ગલગોટીના ઘરે દેશમાંથી તેની બે બહેનો અને તેની દાદીમા રોકાવા આવે છે. દાદીમાને સવારે દાતણ કરવાની આદત હોય છે. એટલે ગલગોટીની બા ફળીયામાં રહેતા હેમા માસીને દાતણ લાવવાનું કહે છે. હેમા માસી રોજ સવારે બધાના ઘરે દુધ દેવા જતા. પહેલા ના જમાના માં કોથરીમાં દુધ મળતું નહિ. કાચની બોટલમાં દુધ મળતું. હેમા માસી બજારે વહેલી સવારે જઈ દુધ લાવતા અને બધાના ઘરે દેવા જતા. અમારા ઘરે પણ દેવા આવતા.
હેમા માસી સવારે દુધ અને દાતણ આપી જાય છે. દાદીમા વહેલી ઉઠીને ફળીયામાં ખાટલા પર જઈને બેસે છે. બા પાણીનો લોટો, દાતણ અને પાણો દાદીમાના ખટલા પાસે મુકીને આપે છે. દાદીમા સુરેખાને જોઈને કહે છે,
"એ ગગી, આ દાતણ ને ટોચી દે."
સુરેખા નાની, આઠ વર્ષની હોવાથી દાદીમાને પુછે છે,
"દાદીમા, પહેલાં પાણો પકડું કે દાતણ પકડું?"
કે પહેલા દાતણ પકડું કે પાણો પકડું?
દાદીમા હસે છે,
(ગલગોટી ની મમ્મીને સંબોધતા કહે છે)
"એ મોટાની વહુ, તારી છોકરીને દાતણ ટોચતાં નથી આવડતું!"
ગલગોટી ઊભી ઊભી એકબાજુ બધું જોતી હોય છે.
તે તરત જ સુરેખા પાસે જાય છે અને પાણો લઈ લે છે. સુરેખા દાતણને નાના પથ્થર પર રાખે છે અને ગલગોટી દાતણને પાણાથી ટોચી આપે છે. પછી સુરેખા દાતણને દાદીમાના હાથમાં આપે છે.
થોડી વાર પછી બા ચાનો કપ દાદીમાને આપતાં પુછે છે,
"આજે સેનુ શાક બનાવું?"
દાદીમા કહે છે,
"ભરેલા રીંગણા બટેટા બનાવજો."
અને એક શાક નણંદબા ને ભાવે તેવું બનાવજો.
બા માથું હલાવતાં રસોડામાં જાય છે.
ગલગોટી બા પાસે જઈને ઊભી રહે છે.
તે બાને કહે છે,
"બટેટાનું શાક કરજે, હુ રીંગણાનું શાક નહિ ખાવ."
બા ખીજાઈ જાય છે.
"બધા માટે અલગ અલગ કેટલાંક શાક કરવા ?
હું બે શાક કરું છું, એમાંથી જે ખાવું હોય તે ખાજે.
હું ત્રીજું શાક નહિ બનાવુ !"
ગલગોટીન બા જે રીતે ગલગોટીને ખીજાય છે તે ગલગોટીને નથી ગમતું.
(ગલગોટી રહેતી હોય છે ત્યાં તેના આસપાસ બધા સગા વાલા જ રહેતા હોય છે)
ગલગોટી રીસાઈ જાય છે અને ઘરથી થોડીક દૂર ફઈબાના ઘરના ઓટલા પર જઈને બેસે છે અને તેના બાપુજીની વાટ જોવા લાગે છે.
ફઈબા ગલગોટીને રડતાં જોઈને પુછે છે,
"શું થયું કાયડી? તારી માંએ પાછું તને મારી?"
ગલગોટી માથું હલાવી ના પાડે છે.
ફઈબા પુછે છે,
"તો શું થયું?"
ગલગોટી કહે છે,
મારી બા મને ખીજાણી હું ઘરે નહીં જાઉં
"બા બટેટાનું શાક નથી બનાવતી!"
ફઈબા કહે છે, કાંઈ વાંધો નહીં.
"આજે મોટાભાઈ ઘરે આવે છે એટલે કઈ દેજે."
ગલગોટી ‘હા’ પાડી દે છે અને પાછી સીળી એ જઈને બેસે છે.
પછી જમવાનું તૈયાર હોય છે, એટલે બધા જમવા બેસી જાય છે, પણ ગલગોટી રીસાયને પોતાના ફરીયામાં દાદરા પર બેસે છે. સુરેખા બોલાવે છે,
"હાલ હવે જમી લેઈ!"
બા બોલાવે છે નહીં આવતો માર પડશે.
ગલગોટી ના પાડે છે. એટલે બા આવીને ગલગોટીને
બે લાફા જડી દે છે. અને કહે છે,
"આજે તો બટેટાનું શાક નહિ જ બને. તારે જમવું હોય તો જમ, નહિ તો ભૂખી રહેજે!"
ગલગોટી રડતી રડતી પાછી સીળીના પગથિયાં પર બેસી જાય છે અને બાપુજીની વાટ જોવા લાગે છે.
દેશમાંથી આવેલી મોટી બહેન શ્રદ્ધા ને બાનું મારવું ગમતું નથી તે મનમાં વિચારે છે આ વસ્તુ સમજાવીને પણ કહી શકાય છે એટલે તેને ગલગોટીની દયા પણ આવે છે તે
ઘરના દરવાજે ઊભી મને જોઈને મારા પર દયા તો આવે છે, પણ બાની ના હોવાને લીધે તે પણ ચૂપચાપ અંદર જતી રહે છે. (તે બા થી થોડીક ડરતી હોય છે)
પણ ગલગોટી તો કોઈનાથી ડરતી નથી હોતી
ગલગોટી સાંજ સુધી ભૂખી રહે છે. પછી સાંજના બાપુજી આવે છે અને દાદીમા પાસે બેસે છે. થોડીક વાર પછી દાદીમા કહે છે,
"મોટા, તેતો આ છોકરીને બહુ મોડે ચડાવી છે. બહુ ચાંગલી કરવામાં આવી છે. એક દીવસ તો પારકા ઘરે જવાનું છે. આટલી જીદ કરે એ સારું ન કહેવાય."
બાપુજી જુએ છે — ગલગોટી સીળી એ રડતી રડતી સૂઈ ગઈ છે. બાપુજી બા પાસે જઈને કહે છે,
"બટેટાનું શાક બનાવી દે. મારી દીકરી સવાર થી ભૂખી છે."
બા શાક બનાવી દે છે. બાપુજી ગલગોટીને ઉઠાળી ને વહાલ કરે છે. ગલગોટી રડતા રડતા બાની ફરીયાદ કરે છે.
બાપુજી ગલગોટી નું મોઢું ધોઈ અને નેપકીનથી સાફ કરે છે
પછી બાપુજી પોતાની લાડકી ને કોળીયા ભરીને ખવડાવે છે.
ગલગોટી રડતા અને હીબકા લેતા કોરિયા ભરી લે છે
પછી બાપુજી કહે છે જા હવે તું રમ.
જમીને ગલગોટી રમવા જાય છે, પણ એની ચાલમાં ઉન્મંગ નથી. બાપુજી જોઈ જાય છે કે રમતી હોવા છતાં એની આંખોમાં આજે સાંજના આંસુઓ હજુ પણ ભીના છે.
બા રસોડાનું કામ કરતા કહે છે,
“દીકરી છે... પાળવા જેટલી નાજુક હોય છે.”
બાપુજી ઊંડો શ્વાસ લે છે. કંઈ ન બોલે. બસ આંખોથી ગલગોટી પર મમતા છાંટી દે છે.
કરવટ ફેરવી, મનમાં જ કહે છે:
"એ તો મારી દીકરી છે... હજી નાની છે... આજે રડી, પણ એક દિવસ એવો આવશે કે તે બધું સંભાળી લેશે."
સારાંશ:
વાર્તા ‘ગલગોટી’ એક નાનકડી છોકરીના ભાવનાત્મક સંઘર્ષ અને પરિવારના વાતાવરણની કસોટી છે. નાની નાની માંગણીઓ, બાળમનની જીદ અને વૃદ્ધોનો દ્રષ્ટિકોણ વચ્ચે થતી અણબનાવમાં બાળપણની નાજુકતા જણાય છે. ગલગોટીનું રીસાવું, બાની ઢીટતા, અને પિતાની લાગણીશીલ દ્રષ્ટિ — બધું મળીને એક ઘરેલુ વાતાવરણની હૃદયસ્પર્શી ઝલક આપે છે. વાર્તા એ બતાવે છે કે બાળકની જીદ પાછળ ક્યારેક કડવી લાગણી છૂપાયેલી હોય છે, અને સમય જતાં એ નાનકડી દીકરી એક દિન બધું સંભાળી પણ લે છે —
(બસ ભૂતકાળના પ્રસંગોને સમજવાની જરૂર હોય છે.)
D h a m a k
Hate story book, ☘️
---