જૂન,2010
એક લગભગ છ વર્ષનું બાળક હાથમાં ઇકોનોમિક ટાઈમ્સ લઈને બેઠું હતું.તે તેના પેઈજને કોઈ નિષ્ણાતની જેમ વાંચી રહ્યો હતો.તે તેના એક એક આર્ટીકલને ધ્યાનથી જોઈ રહ્યો હતો.
"ઓહ રુદ્ર તું ફરી ઇ.ટી(ઇકોનોમિક ટાઈમ્સ) લઈને બેસી ગયો.તને આમાં શુ સમજાય છે મને તો એજ સમજાતું નથી." રુદ્રના મમ્મી વનિતાબહેને કહ્યું.
"અરે વાંચવા દે ને એને જે વાંચવું હોય તે.ડોકટરે તેને જે વાંચવું હોય જે કરવું હોય તે કરવા દેવા માટે સમજાવ્યું છે ને!" રુદ્રના પપ્પા મહેશભાઈએ કહ્યું.
"પપ્પા મને તો આમાં બધું સમજાય છે.આ જુઓ આપણું સ્ટોક માર્કેટ કેતન પારેખ સ્કેમ પછી કેટલું ઉપર ઉઠયું છે.2008થી લઈને અત્યાર સુધી નિફટી 2220 થી છેક ક્યાં સુધી પહોંચી છે" રુદ્રએ માથું ઉંચુ કરતા કહ્યું. મહેશભાઈ નનાકડા રુદ્રના મોઢે આવી વાત સાંભળી ક્યારેક ડરી જતા તો ક્યારેક આશ્ચર્ય ચકિત થઈ જતા.આવડા નાના બાળકોના મોઢે આવી વાત કોઈ સામાન્ય બાબત ન હતી.કોઈ કોઈવાર રુદ્રને પોતના કરતા પણ વધારે ખબર છે એ જાણીને આશ્ચર્યચકિત થઈ જતા.લોકો ઘણીવાર રુદ્રના વખાણ કરતા પણ મહેશભાઈ જણતા હતા કે રુદ્ર નોર્મલ નથી એક બીમારીના લીધે આવું થઈ રહ્યું છે.
રુદ્રનું ઇકોનોમિક ટાઈમ્સ વાંચવાનું વધી ગયું હતું.તે તેમાં કલાકો ગાળી નાખતો.કંટાળીને મહેશભાઈએ ડોકટરના કહેવાથી તે છાપું મંગાવવાનું જ બંધ કરી દીધું હતું.રુદ્રએ હવે તેની સ્કૂલમાંજ ઇ.ટી વાંચવાનું શરૂ કર્યું હતું.સ્કૂલમાં તે છાપું કોઈ વાંચતુ નહીં, રુદ્રના ક્લાસટીચર તેનાથી ખૂબ પ્રભાવિત હતા.તે તેને ઇકોનોમિક ટાઈમ્સ વાંચવાની છૂટ આપતા.
તે શનિવારનો દિવસ હતો.હજી વરસાદનું આગમન થયું નહોતું.આસમાન ચોખ્ખું હતું, રુદ્રએ ઇકોનોમિક ટાઈમ્સ હાથમાં લીધું.તેના એક પેઈજ પર એક લેખ હતો,'બીટકોઈન અને બ્લોકચેઇન ટેકનોલોજી- મની ઓફ ન્યુ જનરેશન'.તે લગભગ આખું એક પેઈજ ભરીને લેખ હતો.તેને તે વાંચવાનો શરૂ કર્યો." બ્લોકચેઇન ટેકનોલોજી,જેને હેક કરવી અશકય છે તે આમ તો 1992માં જ ઇન્વેન્ટ થઈ હતી, તેની ઉપયોગિતા અવર્ણીનિય છે,તે અત્યાર સુધી કોઈ ખાસ યુઝમાં નહોતી' ત્યારબાદ ઘણું બધું બ્લોકચેઇન ટેકનોલોજી વિશે લખેલું હતું.ત્યારબાદ તેમાં બીટકોઈન વિશે લખ્યું હતું " કોઈ અનનોન પર્સન દ્વારા બીટકોઈન નામના એક કોઈનનું સર્જન નવેમ્બર 2008માં કરવામાં આવ્યું હતું.જેનું નામ ઘણા લોકો સતોષી નકામોટો જણાવે છે,જે બ્લોકચેઇન ટેકનોલોજી પર બનેલો કોઈન છે.દુનિયામાં ફક્ત 2.1 કરોડ બીટકોઈન જ આવી શકશે.એનાથી વધારે બીટકોઈન સર્ક્યુલેશનમાં આવવા અશકય છે.તે માઇનિંગ દ્વારા સર્ક્યુલેશનમાં આવશે.