સાત આઈડિયા સફળતાના ૩
સફળતા માટે નો બીજો આઈડિયા છે વિશ્વાસ રાખો .
તમારો વિશ્વાસ તમારી માન્યતાઓ નું પરિણામ છે .
તમે જે વસ્તુમાં માનો કે આ થઈ શકે તો એ તમારો વિશ્વાસ બને છે .
તમે જે માંગો એ બ્રહ્માંડ તમને આપવા બંધાયેલું છે. પણ એમાં એક એવી શરત છે કે શું તમને વિશ્વાસ છે કે તમે જે માંગો છો એ તમને મળી શકે ? કે પછી તમે એના લાયક છો ? તમે જે માંગો છો એ મળશે એ વિશ્વાસ પહેલા પાક્કો કરવો પડશે .
think it - believe it - get it .
જે વિચારો એના પર વિશ્વાસ રાખો અને મેળવો . આ નિયમ છે .
everything is energy and every energy has a frequency .
ફ્રિકવન્સી નો ગુજરાતીમાં અર્થ google પર આવર્તન એવું બતાવે છે . એટલે આપણે ફ્રિકવન્સી એ જ શબ્દનો ઉપયોગ કરશું .
આકર્ષણ નાં સિદ્ધાંત પ્રમાણે જ્યારે તમને કોઈ વસ્તુ જોઈતી હોય તો એની જે ફ્રિકવન્સી છે એ ફ્રીક્વન્સી સુધી તમે પહોંચો તો એ વસ્તુ તમારા જીવનમાં તમે આકર્ષિત કરી શકો .
એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ મને ગાડી જોઈએ છે wagon r એની કિંમત સમજો 10 લાખ રૂપિયા છે અને એક બીજી ગાડી જોઈએ છે ઇનોવા એની કિંમત 25 લાખ રૂપિયા છે . એટલે વેગેનાર ની ફ્રિકવન્સી થઈ ગઈ દસ લાખ અને ઇનોવાની ફ્રિકવન્સી થઈ ગઈ 25 લાખ હવે મને જે જોઈએ છે એ મેળવવા માટે મારે મારી ફ્રિકવન્સી એટલી ઉપર લઈ જવી પડશે જેથી હું એ ગાડી આકર્ષી શકું . ફ્રિકવન્સી ઉપર લઈ જવી પડશે એટલે પૈસા નહીં પણ તમારી ચેતના નું સ્તર એટલું ઉપર લઈ જવું પડે કે તમે એ ફ્રીક્વન્સી વાળી વસ્તુ પામી શકો . તમારી ચેતના નું સ્તર જ્યારે એટલું ઉપર જશે ત્યારે તમે એ વસ્તુ માટે જોઈતા પૈસા આકર્ષી શકશો અથવા એ વ્યક્તિ આકર્ષી શકશો જેને પૈસાથી ખરીદી નહીં શકાય .
વિશ્વાસ , પ્રેમ , આનંદ , મૌન , ધન્યવાદ , દયા , મહેનત . . આવી લાગણી ઓથી ફ્રિકવન્સી વધે છે . અવિશ્વાસ , શંકા, ગુસ્સો, અહંકાર , લાલચ , ઈર્ષા , નફરત, આળસ . .આવી લાગણીઓથી ફ્રિકવન્સી ઘટે છે .
ધારો કે તમે અત્યારે મહિનાના પચાસ હજાર કમાવો છો અને તમે બ્રહ્માંડને કહો છો કે મને મહિનાના પાંચ લાખ કમાવવા છે . બ્રહ્માંડ તો તથાસ્તુ કહેવા તૈયાર જ છે પણ શું તમને વિશ્વાસ છે કે તમે પાંચ લાખ કમાવી શકો. તમારામાં એવી કોઈ આવડત છે કે પછી બ્રહ્માંડ કોઈ તક ઉભી કરીને આપશે તો તમે એ ઝડપી લેશો ! કે પછી તમને શંકા છે ? કે આવું તો હોતું હશે ! બ્રહ્માંડની શક્તિ પર તમે જ્યારે ૧ ટકો પણ શંકા કરશો એટલે 100% નિષ્ફળતા તમને મળશે .
1% percent doubt means 100% failure.
