Mr. Bitcoin - 26 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 26

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 26


    પ્રકરણ:26

    રુદ્રા બેઠો બેઠો બહારનું વાતાવરણ જોઈ રહ્યો હતો. ત્યાં જતા વાહનોને જોઈ રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે લોકોને આટલી શુ જલ્દી હશે. આ ભાગતી દુનિયા શુ કોઈ માટે ઉભી રહેતી હશે? તે લોકોને એક મૂર્તિની જેમ જોઈ રહ્યો હતો. તેને થતું હતું કે જો લોકો આટલા વ્યસ્ત છે તો આ રોજ રોજના ઝગડા કેમ થતા હશે? એ છોડો ઝગડા થતા હોય તેને જોવા માટે સમય કાઢી લે છે પણ ટ્રાફિકમાં હોર્ન મારી મારીને બધાને પરેશાન કર્યા કરે છે.

      તેને જમતા જમતા બે છોકરા રોડ પર કઈક વેચી રહ્યા હતાં. તે તેમની તરફ જોઈ રહ્યો.તેનો ઈરાદો હતો કે તે તેમની થોડી મદદ કરી દે. તેને જલ્દી જલ્દી નાસ્તો પતાવ્યો અને તેમની નજીક ગયો.તેને નજીકથી જોયું તે બન્ને કોઈ ખાલી રફબૂક વેચી રહ્યા હતા. રુદ્રાએ મોઢા પર રૂમાલ બાંધી દીધો હતો. તે બન્ને છોકરા લગભગ દસ વર્ષ આજુબાજુના હતાં.

     "તમે બન્ને આ શું વેચી રહ્યા છો?" રુદ્રાએ એકદમ શાંત સ્વરે પૂછ્યું.

     "આ ચોપડા..ભૈયા વીસનો,ત્રીસનો છે બોલો કેટલા આપું?" બે માંથી એક છોકરાએ કહ્યું.

     "આ કોણ છે?"

      "આ મારો ભાઈ પિન્ટુ અને હું રાહુલ"

      "તમે બન્ને આ ઉંમરે આ કેમ કરી રહ્યા છો?"
    
      "તમે બન્ને આ ઉંમરે આ કેમ કરી રહ્યા છો?"

       "પૈસા માટે"

     "તમારા મમ્મી પપ્પા શુ કામ કરે છે?"

     "એ તો નથી. નાના હતા ત્યારથી જ નથી"

      "ઓહ,તમેં અત્યારે કયા રહો છો?"

       "અહીં આગળની વસાહતમાં અમારૂ એક નાનું ઘર છે." રાહુલે કહ્યું.

       "હું તમારા આ બધા ચોપડા ખરીદી લઈશ, શુ તમે મને તમારા ઘરે લઈ જશો?" 

         "હા કેમ નહીં? ચાલો" કહી બન્ને આગળ ચાલતા થયા. રુદ્રાએ નોટિસ કર્યું કે તે બન્નેના પગમાં ચંપલ ન હતા. ત્યાં આગળ એક ચમ્પલની દુકાન હતી.

    "પિન્ટુ,રોહન પહેલા આ દુકાને ચાલો" કહી રુદ્રા એ દુકાનમાં ઘૂસ્યો. દુકાનદાર બન્નેના મેલા ઘેલા કપડા જોઈને બહાર કાઢવા માંગતો હતો પણ તે રુદ્રા સાથે હતા એટલે તે કશું ન બોલ્યો. રુદ્રાએ જ્યારે રોલ્સ રોયલ્સની ચાવી ટેબલ પર મૂકી ત્યારે જ તે સમજી ગયો હતો કે આ કોઈ મોટી પાર્ટી છે. રુદ્રાએ માસ્ક કાઢ્યું. દુકાનદારે તેને ઓળખ્યો હતો. તે તરત જ બોલ્યો "જી સર શુ જોય છે?"

         "આ બન્ને માટે ચંપલ" રુદ્રાએ બન્ને તરફ ઈશારો કરતા કહ્યું. દુકાનદારે બધું કામ પડતું મૂકીને તેમને ચમ્પલ દેખાડવા લાગ્યો. બન્નેને એક જોડી ચપલ આપ્યા બાદ રુદ્રાએ પેમેન્ટ આપીને બહાર જવા માંગતો હતો, ત્યારે દુકાનદારે કહ્યું "સર એક સેલ્ફી?" રુદ્રા તેની સામે ફર્યો અને એક સ્મિત સાથે હા પાડી.