માઇનિંગ એક એવી પ્રોસેસ છે જેમાં જો એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં બીટકોઈન ટ્રાન્સફર કરવામાં આવે તો તેને કોઈ કોમ્પ્યુટર પ્રોસેસર દ્વારા તે બીટકોઈનનો આખો બ્લોક,મતલબ કે શરૂથી લઈને આ ટ્રાન્ઝેક્શન સુધીની હિસ્ટ્રી ચકાસી,મેથ્સ પ્રોબ્લેમની જેમ તેને સોલ્વ કરે પછી જ તે ટ્રાન્જેક્શન સક્સેસફૂલ થાય છે.આ જ છે બ્લોકચેઇન ટેકનોલોજી,આથી જ ડુપ્લીકેટ બીટકોઈન બનવા અશકય છે,આ બીટકોઈનનું સફળ ટ્રાન્જેક્શન જાન્યુઆરી 2009 માં થઈ ચૂક્યું છે. બીટકોઈનનું વાઇટ પેપર એટલે કે તેની માહિતી આપતું પેપર અને ભવિષ્યના ટાર્ગેટ બતાવતું પેપર જે ઓક્ટોબર 2008 માં પબ્લિશ થયું હતું,જેને ફરી અપડેટ કરવામાં આવ્યું છે જેના મુજબ બીટકોઈન પબ્લિક માટે 11 જુલાઈ 2010 એટલે કે આવતા મહિનાની 11 તારીખને રવિવારે પબ્લિક સેલ માટે 'મોઇનપલ' નામના એક્સચેન્જમાં અવેલેબલ થશે જેની લિસ્ટિગ પ્રાઈઝ 0.0008 ડોલર એટલે કે 0.038 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ રહ્યો છે,જેને પેઇપલ એકાઉન્ટથી ખરીદી શકાય તેમ છે.ઘણા એનાલિસ્ટનું કહેવું છે આ એક નવો પ્રયોગ છે આમાં ઇન્વેસ્ટ કરવું એ અંધારિયા કુવામાં પાડવા બરાબર છે.તો ઘણા કહે છે કે આગામી વિસ વર્ષમાં બીટકોઈનની પ્રાઈઝ 20 થી લઈ 50 અને ઘણાનું માનવું છે કે તે 100 ડોલર સુધી પહોંચી જશે.બધા બીટકોઈન માઇન થતા લગભગ 130 વર્ષનો સમય લાગવાનો છે કેમકે દર ચાર વર્ષે તેનો રિવાર્ડ અડધો થાય છે.ત્યાં સુધી તેની પ્રાઈઝ સો ડોલરથી વધી પાંચસો ડોલર સુધી પહોંચી શકે છે"
રુદ્રએ આખો લેખ વાંચ્યો,તેના મનમાં એક ઝટકો લાગ્યો.તેને બીટકોઈન કરતા બ્લોકચેઇન ટેકનોલોજીમાં વધારે રસ હતો.તેને તેના સરને પૂછ્યું પણ તેના સરે તે નામ પહેલીવાર સાંભળ્યું હતું.તે, તે દિવસે લાઈબ્રેરીએ ગયો. રુદ્ર વડોદરાના સુધરેલા કહી શકાય તેવા એક ગામમાં રહેતો હતો,ત્યાંની લાઈબ્રેરી ઘણી સારી હતી.તે લાઈબ્રેરીમાં જઈને ટેકનોલોજી મોડ્યુલનો આખો વિભાગ ફિંદ્યો.તેમાં તેને ફક્ત એક બુક જ બ્લોકચેઇન ટેકનોલોજીની બુક મળી.જેનું નામ કઈક આ મુજબ હતું 'ઓલ અબાઉટ બ્લોકચેઇન'.તે રવિવારનો દિવસ હતો.રુદ્ર લગભગ નવ વાગ્યે ત્યાં પહોંચ્યો હતો.તે બપોરે તેના મિત્રને ત્યાં જ જમી લેશે તેવું કહીને નીકળ્યો હતો.રુદ્રએ તે બુક વાંચવાની શરૂ કરી ત્યારબાદ લગભગ તે હલ્યા વગર સાંજના ચાર વાગ્યા સુધીમાં તેને તે આખી બુક વાંચી નાખી.રુદ્રએ જ્યારે તે બુક પુરી કરી ત્યારે લગભગ તેની વિચાવાની દ્રષ્ટિ બદલી હતી.તેને બીટકોઈનમાં પણ રસ પડ્યો હતો.રુદ્રને ભાન થયું હતું કે તેને કઈ ખાધું નહોતું.તે લાઈબ્રેરીમાંથી બહાર નીકળ્યો અને એક હોટેલમાં જઈ તેને તેના વધેલા પૈસાથી તેને થોડું ખાધું.