છગન અને મગન બે મિત્રો હતા બંને ને આ બ્રહ્માંડના રહસ્ય વિશે ખબર પડી . બંને એક જ કંપનીમાં કામ કરતા હતા બંનેનો પગાર 30,000 રૂપિયા .બંનેએ વિચાર કર્યો કે આપણે હવે દર મહિને ત્રણ લાખ રૂપિયા કમાવવા છે . અને એમને બ્રહ્માંડ પાસે માંગ્યા . બંને ગરીબ પરિવારથી હતા . એટલે એમનું પ્રોગ્રામિંગ થયું હતું કે પૈસા કમાવા ખૂબ અઘરા છે , પૈસા ઝાડ ઉપર ઉગતા નથી , પૈસા કમાવા માટે પૈસા જોઈએ , વધુ પૈસા કમાવવા વાળાઓ બે નંબરનું કામ કરતા હોય છે . . આવા અગણિત વિચારો આપણા મનમાં નાનપણથી મૂકવામાં આવે છે . ફક્ત નાનપણથી નહીં પણ આપણા પૂર્વજો દ્વારા આપણા ડીએનએમાં આવા વિચારો નાખવામાં આવ્યા છે . થોડા સમય પછી છગન ને અર્ધજાગ્રત મનની શક્તિ પર પર વિશ્વાસ રહ્યો નહીં અને એને સ્વીકારી લીધું કે આપણે તો 30,000 થી વધારે કમાવી જ ન શકીએ અને એની વાત સાચી થઈ એ આગળ ના વધી શક્યો .
પણ મગનને અર્ધજાગ્રત મનની શક્તિ પર પૂરો વિશ્વાસ હતો . એણે ધીરે ધીરે પોતાનો વિશ્વાસ મજબૂત કર્યો . પહેલા નાની નાની સફળતાઓ મેળવી વિશ્વાસ વધાર્યો . એને વિશ્વાસ હતો કે જો બીજા લોકો આટલા પૈસા કમાઈ શકતા હોય તો હું પણ કમાવી શકું . એણે એના પ્રયત્નો ચાલુ રાખ્યા . એક દિવસ એક વ્યાપારી સાથે એની મીટીંગ થઈ . એ વ્યાપારી ની મસાલા બનાવાની ફેક્ટરી હતી પણ એને વેચવામાં સફળતા નહોતી મળી રહી . એણે મગન ને કમિશન પર રાખ્યો . એટલે મગનને એક પણ પૈસાનું રોકાણ કરવાનું નહોતું . બસ સાંજે ઓફિસ છૂટ્યા પછી અને રજાના દિવસોમાં દુકાનોમાં ફરી ઓર્ડર લઈ આવતો . ધીરે ધીરે એની આવક વધવા લાગી . હવે ફક્ત મસાલાઓ જ નહીં પણ બીજી વસ્તુઓ પણ એ દુકાનોમાં સપ્લાય કરવા લાગ્યો . નોકરી છોડી દીધી અને અને ડિસ્ટ્રીબ્યુટર બની ગયો .હવે એ દર મહિને ત્રણ લાખ રૂપિયા કમાય છે .
છગનને એનું જૂનું પ્રોગ્રામિંગ નળ્યું અને એ સફળ ના થઈ શક્યો .
" कहते हैं अगर किसी चीज को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है "
વિચાર ઉપર વિશ્વાસ રાખો અને એમાં લાગણી જોડો તો બધું જ શક્ય છે .
વિશ્વાસ ને મજબૂત કરવા મગને જે નાના નાના આઈડિયાઓ નો ઉપયોગ કર્યો એ તમે પણ કરો .
૧ - જે મળ્યું છે એનો આભાર માનવાનો શરૂ કરો. શક્ય હોય તો રોજ એક બુકમાં લખો કે આજે તમે કઈ 10 વસ્તુઓ માટે ઈશ્વરનો આભાર માનો છો .તમે સવારે જાગ્યા અને તમારા શ્વાસ ચાલી રહ્યા હતા થી લઈ ને છેક રાત્રે સુતા પહેલા જે ભોજન મળ્યું ત્યાં સુધી આખા દિવસનો વિચાર કરશો તો તમને ઘણા વાક્યો ધન્યવાદ માટે મળી જશે .આનાથી તમારી વિશ્વાસ કરવાની શક્તિમાં વધારો થશે . શું નથી એના બદલે શું છે એના તરફ ધ્યાન જશે .
