Mr. Bitcoin - 4 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 4

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 4


પ્રકરણ 4

           રુદ્ર જ્યારે કપડાં બદલીને સ્કૂલ પહોંચ્યો ત્યારે ઓલરેડી દસેક મિનિટ મોડું થઈ ગયું હતું.અત્યારે એક આરાધના મેમનો બાયોલોજીનો લેક્ચર ચાલુ હતો.તેના નસીબ સારા હતા કે મેડમે કોઈ પણ જાતના સવાલ વગર તેને બેસવા દીધો.તેનું મન અત્યારે ભણવા તરફ બિલકુલ નહોતું લાગી રહ્યું.મેડમ અત્યારે એનિમલ કિંગડમ ભણાવી રહ્યા હતા અને રુદ્રનું મગજ ચકરાવે ચડ્યું હતું.તેને આજ જેટલી હાડમારી ક્યારેય નહોતી ભોગવી એવું નહોતું,પરંતુ આજે તેને કઇક અલગ જ બેચેની થતી હતી.તે આ ભાગતી દુનિયા અને કોન્ક્રીટના જંગલોને છોડી કોઈ સાપુતારા,ગીર કે પંચમઢી જેવા હિલસ્ટેશન પર જઈ બાહો ફેલાવીને ઉભેલી પ્રકૃતિને ભેટવા માંગતો હતો.તે કલાકો સુધી એમનેએમ એ તાજી હવામાં બેસવા માંગતો હતો.હકીકતમા તે રોજરોજની હાડમારીથી કંટાળી ગયો હતો.તે વિચારતો કે રૂપિયો બધા જ સુખો ખરીદવા માટે કાફી છે.

           વ્યક્તિના દરેક પ્રયત્નો પાછળ ક્યાયકને ક્યાંક આર્થિક સ્વાર્થ હોય છે.ફર્ક ફક્ત એટલો છે કે જે માધ્યમથી પૈસા આવે છે એ કામમાં ખુશ છો કે નહીં તે જોવાનું છે,અને કમાલની વાત એ છે કે લગભગ નેવું ટકા લોકો પોતાનું કામ પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે.એનાથી પણ ખરાબ સ્થિતિ એ છે કે જ્યારે તમને ન ગમતા કામમાંથી પરિવાર ચલાવી શકો એટલી ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય છે,પછી એવું જીવન શરૂ થાય છે કે જ્યા તમે કામ કરી પણ નથી શકતા અને છોડી પણ નથી શકતા.કોઈ રોબર્ટની માફક તમેં કામ કર્યા જાવ છો અને એ રીતે કરેલું કામ દેશને કોઈ મદદ કરતું નથી.કોઈકે કહ્યું છે ને કે નોકરી એક એવી વસ્તુ છે જ્યાં તમારે તમારા પોતાના ઘરે જવા માટે પણ બીજાને પૂછવું પડે છે.બિઝનેસના પણ પોતાના નુકશાન છે મેજરલી તેમાં ફેઈલર બાદ શુ? તેનો બેકપ પ્લાન કોઈ પાસે હોતો નથી અને જેની પાસે હોય છે તેને કદાચ આપણે સક્સેસફૂલ વ્યક્તિ તરીકે જોઈએ છે.ઘણી નોકરી એવી હોય છે જેને તમે નોકરી કહી ના શકો જેમ કે આર્મી.તેને ક્રિટીસાઈઝ કરવાનો હક કોઈનો નથી,અને જો કદાચ કોઈ કરતું હોય તો તેને યાદ રાખવું જોઈએ કે તે ક્રિટીસાઈઝ પણ ત્યારે જ કરી શકે છે જ્યારે કોઇ જવાન સિયાચીનની લોહી જમાવી દેતી ઠંડીમાં ખડે પગે ઉભો છે.

