Ajnabi Humsafar - 1 in Gujarati Love Stories by janhvi books and stories PDF | અજનબી હમસફર - 1

The Author
Featured Books
Categories
Share

અજનબી હમસફર - 1











આજે મૌસમ કયાંક વધારે મનમોહક લાગતો હતો કાળ -ઝાળ  તડકા થી ભરપૂર ઉનાળા ની ૠતું  વિદાય લઈ ચૂકી હતી કાળા ભમ્મર વાદળો થી આકાશ ઘેરાઈ ગયું હતું,ચારેય તરફ ઠંડો પવન વાય રહ્યો હતો,થોડીક વાર પહેલા જ પડેલા વરસાદ ના કારણે હવા માં માટી ની ભીની-ભીની સુગંધ ફેલાયેલી હતી.આવી ખુશનુમા સવાર મુંબઈ શહેર ને વધારે  સુંદર બનાવી રહી હતી.


માયા નગરી મુંબઈ સપનો નું શહેર કહેવાય છે.અહીયા કોઈ દિવસ રાત નથી પડતી એમ કહીયે તો પણ ચાલે છે અહીંયા રહેવા વાળા દરેક વ્યકિત એક સપનું એક આશા લઈને જીવે છે. અહીયાં કોઈ  ક્યારેય કોઈ વ્યકિત એકલું નથી હોતાં 


આવા માંહોલ માં કોઈ સાવ એકલું હતું   પ઼ીતિ 
આવાં ખુશનુમા વાતાવરણ માં પ઼ીતિ એકદમ હડબળી માં હતી બે ઘડી થંભી ને મૌસમ ને માળવાની ફુરસદ નહોતી

"હે, ભગવાન આજે મોડું થઈ ગયું;જલ્દી કોઈ રિક્ષા કે ટેક્સી મળી જાય તો સારુ,નહિતર પાછાં એમને ગુસ્સો કરવાનો મોકો મળી જશે.

પ઼ીતિ ઉમંર 22 વર્ષ  ,દૂધ જેવો સફેદ રંગ, ગુલાબ ની પખુડી જેવા લાલ હોઠ, મોટી-મોટી કાળી કજરાળી આંખો, સુંદર નયન-નક્શ, કાળા ભમ્મર કમર થી પણ નીચે સુધી વાળ જે હમેશાં થી તેની લટો તેના ગાલ ને સ્પર્શ કરવાનો પ઼ત્યને કર્યા કરે છે પાતળી સુડોળ કમર તેના શરીર વધારે આકર્ષક બનાવતું હતું ક્રીમ કલર નો અનારકલી ડ્રેસ અને લાલ રંગ નો દુપટો., કાન માં ઝૂમખા, ગળામાં સિમ્પલ એક સેર વાળુ મંગળસૂત્ર, માંગ મા સિદૂર,,હાથ માં બગંડીઓ , પગ માં છનછન વાગતી પાયલ. કોઈ જાત ના મેકઅપ વગર પણ પ઼ીતિ કયામત લાગતી હતી. 

ઘણીવાર પછી,  પ઼ીતિ ને એક રિક્ષા આવતી દેખાય છે.હાશ,એક રિક્ષા તો આવી. પ઼ીતિ ફટાફટ રિક્ષા રોકી તેમાં બેસી જાય છે.

ઠાકુર કોર્પોરેશન 

દેશ ની જાણીતી કંપની માની એક ઠાકુર કોર્પોરેશન હતું બિઝનેસ માં અલગ અલગ ક્ષેત્ર માં એક મુકામ હાસિલ કરેલું આખી દુનિયા માં લગભગ દેશ માં ઠાકુર કોર્પોરેશન બ્રાંચ હતી.આ કંપની નો માલિક રણવિજય સિંહ ઠાકુર છે.ઠાકુર કોર્પોરેશન ની શરૂઆત રણવિજય ના દાદાજી એ કરી હતી જેને આગળ જતાં તેનાં પપ્પા એ સંભાળી,પણ રણવિજય તેને ખૂબ મહેનત થી તેના ટોપ લેવલ પર પોહચાડી. 

પ઼ીતિ ઓફિસ ની મેન એન્ટ્રસ  પર પોહચી જાય છે રિક્ષા માંથી ઉતરી ને ભાડું ચૂકવે છે.પછી આમતેમ નજર કરી ને હાશ,હજી એ,નથી આવ્યાં સમય સર પોહચાઈ ગયું" બોલી ને રાહત નો શ્વાસ લઇ છે.

