૯૩
સહુથી પહેલા આ નાયગ્રા નદી પેદા કેવી રીતે થઇ એ હીસ્ટ્રી સમજવા અમે કન્વેક્શન સેંટરમા અમે સહુ બેઠા હતા … લાખો વરસ પહેલાં પુરા હિમાચ્છાદિત ઉત્તર અમેરીકામા હીમયુગ પછી એક અતિ વિશાળ ગ્સેસીયર છુટા પડીને તેમાંથી ભેગાથતા પાણીનું ગ્રેટ લેક બન્યુ .. પછી વધારે પાણી જમાડવા માંડયા એટલે એ પ્રચંડ પ્રવાહે નવું લેક આગળના ઢાળમાં લેક એરીયે બન્યું પછી ગ્લેશિયર વધુ પીગળ્યું એટલે લેક ઓનટેરીયો બન્યું પછી તે ઓવરફ્લો થતાં એ ધસમસતા પ્રવાહે હજી એક લેકબનાવ્યુ તે ક્લીફ લેકએ જ નાયેગ્રાનું મુળ છે .. વરસના આઠ નવ મહિના આ પ્રવાહ નાયગ્રા નામે નદીને છલકાવે છે છલકે છે પછી શિયાળામાં ત્રણ ચાર મહિના થીજી જાય છે આ હુશીયાર અમેરિકનોએ મસમોટો હાઇડોપ્રોજેક્ટ બનાવી કરોડો ડોલરની વિજળી પેદા કરે છે
આપણે જેમ માં ગંગેની ઉત્પતીની અલગ અલગ કથા સાભળીયે છીએ તેમ
નાયગ્રાની ઉત્પતીનીયે આ બધી કથાઓ છે.. પણ જબરદસ્ત અતિશુધ્ધ પાણીનો એ પ્રવાહ ઉત્ત્તર ધ્રુવનાં ગ્લેસીયરોને આભારી છે .(કાગડા બધે કાળા )..
હવે જેમ આપણે ત્યાં શિવજી ની ઝંડામાંથી એક લટ ખોલી માં ગંગેને જમીન ઉપર અવતરણ કરાવ્યું એ કથા છે એમ આ ક્લીફ લેકથી શરુ થતી નાયગ્રા ની પણ પ્રાચીન કથાઓ છે…મુળ રેડઇંડીયન (મુળ અમેરીકન )મુખીની દિકરી નાયેગ્રા નદીને હોડીથી પાર કરતા ડુબવા લાગી તેની ચીસ અને આંસુઓથી અહી મેઘઘનુષી રેનબો થાય છે...કોઇ કહે સાપ એ છોકરીને ડસી ગયો અને એ સાપ શ્રાપને લીધે નદી બની ગયો એવી અનેક સ્ટોરી "સ્ટોરી ઓફ નાઇગ્રા ના શો માં સાંભળતા અમે બેઠા હતા...એ
થીયેટર કમ કેમ્પસમાં સી લાયનના જાતભાતના કરતબો પણ જોયા.બાજુમા
ઓશન મ્યુઝીયમમા શુટીંગ ચાલતુ હતુ ત્યાં ડાફોરીયુ માર્યુ "બોલીવુડ"વાળા
લાગે છે ની લાય હતી પછી ગોરીયઓને જોઇ રાજીપો રાખ્યો ...
પણ હીસ્ટ્રી સેક્શનમા સાચો ઇતિહાસ હતો...દસ લાખ વરસ પહેલા હીમયુગ
સમયે એક હીમશીલા તુટીને છુટી પડી એ નાયેગ્રાનુ મુખ અને હજારો માઇલો
સફર કરતી પોતાની છાતી ઉપર મોટામામોટો હાઇડો પાવર પ્રોજેક્ટ સમાવી
ખેતીવાડી જંગલો જીવોની દાતા એ આ નાયેગ્રા.બસ...આપણી ગંગા ની જેમ
નાયેગ્રા પણ દસ હજાર વરસમા ખતમ થઇ જશે એવુ ભડકાવવામા આવે છે.