         રુદ્રનો પહેલો પ્રેમ મહાદેવ હતા,તે રોજે નાસ્તો કરે ન કરે પણ મહાદેવના મંદિરે જરૂર જાય.મહાશિવરાત્રીમાં તે રાત્રે તેના પપ્પા સાથે પૂજામાં બેસે.દર વર્ષે આ કાર્યક્રમમાં કોઈ ફેર પડતો નહીં.કદાચ આ ગુણ તેને તેના પપ્પા પાસેથી વારસામાં મળેલો.રુદ્રના વિચારો સીધા હતા, તેના સપના પણ એવા કોઈ મોટા ન હતા.તેની માનસિકતા એવી હતી કે પૈસા એકમાત્ર એવી વસ્તુ છે જેનાથી તમામ સુખો ખરીદી શકાય છે.હકીકતમાં તેને તે પણ નોહોતું જોઈતું તેને તો ફક્ત એવું કામ જોઈતુ હતું જે તેને આઝાદી આપી શકે તે કોઈ એવા કામ માટે જિંદગી પસાર કરવા નહોતો માંગતો જે તેને બાંધી રાખે.

           તે દિવસે વરસાદ બપોરે આવ્યા બાદ તરત જ થંભ્યો હતો.કદાચ તે રુદ્રને પલાળવા માટે જ આવ્યો હતો.ત્યારબાદ ફરીથી એજ ધખાવી નાખનારો તડકો નીકળ્યો હતો,અને રાત પડતા થોડી ઠંડક થઈ હતી.રુદ્રા જ્યારે રોજિંદા ક્રમ મુજબ પાર્ક તરફ ચાલ્યો ત્યારે અવિનાશે તેની સાથે આવવાનું કહ્યું,રુદ્રને કોઈ વાંધો ન હતો એટલે તેને હામી ભરી દીધી.

          "ઓહ અવિનાશ આવ આવ તું કેમ આજે આ બાજુ" દિયાએ અવિનાશને પૂછતાં કહ્યું.

          "અરે બસ એમજ આજે વાંચવામાં કોઈ ખાસ મૂડ લાગી રહ્યું નહોતું તો થયું કે રુદ્ર સાથે પાર્કમાં જ ચાલ્યો જાવ." અવિનાશે એક બાંકડા પર બેસતા કહ્યું.

          "ઓકે,પણ મને લાગે છે કે તું અમારી વાતો સાંભળીને કંટાળી જઈશ" દિયાએ કહ્યું.

           "ના ના એવું કશું નથી હું પણ મારા મંતવ્યો આપી દઈશ" અવિનાશે કહ્યું.

           "ઓકે,યોર ચોઇસ,સુન રુદ્ર આ જો મેં તને કાલે જે કહ્યું હતું કે અહીં આ અહીં ઈનવર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નમા બ્રેકઆઉટ સક્સેસફૂલી થઈ ગયું છે" દિયાએ મોબાઈલમાં ચાર્ટ બતાવતા કહ્યું.

          "આઈ નો મેં જોયું બટ અત્યારે તો.." રુદ્રએ વાક્ય અધૂરું મૂક્યું.

         "કાઈ થઈ શકે તેમ નથી?" દિયાએ પૂછ્યું.

         "કઈક ટ્રાય કરું બટ આઈ ડોન્ટ થિંક સો કે કાંઈ થાય" રુદ્રએ કહ્યું.

        "તમે લોકો કોઈ ચાર્ટના આધારે ઇન્વેસ્ટ કરો છો? મેં તો સાંભળ્યુ છે કે લોકો કમ્પનીના કામ ને કઈક બેલેન્સશીટ જેવું વાંચીને દાવ લગાવે છે." અવિનાશે કહ્યું.
 
          "યા એ પણ એક રીત છે અને આ પણ" રુદ્રએ ટૂંકમાં જવાબ આપ્યો.

          "મને લાગે છે તમે ખોટી જગ્યાએ હાથ મારો છો.આજે જ મેં ન્યૂઝપેપરમા વાંચ્યું કે શેરમાર્કેટમાં એક જ દિવસમાં લોકોના સાઈઠ હજાર કરોડ ધોવાયા.આટલું મોટું નુકશાન અને લોકો કહે છે સ્ટોકમાર્કેટમાં ઘણા રૂપિયા છે." અવિનાશે કહ્યું.

