matrix in Gujarati Spiritual Stories by vinay mistry books and stories PDF | મેટ્રિક્સ - માયાજાળ

Featured Books
Categories
Share

મેટ્રિક્સ - માયાજાળ

મેટ્રિક્સ ! માયાજાળ  

    આ શબ્દ શંભળતાજ મન કેવુ ગોથે ચઢે.

 આજ સવાર થી વાસુદેવની યાદ વડગી હતી એમના નામ થી થતી સવાર ખરેખર રોમાચંક હોય છે . દરેક કામ માં ધર્મનો એહસાસ પોતાના કર્મની જવાબદારી કરતાની ભાવના

 હુ…. 

મેં કર્યું … 

મારા થી….

 મારા લીધે…..

 જેવા ઘણા અહમને પાછળ મૂકી જીવનને ભોગવવાની ધગસ જે મળ્યુ એની સુંદરતા જોવાની ચેતના ઘણા બધા વિચારો.

 કાર એકદમ ધીમે ફેરવી રહ્યો હતો અને હસતા મોઢે વાસુદેવને જંખી એમને સામે જોય રહ્યો હોય … 

 અને અચાનક મારી કાર આગળ એક ઓટો રિક્ષા આવી ગયે એની પાછળ કૃષ્ણ વાસડી સાથે દેખાયા અને હુ હસ્યો 

 તમનેજ યાદ કરતો હતો .

કોને આ રચના છે ..

 કયા તથ્ય પર આ જીવન કાયમ વહેતુ રહે છે 

 અને થોડી ક્ષણ બાદ એ ઓટો રિક્ષા આગળ નીકળે ગઈ અને આપ મેળે મારા મગજ માં એક ચિત્ર દેખાયુ 

સાપસીડી…. 

બાળપણ સામે આવી ગયુ અને એ પાસા એક થઈ છ નંબર દેખાય વચ્ચે સપનુ કરડવુ અને ફરથી શરૂઆત અને વિચાર ખૂબ આગળ વધ્યા દરેક નંબર પર એક શાંતિ એક હાશકારો એક દર પાછળ જવાનો અને ઉત્સાહ આગળ વધી ખુશી માણવાનો અને હા એ ખુશી માટે પણ કોઈનુ આપડી પાછળ હોવુ જેના થી ખુશી માં લાલચ રહે છે . એજ રીતે આપડુ જીવન સરખાવ્યુ ખરેખર માં ૧ થી ૧૦૦ ની રેસ છે … દરેક નંબર પર અલગ એહસાસ છે . આગળ હોવાનો પાછળ રહેવાનો એ બે ગળીનુ દુઃખ સૂખ અત્યારે વાસ્તવિક જીવન છે ને ? જીત ના આંગણે થી પાછુ ફરવુ ને અન્ય ઘણા ફેરફારો અને જીત બાદ જાણે કઈ યાદ જ ના હોય એ નાના ધક્કા એ સમયને પાછળ મૂકી એકદમ બધા થી આગળ જઈને પાછળ આવતાની રેસ જોવી આનંદિત થવુ આ વાસ્તવિક જીવન માં એજ રેસ છે . 

મોક્ષ…

 સાપસીડીની રમતની જેમ દરેકને ડંખ ભોગવવા પડે છે ને આ બધી દોડભાગ આપડે જીવન માં પણ નજીક થી જોય સકયે છે . અધોગતિ માં અન્યનુ ખુશ થવુ જીત માં મૌન હાર જીત પછી થતી વાર્તા જીત્યા પછી પણ ૧ થી વિશેષ આગળ કસુ છે જ નહીં બધું પ્રાંત કરી પણ વધુ જીતની આશા સમય તો ખર્ચી જ છે વિચારો સગા ઓથી મતભેદ કર્યા પછી પણ કોઈ સમયને નથી રોકી સકતુ ડંખ ! વાગ્યા પછી ફરથી જાતે જ ઉપર આવવુ અને જીત પછી ફરથી ૧૦૦ થી શરૂઆત… 

 જવાબ એ મળ્યો કે આપડે નિમિત્ત છીયે… દરેક નંબર પરની જેમ દરેક ઉંમર ના ડંખ અને આગળ વધવાનો સમય નિર્ધારતી છે . ચિંતા 

