ચમકતો હતો. અચાનક એ મૃતદેહે આંખ ખોલી અને ફાટક જેવા તીખા દાંત દેખાડ્યા.

વિક્રમ પાછળ હટ્યો, પરંતુ કોફિનમાંથી બહાર નીકળેલો એ રક્ત પિશાચ વીજળી જેવી ઝડપથી તેના પાછળ ચડ્યો. તેની ઠંડી આંગળીઓ વિક્રમની ગરદન પકડીને લોહી ચૂસવા લાગી. દીવાના પ્રકાશમાં વિક્રમની ચીસ ગુંજી, પણ અવાજ બહાર સુધી ન પહોચ્યો.

ગામના લોકો બીજા દિવસે સવારે કિલ્લા બહાર વિક્રમનો દીવો તૂટેલો મળ્યો, પણ વિક્રમ ક્યાંય ન હતો. ફક્ત કિલ્લાની મજલીસમાં, એક નવી કોફિન ગોઠવાઈ હતી. સાંજે, કોઈએ તળિયાની અંધારી ખિડકીમાંથી જોયું, તો અંદરથી લાલ આંખો ચમકી રહી હતી. લોકો સમજ્યા કે હવે રક્ત પિશાચ પાસે એક નવો સાથી છે… અને રાતે સૂતા કોઈ પણ સુરક્ષિત નથી.

ગામમાં ભયનો માહોલ એ રીતે ફેલાયો કે સાંજ પડતા જ દરેક ઘરમાં દરવાજા મજબૂત બંધ થઈ જતા અને બારીઓ પર લાકડાના સળિયા ચડાવી દેતા. પણ કિલ્લામાંથી આવતો પાંખ ફફડાવવાનો અવાજ અને દૂરથી સાંભળાતા અજાણ્યા ચીસોના પ્રતિધ્વનિ એ ભયને વધુ ઊંડો કરતા. કોઈ હિંમત કરીને બહાર જતું ન હતું.

એક રાતે, ગામની વૃદ્ધ સ્ત્રી કમલા, જે હંમેશા કહેતી કે કિલ્લાની અંદરની કહાની તેને ખબર છે, અચાનક પોતાના ઘરમાંથી ગાયબ થઈ ગઈ. બીજા દિવસે સવારે, ગામના બાવટા પાસે લોહીની લાઈન જોવા મળી, જે સીધી કિલ્લાની તરફ જતી હતી. કેટલાક યુવાનોએ મન મજબૂત કરીને એ લાઈનને અનુસરવાનું નક્કી કર્યું.

તેઓ કિલ્લાના તળિયાના દ્વાર સુધી પહોંચ્યા. અંદર પ્રવેશતા જ, ચામાચીડિયાં ના ઝુંડ પાંખો ફફડાવતાં તેમના આસપાસ ફરી વળ્યા. દીવાલો પર લટકતી જાળાઓ, જમીન પર પડેલા અર્ધસડેલા હાડકાં અને મધ્યમાં રાખેલી જૂની કાળાં રંગની કોફિન બધું જાણે શ્વાસ લેતું હોય એવું લાગતું. એક કોફિનનું ઢાંકણ ધીમે ધીમે ઊંચું થતું ગયું.

અંદરથી વિક્રમ બહાર આવ્યો પણ એ હવે માણસ નહોતો. તેના ચહેરા પર પીળાશ, આંખોમાં લાલ અજવાસ અને હોઠોના ખૂણામાં તાજું લોહી ઝળહળી રહ્યું હતું. તેની પાછળ કમલા પણ ઊભી હતી, પણ એના મુખ પર શાંતિ નહિ ભૂખ દેખાતી હતી. વિક્રમ ધીમા સ્વરે બોલ્યો, “હવે અમે સૂતા નથી… અમે તારા માટે રાત્રે જાગીએ છીએ.”

યુવાનો ભાગવા મંડ્યા, પણ તળિયાનો દ્વાર બંધ થઈ ગયો. બહાર ફક્ત ગામમાં, દૂર, એક નાનો દીવો કમકમતો દેખાતો હતો. લોકો એ રાતે રાહ જોઈ, પણ સવારે ગામમાં પાંચ નવા ઘરોમાં બારીના કાચ પર લાલ દાગ જોવા મળ્યા. કોઈ જાણતું નહોતું કે કોણ આગલી રાત સુધી જીવે છે…

ગામના લોકો હવે દર રાતે ડરીને જાગતા હતા. બારીઓમાંથી આવતા અજાણ્યા ઠંડા પવન અને પાંખ ફફડાવવાના અવાજો તેમની હાડપિંજર સુધી ઠંડક ઉતારી દેતા. બાળકો રડતા અને વૃદ્ધો પ્રાર્થનાઓ કરતા, પણ કિલ્લાનો અંધકાર જાણે દરેક ઘરમાં પ્રવેશી ગયો હતો.