જલ્દી અંદર આવી ને લીફ્ટ  ની તરફ ભાગે છે, એક લીફ્ટ હાજર નહોતી બીજી લીફ્ટ ખરાબ થઈ ગઈ સવિઁસ  ચાલું હતી.અને પ઼ીતિ ની ઓફિસ વીસ માં માળે હતી એટલે સીડી થી પણ જતાં અને એટલાં સમય માં જો રણવિજય આવી જાય તો,પ઼ીતિ ની સામત આવી જાય .

તેથી ઘણી વખત આવાં સંજોગો માં  પ઼ીતિ ઓનર લીફ્ટ નો ઉપયોગ કરી લઈ છે.જનરલી ઓનર લીફ્ટ કંપની ના ઓનર એટલે કે રણવિજય ના ઉપયોગ માટે હોય છે.
પણ લીફ્ટ મેન સાથે પ઼ીતિ ની સારી ઓળખાણ થઈ ગઈ હોવાથી કયારેક ઓનર લીફ્ટ ઉપયોગ કરી લે છે.


અંકલ, મારે મોડું થઈ ગયું અને બીજી લીફ્ટ મોજૂદ નથી.તો પ્લીઝ અંકલ આ લીફ્ટ માં જઈ શકું. 

બેટાંજી,પણ સરજી નો આવવાંનો સમય થઈ ગયો છે.એ ક્યારેય પણ આવી જશે.

હાં પણ હજી આવ્યા તો નથી ને; હું જલ્દી થી પોહચી જાવ. પ્લીઝ..અંકલ 

જલ્દી જાવ બેટાં કયાંક સરજી ના આવી જાય.બોલી ને લીફ્ટ મેન ખરાબ લીફ્ટ નું સવિઁસ કામ ની ચકાસણી કરવા જાય છે 

"હા  જી બિલકુલ 

પ઼ીતિ ફટાફટ ઓનર લીફ્ટ ની તરફ વધે છે,  લીફ્ટ માં પ઼વેશી ને જેવી ટોપ ફ્લોર નુ બટન પ઼ેસ કરે છે.
જેવો દરવાજો બંધ થવા જાય છે;ત્યાં જ કોઈ દરવાજા વચ્ચે, પગ રાખીને, લીફ્ટ બંધ થતાં રોકી લઈ છે.અને અંદર પ્રવેશ કરે છે.એ બીજુ કોઈ નઈ આ કંપની નો માલિક રણવિજય સિંહ ઠાકુર હતો રણવિજય ને જોઈને, પ઼ીતિ. મન હી-મન ડરી જાય છે.

પ઼ીતિ મનમાં: હે મહાદેવ  અત્યારે જ આમને આવવાનું હતું હવે આમનાં ગુસ્સા થી બચાવી દેજો,ભગવાન 
પણ  રણવિજય કાઈ બોલતો નથી ચુપચાપ લીફ્ટ આવી ને ઊભો રહી જાય છે. પ઼ીતિ અપલક ટગર-ટગર જોયાં કરે છે. બ્લૂં રંગ ના થ઼ી પીસ શૂટ માં સોહામણા પણ અટલો જ લાગતો હતો

રણવિજય 30 વર્ષ નો યંગ બિઝનેસમેન છે.સ્વભાવ નો ગુસ્સેલ, ઘમંડી છે તેની કાળી ગહેરી આંખો. સ્ટીમ કરેલી ડાઢી મૂંછ ચેહરા પર અલગ જ રુઆબ જણાવતો હતો.શ્યામ વર્ણ 
માં પણ કોઈ રાજકુમાર જેવો આકર્ષક લાગતો હતો કોઈ પણ યુવતી એક નજર જુવે તો તેની  પાછળ પાગલ થઈ જાય .

હજી પણ એકીટશે પ઼ીતિ રણવિજય સામે જોયા કરે છે.પ઼ીતિ મનમાં વિચારે છે."મારી આંખો પણ કેટલી ગુસ્તાખ છે જેની નજર હું કાઈ નથી,તેને જ મારી નજર  જોવો માંગે છે"

હવે તારુ મને ઘૂરી ઘૂરી જોવાનું થઈ ગયું હોય તો,હમણાં ઓગણીસમો ફ્લોર આવશે.ત્યાં જ તું ઉતરી જજે, હું કોઈ ઓફિસ માં ખોટી અફવાહ ફેલાવા નથી માંગતો.


જી, સર

કમશ