મોટા શહેરની નાની સોસાયટીમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. ઘરમાં સાત સભ્યો હતા—મા, બાપ અને પાંચ છોકરાઓ.
માતાનું નામ: જીવંતિકાપિતાનું નામ: જીવનશંકર1 દીકરીનું નામ: ભાનુ2 દીકરીનું નામ: શોમા3 દીકરીનું નામ: શુરેખા4 દીકરાનું નામ: પવન5 દીકરીનું નામ: મીના
ઉનાળાનું વેકેશન નજીક આવી રહ્યું હતું. પાંચેય ભાઇ-બહેને નક્કી કર્યું હતું કે વેકેશનમાં સ્વિમિંગ શીખવા જશે. માટે તેઓ પૈસાની બચત કરવા લાગ્યા. પિતા જીવનશંકર ધનિક ધંધાકીય વ્યક્તિ હતા, તેથી બાળકોને જે જોઈએ તે મળી રહેતું. મા જીવંતિકા બાળકોને એકેય વસ્તુ માટે ના પડતી નહોતી. પણ આ વખતે વાત બીજું જ કંઇક હતી.
વેકેશન પડ્યું. ભાઇ-બહેનોએ સ્વિમિંગ પૂલમાં શીખવા જવાનું શરૂ કર્યું, પણ માતા-પિતાને આ બાબત વિશે કોઈ ખબર નહોતી. તેઓ અઠવાડિયામાં એક દિવસ, રવિવારે, જતાં. ત્યાં બે સ્વિમિંગ પૂલ હતા—એક નાનું અને એક મોટું. પાંચેયમાં માત્ર પવનને જ સારી રીતે તરતા આવડતું હતું.
સ્વિમિંગ પૂલમાં રમતા રમતા, એક દિ’ એક જાડી-મોટી બહેન આવી અને એક છોકરાને ચેતવણી આપી, "આગળ પાણી ઊંડું છે, તમે બહુ આગળ ન જશો!" એ સાંભળીને મીના થોડી અજીબ થઈ. "આ જાડીબાય કોને ધમકી આપી રહી છે?" તેણે શુરેખાને પૂછ્યું. શુરેખાએ હસીને કહ્યું, "આપણે નહીં! પણ હા, આપણે જરા સાવધાની રાખવી પડશે."
મીનાને આ બધું ગમ્યું નહીં. તે પણ મોટાં પુલમાં જવું માંગતી હતી, પણ નાનાં છોકરાઓને ત્યાં જવાની પરવાનગી નહોતી. જાડી-મોટી બહેન મીના અને તેના અન્ય બહેનોને મોટા પૂલમાં લઈ ગયા.
કેટલાક દિવસો વીતી ગયા. મીનાને તરતા આવડી રહ્યું હતું, પણ તે હજુ પૂરેપૂરું નિષ્ણાત નહોતી. એક દિવસ જાડી-મોટી બહેન મોડે આવી, અને મીના તેના બહેનો સાથે મોટા પૂલમાં આવી ગઈ. મીના ઉત્સાહમાં આવી અને રમત-મસ્તીમાં પાણીમાં ઊંડા જઈ ગઈ.
"સુરેખા, જો હું તરવામાં ચેમ્પિયન બની જાઉં તો?" મીનાએ કહ્યું."તો તું આખા ગલીએ ડંકો પીટાવજે!" શુરેખાએ મજાકમાં કહ્યું.
પણ મીના માની નહીં. ભાનુએ તેને સમજાવ્યું, "આ બાજુ તરજે, ઊંડા પાણીમાં ન જતી." મીનાએ માથું હલાવીને હા પાડી, પણ મજાકમાં જ વધુ ઊંડે चली ગઈ.
અચાનક મીના પાણીમાં ડૂબવા લાગી! તે જોરથી હાથ-પગ મારી રહી હતી. આસપાસના બધાનો દયાન અલગ જતું. શુરેખાએ જોયું અને ગભરાઈ ગઈ. અને જોર જોરથી બોલવા લાગી મીના, મીના ને બચાવો.
મીનાએ જોરથી ચીસ પાડી:
"એય જાડીબાય, બચાવ!
એય જાડીબાય, બચાવ!"
જાડી-મોટી બહેન તરતજ પહોંચી અને મીનાને પીઠ પર બેસાડી બહાર કાઢી. મીના પાણી પી ગઈ હતી અને પાણી બહાર પેટમાંથી કાઢ્યું ,મીના ડરી ગઈ હતી. એટલે તેનું ધ્યાન બીજે કરવા માટે સ્વિમિંગ કોચ બહેન .
જાડી-મોટી બહેન હસીને બોલી,
"મેરા નામ જાડીબાય નથી, મૈ તરવાના શિક્ષક છું. મને
ટીચર યા કોચ કહે કે બોલાવો.
મીનાએ તેના તરફ જોયું, થોડું શરમાઈને હસી પડી.
"અરે! તો તમને જાડીબાય બોલાવવું નહિ?!"
મીનાએ નમ્રતાથી પૂછ્યું
."નહી!" કોચે પણ હસીને કહ્યું.
કોચ યા ટીચર હી કહેના ઠીક હે લડકી.
પછી અમે બધા ઘરે પાછા ફર્યા
ઘરે પહોંચતા, પવન એ બધું મા જીવંતિકાને કહી નાખ્યું.
મા ખૂબ રીસાઈ ગઈ અને અમારી સાથે વાત પણ ન કરી થોડીક વાર પછી અમે બધાએ માફી માંગી અને નક્કી કર્યું કે હવે બાળકોને સ્વિમિંગ પુલમાં જવા નહીં દે.
"કોઈ નહિ, હવે તળાવમાં જઈશ!" મીનાએ મજાકમાં કહ્યું.
બધાં મીનાની નાદાની પર હસવા લાગ્યાં:
બિચારી પેલી કોચ
"એક તો તને બચાવ્યું, ઉપરથી તું એને બોલાવી રહી હતી
—'એય જાડીબાય, બચાવ!
એય જાડીબાય, બચાવ!'"
મીનાના શરમાઈ જાય છે અને ધીમેથી બોલે છે પણ મને તેનું નામ ખબર નહોતું અને હું ડૂબતી હતી તો મને કાંઈ બીજું સમજાણું નહીં અને તે જાડી બાઈ હતી એટલે મેં તેને એમ કીધું એ
જાડી બાઈ બચાવ
એ જાડી બાઈ બચાવ
એમ કહી દીધું.
અને મીનાની આ વાત સાંભળી અને પાછા બધા
દાંત કાઢે છે અને અને આ વાત કેટલાય દિવસ
સુધી ચાલે છે અને બધાય મીનાને ચીડાવતા રહે છે.
D h a m a k
The Story book ☘️