         "એ નુકશાન નથી.જ્યાં સુધી લોકો પોતાના શેર ન વેચે ત્યાં સુધી એ રિકવર થતા કલાક પણ ન થાય" રુદ્રએ કહ્યું.

        "મને તો બધુ ફર્જી લાગે છે.જોઈ લે જે એકદિવસ બધું તૂટી પડવાનું છે" અવિનાશે કહ્યું.

         "સાચે તને એવું લાગે છે યુ નો સરકારના પણ રૂપિયા લાગેલા છે સ્ટોકમાર્કેટમાં અને પોતાની કંપની પણ એમાં લિસ્ટેડ છે.જો શેરમાર્કેટ ઝીરો થાય તો સૌથી મોટું નુકશાન તો સરકારનું જ જાય.પોતાના ઇન્વેસ્ટમેન્ટનું અને ટેક્સ બન્નેનું,અને કેટલી હાસ્યાસ્પદ વાત છે ને કે સ્ટોકમાર્કેટ ઝીરો થઈ જાય." 

          "પણ તું શરત લગાવી લે તું કોઈ દિવસ સ્ટોકમાર્કેટથી પોતાનું ઘર ચલાવી શકે એટલું નહીં કમાઈ શકે." અવિનાશે કહ્યું.

          "ભાઈ તું જવા દે એ બધી વાત,અને રહી વાત શરતની તો એનું ભવિષ્યમાં જોઈ લઈશું" રુદ્રએ કહ્યું

           "મને કોઈ વાંધો નથી પણ આ તો મારો પર્સનલ વ્યુ હતો." અવિનાશે કહ્યું.

       "ગાઇસ બહુ થઈ ગઈ આ હોસ્ટાઈલ ચર્ચા એટ ધ એન્ડ વી આર ફ્રેન્ડ્સ." દિયાએ વચ્ચે બોલતા કહ્યું.

            "ઓકે ફાઇન હું તને એ કહી રહ્યો હતો કે તું ક્રિપટોમાં પૈસા કેમ નથી લગાવતી?" રુદ્રએ કહ્યું.   

          "મેં તને એક મહિનાથી કહ્યું હતું કે તું એના વિશે મને જણાવ મને કોઈ નોલેજ જ નથી એમા કઈ રીતે પૈસા લગાવી શકું?" દિયાએ કહ્યું.

         "કાલે રવિવારે.." રુદ્રએ કહ્યું.

      "ફાઇન હું સવારે અહીં જ આવી જઈશ" દિયાએ પ્રતિઉત્તર આપ્યો.

       "હું શું કહું છું રુદ્ર મને સ્ટોકમાર્કેટમાં કામ કરવાના ફાયદા તો કહે!" અવિનાશે વાત આગળ કરતા કહ્યું.

        "ફાયદા શુ હોય જેને જે કામ ગમે તે કરે" દિયાએ કહ્યું.હકીકતમાં દિયા અવિનાશના સવાલો અને વિચારોથી કંટાળી હતી,રુદ્ર પણ એ વાત સમજ્યો હતો,તે પણ તેની સાથે વાત કરવાના વધારે મૂડમાં નહોતો.તેને પણ એક આછું સ્મિત આપીને અવિનાશની વાત પર પૂર્ણવિરામ મુક્યો.

****************

             રુદ્ર ગાર્ડનમાંથી જ્યારે હોસ્ટેલમાં આવ્યો,ત્યારે મયંકે તેને સમાચાર આપ્યા કે રેક્ટર તેને બોલાવે છે.રુદ્રને સમજાયું નહીં કે રેક્ટરને તેનું શું કામ પડ્યું.તે રેક્ટરની કેબીન તરફ નીકળ્યો અને અવિનાશ રૂમ તરફ ચાલ્યો.રુદ્રને હોસ્ટેલના રેક્ટર મિસ્ટર મહેન્દ્ર કુમાર કોઈ ખાસ પસંદ ન હતા.તે પોતાના નવા નવા નિયમ લગાવતા,ક્યારેક વહેલું જમી જવાનું તો ક્યારેક વહેલું સુઈ જવાનું તો ક્યારેક મોબાઈલ એક કલાકથી વધુ યુઝ નહિ કરવાનો વગેરે વેગેરે.તેમ છતાં કોઈ નિયમ લાગુ પડતો નહીં.તે લગભગ દસ પાસ વ્યક્તિ હતા.ગામડે એક કરીયાણાની દુકાન હતી,તેમાં કોઈ ખાસ ધંધો ન થતા તે પોતાની રોઝીરોટી ચલાવવા અહીં રેક્ટર તરીકે ફરજ બજાવતા.

