સોરી મિત્રો હું વ્યાકરણ માં એટલી વધુ સારી નથી જો કોઈ ભૂલો હોય તો થોડું જતું કરજો પ્રયત્ન એવો કરીશ કે બધા લોકો ને રસ પડે thank you So much મારી આ નવલકથા ને એટલો પ્રેમ આપવા માટે ....
ચારે તરફ લોકો કોલાહલ કરી રહ્યા છે બધા ના ચહેરા પર ખુશી સાફ નજર આવી રહી છે બધા એક દમ સજી ધજી ને જાન માં જવા એક દમ ઉત્સાહિત છે.
નચિકેત પોતાના રૂમમાં દુલ્હન ના જોડા સાથે મેચિંગ શેરવાની પેહરી છે એક દમ આકર્ષક લાગી રહ્યો છે પણ એના ચહેરા પર નું નુર એક દમ ગાયબ છે .
નચિકેત નો મિત્ર આયુષ આવે છે એ તો નચિકેત ને ઉઠાવી લે છે .
આયુષ :- વાહ બ્રો વાહ યાર શું લાગે છે તું એક દમ હીરો ભાભી તો જોય ને પાગલ થઇ જશે .
નચિકેત :- યાર તને ખબર છે છતાં તું એમ કેમ બોલી શકે હું વિહા સિવાય કોઈ ને લવ ના કરી શકું અને કોઈ ને અપનાવી પણ ના શકું મમ્મીની જીદ ના મે આ લગ્ન માટે ની હા બોલી છે મને કોઈ જ ઉત્સાહ નથી આ લગ્ન માં તો યાર રે દે પ્લીઝ....
નચિકેત અને આયુષ બને વાતો કરી રહ્યા હોય છે અને નચિકેત કહે છે હું વિહા સિવાય કોઈ ને પ્રેમ ના કરી શકું ,અરે યાર માન્યું કે તારી સાથે આવું બની ગયું પણ કોઈ તારા માટે થઈ એનું બધું છોડી ને આવે છે એના પણ સપના હોય ને પોતાનાં પતિ પાસે એની સાથે પણ તું અન્યાય કરીશ,આયુષ કહે છે .
ભાઈ તારા માટે થઈ ને કોઈ છોકરી પોતાનું ઘર પરિવાર છોડી ને આવે છે એના સપના એની ખ્વાહિશ પૂરી કરવી એ તારી ફરજ છે જો તું અત્યાર થી જ આમ કરીશ તો આવનાર વ્યક્તિ નો શું વાંક આયુષ નચિકેત ને કહે છે .
નચિકેત મનમાં જ વિચારે છે હું એટલો પણ સેલ્ફિશ ન બની શકું કે કોઈ ના સપના ઓ સાથે રમુ મનમાં કઈ વિચારતો હોય છે ત્યાં જ તેના મમ્મી સવિતાબેન આવે છે .
ચાલો તમે બંને આજે પણ વાતો એ વળગી ગયા ચાલો મુહર્ત નો સમય થઈ ગયો છે , વાહ આજે તો મારો દીકરો એક દમ રાજકુમાર લાગે છે કોઈ ની નજર ના લાગે પોતાના આંખ માંથી આંજણ લગાવે છે અને ફટાફટ નીચે આવવા નું કહી ને જતા રહે છે .
આયુષ અને નચિકેત પણ નીચે જાય છે બધા ની આંખોમાં ખુશી ચોખ્ખી દેખાય આવે છે સિવાય નચિકેત ના તે તો કોઈ અલગ જ વિચારોમાં ખોવાયેલો હોય છે .
બધા ખૂબ ગરબા કરે છે સવિતા બેન તો તેના એક ના એક દીકરા ને લગ્ન ના નામ થી જ જાણે ખુશ ખુશાલ છે અને એને પોતાના એકલવાયા ઘર માં પોતાનો સથવારો આવી જશે એ વાત થી એ એક દમ ખુશ છે .
પોતાના દીકરા ના લગ્ન એ એના માટે દરેક માં ને એક અલગ જ ઉત્સાહ હોય છે સવિતા બેન ને પણ પોતાના દીકરા ના લગ્ન નો હરક સમતો નથી .
બધા નાચતા નાચતા અને મસ્તી કરતા રિસોર્ટ ના બીજા ભાગ માં જાન લઈ ને જાય છે આધ્યા ના પપ્પા એ પોતાની એક ને એક દીકરા ના લગ્ન માં કોઈ કસર ન રહે તે માટે સંપૂર્ણ તૈયારીઓ જાતે જ કરી હતી .
શરૂઆત માં જ એકદમ પીળા અને સફેદ ફુલો થી સજાવેલો ગેટ અને જાનૈયા ના સ્વાગત માટે એક દમ આકર્ષક વ્યવસ્થા લોકો ઉપર ગુલાબજળ નો છટકાવ કરી ને વાતાવરણ માં સુગંધિત કરી દીધું છે અને આધ્યા ના મમ્મી અને પપ્પા ખૂબ દિલ થી સ્વાગત કરી રહ્યા છે .
જાન આવવા ના સમાચાર થી જાણે આધ્યા ના દિલ માં એક અલગ ડર લાગી રહ્યો હોય છે પોતાના પરિવાર ને મૂકી ને એક અલગ દુનિયામાં જવા નો ડર પોતાના આખા બાળપણ ને પોતાના મમ્મી પપ્પા સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવતા જ આખો ની પાંપણ ભીની થઇ ગઈ .
Thank you so much 💝
:- ધૃતિબા રાજપૂત