એક રાતે, ગામનો એક માત્ર બહાદુર માણસ, હરીશ, નક્કી કરે છે કે હવે આ અંત હોવો જ જોઈએ. હાથમાં મશાલ અને કમરમાં લાકડાનો મોટો ખૂંટો લઈને તે કિલ્લાની તરફ ચાલ્યો. દરિયાઈ મોજાં જેવા પવનમાં મશાલનો શીખો ડોલતો, પણ હરીશના પગ પાછા ન ખેંચાયા.

કિલ્લાની અંદર પ્રવેશતા જ, તેને એક અજાણી સુગંધ આવી લોહી અને સડાંસૂગંધનું ભયાનક મિશ્રણ. તળિયામાં ઊતરતાં, તેણે જોયું કે દિવાલો પર જૂના ચિહ્નો દોરેલા હતા, વીંછી, ચંદ્ર અને તલવારના ચિત્રો. મધ્યમાં એક વિશાળ કાળી કોફિન હતી, જે અન્ય બધાંથી અલગ, ચાંદીની સાંકળોથી બંધ હતી.

અચાનક, વિક્રમ અને કમલા બન્ને પ્રગટ થયા. તેમની આંખોમાં તેજ એવો કે મશાલનો પ્રકાશ પણ ફીકો લાગે. વિક્રમ હસીને બોલ્યો, “તારે લાગે છે અમે બધાનો અંત છીએ? નહીં હરીશ… અમે ફક્ત દરવાજા છીએ.” એટલું કહીને તેણે ચાંદીની સાંકળ તોડી નાખી.

કોફિનનું ઢાંકણ ધીમે ધીમે ખૂલ્યું… અંદરથી કાળાં પાંખોનો એક મહાકાય પિશાચ બહાર આવ્યો, જે બાકીના બધા કરતાં ભયંકર હતો. તેના દાંત તલવાર જેવા લાંબા અને અવાજ વીજળીના કડાકા જેટલો હતો. તેણે આંખો ખોલતાં જ આખું તળિયું લાલ અજવાસથી ભરાઈ ગયું.

હરીશને સમજાયું કે ગામ જે પિશાચથી ડરતું હતું, એ તો ફક્ત તેના ગુલામ હતા. સાચો શાસક હવે જાગ્યો હતો. અને એ પહેલી જ રાતે આખા ગામને પોતાનું બનાવી લેવા નીકળ્યો…

રાત પૂરી થવા પહેલા, કિલ્લાની બારીઓમાંથી અનેક લાલ આંખો ઝગમગતી દેખાઈ. હવે ગામનું નામ નકશામાંથી હંમેશા માટે ગાયબ થવાનું હતું.

કિલ્લાના શાસક પિશાચના જાગવાથી આખું ગામ એક જ રાતમાં નર્ક બની ગયું. ઘરનાં દરવાજા તોડી પાડવામાં આવ્યા, બારીઓમાંથી ઠંડા પાંખોના ઝાપટા આવતા અને ચીસો આકાશમાં ગુંજતી. જે પણ માણસ પકડાયો, તેની ગરદન પર તીખા દાંત ઘૂસી જતા અને થોડા પળોમાં તે પણ લાલ આંખો ધરાવતા પિશાચ બની જતો.

હરીશ ભાગીને કિલ્લાના તળિયામાં પાછો પહોંચ્યો, કારણ કે તેને યાદ આવ્યું કે ચાંદીની સાંકળ તોડી તો હતી, પરંતુ કોફિનની અંદર એક વધુ રહસ્ય છુપાયેલું હતું એક પ્રાચીન કાગળનો ગ્રંથ, જેમાં પિશાચોના શાપને બંધ કરવાનું મંત્ર લખેલું હતું. દિવાલની પાછળ છુપાયેલું તે ગ્રંથ તેણે કાઢ્યું, પણ વાંચતા જ તેને સમજાયું કે મંત્ર પૂરો કરવા માટે એક જીવંત મનુષ્યનું હૃદય જરૂરી છે.

હરીશ જાણતો હતો કે આ બલિદાન વગર ગામને બચાવી શકાતું નથી. તે કોફિનની સામે ઊભો રહ્યો, મંત્ર પઢવા લાગ્યો, પણ પિશાચ શાસક એના પર વીજળી જેવી ઝડપથી તૂટી પડ્યો.

છેલ્લી ક્ષણે હરીશે પોતાના છાતી પર છરી મારી દીધી અને પોતાનું હૃદય ખેંચીને મંત્ર પૂર્ણ કર્યો. કિલ્લા અંદર ભયાનક ગર્જના ગુંજી, બધી કોફિન એક પછી એક તૂટી પડી, અને બધા પિશાચો રાખમાં ફેરવાઈ ગયા.

સવારે ગામમાં શાંતિ હતી, પરંતુ કિલ્લાની તળિયાની ખિડકીમાંથી એક કોફિન અખંડિત દેખાતી હતી… તેની અંદર હરીશનો શરીર નહોતો ફક્ત લાલ આંખોની એક ઝલક, જે ધીમેથી સ્મિત કરતી હતી.

ભયનો અંત આવ્યો નહોતો… તે ફક્ત એક નવા શાસકના જન્મ માટેનો પ્રારંભ હતો.