Mystery of Haunted Red Door in Gujarati Horror Stories by Vedant Kana books and stories PDF | લાલ દરવાજા પાછળનું રહસ્ય

Featured Books
Categories
Share

લાલ દરવાજા પાછળનું રહસ્ય

સ્થળ: લીમડી, સુરેન્દ્રનગર જીલ્લો, ગુજરાત

ગુજરાતના એક જૂના ગામનું નામ હતું લીમડી. આ ગામમાં થોડાં જ લોકો વસતા, પણ ગામની એક વિશેષતા હતી — ગામના છેડે ઉભેલું એક જૂનું વટવૃક્ષ. વર્ષોથી એ વૃક્ષ ત્યાં જ હતું, સુકાયેલાં શાખાઓ અને કાળાં પડછાયાંવાળું એવું કે નજર પડે ત્યાં સુધી ડર લાગતો. કહેવાતું હતું કે એ વૃક્ષ નીચે કોઈક સમયે તાંત્રિક વિધિ કરાયેલી હતી.

એક રાત્રે, અમાવાસની કાળી રાત્રિ, આખું ગામ શાંતિમાં ઊંઘતું હતું.રાતે કુતરો જો આકાશ માં જોશે, ધીમે ધીમે ઘૂંઘાટ કરતી રીતે ભુંકે, તો લોકો માનવે છે કે તે અદૃશ્ય આત્માઓને જોઈ રહ્યું છે. કહેવામાં આવે છે કે કુતરા આત્માની હાજરીને અનુભવી શકે છે, અને તેનું ભોંકવું ભયાનક શક્તિનું સંકેત હોય છે. આકાશમાં ચાંદ પણ ન હતો, અને વીજળીની ઝબક સાથે કડાકા ભડાકા થઇ રહ્યા હતા. અચાનક ગામના લોકોએ વૃક્ષ તરફથી અજીબ અવાજો સાંભળ્યા  કોઈ સ્ત્રીના હસવાના, કાંઈક ખસડાતા પગલાંના અને અજીબ ચીસોના અવાજો સંભળાયા.

કેટલાંયે કહ્યું કે તેઓએ વૃક્ષની છાંયામાં સફેદ સાડી પહેરેલી છબી જોઈ હતી, જે હળવી હળવી હસી રહી હતી. એક વૃદ્ધે તો કહ્યું કે એ રાત્રે વૃક્ષની આજુબાજુ હવા પણ ઊભી રહી ગઈ હતી — શ્વાસ લેવો મુશ્કેલ બન્યો હતો.

આજેય એ વૃક્ષ પાસે કોઈ પણ સાંજ પછી નથી જતું. ગામનાં બાળકોને એ જગ્યા માટે ચેતવણી આપવામાં આવે છે: "વૃક્ષનો પડછાયો પડતી પહેલાં ઘર પહોંચી જજો."

લીમડી નજીકના એક નાના ગામમાં એક જૂની હવેલી હતી — લોકો તેને "લાલ દરવાજાવાળી હવેલી" તરીકે ઓળખતા. કહેવાય છે કે ત્યાં ઘણાં વર્ષો પહેલા ઠાકોરસાહેબનો વસવાટ હતો. એ હવેલીમાં તેમના સાથે એક દાસી રહેતી જેનું નામ હતું રુપા. રુપા ખૂબ સુંદર હતી, પણ તેને લોકો તરફ આકર્ષિત થતી એવી તાંત્રિક શક્તિઓમાં રસ હતો. એક રાત્રે, પુનમના ચાંદ નીચે, તેણે થાળીમાં દીવો મૂકી તાંત્રિક વિધી શરૂ કરી, પણ કંઈક તો ભૂલ થઈ ગઈ...

એ રાત્રે, હવેલીમાં રહેલા બધાં લોકોને હ્રદયઘાત થયો. જલદીજ ગામમાં રટણ થઈ ગઈ કે રુપાની ભૂતિયાઈ વિધીનો અસરો બધા ઉપર થયો છે. તેના પછી, હવેલી બંધ કરી દેવામાં આવી, અને લોકો એ વિસ્તારથી દૂર રહેવા લાગ્યા.

વર્ષો બાદ, અમદાવાદથી ચાર મિત્રોએ વાર્તાઓ સાંભળી અને હવેલી શોધવાનું નક્કી કર્યું. તેઓ રાત્રે ૧ વાગ્યે લાલ દરવાજા તોડી અંદર ગયા. અંદરનું વાતાવરણ ઠંડુ, ભયાવહ અને શાંત હતું. છત પરથી ગળા સાથે બાંધી દીધેલ ઘૂંટણવાળી મૂર્તિ દેખાઈ આવી, જે ધીમે ધીમે લહેકી રહી હતી.

તેઓએ આ અવાજો પણ સાંભળ્યા:
"મારે વિધિ અધૂરી રહી ગઈ છે... કોણ પૂરી કરશે?"
"હું અહીંથી નહિ જાઉં... ક્યારેય નહિ!"

એક મિત્ર, વિક્રમ, હવેલીના અંદરના રૂમમાં પહોંચ્યો અને ત્યાં કંઈક ચમકતું જોઈને તેને હાથ લગાવ્યો. તરતજ, તેણે ચીસ પાડી અને પછાડે પડી ગયો. બીજાઓ તેને બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો, પણ દરવાજો ખુલી જતો ન હતો.

સવાર સુધી તેઓ હવેલીમાં ફસાયેલા રહ્યા. સવારે ગામના લોકો આવીને દરવાજો ખોલી શક્યા. વિક્રમ તોફાની રીતે હસી રહ્યો હતો – તેની આંખો લાલ થઇ ગઈ હતી અને તેણે પછી બોલવું બંધ કરી દીધું. કહેવાય છે કે રુપાની અધૂરી વિધિ હવે વિક્રમ દ્વારા ચાલુ થઈ છે.

ત્યારેથી આજદિન સુધી કોઇ પણ રાત્રે લાલ દરવાજાવાળી હવેલી નજીક જાય નહીં. રાત્રે ત્યાંથી પસાર થનારા લોકો કહે છે કે તેમને ચાંદની રાતે સ્ત્રીના રડવાનો અવાજ, ચમકતા દીવો અને હવેથી નીકળતી ગરમ હવા સ્પષ્ટ લાગતી હોય છે.

નોટ: આ વાર્તા લોકવાર્તાઓ અને લોકોના મૌખિક અનુભવ પર આધારિત છે. વાર્તા ગમે તો like કરો.