આપણે આગળના ભાગમાં જોયું કે નચિકેત આઘ્યા ને એની અને વિહા ની વાત કરે છે ,હવે આગળ....
હું વિહા ને મળવા કોફિશોપ માં ગયો એ આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી એના ચહેરા ઉપર એક અલગ જ રોનક હતી એનું નુર કયક અલગ જ લાગી રહ્યું હતું .
હું અને વિહા પોતાની આદતની જેમ એકબીજા ને ગળે મળ્યા અને બને ની ફેવરીટ કૉફી ઓર્ડર કરી .
વાત નો દોર એને આગળ વધાર્યો મારે તને એક વાત કહેવાની છે પ્લીઝ મારી વાત ધ્યાન થી સંભાળજે અને પછી તારે જે કેહવુ હોય એ કેહજે વીહા એ મને કહ્યું મે પણ કોઈ આનાકાની કર્યા વિના હા કહ્યું .
એણે વાત ની શરૂઆત કરી જ્યારે હું પોલેન્ડ ગઈ હતી ત્યારની વાત છે હું અમદાવાદ એરપોર્ટ ઉપર ફ્લાઇટ ઉપડવાની રાહ જોઈ રહી હતી જોકે હું પહેલા પણ ફ્લાઇટ માં મુસાફરી એકલી કરી ચૂકી હતી પણ હમેશા તું મારી સાથે જ હોય આજ વખત તું પણ મારી સાથે હતો નહિ અંદર થી થોડો ડર લાગતો હતો અને મારા શોખ માટે ખુશી પણ હતી કે હું પોલેન્ડ ફરવા જઈ રહી છું .
મે ફ્લાઇટ માં બેસી ને કાન માં હેડફોન ભરાવી દીધા અને સોંગ સંભાળવા લાગી ગઈ ત્યાં જ એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને કહ્યું મેડમ , તમે આ જગ્યા ઉપર બેઠા છો એ સીટ મારી છે પણ મે કાન માં હેડફોન ભરાવ્યા હોવા થી સાંભળ્યું નહિ .
એણે ફરી મને કીધું અને મે તેના ઉપર ધ્યાન આપ્યું દેખાવ માં એકવાર જોઈ ને જ કોઈ પણ છોકરી પાગલ થઈ જાય તેવો અને ગોરો વાન ,ભૂરી આંખો આત્મવિશ્વાસ થી ભરપૂર અને આખો માં એક અનોખું તેજ એ જોઈ ને હું તો જોતી જ રહી ગઈ .
એ વ્યક્તિ એ ફરી મારી તંદ્રા તોડી અને કહ્યું મેમ મારી સીટ છે આ મને વસ્વિકતા નું ભાન થતા હું બાજુ ની સીટ માં સરકી ગઈ અને તે મારી બાજુમાં બેસી ગયો .
હું પણ ફરી હેડફોન લગાવી ને સોંગ સંભાળવા લાગી ગઈ તેને જોવા નું ચૂકતી ના હતી ત્રાસી નજર એની તરફ કરી લેતી તે પણ કોઈ નવલકથા લઈ ને વાચવા બેસી ગયો અને જાણે પોતાની એક અલગ જ દુનિયા વસાવી હોય એમ એની દુનિયા માં ખોવાઈ ગયો .
રાત થતાં મને થોડી નીદર આવવા લાગી એટલે હું સુઈ ગઈ અને નીદર માં હું એના ઉપર ઢળી પડી છતાં પણ એ વ્યક્તિ એ કોઈ પણ જાત ની પરેશાની વિના મને સુવા દીધી .
જ્યારે મારી નીદર ઊડી ગઈ ત્યારે હું એના ઉપર ઢળી ને સૂતી હતી એને વાચવા માં પણ તકલીફ પડતી હતી છતાં એ એજ નુર સાથે બુક વાચતો હતો .
હું એક ઝાટકા સાથે ઊભી થઈ ગઈ મારી હિંમત જ ના થઈ એની સાથે કઈ વાત કરવા ની મે ફટાફટ sorry કીધું અને ફરી સોંગ સાંભળવા લાગી .
મારા સોરી ના જવાબ માં એને એક સ્માઈલ આપી અને મારી સામે હાથ લંબાવ્યો મારું નામ અનુજ ચોપડા છે તમારું ?
હવે જોઈએ આગળના ભાગમાં શું થાય શું મોડ લાવે જીદગી , જેટલી જિંદગી ની જીવવી જરૂરી છે એના થી વધારે જરૂરી છે તેને ઉત્સાહ પૂર્વક હૃદયમાં ઉતારવી જોકે કેટલાંક ચહેરાંઓ એવા હોય જે જિંદગી એક ઉત્સવ બનાવી દેતા હોય પણ આ ઉત્સવ ક્યારેક એ લોકો જ માતમ પણ બનાવી દે...
Thanks for reading ❤️❤️❤️
:- ધૃતિબા બારડ