ટીવી રિમોટ
"એક સમય હતો જ્યારે હું ક્યાંક ખૂણા માં પડ્યો હોય, હા કદાચ તક્યાની પાછળ !
હઝારો ચેનલ હોવા છતાંય મારો સમય ફિક્સ હતો. સવાર - બપોર અને રાત તો પણ ભાગ્ય જ ફેમેલીના બધા અભ્યોને એક સાથે ક્યારેક જ ભેગા જમતા જોતો હું. એ જીવનની ભાગ દોડ કોઈને ખ્યાલ પણ નહતો રેહતો કે ટીવી માં શું ચાલે છે. કે ફેમિલી મેમ્બરનાં મન શું ચાલી રહ્યું છે.બસ જમ્યા પછી ઘરના વડીલ બહાર જતા રેહતા અને ઘરનો મોટો દીકરો પણ ચાલ્યો જતો. અને રહી ગઈ ઘરને ચલાવ નારી એટલે કે એક ' નારી ' તે મને લઈને બેસી જતી મનની વ્યથા કોને કેહતી ! બસ મને લઈને બેસી જતી ટીવી માં ભજન શોધી કાતો કથાઓ માં પોતાને મનની વ્યથાના જવાબો શોધતી . એની એકલતા એટલી વધુ હતી કે ટીવીનો અવાજ પણ વધુ રાખતી અને એકલા ના હોવાનો દાવો પોતાના મનને કરતી , કુટુંબ સાથે મીઠી વાતો અને યાદો શું હોય તેને બસ કલ્પના કરતી . અને બસ સમય જતા સૂઈ જતી ઘરના વડીલ આવે અને એના થી મોડો એનો દીકરો આવતો પણ એ જાગતી રેહતી ગુસ્સા માં પણ આખરે તે એક માં છે ને. મને પણ દુઃખ થતું પણ હું શું કરે લેવાનો હતો આખરી હું પણ નિર્જીવ છું. હું માત્ર એક રિમોટ કન્ટ્રોલ છું. સવારે ઘરના વડીલ જોબ પર જાય અને દીકરો પણ જોબ પર જાય પછી હું ને આ નારી ઘરે એકલા. રસોડા માં કામ હોય પણ એ મારું ધ્યાન રાખતી એની પાસે રાખતી મને અને ટીવી નો અવાજ વધુ રાખતી કારણ એને એકલતા નહતી ગમતી રાહ જોતી ક્યારે ૧૨ વાગે ને કોઈ ઘરે જોબ થી વેહલા આવે ,ક્યારેક કોઈ વેહલા આવી પણ જતું. પેલી નારી ને એમ કે હાશ હવે વાતો થશે મન હળવું થશે ત્યાં તો જોબ થી વેહલા આવેલો માણસ મને શોધી લેતું અને ટીવી સામે બેસી જતો , અને ત્યારે પેલી નારી ના મુખ પર કસુજના રેહતું શું કેહવુ કે શું કરવું ! કઈક કહેશે તો જગડા થવાની બીક એને લાગતી રેહતી બસ પછી શું એ એનું કામ કરતી જમવાનું પીરસી ને તો પછી તમને ખ્યાલ જ છે. ઘર નું કામ અને ૨ વાગી જતા જોબ વાડા જોબ ઉપર જતા રેહતા અને પેલી નારી મને શોધીને બેસી જતી ટીવી આગળ . શું થાત જો ટીવી હોત જ નહિ ! એના મન માં ચાલતા હઝારો વિચારો ના જવાબ ક્યાંથી મળતા એને આતો હું છું અને બીજી આ ઘડિયાળ જેને સાથે આ નારી નું જીવન એક મેક રીતે સંકળાયેલું છે. વ્યસ્ત રેહવુુ આસન છે , ઘરે રહીને કોઈ ને રાહ જોવી કોઈ નાં ઘરે આવવા ના સમય પર દરવાજે વારંવાર આવીને ઉભુ રેહવું ! આ તાકાત એક ' મા ' માં જ રહેલી છે.
