બીજા દિવસ થી એમ જ ફ્રેશ થઈ ને સ્કૂલ માં સર્વિસ કરતી સોનાલી મન થી મક્કમ હતી, સ્કૂલ ના ફ્રી પીરીયડ માં એક પણ ન્યૂઝ પેપર વાંચવાનું બાકી નહીં મૂકતી સોનાલીએ આજે બધા જ ફ્રી પીરીયડ માં પોતાની પર્સનલ નોટ રાઇટ કરી હતી, સ્ટાફમાં બધા ને આશ્ચર્ય થતું કે આજે બધા ન્યૂઝ પેપર જેમ ના તેમ ટેબલ પર પડેલા છે, રોજ મોટાભાગ ના ન્યૂઝ પેપર સોનાલી ના ટેબલ પર જ જોવા મળે, આજે સોનાલી ને પોતાની પૂરી જાત તેની નોટ માં ઉતારી દેવી હતી, સ્ટાફરૂમમાં બધા આવતા જતા મજાક કરતા રહેતા સોનાલી અને ન્યૂઝ પેપર પર પણ સોનાલી ને જરાય ધ્યાન આપવાનું મન થતું નહોતું, એને મન તો એમ જ હતું કે એ ક્યાં મેઘલ ને મળી અને નક્કી થયું, જે હોય તે સોનાલી ના મન માં મેઘલ ની ફક્ત જીદ જ હતી, એના પિતા મેઘલ ને સમજાવવાની જગ્યા એ ઉપર થી એને જીદ માં સપોર્ટ કરી રહ્યા હતા, આજે સ્કૂલ માં સોનાલી અલગ જ મૂડ માં હતી, એણે 2 પીરીયડ માં છોકરાં ઓને ભણાવ્યા જ નહોતા, ક્લાસ રૂમ માં જઈને ફક્ત છોકરાઓને ગેમ રમાડી, સ્ટુડન્ટ્સ ને સરપ્રાઈઝ જોરદાર લાગી હતી, એક્સ્ટ્રા ક્લાસ લેતા એમના મેડમ આજે ભણવાના પિરિયડ માં સામે થી ગેમ રમાડતા હતા, 12માં ધોરણ ના સ્ટુડન્ટ્સ વારંવાર પૂછતા મેમ આજે તમને શું થયું છે? આજે તમારો મૂડ કેમ આવો છે ? સોનાલી સામે પૂછતી કેમ આવું પૂછો છો મેમ ને ?? એટલે સામે થી સમૂહ માં જવાબ મળ્યો કે ભગવાન કરે ને દરરોજ આવો જ રહે સોનાલી સ્ટેજ પર જ ખડખડાટ હસી પડી, પણ સોનાલી અંદર થી જાણતી હતી કે આ કરવું એના માટે જરૂરી હતું, આ સ્ટુડન્ટ્સ જ હતા જેમની સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી ને આ વિચારો માંથી બહાર આવી શકે, નહીંતો સોનાલી ના વિચારો એક જ જગ્યા એ ચોટી રહે આ ઝોન માંથી સોનાલી આજ ના દિવસ માં જે બહાર આવી જવા માંગતી હતી, સ્કૂલ છૂટી ને ઘરે ગઈ ત્યારે સોનાલી એકદમ હળવીફૂલ પોતાની જાત ને અનુભવી રહી હતી, બધી જ વાતો અને વિચારો એણે નોટ્સ માં અને ગેમ માં રિલીઝ કરી નાખ્યા હતા, એ ફ્રેશ થઈ મમ્મી એ બનાવીને રાખેલી ચા નો કપ લઈ ઉપર પોતાના રૂમ માં જઈ ગઝલ સાંભળવાની શરૂ કરી, એ રસોઈ બનાવવા નીચે આવી ત્યારે એકદમ ફ્રેશ હતી, ઘર માં બધા એ જમી લીધું, સોનાલી કામ પતાવી પોતાના રૂમ માં જઈ ને