ભાગ 11- SK : શૂન્ય થી સર્જન સુધી
ખૂબ આલ્કોહોલ પીધા બાદ શીન ને યાદ નહોતું કે ગઈ રાતે શું થયું? તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો અને આજે તેની તાલીમ નો છેલ્લો દિવસ હતો, SK પણ ત્યાં આવવાનો હતો ; શીન આ વખતે SK સાથે ખૂબ મોટો ઝઘડો કરવાના વિચાર માં હતો.
શીન એ પોતાનો ફોન ચાર્જ માં મૂકીને ચાલુ કર્યો, ત્યારબાદ જોયું તો તેમાં રેકોર્ડિંગ થયેલું હતું, તેણે સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળ્યું.
તેને ખબર પડી કે આ SK પાસે એક સમયે કંઈ નહોતું એને હવે ખૂબ મોટું સામ્રાજ્ય બનાવી નાખ્યું છે.
તે યાદ કરે છે 7 વર્ષ પેહલા ની વાત કે....
SK, શીન, હેપીન, તવંશ, ડેવિન બધા એક જ ગ્રુપ માં હતા; તેમનું ગ્રુપ આખા કેમ્પસ માં ખૂબ જ ફેમસ હતું, એમના ગ્રુપ માં રિદ્ધવ નામનો એક છોકરો જોડાવવા માગતો હતો, જેના શીન સાથે સારા સંબંધ હતા; પરંતુ SK એ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું, આ ગ્રુપ માં આપણે જેટલા ઓછા લોકો છીએ તેટલું વધુ સારું, પણ શીન અને તવંશ એ કહ્યું કે હવે આપણું ગ્રુપ ખૂબ વિખ્યાત તો છે જ તો એને આપણે વધુ મોટું બનાવવું જોઈએ આમ કહીને તેણે રિદ્ધવ ને પોતાના ગ્રુપ માં લીધો, ધીમે ધીમે ઘણા લોકો તેમાં જોડાવા લાગ્યા.
SK તેની અદભૂત કલાઓ ને લીધે ખૂબ જ વિખ્યાત હતો અને ગ્રુપ પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ પણ SK ની અદભૂત કલાઓ જ હતી.
ઊર્જા નામની એક છોકરી પણ કોલેજ માં ખૂબ વિખ્યાત હતી, SK ની માફક તે પણ ઘણી કલાઓ માં વિખ્યાત હતી, બધા લગભગ SK અને ઊર્જા ને એક સિક્કા ની બે બાજુઓ જ સમજતા કેમ કે બંને લગભગ સરખા જ નિપુણ હતા, પરંતુ ઊર્જા પાસે એક ખરાબ પાસું હતું; ઈર્ષ્યા.
તેને હંમેશા SK થી ઈર્ષ્યા થતી, એટલા માટે તેણીએ SK સાથે દોસ્તી કરવાનું નક્કી કર્યું.
સમય જતો ગયો SK અને ઊર્જા ખૂબ વિખ્યાત પણ થઈ ગયા, પરંતુ ઊર્જા હંમેશા થી એક નિશાનો લઇ ને બેઠી હતી SK ને નીચો સાબિત કરવો, એટલે તેણીએ એ ખૂબ મસ્ત પ્લાન ઘડ્યો.
તેણીએ SK ને મળવા બોલાવ્યો, SK ત્યાં પહોંચ્યો અને ઊર્જા બૂમો પાડવા લાગી કે તું આવી વાતો કરશ ? તને શરમ નથી આવતી આવી હરકતો કરતા....! ત્યાં ઊર્જા એ તેના મિત્રો ને પણ સમજાવીને રાખ્યા હતા કે, તમારે મારી બાજુ થવાનું છે અને SK ને બરબાદ કરવાનો છે.
SK કંઇપણ સમજે એ પહેલા તો ઊર્જા ના મિત્રો ત્યાં આવીને બૂમાબૂમ કરવા લાગ્યા ને ઘણા લોકો ને એકઠા કરી લીધા, ત્યાં એક પ્રોફેસર પણ આવ્યા; જેઓ ઊર્જા ની તરફ હતા.
જોત - જોતામાં ઘણા લોકો SK ની સામે થઈ ગયા, શીન અને અન્ય મિત્રો પણ ત્યાં આવ્યા અને પૂછ્યું શું થયું? ત્યારે ઊર્જા એ સાવ ખોટા આરોપો મૂકવાના શરૂ કર્યા, નવાઈ ની વાત તો એ હતી કે ડેવિન અને હેપીન સિવાય બધા લોકો SK ના વિરોધ માં થઈ ગયા.
સદનસીબે ત્યાં કેમેરા હતા અને તેમા ચેક કર્યું તો ખબર પડી કે આ બધો મોટો પ્લાન હતો, પરંતુ SK નો મગજ અત્યંત ક્રોધ થી વ્યાકુળ હતો; તેને થયું કે આટલા વર્ષો સુધી જે શીન મારી સાથે હતો તે પણ મારી સામે આવી ગયો? એટલે બધા લોકો ટૂંકમાં મારી સાથે કંઇક ને કંઇક સ્વાર્થ ના લીધે જોડાયેલા હતા.
SK ખૂબ જ એકલો પડી ગયો, આ બનાવ બાદ કોઈ SK પાસે જતુ નહિ કેમ કે SK બધાં ને ખૂબ જ ગુસ્સે થતો, તેં મોઢે કહી દેતો કે તમે આવા છો જેનાથી ઘણા ને ખોટું લાગ્યું અને ધીમે ધીમે બધા લોકો SK નો સાથ છોડતા ગયા.
SK એકલો પડી ગયો હતો, એટલે એકદિવસ વહેલી સવારે તે ઘરે થી ભાગી ગયો અને હિમાલય ચાલ્યો ગયો...
બસ ત્યારબાદ 5 વર્ષ પછી દેખાયો અને 2 વર્ષ માં તો તેણે આવડું મોટું સામ્રાજ્ય બનાવી નાખ્યું, જો એ સમયે હું SK ની સાથે હોત તો આજે ગર્વ થાત કે એ મારો મિત્ર છે.
SK એ આ 2 વર્ષ માં એવું શું કર્યું કે આવડું મોટું સામ્રાજ્ય બની ગયું? આ ધનશ કોણ છે ? મારે આ બધું જાણવું છે - શીન મન માં બોલી રહ્યો હતો.