          "જી સર,મને બોલાવ્યો" રુદ્રએ કોઈપણ પણ જાતની પરમિશન લીધા વગર સીધા અંદર જતા કહ્યું.

         "આવો આવો તમારી જ રાહ જોવાતી હતી,શુ કાઈ ચા પાણી લેશો" મહેન્દ્રએ ઉંચા અવાજે કટાક્ષમાં કહ્યું.

           "વોટ હેપન્ડ સર,એનિથિંગ..." રુદ્રને અટકાવી મહેન્દ્ર વચ્ચે જ બોલ્યો " ઇંગ્લિશ નહિ તને ખબર છે ને કે હું ગુજરાતી સિવાય વાત નથી કરતો.

               "ગુજરાતી સિવાય વાત નહિ,ગુજરાતી સિવાય તમને એકેય ભાષા આવડતી જ નથી"રુદ્રએ સ્વગત કહ્યું,જો કે રુદ્ર ગુજરાતી ભાષા પ્રેમી હતો તે હમેશા ગુજરાતી ભાષાને જ પરીફર્ન્સ આપતો આથી જ તે તેના પપ્પાના કહેવા છતાં છઠ્ઠા ધોરણથી તેનું મીડીયમ ગુજરાતીમાંથી ઇંગ્લિશ કર્યું નહિ,પણ તેનું એ પણ માનવું હતું કે બીજી ભાષા પણ આવડવી જરૂરી છે.અહીં તો તેનું એકમાત્ર લક્ષ્ય મહેન્દ્રને હેરાન કરવાનું હતું. "સોરી સર હું ફક્ત એટલું કહેતો હતો કે શું થયું મેં કાઈ ભૂલ કરી છે?" રુદ્રએ કહ્યું.

         "શુ હું પૂછી શકું કે હોસ્ટેલમાં ઘણા લોકો તને જુગારી કહીને કેમ બોલાવે છે" મહેન્દ્રએ ફરી એ જ ઉચા અવાજે કહ્યું.તે હકીકતમાં આજે ખૂબ ગુસ્સામાં હતો.લગભગ રુદ્રએ તેને એટલા ગુસ્સામાં કોઈ દિવસ નહોતો જોયો.

            "સર આઈ...મને નથી ખબર હું કોઈ જુગાર નથી રમતો" રુદ્રએ કહ્યું.

            "જો ખોટું બોલ્યો છું હવે.. તો તારી ખેર નથી" કહી મહેન્દ્રએ રુદ્રને એક તમાચો માર્યો.

             રુદ્ર થોડીવાર સમજી ન શક્યો કે તેની સાથે શુ થયું પણ થોડીવાર બાદ તેને કળ વળી એટલે તેને પણ મોટા અવાજે કહ્યું "તમને મને મારવાનો કોઈ અધિકાર નથી,કદાચ હું જુગાર રમતો હોવ તો પણ" રુદ્રએ કહ્યું.

           "કહયું ને ચૂપ નહિતર,તારા પપ્પાએ મને કહ્યું છે કે જયાં સુધી એ આ શેરમાર્કેટના સટ્ટા બંધ ન કરે ત્યાં સુધી મારજો" મહેન્દ્રએ બીજો તમાચો મારતા કહ્યું. મહેન્દ્રની કેબીન બહાર લગભગ આખી હોસ્ટેલ ભેગી થઈ ગઈ હતી.

ક્રમશ:...