બુક વાંચવા લાગી, હજુ થોડું વાંચ્યું હશે ત્યાં મેઘલ નો ફોન આવ્યો, સોનાલી એ જોયુ ને જાણીજોઇને એવોઇડ કર્યો, સોનાલી ને ઉપાડવો જ નહોતો એનું મન જ ના પાડતું, વારંવાર આવતા ફોન થી સોનાલી ને જોર થી ચીસ પાડવાનું મન થઈ આવ્યું એણે ફોન સ્વીચઓફ કરી દીધો, અને શાંતિ થી બુક વાંચવા લાગી, એ બુક વાંચતા વાંચતા રોજ સૂઈ જતી, આજે પણ એવું જ રહ્યું, હવે રોજ આવું થવા લાગ્યું , જ્યારે પણ સોનાલી રાત્રે કામ પતાવી ને પોતાના રૂમ માં આવે એટલે ફોન પહેલા સ્વીચ ઓફ કરી દેતી અને સવારે જ્યારે સ્કૂલ જાય ત્યારે જ ઓન કરતી. એણે ઘર માં પણ 2 –3 વાર કહ્યું કે પોતાને ફોન સાથે નથી રાખવો તમારે કઈ કામ હોય તો સ્કૂલ ના લેન્ડલાઇન પર ફોન કરી દેજો પણ સોનાલી ના ઘર માં બધા ના કહેતા એ સોનાલી બે સમજાવતા કે તું જોબ કરે છે એટલે મોબાઇલ તારી પાસે હોવો જ જોઈએ, સોનાલી પરાણે મને કમને રાખતી, સોનાલી ને મન આ મોબાઈલ પણ ઝંઝટ બની ચૂક્યો હતો, સોનાલીને રાત્રે મોબાઇલ સ્વિચ ઓફ કરી ને સ્કૂલ જતા ઓન કરવાની ટેવ અનુકુળ લાગી,હવે રોજ નો આ નિત્યક્રમ થઈ ગયો પણ આ શું ????!!! માંડ 6 દિવસ થયા હશે હવે મેઘલ બપોર ના ફોન કરતો સોનાલી ને સ્કૂલ માં પણ ફોન સ્વીચ ઓફ કરી દેવો પડતો, એ એટલા બધા ઉપરા ઉપરી ફોન કરતો કે જો સોનાલી રીસીવ ના કરે તો સ્ટાફ માં બધા ટીચર ને એમ થાય કે શું વાત હશે ? આવું કેમ ? મેઘલ નોન સ્ટોપ રિંગ વગાડતો, હવે સોનાલી એ સ્કૂલ માં પણ ફોન સ્વીચ ઓફ રાખતી, એણે ઘર માં તેના મમ્મી–પપ્પા ને વાત કરી અને કહ્યું કે તે થોડા દિવસ મોબાઇલ ઓફ રાખવા માંગે છે, તમારે કઈ કામ હોય તો સ્કૂલ ના લેન્ડલાઇન પર ફોન કરી દેજો, સોનાલી એ મોબાઈલ વાપરવાનો જ બંધ કરી દીધો, "ના રહેગા બાંસ ન બજેગી બાંસુરી" હવે પૂર્ણ શાંતિ જેને જે કરવું હોય એ કરે સોનાલી એકદમ નોર્મલ પોતાના જ રૂટીન માં મસ્ત, પણ આ શું???!!!! હજુ માંડ 4 –5 દિવસ થયા ત્યાં તો અચાનક સોનાલી ના પપ્પા એ કીધું કે મેઘલ ના પપ્પા નો ફોન હતો આ સાંભળી ઘર માં બધા ખડખડાટ હસી પડ્યા, સોનાલી તો પેટ પકડી ને હસી, પોતે છૂટી હવે પપ્પા નો વારો, સોનાલી નો ભાઈ પણ ખૂબ હસતો અને બોલતો બોલાવો હવે એક મીટિંગ માટે, બધા ઘર માં એક જ વાક્ય માં ખૂબ હસ્યા, આગળ શું વાત થઈ એ જાણવામાં કોઈ ને કઈ રસ નહોતો, એટલે કોઈ એ કઈ પૂછ્યું પણ નહીં, બસ હસી ને એન્જોય કરી ને બધા પોત પોતાના કામ માં પરોવાઈ ગયા, સોનલીના પપ્પા એ સામે થી કીધું કે મેં ફોન માં જ ના પાડી છે,એટલે હવે ફોન નહીં કરે, પણ સોનાલી ના પપ્પા ખોટા પડ્યા હતા, અઠવાડિયા પછી સાંજે ફરી ફોન આવ્યો હતો લેન્ડલાઇન પર સોનાલી ના પપ્પા એ જ રીસીવ કર્યો હતો આ વખતે સોનાલી એ જોયું તેના પપ્પા એ બહુ જ ગુસ્સા માં ના પાડી હતી, એ વાત જોઈ ને સોનાલી ને એમ લાગ્યું કે હવે કોઈ દિવસ મેઘલ અને મેઘલ ના પપ્પા કોઈ પણ જાત ની આશા નહીં રાખે, આ વસ્તુ સોનાલી ના પપ્પા એ પહેલા જ કરવી જોઈતી હતી, એવું સોનાલી ને મનોમન ફીલ થયું, પણ કઈ નહીં "જાગ્યા ત્યાર થી સવાર" સોનાલી એકદમ શાંત હતી, દિવસો વીતતા જતા હતા, અચાનક 13 દિવસ પછી રવિવારે જ સવારે 10 :30 વાગ્યે મેઘલ ના મમ્મી અને પપ્પા બંને મેઘલ સાથે સોનાલી ને ઘરે આવ્યા એમને જોઈને લગભગ બધા આશ્ચર્ય ભરી નજરે જોઈ રહ્યા, સોનાલી ની મમ્મી એ બહાર ઊભેલા બધાને આવકાર્યા, સોનાલી લગભગ રડવા જેવી થઈ ગઈ, એને સગાઇ ખરેખર નહોતી રાખવી, એ આટલું બધું દબાણ હવે સહન કરે તેમ નહોતી, સોનાલી ના મમ્મી –પપ્પા એ બહુ મન ન આપ્યું કોઈ વાત ની શરૂઆત કોઈ કરતું નહોતું, મેઘલ ના મમ્મી એ બોલવાનું શરૂ કર્યું, હું તમારી દીકરી ને મારી દીકરીનો જેમ રાખીશ મારા થી કોઈ ભૂલ નહીં થાય, મારા દીકરા ને ગમે છે એટલે તમે સગાઈ ના તોડશો, એ બે હાથ જોડી ને કહેતા હતા, સોનાલી ના મમ્મી –પપ્પા શાંતિ થી સમજાવી રહ્યા હતા કે તેઓ વાત ને સમજે આ બંને પક્ષ નું છે મારી દીકરી ના પાડે છે એટલે આગળ વધવાનું થતું જ નથી, પણ વારંવાર એક ચાન્સ ની, એક વખત જતું કરવાની માંગણી તેમની રહી હતી, તેઓ એ વિદાય લીધી ત્યાં સુધી બસ એકવાર જતું કરવાની માંગણી ને વળગી રહ્યા. સોનાલી એ ચા –પાણી આપતી વખતે નોટિસ કર્યું કે મેઘલ ની મમ્મી ના શબ્દો હૃદય થી નહોતા, મજબૂરી માં પરાણે બોલતા હોય એ ભાવ સોનાલી એ નોટિસ કર્યા, એ નીચે જઈ ને રડી પડી, શું કરવા મેઘલ પોતાની મમ્મી ની ઈચ્છા ન હોવા છતાં આ બધું કરાવે છે ? પોતે મળી જ શું કરવા ? એને ખૂબ રડું આવતું, જે માણસ પોતાની ઈચ્છા નથી સમજી શકતો એ સોનાલી ને કેવી રીતે ખુશ રાખી શકે ? સોનાલી ને આ વિચાર થી જ જોર થી રડવાનું મન થઈ આવ્યું, આ તે મેઘલ નો કેવો ઈગો, આતે કેવી જીદ ? એના મમ્મી અને પપ્પા પણ કેવા કે આ બધું કરે છે, ખરેખર તો એમણે આવું કરવાની જગ્યા એ મેઘલ ને સમજાવી દેવાય, પોતે આ ઉંમરે આવું કરી જ કેવી રીતે શકે? દીકરા ની જીદ હોય તો પણ જેટલી પૂરી થતી હોય એટલી જ કરાય આવી રીતે વારંવાર કોઈ દીકરી ને સગાઈ રાખવા માટે દબાણ કરી જ કેવી રીતે શકે ? જતા જતાં પણ મેઘલ ની મમ્મી અને પપ્પા ની સોનાલી પાસે બસ એક જ ડિમાન્ડ કે સગાઈ રાખો તમે છાબ ના કપડા લેવા આવો પછી કઈ થાય અને તમે સગાઈ તોડશો તો અમે કઈ નહીં કહીએ, સોનાલી એ જડબાતોડ જવાબ સામે આપી દીધો કે તેને કપડા નું કઈ છે જ નહીં તમે મેઘલ ને પૂછો, મેં એના માટે થઈ ને નિર્ણય લીધો છે એવું નથી એ તો હું જાતે પણ લઈ જ શકું છું હું જોબ કરું છું, મારા શોખ હું મારી જાતે જ પુરા કરી શકું એમ છું, મેઘલ ચૂપચાપ સામે ઊભો હતો કશું જ બોલ્યા વગર, બધાએ રજા લીધી, હવે સોનાલી ના ઘર માં આજ ની રાત ની મિટિંગ થઈ, એમાં એકવાર સોનાલી ત્યાં જઈ આવે અને પછી કોઈ બહાનું કાઢી સગાઈ તોડે એવું નક્કી થયું, કારણ કે મેઘલ કે મેઘલ ના ફેમિલી કોઈ વાતે સગાઈ તોડવાનું સ્વીકારતા નહોતા, સોનાલી પાસે આ એક જ રસ્તો હતો, મેઘલ નો ફોન બીજા દિવસે આવ્યો ત્યારે ફોન માં એ શરત સાથે સહમત થઈ કે જો આવ્યા પછી પણ સોનાલી ને યોગ્ય નહીં લાગે તો સગાઈ તોડી નાખવી પડશે અને પછી બીજું કઈ જ જીદ નહીં કરવાની મેઘલ એ સ્વીકારી લીધું કે તે પછી કઈ નહીં બોલે, સહમત થયા પછી પણ સોનાલી ને મેઘલ સાથે બહું વાત કરવી ગમતી નહીં એ માંડ અઠવાડિયા માં એકાદવાર વાત કરતી અને બહુ ટૂંક માં પતાવી દેતી. થોડા દિવસ પછી મેઘલ ના પપ્પા નો ફોન આવ્યો કે સોનાલી ને છાબ ના કપડા લેવા મોકલજો મેઘલ રવિવારે લેવા આવશે, સોનાલી ના પપ્પા એ ઘર માં વાત કરી, સોનાલી તેના રૂમ માં જઈ ખૂબ રડી, લગ્ન ની તારીખ આવે પછી બધા લગ્ન ની ખરીદી કરતા હોય, અને પોતાના જીવન માં કેવું થઈ રહ્યું છે ? લગ્ન ની તારીખ તો કોઈ સંજોગો માં કઢાવવાની જ નથી ને ખાલી કપડાં પસંદ કરવા જવાનું છે, ને પછી સગાઈ તોડવાની છે, આ તે કેવા સંજોગો ખાલી મેઘલ એ અને એના માં –બાપે ઊભા કર્યા હતા, પોતાના સપના નું શું ? કોઈ ની દીકરી ના સપના નું શું ? એને ભારોભાર હૃદય માં પસ્તાવો થઈ રહ્યો હતો કે તે મેઘલ ને મળી જ શું કામ ? અને મળી તો સગાઈ કરી જ શું કામ ? કયા જન્મ નું પાપ કર્મ પ્રગટ થયું કોણ જાણે ? સોનાલી પોતાની જાત ને કોશતી રહી. સોનાલી ના ઘર માં પણ કોઈ ને આવી રીતે પોતાની દીકરી મોકલવી નહોતી, લગ્ન. નક્કી થયા પહેલા ખરીદી માટે મોકલવાનું પણ લગ્ન કરવા જ ન હોય તો તારીખ કઢાવવા નો કોઈ મતલબ પણ નહોતો, બધા દુઃખી હતા, એમણે આટલા જિદ્દી અને "ના" ન સ્વીકારી શકે એવા માણસો પહેલી વાર જોયા હતા, બહુ દુઃખી મને સોનાલી ના મમ્મી –પપ્પા એ સોનાલી ને મેઘલ સાથે મોકલી, સોનાલી નો પણ મૂડ જરાય નહોતો, બીજા દિવસે સોનાલી ને મેઘલ ના મમ્મી –પપ્પા નજીક આવેલ કપડાં ના શો રૂમ માં લઈ ગયા, સોનાલી એ જોયું તો એ શો રૂમ માં આખું ટોળું હતું, મેઘલ ના કાકી, ક્ઝીન, બધા જ હાજર હતા, બધા ને જોઈ ને સોનાલી એ મેઘલ ની મમ્મી સામે જોયું, એટલે મેઘલ ની મમ્મી એ કહ્યું કે કુટુંબ માં છાબ લેવા નું કહેવું પડે એટલે કીધું છે, પણ તમારે કોઈનું ય કીધું કરવાનું નથી, સોનાલી કઈ બોલી નહીં, બધા ના ચેહરા પર થી લાગતું હતું કે કોઈ ને કઈ ખબર નહીં હોય કે સોનાલી ને સમજાવી ને લાવ્યા છે કદાચ મેઘલ ના મમ્મી – પપ્પા એ કોઈ ને ખબર પડવા દીધી નહીં હોય, સોનાલી પણ નોર્મલ જ રહી હતી, સાડીઓ શો રૂમ માં બતાવતા જતા હતા, સોનાલી ના મન માં એવું હતું નહીં કે હેવી સાડી સિલેક્ટ કરે ગજા બહાર નો ખર્ચ કરાવે એટલે સામે થી જ ના પાડી દે ઉલટું સોનાલી એવું વિચારતી કે પોતે ના જ પાડવી છે તો બહું હેવી સિલેક્ટ કરશે તો કોઈ ન પૈસા બરબાદ થાય, સોનાલી રેન્જ માં કશું બોલતી નહીં, રેન્જ એના સસરા એ જે કીધી હતી એ પ્રમાણે શો રૂમ વાળા બતાવતા હતા, પણ સોનાલી એ એક વાત નું ખાસ ધ્યાન રાખ્યું હતું કે કોઈ ને પૂછવાનું નહીં સાથે આવેલા બધા ને ધ્યાન માં લીધા વગર જ કઈ પણ પૂછ્યા કે વાતચીત કર્યા વગર જ સોનાલી એ પોતાની પસંદગી સાડીઓ માં કરી દીધી, આ સોનાલી ની સાસુ એ જ કીધું હતું કે કોઈને પૂછવાનું નથી કે સલાહ લેવાની નહીં, સોનાલી એ એમ જ કર્યું, બધા પાછા ફર્યા, સોનાલી એ નોટિસ કર્યું કે મેઘલ ની કાકીઓ ના ચેહરા કાળા મેશ જેવા થઈ ગયા હતા, તેઓ જરા પણ ખુશ નહોતા.