Soulmates in Gujarati Fiction Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 10

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

સોલમેટસ - 10

આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અને તે પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે. રસ્તામાં એને રુશીનો પણ ફોન આવે છે અને રુશીને પણ પોલીસ સ્ટેશનમાંથી આવવા માટે ફોન આવેલો હોય છે એટલે આરવ પહેલા રુશીને લેવા માટે એના ઘરે જાય છે.
રુશી આરવની ગાડીમાં બેસે છે અને બંને પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે. અડધા રસ્તા સુધી બંને ચુપચાપ રહ્યા પછી રુશી આરવને, ‘આરવ, શું લાગે છે તને? આપડને બંનેને કેમ પોલીસ સ્ટેશન બોલાવ્યા? અદિતિને બ્લેકમેલ કરનારો મળ્યો હશે?’
‘હા યાર, જો મળ્યો હોય તો સારું જ ને. મારી અદીને જેણે હેરાન કર્યો એ મળી જાય તો એના આત્માને પણ શાંતિ મળે.’ આરવ પોતાની આંખમાં આવેલા આંસુને છુપાવતા રુશીને કહે છે ત્યાં એનું ધ્યાન રુશીએ પહેરેલી રીંગ તરફ જાય છે. બરાબર આવીજ રીંગ તેણે ડાયરીમાં જોયેલી. આરવથી ના રહેવાયું એટલે એણે રુશીને આ રીંગ વિષે પૂછ્યું. જવાબમાં રુશી થોડી શરમાય અને આરવને કહ્યું કે, ‘આ રીંગ તેને ધવલે આપી હતી. આ કપલ રીંગ છે એટલે આવી સેમ રીંગ ધવલના હાથમાં પણ છે.’ આરવને થોડું અજુગતું લાગ્યું અને વિચારો પણ આવવા માંડ્યા કે જો કપલ રીંગ હોઈ તો આ રીંગ અદિતિની ડાયરીમાં ક્યાંથી આવી? અને આવી બીજી રીંગ કોની પાસે હશે? છતાય પોલીસસ્ટેશન નજીકમાં જ હોવાથી એણે આગળ વાત કરવાનું માંડી વળ્યું.
થોડીવારમાં બંને પોલીસ સ્ટેશન પહોચે છે ત્યાં એસપી ઝાલા કોઈ સાથે કેબીનમાં વાત કરી રહ્યા હતા. થોડું ઈમ્પોર્ટન્ટ લાગતા રુશી અને આરવ બંને બહાર રહેલા વેઈટીંગ ઝોનમાં બેસે છે જેથી એસપી ઝાલા પોતાની મિટિંગ પતાવીને આરવ અને રુશીને બોલાવી શકે.
લગભગ ૧૦ મિનીટ પછી એસપી ઝાલા આરવ અને રુશીને અંદર બોલાવે છે અને ચેર પર બેસવાનું સુચન કરે છે.
એસપી ઝાલા- ‘આરવ, તમને મેં એક સારા સમાચાર આપવા માટે અહી બોલાવ્યા છે.’
આરવ અને રુશી એકબીજા સામું આશ્ચર્ય અને ઉત્સુકતાથી જોઇને આરવ એસપી ઝાલા ને પૂછે છે, ‘સર, તમને મારી અદિના બ્લેક્મેલર મળી ગયો?’
એસપી ઝાલા આરવને હા પાડીને કહે છે, ‘હા મી.આરવ, અમેં અદિતિના બ્લેકમેલરને પકડવામાં સફળ રહ્યા છીએ. પણ એ પહેલા હું તમને થોડા પ્રશ્નો પૂછવા માંગું છું જેનો જવાબ તમે બંને સાચો આપશો એવું હું માનું છું.’
આરવ અને રુશી-‘હા સર, કેમ નહિ! અદિતિને લગતી અમે તમામ વિગતો આપવા માટે તૈયાર છીએ.’
