ego is bigger than relationship ? in Gujarati Magazine by vinay mistry books and stories PDF | અહમ મોટો કે સંબંધ ?

Featured Books
Categories
Share

અહમ મોટો કે સંબંધ ?

ગણી વાર એવુ થતુ હોય છે.  કે આપણે પોતેજ આપણી જાત ને ઉપર મૂકી દઈ છે . બુદ્ધિ વધુ વીક્ષતિ થવાથી આવા બુદ્ધિજીવી દરેક સંબંધો માં ફાયદો નુકસાન વિચારી ચાલે છે . ઘણા નુ કહેવુ છે. સમય લોકડાઉનથી વધુ ગતિમય બન્યો છે. પણ ખરા અર્થ માં સમય નહીં પણ કરોના પછી સ્વાર્થ નામનો વાઇરસ વધી ગયો. ખરાબ સમય માં એક બીજ ને કામ આવી પેહલા આશીર્વાદ લેવાતા હવે દુખી માં દુખી માણસ અત્યારે પોતાને ખોટો સાબિત કરી શકતો નથી.  સદાય સાચા હોવાની ભાવના થી ઘણા સંબંધો કાયમી નિર્જીવ બની જતા હોય છે અને આવા નિર્જીવ સંબંધો લોકો મૂંગા મોઢે નિભાવે પણ છે ? 

   ક્યારે વિચાર આવ્યો જો સાચે માં જે સંબધ કેટલો જૂનો છે . કેટલા કર્મો ના બંધન થી આજે એક બીજા ના જીવન માં ઘણા ભાગ ભજવતા હશે તમે છતાય સંબંધ માં સામન્ય પારદર્શકતા રાખી નથી શકતા અન્યની પ્રગતિમાં ઘણી જગ્યાએ કડવુ મૌન છલકાતુ હોય છે . સુ ખરેખર સોશિયલ મીડયા ના કારણે આપના સ્વભાવ બદલાય ગયા છે ? કોઈ ની ખુશી માં ખુશ થવું યૂપીએસસી પાસ કરવા જેટલુ કેમ અઘરુ થઈ ગયુ છે . ગણિત માત્ર આંકડા પૂરતુ સીમિત હતુ આજે માણસને દુનિયા બહારનુ ગણિત આવડે છે . પણ માણસ થઈ આ ભવ કેમનો પર કરવો એમાં ખુશી થી રોજ નાપાસ થાય છે . આમા પણ ઘણા પ્રકાર છે . અમુક સંબંધો માં તમે અન્ય વ્યક્તિને નવુ જીવન પણ કેમ નો આપો અંત માં એ માણસ એમ કહીને ઉભો રહેસે કે આ રસ્તો તો મને પહેલા થી ખબર જ હતો . એક નાના શબ્દ આભાર તારા થી આ સફર સરળ રહી આટલા વાક્ય પ્રયોગ થી ઘણા હોશિયાર લોકોને જોર આવતુ હોય છે . અને આ આળસ માં આખુ જીવન વિતાવે છે . અને પોટલી માં ઘણી બાધાઓ લઈને ફર્યા કરે છે .

      ખરેખર બાધાઓ આજુબાજુ માંથી જ પુરી થતી હોય છે . આપણી આસપાસ રેહાલા સંબંધો માં દૂરબીન લઈને જોવો જેટલું દૂર જોઈ શકો પોતાની જાત માથી અહમના કીડાને બાજુ માં મૂકી થોડુ ધ્યાનથી જોઈએ જોયું ? જેમ મૂવી માં કોઈ ડાયલોગ મિસિંગ હોય ! કોઈ સીન માં એવું લાગે આને આવું કેમ કર્યું મૂવી માં આપણે કર્મા જોવા લાગ્યે છે . કારણ ? ક્યાંક પોતાના કર્મ ભૂલી જવા કોઈની વાત માં આવીને અન્ય વ્યક્તિ ને આંકવાની હરીફાઈ કોઈનુ સારુ હોવુ પણ પેટની પથરીની જેમ ખુચવુ બીજા બધા સામાન્ય રોગ છે . પણ જો તમે સંબંધને માણવા કરતા આણવા બૈઠા તો પુરસ્કાર માં તમારું વન નુ જીવન એટલે કે એકાવન થી જ્યાં સુધી કુદરત સાચવે ત્યાં સુધી વાતો કરવા થોડો જીવ તો જોવશે ને ? તાજા ખૂન અને થોડી મહેનત અને જીવન શૈલી થી પોતાને એટલુ મોટુ બનાવી દઈએ છે.  કે અન્ય લોકોના આપણા જીવન માં કર્મો જોવાને બદલે પ્રેક્ટિકલ થવાના નાટકો કરીએ છે . શું આનાથી જીવન સરળ બને છે . કે તમે પોતેજ પોતાને એકલા પાડવા રોજ મહેનત કરી રહ્યા  છો ? 

       કુદરત દરેકના ભાગે સંબંધો પેહલાથી બનાવી રાખ્યા છે. જેમ નાનપણમાં પઝલ આવતી બધા નાના ભાગરૂપી ચિત્રો ભેગા થઈ ને એક સુંદર ચિત્ર બનતુ એ જ્યારે બનવા આવ્યુ હોય ત્યારની ઉત્સુકતા જો અત્યારે નિર્જીવ બનતા સંબંધો માં મૌન તોડવામાં કેમ નથી લગાવી સકતા સંપૂર્ણ થઈ  ? સંપૂર્ણ ચિત્ર બન્યા પછીની ખુશી ને સંબંધમાં પાછી એજ જૂની મીઠાસ લાવાની હિંમત થાય ખરી ? એ આનંદની કલ્પના કરી છે ? ક્યારે આપણે આપણા સબંધો એકજ મુખ થી મળ્યે ? પીઠ પાછળની વાતોને દફન કરીએ આજે અત્યારે જેટલા ખરા સબંધ છે . એજ ભોગવવામાં જીવન વીતવાનુ છે . ખાલી ટાઈમ બવ ફાસ્ટ થઈ ગયો છે . કહેવાથી માત્ર તમારી ઉંમર ઓછી થસે શરીર માં થોડા બદલાવ આવશે અલગ અલગ કલરની ગોળીઓ ક્યારે જોડે રાખતા થઈ જઈએ એ ખ્યાલ નથી આવતો અરિશા આગળની ૧૫ મિનિટ ક્યારે થોડી સેકન્ડો માં આવી જાય છે . થોડા સફેદવાળ એક સમયે સમાન્ય લાગવા લાગે છે . કેવુ દિલ થી આ બધુ અપનાવી લઈએ છે . પણ અંદર થી થોડું બદલાઈને કેમ સબંધો માં ખુશી ઓછી પડે છે . કેમ હજી મૌન રહી પોતાને ઉંચકોટીના સાબિત કરીને ઓગળવુ છે . શું મોટા થઈને આટલી હોશિયારી કરવી હતી કે ખુશ રહેવુ હતું . કેમ પોતાના જ વર્ષો જૂના સંબધ માં આટલા વિચારો કેટલુ ખુશ થવુ ? આ બધા ખરા અર્થમાં કુદરતે આપલે સાચા માણસોને હેરાન કરી તમે સ્માર્ટ સાબિત થાવ છો  ! સારા દેખાવ છો ! શું સફેદવાળ આપમેળે કાળા થસે ના તોય માણસને સરખુ ખુશ થવા કોઈનું ખોદવુ કેમ પડે છે . કેમ જોર થી બૂમ પાડી આપણે આપણા માણસોને વળગીને કહી નથી સકતા કે તારી ખુશી માં અમે ઘણા ખુશ છીએ “ અમે છીએ “ તમે ચિંતા ના કરતા “ તુ ચિંતા ના કરતો … કેટલી પણ સુંદરતા તમે સાથે લઈને ફરો ઘર થી માંડી દરેક અરીસા માં જોઈને હરખાવુ પણ  દ્વિ મુખી વ્યકિતવ ને હંમેશા એવુ હોય છે કે તમને ખરું સ્વરૂપ દેખાઈ એવો અરીસો છેજ નહીં દુનિયા પાસે બધુજ જોવાની ક્ષમતા છે . તેમ છતાય માણસ ને માણસ બનવુ અઘરું કયા સુધી લાગશે ? સરખામણી કરવાથી કે ખુશ થવાથી . 

     ગણતરીનુ જીવન છે . અને હવે તો ડાયલોગ પણ બની ગયો છે . “ આ લોકડાઉન પછી કોઈ નુ નક્કી નથી “ 

 કોણ ક્યારે છેલ્લી ચા જોડે પિસે અને તે દરમિયાન વાતો કેવી થઈ હશે .

છેલ્લી મુલકાત માં કેટલા ખુશ હતા મન માં શું હતું ? 

કેમનુ આવજો કહ્યુ હતુ અને ફરી ક્યારે મળ્યે એ તારીખ યાદ રેહશે? 

તુ ફિ છે ને .

કયાંક જમવા જવાનો પ્લાન , ક્યાંક ફરવા જઈ 

  શુ આ બધી લાઈન તમે કોઈના ગયા પછી ફરથી બોલી શકવાના છો ? દુઃખ થસે ને સંબંધ માં જીવ ભરવો સાઈકલ ના ટાયર માં હવા ભરવા જેટલુ જ જોર લાગે પણ પછી સાયકલની જેમ સબંધ પણ ગમે તેવા રસ્તા પર સ્મૂથ ચાલે શકે અને થાક તો ક્યારે લાગશે જ નહીં . જે સંબધ માં પૂરતી મીઠાસ હોય ત્યાં સમય પણ ઉનાળાની બપોરની જેમ ધીમો પડી જાય છે . સાચા સંબંધ આખા જીવનનો છાયડો પૂરો પાડે છે . એક એવો ઓટલો પૂરો પાડે છે . જ્યાં તમે હવા થી પણ વધુ હલકુ મન કરી શકો જીવન સારું લાગવા લાગે અને આવી મીઠી શાંજની ટેવ પણ પડવા લાગે . 

 સાચુ કહુ તો - 

હોશિયારી ઓફિસ- ધંધા સુધી સીમિત રાખી ફરથી એક નાના બાળક બની ઘરની બહાર નીકળી જોવો વધુ ના થાય તો સવાર થી સાંજ સુધી ઓછી બુદ્ધિ વાપરી થોડુ જીવી જોવો . 

વિનય મિસ્ત્રી