રુદ્ર ઘરે ગયો અને તેના પપ્પા પાસેથી તેને મોબાઈલ માંગ્યો.તેના પપ્પા કોઈ દિવસ કોઈ પણ વાતમાં તેને ના ન કહેતા.ડોકટરના કહેવા મુજબ તેનાથી તેના મગજ પર સદ્દમો પહોંચી શકે છે અને તેની રિકવરીની સ્પીડ ધીમી પડી શકે છે.રુદ્ર લગભગ 2 વર્ષનો હતો ત્યારથી તેને મેમરી અટેક આવી રહ્યા હતા.થોડા સમયથી સુધારો હતો તેમ છતાં તે અટક્યા ન હતા.રુદ્રએ તેના પપ્પાનો મોબાઈલ લીધો અને તેને બીટકોઇનમાં ઇન્વેસ્ટ કરવાનું મન હતું.તેને મોબાઈલમાં પેઇપાલ અને મોઇનપલ વિશે અઢળક સર્ચ કર્યું.તે પ્રોસેસ થોડીક અઘરી હતી. તેમ છતાં તેને લગભગ બે જ કલાકમાં સમજ્યો હતો એ બીટકોઇન.કોમ પર વોલેટ બનાવવાની સિસ્ટમ પણ સમજ્યો હતો.તેને તે મેથડ ખૂબ ગમી હતી,તે વોલેટ બનાવવા કોઈ પણ પર્સનલ ઈન્ફોર્મેશન જેવી કે મોબાઈલ નમ્બર અને ઇમેઇલ આઈડીની જરૂર નહોતી.ફક્ત વેબસાઈટ તરફથી જનરેટ થતી 12 શબ્દોની રિકવરી વર્ડ્સ અને એક આપણે સેટ કરેલ પાસવર્ડ,આ એક ખૂબ સિક્યોર મેથડ હતી.
રાત્રે સૂતી વખતે રુદ્ર સતત આ વિશે વિચારી રહ્યો હતો.તેને કોઈ અજાણી રીતે જ બીટકોઇનમાં ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા થતી હતી.તેને બ્લોકચેઇન ટેકનોલોજી આખી દુનિયા બદલી શકે છે તેવો વિશ્વાસ હતો.તેને હતું કે જો ફક્ત 21 મિલિયન બીટકોઇન જ અસ્તિત્વમાં હોય તો તેનો ભાવ વિચાર્યા કરતા વધારે વધી શકે છે. રુદ્રએ કોઈ બુકમાં સેવિંગ્સ વિશે વાંચ્યું હતું.તે કઈક આ મુજબ હતું કે જો તમને ક્યાં ઇન્વેસ્ટ કરવું તેની સમજણ ન પડતી હોય તો તમે તે પૈસાને વેડફવા કરતા સેવિંગ્સ કરી લો,કેમકે જો તમે એવું નહિ કરો તો જ્યારે તમને ઇન્વેસ્ટમેન્ટની યોગ્ય જગ્યા મળી જશે ત્યારે તેમાં ઇન્વેસ્ટ કરવા માટે તમારી પાસે સેવિંગ્સ નહિ હોય.