ઈર્ષ્યા 

આ બધી ભાવના તમેને સમય માં જકડી રાખે છે . આ બે ગુણ થી માનવી ને સમય ખૂબ ધીમો લાગે છે . કોઈની જીતને જોવાના પોતાના પ્રસંગ થી વેગળો થઈને કુદરતની રચનાને કોસે છે . નિંદા કરે છે અને અંતે કુદરત તેનુ મન શાંત થવા દેતુ નથી સરખામણી એક ભુલભુલૈયાનો ભાગ ભજવે છે . અને જે મન થી નીડર થઈને આ રચના ના ભાગીદાર સમજી કર્મ કરે છે . આ જીવન એક અનુભવથી વધારે લાગતુ નથી . મુઠ્ઠી જોરથી મુઠ્ઠી વાડી ભોગવેલા જીવનમાં ઘણા કર્મો થી માનવ વિમુખ રહે છે . અને રમતની જેમ ફરથી પાસા પાડવા પડે છે . આ ૧ થી ૧૦૦ પાછળ થી કેમ જવુ પડે છે નાના હોવાના મજા છે. ખુશી છે 

ચાલાકીથી જીવન જેવવુ એ કઈ જીત નથી. બુદ્ધિ પૃથ્વીના દરેક જીવ પાસે છે . દરેક જીવના કાર્ય પહેલાથી નક્કી છે . જેનુ પ્રમાણ ટેલિવિઝન એ આપ્યુ છે . પ્રાણીઓનુ જીવન નજીકથી જોઇ દરેકને એના કાર્યબે ઓળખ આપી છે. કોઈ અમર નથી. ના કોઈના જીવનનો કોઈ નિર્ધારિત સમય ….કાળ મુજબ આ રચના પોતાના કર્યો કરાવતીજ હોય છે . કોઈનુ વહેલુ જવુ કોઈનુ કઈ ઘણી વિચિત્ર રીતે આ રચનાની અવર જવર છે . 

વેદના છે 

ખુશી છે 

 આ ભાવ આ રચનાને જીવંત રાખે છે . આ અવર જવર આ રમતનો ખરો રંગ છે . જો કઈ માણવા જેવુ છે તો આ સફર માં ભાગ્ય… ભાગ્ય જેતે સમયે આપણે સુ માણવા આપે છે . ખોરાકને ચાવવાથી વધુ સારી રીતે પચી શકે છે . તેજ રીતે ભાગ્યુ બધુજ જેમકે સંબંધ- સુખ સાહેબી આપડે કઈ રીતે આ બે ગુણને જીવ્યે છે . મળેલુ પચાવવાની સમજ બુદ્ધિ માત્ર સારા કર્મથી પ્રાપ્ત થાય છે . આમ આ અનંત ચાલતી પ્રણાલી એજ જીવન છે . 

અવર જવર ….

એટલે કે આ માયાજાળ મેટ્રિક્સ બીજુ કઈ નહીં આપણુ રોજિંદા જીવન છે . દરેક ગેમ ફરથી રમાય ત્યારે સીડી અને સાપની જગ્યા બદલાઈ છે . 

કર્મ બદલાઈ છે . 

લાલચ બદલાઈ છે . 

દ્રષ્ટિ બદલાઈ છે . 

હાર જીતનો એહસાસ બદલાઈ છે . 

સ્વાર્થ દેખાઈ છત્તા મૌન દેખાઈ છે . 

 

  એક એક વર્ષ તમારો એક પાસો ફરે છે . ૬ નંબર કે ૧ પડ્યા પછી શુ થસે એ પહેલા થી આપડી સામે જ હોય છે . એટલે પૂરતી આંખ ખોલી સમર્પણ કરી જીવન ખૂબ ચાવીને ભોગવવુ પડે બાકી રમત પૂરી તો થવાનીજ છે . રસ્તા અને આસપાસના જીવ અન્ય દિવ્ય આત્મા થકી આ રસને પામવાનુ છે . જો કઈ બાકી રહી ગયુ તો ફરથી પાછુ તો આવવાનું છે . 

Vinay Mistry