૨ - પૈસા વિશેની તમારી માન્યતાઓ બદલો . પૈસો સારુ જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે અને એટલે મને પૈસા ખૂબ ગમે છે . આ પૈસા થી જીવનમાં મળતા ભૌતિક સુખ માટે હું આભારી છું . હું પૈસાને પ્રેમ કરું છું અને પૈસો પણ મને પ્રેમ કરે છે . પૈસો આસાનીથી મારી પાસે આવે છે . પૈસાને મારી સાથે રહેવું ગમે છે . હું અને પૈસો એકબીજાના ખાસ મિત્રો છીએ . પૈસા ખર્ચો ત્યારે મનમાં આનંદની ભાવના રાખો . એ તમારાથી જ્યારે બીજા પાસે જાય છે ત્યારે એના જીવનમાં પણ સુખ આવે એવો ભાવ રાખો .
૩ - સફળ લોકોના ઇન્ટરવ્યૂ વાંચો અને એમના વિડિયો જુઓ . એમની સફળતાની વાત સાંભળી તમારો આત્મવિશ્વાસ વધશે કે જો એ લોકો સફળ થઈ શકે છે તો હું પણ સફળ થઈ શકું છું .
૪ - મોટા ધ્યેય માટે વિશ્વાસ ન બેસે તો પહેલા નાના ધ્યેય થી શરૂઆત કરો . જો તમે અત્યારે રોજના 1000 રૂપિયા કમાવતા હો અને તમારે રોજના 10,000 રૂપિયા કમાવવા છે તો પહેલા ધ્યેય રાખો કે રોજના 2000 રૂપિયા કમાવવા છે જ્યારે 2000 રૂપિયા કમાવવા લાગશો તો પછી 10000 કમાવવા પણ શક્ય થઈ જશે . લોકો રસ્તા પર વડાપાઉ , સેન્ડવીચ અને પાણીપુરી વેચીને પણ રોજના 10,000 રૂપિયા કમાતા હોય છે .
૫ - " સ્કૂલમાં ભણવા માટે ફીઝની નહીં યુનિફોર્મની જરૂર હોય છે " . 3 idiots , લક્ષ્ય , ભાગ મિલ્ખા ભાગ , એમ . એસ ધોની , દંગલ , જેવી ફિલ્મો એક નવા દ્રષ્ટિકોણ સાથે પાછી જુઓ . તમને સમજાશે કે જ્યારે શંકા કરો છો ત્યારે નિષ્ફળતા મળે છે અને જ્યારે વિશ્વાસ કરો છો ત્યારે સફળતા મળે છે .
૬ - " અહમ બ્રહ્માસ્મિ " હું બ્રહ્મ નો અંશ છું અને એટલે બ્રહ્માંડ મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે આ વાક્યને હંમેશા યાદ રાખો .
૭ - કોઈ જગા પર શાંત બેસી આંખો બંધ કરો ઊંડા શ્વાસ લો ને જીવનમાં તમને મળેલી સફળતાઓ યાદ કરો . જ્યારે તમે પાસ થયા હતા . કોઈ રમતમાં તમે વિજેતા થયા હતા . મનગમતી વ્યક્તિ સાથે લગ્ન થયા . પહેલો પગાર કે પહેલો ઓર્ડર મળ્યો હતો .
૮ - આપણે મોટી સફળતાઓ જ ઉજવવા માટે શીખ્યા છીએ એના બદલે હવે નાની નાની સફળતાઓ પણ ઉજવો .
મિત્રો તમારા વિચારો પર તમારો વિશ્વાસ જેટલો મજબૂત બનશે એટલી તમારી ફ્રિકવન્સી ઉપર જશે અને જીવનમાં જોઈતું બધું જ મળશે . તો આજથી જ પોતાની ચેતના નું સ્તર વધારવા પ્રયત્નો શરૂ કરી દો .
વધુ આગળના ભાગમાં . જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં લખજો અથવા મેસેજ કરજો જવાબ આપવા પ્રયત્ન કરીશ .
ધન્યવાદ
પંકજ ભારત ભટ્ટ .