હકીકતમાં નવો બરફનો ગ્લેશિયર બને છે અને તુટે છે એટલે એ સાચુ નથી .નાયેગ્રા ત્રણ ભાગમા વહેતી જ્યા ૧૭૫ મીટર નીચે પછડાય છે એ જગ્યા
એટલે આપણો નાયેગ્રાફોલ...ત્રણે ફાટા અંહી ભેગા થાય એટલે આપણે
ત્રીવેણી સંગમ ગણી મહાદેવજીનું મંદિર કરવુ એવા ભવ્ય ધાર્મિક વિચારો
એકબાજુ મારા મનમાં ઉછળી રહ્યા હતા બીજી બાજુ નદીની માલીકી માટે ત્રણ બાહુબલીઓ લડ્યા હતા તેની સાચી કથા ચાલુ હતી ..પહેલા મુળ માલિકો બિચારા રેડ ઇંડીયનો થોડા તીર કામઠા ભાલા બરછીથી બંદુકો સામે લડીન શકવાથી ઇંડીયનો જંગલમા નાસી ગયા .પછી વરસો સુધી ફ્રેંચ બ્રિટીશ અમેરીકનો જંગ લડ્યા.અંતે ફ્રેંચ હારીને ભાગ્યા.બ્રિટીશરો અને અમેરિકનો બહુ લાંબા સમય સુધી જંગ લડ્યા પછી બે માંથી એકેયે મચક ન આપી એટલે સમાધાનના ટેબલ ઉપર આવી ગયા .. બસ બહુ થયુ ..એટલે બ્રિટીશરો સાથે સંધી કરી અને આ ભાગ અમેરિકા થયો જ્યાં અમે હતા અને નાયેગ્રાને સામે છેડે બ્રિટીશરોનુ કેનેડા બન્યુ. મહા ઉસ્તાદ અમેરીકનોએ જ્યાં બ્રિટિશરો ને તગેડ્યા ત્યાં પોણા ભાગમા બારેમાસ બરફ અને વિષમ આબોહવા હતી એટલે સાઉથ કેનેડામાં વિકાસ થયો ..
અમેરિકાથી કૂટનીતિમાં હારેલા બ્રીટીશરોએ અમેરિકા ઘેલા ઇંડીયનોને ગાજર લટકાવ્યું.. “ ઓયે પાજી આ જાઓ ..”
આપણા હજારો પંજાબીઓ ધીરે ધીરે કેનેડાનાં વિષમ હવામાનમાં ફેલાતા ગયા કારણકે ઇંડીયામાં પણ પંજાબમાં સખત ઠંડીથી ટેવાયેલા હતા .. એ મોટા ઘનપતિ અબજો ડોલરમાં રમવા માટે તેમના ગરીબ સગા સંબંધીઓ સાથીઓને બોલાવી લીધા એ આજે કેનેડાના મોટામાં મોટા વસાહતીઓ છે.. નાગરિકો બની ગયા છે . એ સંધી જે અમેરીકનો ફાવેલા તને પલટાવી કેનેડા આ વસાહતીઓ ઉપર સમૃદ્ધ બન્યુ .આજે પણ એ સંધી મુજબ બન્ને એક બીજા દેશમાં આવ જા કરી શકે છે .બે દેશ વચ્ચે એ બ્રીજ દોસ્તી નું પ્રતીક બની બન્યો .આજે એ બ્રીજ ઉપર ઇમિગ્રેશન સેંટર છે.અમેરિકનોએ ટુરિસ્ટોને ઉલ્લુ બનાવવા એક નવો અડધો બ્રીજ બાંધી વ્યુ પોઇંટ ઉભો કર્યો..લોકો વે ટુ કેનેડા સમજી ને ટીકીટ ખરચી ઉલ્લુ બનો અડધા બ્રીજ ઉપર અટકો અને નાઇગ્રાનો વચ્ચેથી નજારો કરો..!!!!
એ કહેવાની જરુર છે કે અમે પણ ઉલ્લુ બન્યા ?