હું નિર્જીવ છું તો પણ આ વાત નો મને ખ્યાલ આવી ગયો, પણ આજે સમય ખબર નહિ કેમ અલગ છે . આજે બધા સાથે હોય છે. સવાર થી સાંજ પિલી નારી નાં મુખ પર પેહલા કરતા સ્મિત વધુ હોય છે.હું પણ ક્યાંક પડ્યો હવ છું. લોકો મને નહિ એકબીજા ને શોધતા હોય છે. સવારના નાસ્તા સમયે બધાને પેહલી વાર જોયા આમ તો ખાલી રવિવાર બધા ને હું સાથે જોતો પણ હવે બધા દિવસો રવિવાર સમાન થઈ ગયા એવું લાગે છે. જે પણ હોય મને ખ્યાલ નથી શું થયું છે. પણ પેલી નારી પેહલા કરતા થોડી વધુ ખુશ છે . પેહલા કરતા વધુ બોલે છે વધુ હશે છે. તેનો ખ્યાલ મને છે બસ કારણ ઘર ના બીજા લોકો એ એની એકલતા ક્યાં જોઈ છે. જેટલી મૈ નજીક થી એની એકલતા જોઈ છે. મુખ પરનું એ શૂન્ય અવકાશ આજે દેખતું નથી આજે તેનું મન રોજ સવારે મેઘધનુષ્ય ના ૧૨ રંગોની જેમ તેનું મન ખીલેલું હોય છે. ખબર નહિ શું થયું હશે સવાર ના ૧૦ વાગ્યા હજી હું પલંગ ના કયા ખૂણા માં છું કોઈ ને નથી પડી મારા મિત્ર એટલે કે ટીવી પર પણ સેપટ જમાં નથી થતો પણ એનું ઉપયોગ હવે ઓછો થઈ ગયો ! અને હા એના કથા ઓ નહિ પણ સંગીત ચાલતું હોય છે, ફિલ્મ ચાલતી હોય છે . અને હું ક્યાંક પડ્યો હવ છું ખૂણા માં પણ મને પણ બધાને ભેગા જોઇને ઘણો આનંદ થયો. મન થયું કે બીજા ઘરનાં સભ્યો ને કહી દઉં કે આમ જ રેહજો આટલો નહિ પણ થોડો સમય આ ઘરનાં જીવ ને આપજો જે તમારી રોજ રાહ જોતી હોય છે. આ સમય ક્યાં સુધી આવો રેહશે તેનો મને ખ્યાલ નથી પણ આ નારી ખુશ છે તે ગમ્યું હાલ ટીવી બંધ છે હું પણ બારીના એક ખૂણા માં થોડો તડકો સેકુ છું .. ઘરમાં અવાજ છે .. કંકાશ નહિ હાસ્ય છે મૌન નહિ. અને હું માત્ર ટીવી નું રિમોટ છું. જે આ સમયનો સાક્ષી છું.
અંત મા એટલુજ કે બહાર દુનિયા કરતા ઘરની નાની દુનિયાને વધુ નહિ પણ થોડો સમય આપજો ઘર માં માત્ર સુખ સુવિધા હોવાથી ખુશીનો વાશ નથી થતો સાથે રેહવા થી અને વાતો કરવા થી ખરો સુખનો પ્રસંગ આવે છે. આ બધું કેહવામાં ઘણી ઊર્જા વપરાય ગઈ લાગે છે. હવે મારા અંદર રહેલા સેલ પૂરા થવા આવ્યા . કઈ કરી શકો તેમ હોય તો ટીવી રિમોટ એટલે કે મારો આભાર માનજો , તમારી ઘરેહાઝરી માં તમારા ઘરના ખરા સુખના અંસ ની મૈં શંભાડ રાખી છે .અને મારા મિત્ર ટીવી એ પણ હવે જે બાકી હતું ને બાકી રહી ગયું હતું તમે સમજી ગયા હશો.તે પૂરું કરી શકો તેવો પ્રયાસ કરજો. તમારા હાથ માં બિરાજતો તમારો મિત્ર - રિમોટ આખું નામ રિમોટ કંટ્રોલ_
વિનય મિસ્ત્રી