રુદ્રએ એક અપર મધ્યમ કે અમીર કહી શકાય તેવા પરિવારમાંથી આવતો વ્યક્તિ હતો.તેના પપ્પાની વડોદરામાં ત્રણ હોટલ્સ હતી.તેમાંથી ઉભી થતી ઇન્કમ બાદ રુદ્રાને કોઈ પણ બીજા કામની જરૂર ન હતી,તેમ છતાં તેના પપ્પા તેના એજ્યુકેશન પર ખૂબ ભાર મુકતા અને રુદ્રને કોઈ દિવસ એવો અહેસાસ નહોતો આવવા દીધો કે પોતાની પાસે ઘણો રૂપિયો છે.તેમ છતાં સવાર પડે એટલે અજવાળું થયા વગર રહે નહીં એ ન્યાયે,તેના જન્મદિવસ ઉપર અથવા કોઈ તહેવાર ઉપર તેની જરૂર કરતા ઘણા વધારે રૂપિયા રુદ્રને વાપરવા માટે આપી દેતા.પૈસાનું શુ મહત્વ છે તે રુદ્ર આજથી બે વર્ષ પહેલાં જ સમજી ગયો હતો.તેને તેમાંથી કોઈ પૈસા વાપર્યા નહોતા.પરંતુ તેના પપ્પાને ખબર ન પડે તેમ લગભગ છ-સાડા છ હજાર રૂપિયાની સેવિંગ્સ કરી હતી.
રુદ્રને આજે ઊંઘ નહોતી આવી રહી.તે આકાશમાં અવિરત અચલિત ગતિ કરતા કોઈ તારા પર ધ્યાન કેન્દ્રિત કરતો.તેને એક બુકમાં વાંચેલું એક સેન્ટન્સ યાદ આવ્યું કે અંધારાથી ડરો નહિ કેમ કે તારાઓ રાત્રે જ ચમકે છે.તેના મુખ પર સ્મિત ફરી વળ્યું.તેને ખ્યાલ આવ્યો કે તેના મમ્મી સુઈ ગયા છે અને પપ્પા હજી હોટેલ્સથી પાછા આવ્યા નહોતા. આથી તે અગાસી પર ગયો.જૂન મહિનો પતવા ઉપર હતો તેમ છતાં હજી આકાશ ચોખ્ખું હતું,તારાઓ પોતાની પુરી શક્તિથી ચમકી રહ્યા હતા.પવનની ગતિ મંદથી થોડી વધારે હતી. નાનકડા રુદ્રના એકદમ સિલ્કી વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા.તે ઘરથી લગભગ એકાદ કિલોમીટર દૂર રહેલ હાઇવેના વાહનોની લાઈટો તેને દેખાઈ રહી હતી.તેને વિચાર આવ્યો કે શું હું આ દુનિયામા ફક્ત ખાવા પીવા અને મરી જવા માટે જ આવ્યો છું? શુ આ સિવાયની દુનિયા નથી?. ભગવાનની બનાવેલી સર્વશ્રેષ્ઠ રચના એટલે મનુષ્ય છે તો શું આ રીતે જીવન પસાર કરી નાખવું તે કેટલુ યોગ્ય છે?બધાને પોતાની જિંદગી જીવવાનો સ્વતંત્ર અધિકાર છે પણ બીજાના નજરીયેથી જીવવું એ એક ગુલામી છે.રુદ્ર દૂર જબકતી કોઈ ઘરોની લાઈટો જોઈ રહ્યો હતો.ન જાણે કોણ આટલી રાત્રે ત્યાં જાગી રહ્યું છે,કદાચ તે કોઈ ગૃહઉદ્યોગ હતો અને નાઈટશિફ્ટના વર્કરો ત્યાં કામ કરી રહ્યા હતા.તે તેમના જીવન વિશે વિચારવા લાગ્યો.ઘણું અઘરું છે એમનું જીવન,એવી રીતે જીવવું પણ એક કલા છે.કોઈ પણ શિકાયત વગર,પરિવાર માટે દિવસ રાત કામ કરવું અને કોઈ પણ સદસ્યને તેનો અણસાર ન આવવા દેવો એ બહુ મોટી બાબત હતી.રુદ્રને કોઈ જોબ કે સવારથી સાંજની નોકરીમાં રસ નહોતો.તેને કોઈ દિવસ એવું કામ કર્યું નહોતું તેમ છતાં તેને તે કામનો કોઈ ઉમળકો રહેતો નહિ.
ક્રમશ:
પ્રતિભાવ: 7434039539 પર આપો