Swapnil - 16 - last part in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | સ્વપ્નિલ - ભાગ 16 (છેલ્લો ભાગ)

Featured Books
Categories
Share

સ્વપ્નિલ - ભાગ 16 (છેલ્લો ભાગ)

" મારી પત્ની છે હવે એ કોઈ ની દીકરી નથી કે નથી હવે એ  કોઈની બહેન અને હવે થી એની બધી જ જવાબદારી મારી છે અને એના પર અધિકાર પણ ફક્ત મારો જ છે અને રહેશે જ્યાં સુધી મારું આ જીવન છે ત્યાં સુધી . હવે ફક્ત મોત  જ મને મારી જ્યોતિ થી અલગ કરી શકે છે . " સ્વપ્નિલે જ્યોતિ નો લાલ ચૂડલા વાળો હાથ પકડ્યો અને મંડપ તરફ લઈ ગયો .

વિધી આ બધું સ્તબ્ધ થઈ ને જોઈ રહી પોતે કાઈ પણ દલીલ કરી શકે તેમ જ નહોતી કેમ કે પોતે જાણતી હતી કે સ્વપ્નિલ એ જે કહ્યું તેમાં થી એક પણ શબ્દ ખોટો નથી . 

“ વર કન્યા ચાલો મંડપ માં બેસી જાઓ લગ્ન ની વિધી નો પ્રારંભ કરવાનો છે ” ગોર દાદા બોલ્યાં .

ધીરે ધીરે લગ્ન ની એક પછી એક વિધી સંપન્ન થતી ગઈ અને ફેરા ચાલુ થઈ ગયા .

“ વર અને વધુ બન્ને ફેરા માટે ઉભા થઇ જાઓ ” ગોર દાદા એ સૂચન કર્યું .

“ ચાલો જ્યોતિ બેટા ઉભા થઇ જાઓ ” શીતલ બેન જ્યોતિ ને ઉભા કરતા કરતા બોલ્યાં .

“ તમે રહેવા દયો મારા રહેતા તો મારી જ્યોતિ ને હુ ચાલવા સુધ્ધા ની તકલીફ નઈ આપીશ ”

આમ કહી ફેરા વખતે સ્વપ્નિલે જ્યોતિ ને ખોળા માં ઉઠાવી ને એક પછી એક એમ બધા ફેરા પૂરા કર્યા .

સિંદૂર અને મંગળસૂત્ર પેહરવવા નો સમય આવ્યો .

“ વર કન્યા ના સેંથા માં સિંદૂર ભરી અને કન્યા ને મંગળસૂત્ર પેહરાવી દયો ” ગોર દાદા એ સૂચન કર્યું .

" આ લે બેટા આ સિંદૂર અને સેથો પૂરી દે  " શીતલ બેન બોલ્યાં 

સ્વપ્નિલે સેંથો સિંદૂર થી ભર્યો 

" બંને એક બીજા ના ભાગ્ય માંથી પેહલે થી લખાઈ ને આવ્યાં છે નઈ બાકી આ વિધી આ છોકરા ને પામવાની પાછળ આટલી મથી રહી પણ કોઇ પણ પ્રયત્ન વગર જ્યોતિ નું ભાગ્ય છેલ્લે છેલ્લે આ છોકરા ને તેના તરફ ખેંચી લાવ્યું .ભગવાન એ આ બેઉ ને એક બીજા માટે જ બનાવ્યા લાગે છે બંને સાથે કેટલાં ખુશ લાગે છે "  અચાનક મહેમાનો માંથી કોઈક બોલ્યું 

વિધી એ આ મહેમાનો ની વાત સાંભળી .

" જે તમારા ભાગ્ય માં હશે એ પોતે તમને શોધી લેશે , તમારે તેને શોધવા માટે મથવાની જરૂર નથી અને જે ભાગ્ય માં નથી તે તમારી પાસે હોવા છતાં એક દિવસ તમારાથી છીનવાઈ જશે "

વિધી ના માનસપટલ પર મહંત સ્વામીએ સત્સંગ માં કહેલી વાત ના પડઘા પડી રહ્યા ...

" વિધી બેટા તું કાઈ ચિંતા ના કરતી હો હુ આનાથી પણ સારો એવો છોકરો શોધીશ મારી દીકરી માટે " વનિતા બેને વિધી ના ખંભે હાથ રાખતા કહ્યું

" ના મમ્મી , જે  મારા ભાગ્ય માં હશે તે મને પોતે શોધી લેશે . હવે મારે કોઈને શોધવા માટે નથી મથવું   " વિધી બોલી 

વનિતા બેન પોતાની દીકરી ને જોઈ રહ્યા .

" આ લે બેટા , આ મંગળસૂત્ર પેહરાવી દે " શીતલ બેન બોલ્યાં .

સ્વપ્નિલે મંગળસૂત્ર લીધું અને જ્યોતિ ને જોઈ 

" આજ થી તું હંમેશા માટે મારી અને હુ આજ થી હંમેશા માટે તારો " સ્વપ્નિલ મંગળસૂત્ર પેહરાવતા બોલ્યો .

લગ્ન મંડપ માં બધા લોકો એ હર્ષોલ્લાસ સાથે વર - કન્યા પર ફૂલો ની વર્ષા કરી .

વિધી ત્યાં જ સામે ઊભી ને નિસ્તેજ બની આ બધું જોઈ રહી .



    ~ સમાપ્ત ~