Ek Sambandh Pavitratano - 5 in Gujarati Love Stories by dhruti rajput books and stories PDF | એક સંબંધ પવિત્રતા નો... - 5

Featured Books
Categories
Share

એક સંબંધ પવિત્રતા નો... - 5



   આગળ ના ભાગમાં આપણે જોયું કે નચિકેત આધ્યા ને કંઈક વાત કહેવા નો હોય છે હવે આગળ....

     નચિકેત મને ક્યાર નું તમને એ જ પૂછવું હતું કોઈ ટેન્શન છે અને તમારી કોઈ પણ વાત હશે હું શાંતિ થી સંભાળીશ આમ પણ તમે એ વાત લઈ ને મારા તરફ થી ટેન્શન માં હોય તો પ્લીઝ બેજીજક કહો આધ્યા કહે છે .


       થોડી વાર તો આધ્યા ની વાત સાંભળી ને નચિકેત વિચારમાં પડી જાય છે કે આને કેમ ખબર હું ટેન્શન માં છું .


     ફરી આધ્યા કહે છે નચિકેત કોઈ પણ પ્રકારના ડર વગર દિલ ખોલી ને વાત કરો આમ પોતાની જાત ને શા માટે તકલીફ આપો છો, આધ્યા ની વાત થી નચિકેત તંદ્રા માંથી બહાર આવે છે અને ફરી ઊંડો શ્વાસ લઈ ને કહેવા નું શરૂ કરે છે.


          હું અને વિહા સ્કૂલ સમય થી સાથે હતા જ્યારે નાના હતા ત્યાર થી જ એકબીજા ની કાળજી રાખવી એ અમારું પહેલું કર્તવ્ય હતું ,આ વાત કરતા કરતા એના ચહેરા પર જે ખુશી અને ચમક આવી તે આધ્યા થી છુપી ના રહી તે પણ નચિકેત ને હસતો જોય મન માં જ ખુશ થઈ ગઈ .


           ફરી વાત નો દોર આગળ વધાર્યો નચિકેત એ વિહા અને હું એક સ્કૂલ માં ભણ્યા પછી બને એક કોલેજ માં આવ્યા .


      સ્કૂલ થી લઇ ને કોલેજ સુધીમાં અમારી આ દોસ્તી પ્રેમમાં સંપૂર્ણ પણે પરિણમી હતી બસ એકબીજા ને કહેવાનું બાકી હતું અમારા બેવ સિવાય બધા ને પણ ખબર હતી કે આ માત્ર દોસ્તી જ ન હોય શકે એના થી વધુ જ છે .


     વિહા એકદમ બીકણ હતી પણ હા મારી વાત આવે ત્યાં મહાકાળી બની જતી કોઈ છોકરી મારી પાસે ફરકે તો એનું તો આવી જ બને અને સાથે મારું પણ એમ કહી ને નચિકેત હસવા લાગ્યો .


           આખી કોલેજ ને ખબર પડી ગઈ હતી કે વિહા હોય ત્યારે નચિકેત ઉપર કોઈ એ જવું નહિ બાકી એ કોઈ ને નહિ છોડે અમારો નિત્ય ક્રમ બની ગયો હતો એકબીજા ની કેર કરવી ધ્યાન રાખવું અને આખા અમદાવાદ માં એને વગર કારણે રખડવા લઈ જવી અને આન્ટી ને બહાનું આપવા નું કે મારે વિહા નું કામ છે એટલે અમે જઈએ .


     અમદાવાદ ની ગલી ગલી વિહા સાથે ફેરવી એને ભાવતી દરેક વાનગી એને ખવડાવવી અને એના જોક્સ ઉપર હસવું મારી જાણે કે આદત બની ગઈ હતી .


     અમારી કોલેજ પણ પૂરી થઈ ગઈ હતી છતાં અમે એકબીજા ને દિલ ની વાત કીધી ના હતી હું તો એને પહેલા થી જ લવ કરતો પણ એ મને એનો બેસ્ટ ફ્રેન્ડ જ માનતી હતી એટલે હું પણ એ સમય નો રાહ જોતો હતો કે વિહા ને પણ અહેસાસ થાય કે એ મને લવ કરે છે .


               આમારી કૉલેજ પૂરી થઈ ગઈ હતી અને હવે રિઝલ્ટ પણ આવવાના જ હતા એકદિવસ વિહા નો કોલ આવ્યો અને કીધું કે મારે તને એક જરૂરી વાત કરવી છે તો આજે કોફિશોપ પર મળીએ.


    આ વાત કરતા કરતા નચિકેત ની આંખોમાં આંસુ આવી ગયાં આધ્યા એ તેને પાણી આપ્યું અને શાંત કર્યો અને ફરી વાત શરૂ કરી .


         હું એને મળવા માટે 6 વાગે કૉફી શોપ એ પહોંચ્યો એ અગાઉ જ આવી ને ત્યાં બેઠી હતી એની ખૂબસૂરતી જાણે આજે કોઈ પણ ને ઘાયલ કરવા માટે ઘણી હતી આજે તે એકદમ સુપર લાગી રહી હતી એની કાજલ કરેલ નમણી આખો , હોઠ  પર આછી એવી લિપસ્ટિક અનેવાળ ખુલ્લા અને સાઈડ માં આવતી એક નખરાળી લટ કોઈ પણ ને એના તરફ ઢાળવા માટે કાફી હતી .


            જોઈએ આગળ ના ભાગમાં એવું તે શું થયું હશે વિહા અને નચિકેત ની જીદગી માં ?


Thanks for reading

❤️❤️❤️


     :- ધૃતિબા બારડ