          જ્યારે રુદ્રા તે બન્નેના ઘર સુધી પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તે કોઈ ઘર નહીં પણ એક ઝુંપડી હતી. તે બન્નેની સાથે અંદર પ્રવેશ્યો. તેને અંદરની તરફ જોયું.ત્યાં અંદર કશું નહોતું સમાનના નામે એક ખાટલો હતો અને બાજુમાં એક મેલો-ઘેલો ઘડો પડ્યો હતો પર એક નાનો ગ્લાસ હતો. બાકી કોઈ વાસણ કે કશું દેખાઈ રહ્યું નહોતું રુદ્રાએ ખાટલાની હાલત જોઈ તે પણ અત્યંત કફોડી હાલતમાં હતો. જો રુદ્રા તેમાં બેસે તો તે તૂટી જવાની પુરી શક્યતા હતા.

        "ભૈયા અહીં બેસો. હું પાણી આપું" પિન્ટુએ આગ્રહ કરતા કહ્યું.

        "ના,ના હું અહી નીચે બેસુ છું" કહી રુદ્રા ત્યાં નીચે જ બેઠો. પછી રુદ્રાએ તે પાણી પીધું. રુદ્રા ત્રણથી ચાર લાખ કરોડનો મલિક હતો. તેને આટલું ખારું પાણી કોઈ દિવસ પીધું નહોતું પણ કહેવાય છે ને કે પ્રેમનો મીઠો રસ પાણીને મીઠું કરી ગયો.

       "તો તમે સ્કુલે નથી જતા?" રુદ્રાએ પૂછ્યું.

       "જઈએ છીયે. બપોર પછી હોય છે પણ જો સમાન વેચાય તો જઈએ નહિતર સમાન વેચવો પડે નહિતર રાત્રે ભૂખ્યું સૂવું પડે"

       "મારી એક સ્કૂલ છે. ત્યાં હું તમારા જેવા, જેના મમ્મી પપ્પા નથી હોતા તેમને મફતમાં ભણાવુ છું.રહેવા માટે ઘર અને ખાવા માટે પણ આપું છું.શુ તમે બન્ને ચાલશો મારી સાથે?" રુદ્રાએ પૂછ્યું

         "શુ તમે સાચે જ જમવા આપો છો"

        "અરે જમવા જ નહીં.હું સારા કપડાં, ચોપડા બધું જ આપીશ"

       બન્નેએ થોડીવાર એક બીજા સામે જોયું અને પછી બન્નેએ એક સાથે હકારમાં મોઢું હલાવ્યું. આ જોઈ રુદ્રાએ ફોન કાઢ્યો અને તેના એનજીઓના મેનેજર કાર્તિકને કોલ કર્યો. રુદ્રાનો કોલ આવતા જ કાર્તિક તાબડતોબ ત્યાં આવવા નિકળ્યો હતો. તે લગભગ પિસ્તાલીસ મિનિટમાં ત્યાં પહોંચ્યો હતો. રુદ્રા તેને લેવા બહાર સુધી ગયો હતો. તેની સાથે મદદ માટે બીજા બે લોકો પણ આવ્યા હતા. રુદ્રાએ કાર્તિક ને બધું સમજાવ્યુ હતું. તે બન્ને કાર્તિક સાથે ગયા હતા. રુદ્રાને ત્યારે યાદ આવ્યું કે તેની ગાડી હજી ફૂડઝોનમાં જ પડી છે. રુદ્રા તે તરફ ચાલતો જ આગળ વધ્યો હતો.