એસપી ઝાલા કોન્સ્ટેબલ અર્જુનને કેબીનમાં બોલાવે છે અને રુશીને બહાર બેસાડવા કહે છે.
રુશી ફરીથી વેઈટીંગ એરીઆમાં આવી અને બેસે છે તથા કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલાની કેબીનનો દરવાજો બંધ કરે છે જેથી શું વાત થઇ એ રુશી ના જાણી શકે.
લગભગ ૩૦ મિનીટ પછી કેબીનનો દરવાજો ખુલે છે અને આરવ બહાર આવી અને રુશીને અંદર જવા માટે કહે છે. જતા જતા રુશી આરાવનો ચહેરો જોઇને આશ્ચર્ય થયું. એ થોડો ઉદાસ, થોડો ગુસ્સામાં હતો. રુશીના શરીરમાં ડરની હળવી કંપારી પ્રસરી ગઈ. આરવે જે રીતે રુશી સામે જોયું એટલે એ થોડી વધુ હતાશ થઇ ગઈ. એને આરવ સાથે વાત કરવી હતી પણ તેને જોયા પછી લાગ્યું કે તે રુશીથી નારાજ હોઈ. કશુક વિચારી અને એ કેબીનમાં પ્રવેશી.
એસપી ઝાલા- ‘આવો મેડમ બેસો તમે.’ એમ કહી અને એસપી ઝાલાએ રુશીને ચેર પર બેસવા ઈશારો કર્યો.
બેસતા બેસતા એને કેબીનની ચારે બાજુ નજર કરી. સર જ્યાં બેઠા હતા ત્યાં પાછળણી બાજુ મોટી તકતી હતી એમાં બે તલવાર અને નીચે ગુજરાત પોલીસ લખ્યું હત્ય. એ સિવાય એક ફ્રેમ ‘સત્યમેવ જયતે’ લખેલી હતી. દરવાજાની સામેની બાજુ એક કોઠડી હતી જે સળિયાઓથી બંધ હતી. એ કોઈ નવા અપરાધીને બંધ કરવા માટેનું લોકઅપ હોઈ શકે એવું વિચારતા એનું ધ્યાન ત્યાં બેઠેલા એક ભાઈ પર પડી.
લાઈટ પિંક કલરનો શર્ટ અને ડાર્ક બ્લુ કલરનું પેન્ટ પહેર્યું હતું. એ નીચે ફર્શ પર ગોઠણ વાળીને માથું ગોઠણ પર રાખીને હાથ દઈને બેઠો હતો એટલે કોણ છે એ ખબર ના પડી પણ કોઈક સાદો સીધો માણસ હશે એવું એને પહેરવેશ અને જે રીતે બેઠો હતો એ પરથી લાગ્યું.
રુશી ચેર પર બેઠી એટલે એસપી ઝાલા તેના ફેસ પરથી જાણી ગયા કે રુશી અત્યારે ડરેલી છે. લગભગ આવું દરેક કિસ્સાઓમાં બનતું હોઈ છે કે જયારે આરોપી પોતે પકડાય જવાના ડરમાં હોય ત્યારે તેના બિહેવિયર પરથી ખબર પડી જાય કે એ કશુક છુપાવે છે.
થોડી કડકાઈ સાથે એસપી ઝાલાએ રુશીને પૂછ્યું, ‘તમેં જેલની હવા ક્યારેય ખાધેલી છે ખરી?’
એસપી ઝાલા શું પૂછવા માંગતા હતા એ ના સમજતા થોડું ડર અને અસમંજસ સાથેના મિશ્ર ભાવ રુશીના ચહેરા પર ઉપસી આવ્યા.
એસપી ઝાલા ફરીથી એ જ રૂઆબ અને કરડાઈથી રુશીને ફરી પૂછ્યું, ‘હું તમને કાઈક પૂછી રહ્યો છું.’
મોટો અવાજ અને આવા પ્રશ્નથી રુશી સાવ ડઘાઈ ગઈ. ત્યાં લોકઅપમાં બેસેલા વ્યક્તિએ પણ આવો અવાજ સાંભળતા એ પણ ઉભો થઇ ગયો.
કાઈક હરકત લોકઅપમાં થતી લાગતા એસપી ઝાલાનું ધ્યાન લોકઅપ તરફ ગયું, એ સાથે રુશીનું પણ.
***
કોણ હશે લોકઅપમાં? અને રુશી કેમ આટલી ડરેલી હતી?