આગળ આગળ ના ભાગમાં આપણે જોયું કે આધ્યા અને નચિકેત ના લગ્ન ની બધી રસમ પૂરી થતાં આધ્યા પોતાના નવા સપનાઓ અને નવા પરિવાર સાથે જીદગી ના ડગ માંડવા જઈ રહી હોય છે પોતાના પરિવાર ને છોડવા નું દુઃખ પણ એને ખૂબ થયું હોવા થી સતત રડી રહી હોય છે આથી નચિકેત તેને શાંત કરાવવા તેનો હાથ આધ્યા ના હાથ ઉપર મૂકે છે અને એના શરીર માં એક અદભુત એહસાસ થાય છે અને આવો જ અહેસાસ સામે આધ્યા ને પણ થાય છે હવે આગળ.......
નચિકેત અને આધ્યા બને ને આવો અલગ અહેસાસ થતા બને ના હાથ અજાણતા જ દૂર થઈ જાય છે .
કાર માં ચુપકીદી છવાયેલ હોય છે આયુષ વાતવરણ ને હળવું કરવા માટે કહે છે હાઇ ભાભી પહેલા તો તમારા લગ્ન ની ખુબ ખુબ શુભકાનાઓ મારુ નામ આયુષ છે અને હું તમારા શ્રી માન નો એક માત્ર ફ્રેન્ડ છું તેના આવી રીતે આપેલા પરિચય થી આધ્યા પણ તેનું હસવું રોકી શકતી નથી.
વાતાવરણ એકદમ હળવાશ ભર્યું થઈ જાય છે આધ્યા પણ આયુષ ની વાતો માં જોડાય જાય છે પણ એની ધ્યાનબહાર રહેતું નથી કે નચિકેત કોઈ ટેન્શન માં છે એ મન માં જ વિચારે છે કે ઘરે જઈ ને પૂછી લઈશ શું થયું એ આમ તો બને ના લગ્ન બહુ જલ્દી થઇ ગયા તો જણવા સમજવા નો મોકો નથી મળ્યો પણ હા એક સ્ત્રી માં એવી આવડત હોય છે જે પુરુષ ના મો ઉપર થી જ કહી દે કે કઈ તો થયું છે .
બધા ઘરે પહોંચ્યા બધા ખૂબ થાકી ગયા હતા આથી પહોંચી ને સીધા કોઈ ગેસ્ટ રૂમ માં તો કોઈ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા .
સવિતાબહેન એ બધા ને વિદાય આપી અને જે લોકો રોકાયેલ હતા તેના માટે જમવા ની વ્યવસ્થા કરવી અને બાકી બીજી રસ્મો કાલે કરવા નું નક્કી કર્યું .
થોડીવાર માં બધા જમી જમી ને પોતાના રૂમ માં જતાં રહ્યા છેલ્લે આધ્યા ને પણ પોતાના રૂમમાં લઈ જવા માટે નચિકેત ને કહ્યું અને પોતે પણ આરામ કરવા જતાં રહ્યાં .
આમ તો આધ્યા એકદમ સરળ અને સિમ્પલ છોકરી પણ આજે એને એક ડર સતાવી રહ્યો હતો એક નવી જીંદગીમાં ઢળવા માટે નો સાથે નચિકેત ને પણ ડર લાગી રહ્યો હતો કે કેવી રીતે તે આધ્યા ને પોતાના જીવન ની હકીકત કહે .
આધ્યા અને નચિકેત પોતાના રૂમમાં ગયા પહેલા નચિકેત એ આધ્યા ને ફ્રેશ થવા જવા કહ્યું અને પછી પોતે પણ ફ્રેશ થઈ ને બહાર આવ્યો .
મનમાં એક અજીબ ડર પણ હતો કે આ વાત સાંભળી ને સામેવાળી વ્યક્તિ કેવો રિસ્પોન્સ આપશે પણ એ કોઈ ને છેતરવા માગતો ના હતો આથી તેણે બેડ પર બેઠો ઊંડો શ્વાસ લીધો અને કહેવાનું ચાલુ કર્યું .
આધ્યા મારે તમને એક અગત્યની વાત કરવી છે પ્લીઝ મારી આ વાત શાંતિ થી સાંભળજો તમારો જે પણ ફેંસલો હશે એ હું અગત્ય નો ગણીશ નચિકેત કહે છે .
જોઈએ હવે નચિકેત આધ્યા ને શું વાત કરશે શું આધ્યા તેની વાત ને સમજવા ની કોશિશ કરશે અને એ વાત સાંભળ્યા પછી પણ તેની સાથે સંબંધ રાખશે ..... ઘણા બધા લોકો ની જિંદગી માં બદલાવ આવશે જો ધારાવાહિક સારી લાગી હોય અને લખાણ ગમ્યું હોય તો તમારા અમૂલ્ય પ્રતિભાવો આપો જેથી મને પણ આગળ પ્રોત્સાહન મળે.....
Thanks for reading 💖
:- ધૃતિબા રાજપુત
💝 કેટલાક એવા અજાણ્યાં લોકો ક્યારે જીવ બની જાય એ ખ્યાલ જ ન આવે એ સંપૂર્ણ ઘટનાક્રમ ને લાગણી નું વંટોળ ગણી લઉં તો ચાલે ને .....💫💝