 **********

          આખું આણંદ ફરી લગભગ સાંજે તે ઘરે પાછો ફર્યો હતો. ત્યારે તે જમીને થાકના લીધે સીધો સુવા જતો રહ્યો હતો. તેને સુતા સાથે કોઈ દિવસ ઊંઘ આવી નહોતી. તે સુતા સુતા આજે પણ વિચાર કરી રહ્યો હતો. તેને આજે સ્કૂલ અને બેય કલાસીસના દિવસો યાદ આવી ગયા હતા. તે રોજ રાત્રે દિયા સાથે પાર્કમાં બેસવાનું યાદ કરી રહ્યો હતો. તેને આજે તેની સાથે વિતાવેલી લગભગ બધી પળો યાદ હતી. તે કોઈ પણ યાદ ભુલ્યો ન હતો. તે દિયા સાથે વિદેશમાં પણ ફર્યો હતો. તે લગભગ આખી આખી રાત દિયા સાથે બેસીને વાંચ્યું હતું અને ક્યારેક આખી રાત કેફેમાં બેસીને 'ગપ્પા' માર્યા હતા. તેને આજે તે સાચે જ યાદ આવી રહી હતી.

          રુદ્રાએ મોબાઈલ ખોલ્યો અને દિયાને કોલ કરવા માટે બટન દબાવ્યું. તેના પ્રિડીકશન મુજબ એ કોલ ન લાગ્યો. તેને આજે કોઈ પણ હાલતમાં તેની સાથે વાત કરવી હતી. રુદ્રાએ તેના એક ફ્રેન્ડને કોલ કર્યો. તે દિલ્હી એઇમ્સમાં હતી.દિયા તેની કલાસમેટ હતી.

       "હેલો,મિસ્ટર બીટકોઈન ઘણા દિવસે યાદ કર્યા નાના માણસોને"સામેથી અવાજ આવ્યો.

       "અરે યાર અક્ષય એવું નથી,થોડાં કામમાં બીઝી રહું છું.બોલ બોલ શુ કરે છે?"

       "હું તો અહીં એઇમ્સમાં જ છું.બસ જો એક ઓપરેશન હતું એ પતાવી ઘરે આવ્યો. મીનલ જમવાનું બનાવે છે"

        "સારું સારું.મેં તને એક કામ માટે ફોન કર્યો હતો.શુ તું દિયાને ઓળખે છે? તારી જ કલાસમેટ હતી.તને યાદ હોય તો મેં તને એક વાર મુલાકાત કરાવી હતી.ફર્સ્ટ ઈયરમાં "

         "હા હા ઓળખું છું ને બોલને એનું શું છે?"

         "એનો કોન્ટેકટ નમ્બર જોય છે.શુ મળી શકે?"

       "હા મળી જ શકે ને"

        "કઈ રીતે" રુદ્રાએ ઉત્સાહિત સ્વરે કહ્યું.

       "અમારું ગ્રુપ છે.એઇમ્સ દિલ્હીનું"

       "તે ત્યાં નથી અત્યારે તે અત્યારે કદાચ ક્યાંક બીજે એમ.ડી કરે છે"

         "હું જાણું છું પણ ગ્રુપમાં તો હશે જ,એક મિનિટ રાહ જો હું ચેક કરું છું" અક્ષયે કહ્યું.

        "હેય,રુદ્રા તે ગ્રુપમાં જ છે,પણ કોઈ યુકેનો નમ્બર છે." 

         "મને પ્લીઝ સેન્ડ કરી દે" રુદ્રાએ કહ્યું.

            અક્ષયે નમ્બર સેન્ડ કર્યો એટલે થોડી ફોર્મલ વાતો પછી કોલ પૂરો થયો.રુદ્રાએ તે નમ્બર જોયો.તે હજી વિચારી રહ્યો હતો કે શું તેને કોલ કરવો જોઈએ કે નહીં.તે આજે નિર્ણય લેવામાં ગૂંચવાઈ રહ્યો હતો. તે દિયા સાથે ઘણી વાત કરવા માંગતો હતો. તે જ્યારે અગિયાર બારમાં હતા ત્યારે રુદ્રાને આજના દિવસમાં શુ કર્યું એ દિયાને જણાવ્યા વગર રુદ્રાને ઊંઘ આવતી નહિ. રુદ્રાએ લગભગ દસ મિનિટ બાદ એક નિષ્કર્ષ પર આવ્યો.
        
       તેને હવે વધારે કશું વિચાર્યા વગર દિયાને કોલ જોડ્યો.

*******

ક્રમશ: