૯૨
બફેલો સાંજના લટાર મારવા નિકળ્યા .નાનકડુ શાંત શહેર .નાયેગ્રા નદીને
લીધે ઘટાટોપ હરીયાળી હતી . ચારે તરફ ટુરીસ્ટોના ટોળા ફરતા હતા.
ટુરીસ્ટો તરફ બારીક નજર કરો ત્યારે સમજાય કે ગુજરાતીઓ કેટલી
કમાઇ કરે છે?!અમારા શ્રવણકુમારની જેમ ગુજરાતી કે ઇંડીયનોના ફેમીલી
બફેલોમા જ ઉતરે અને મોટા હીરાવાળા જેવા નાયેગ્રા ફોલ્સની બાજુ
ની હોટેલમા ઉતરે...
આખી દુનિયામાં એ જનિયમ છે માંગ સામે સપ્લાય.. ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો હજી જરાક સળવળાટ કરે કે તુરંત જ સહુ વેપારીઓ સાવધાન થઇ જાય.. બધ્ધનેખબર છે કે એપ્રિલ મહિનામાં એક્ઝામ પુરી થાય પછીજ બાળકોને લઇને આ ગુજરાતી ભાઇ કે ઇંડિયન બહાર નિકળશે. એટલે ચાલાક વેપારીઓ જાન્યુઆરીથી જાહેરાત શરૂ કરી દેશે “ પછી કહેતા નહી કે અમે તો રહી ગયાં..” આ વાંચીને ગુજરાતી સાવધાન થઇ જાય.. સાંજે જમીને વાત છેડાય” આ વેકેશનમાં જો ક્યાંક જવાનું હોય તો જલ્દી કરી નાખજો..જોનારા બેટા ટમોટો ટુરવાળા પોતેજ આવાં ઉંબાડીયા મુકે એટલો ગુજરાતીઓ મંડે ભાગવા..”
“ હાય હાય આ લોકો આપણને બિવરાવી ને ચાર મહિના પહેલા પૈસા લઇ લેશે.. ત્યાં મોટી દીકરી “ યે યે .. આ વખતે યુ એસ પાક્કુ હોં ડેડી.. દર વખતે હા હા બેટા કરીને પછીઅંબાજી કે માથેરાન કે ગોવા લઈ જાવ એ નહિ ચાલે.. ધીસ ટાઇમ લોંગ ગ્રાન્ડ ટુર.. પછી પુછડીયો ભાઇ સોફા ઉપર કૂદાકૂદ કરવા મંડે..હવે માં મેદાનમાં પડશે.. આ વખતે મામાનાં કે કાકાના કોઇના છોકરાં છોકરીનાં લગ્ન નથી પણ પૈસા કેટલાં થાય તેનો પણ વિચાર કરો..
ઉસ્તાદ ગુજરાતી બકો ગંભીર મોઢું કરીને બેસી જશે .. “ પલ્લુ અટલો બધો મોટો જોલ થાય એમ નથી શેર બજાર સાવ બેસી ગયુ છે ઉઘરાણી આવતી નથી સાલ્લુ બહુ ઉપાધિ છે …કેટલા લાખ રૂપિયા જોઈએ તેનો વિચાર કરો..”
રાત્રે શયનેશુ રંભા બેડરૂમમાં ખેલ ચાલુ કરશે “ તું છોકરાવને બહુ બિવડાવે પણ .. પછી બકાની છાતીનાં વાળ ઉપર હાથ ફેરવતા કહેશે “ મને બધીજ ખબર છે ચીનું..બેબી.. હમણાં રીલાયન્સનો ઉથલો મારી દસ લાખ ઘરભેગા કરી લીધાં છે .. બીજા સાચ્ચુ બોલ..” ચીનુ ચુંચું ચુ કરતો લપસી પડે .. “ આમ મને લપટવા નહીં ચાંપલી.. એવા બધા હિસાબ નહીં રાખ નહિતર છોકરાંવ માથા ઉપર ચડી જશે” પછી પલ્લુંને પકડીને એક ચુંબન કરી “ તારા માટે તો જાન કુરબાન રાની “
સવારે ટોમોટોની ઓફિસમાં પહોંચી જશે..
“ એ તરૂણીયા આ શું અત્યારથી હોહો કરી મુક્યુ છે ..?”
“ ચુનીયા આમજાક નથી ઝટ બુક કર.. તને જોરદાર ડીસકાઉન્ટ આપીશ બસ.. પછી બધી સ્કીમ કેટલા પૈસા કેટલા બુકિંગ ટાઇમે આપવાના આમાં ઉપર નીચેના સેટીંગ બધું સમજીને ચીન ઓફિસે ગયો પછી “ પલ્લુડી આજે ફરીથી મજા કરાવવી પડશે બધ્ધુ સેટીંગ તરૂણીયાનાં ટોમોટો સાથે વાત કરી છે આપણું આંદામાન કે માલદીવનું પાક્કુ બસ..”
“ એ ચીનુડા તારે મૌજ કરવી છે ઉપરથી આપણાથી સાવ હાલતું ફાલતુ જાય એવા આંદાબાબા ને માલ્યાના અમારે જવું જ નથી રહેવા દે તારી ત્રેવડ નથી તો ઘરમાં પડ્યા રહેશુ..”ફોન કટ કરીને મરક મરક થતી પલ્લુ બબડી.. “ અબ આયા ઉંટ પહાડ કેનીચે ..” ધીરેથી તરૂણને ફોન લગાવ્યો..”કેમ રંગીલા ..ચુનીયાને રંગી નાખ્યોને..?” પછી રાત્રે ગંભીર મોઢું રાખીને ચુનીયાને બહુ લપટાવ્યો ત્યારે છેલ્લે ચુનીયો સરેંડર થઇ ગયો .. “ ઓકે યુ એસ એકવીસ દિવસ ટૂર ડન બસ..”ઘરે ઘરે આવા ગતકડાં પછી ટુરમા આવેલા સહુને ચંદ્રકાંત જોઇ રહ્યા હતા …
ચારેબાજુ માહોલ ઇંડીયન થઇ ગયો હતો પાઉભાજી,ઢોસા ના બોર્ડ લાગેલા
હતા .કેપ્ટને રેટીંગ સર્ચ કર્યા પછી અને બાગ બગીચાની લટારો પછી સાંજના
“લીટલ ઇંડીયા"સરદારજી ની હોટલમા ચર્ચાસભા ગોઠવાઇ...બુફે કે
આલાકાર્ટ...? અંતે કેટલુ ખવાશેના હિસાબ જોડી ઇંડીયન વોરનબફેટે
બુફેનો ઇનકાર કર્યો..."કાલે સવારે સામે સ્વાગત હોટેલમા બુફે કરીશુ
એવી હૈયા ધારણ આપવામા આવી....નહી જામે તો કોરનરમા રેનફોરેસ્ટ
હોટેલ છે જ.
ચાલો હવે નાયેગ્રા દેવીના દરશન કરી લઇએ.રાતનો નાયેગ્રાનો નઝારો
અદભુત હોય છે .અમે ઢોસા ઈડલી ઉત્તપ્પા એવુબધુ જમાવીને બહાર
નિકળ્યા અને વીસ મીનીટમા પ્રચંડ અવાજો વચ્ચે પાર્કીંગમા ગાડી મુકી
રીતસર દોટ મુકી....
બે ત્રણ માઇલના ઘેરાવામા અર્ધચંદ્રકાર ...અફાટ જળરાશિ તેના ઉપર
કેનેડા સાઇડથી પડતી લેસર લાઇટોનો જગમગાટ અને ક્ષણે ક્ષણે કલર
કલર બદલતા જલશિકરા નો એ અદભુત નજારો મદઝરતી રાતની ઠંડી હવામાં મન ભરી ને માણ્યો.
પાણી ઉપર ઉડતા સીગલો ઓવરટાઇમ કરીને મોટા માછલા પકડતા હતા.
“ડેડી સવારે આપણે આ જ્યાં ધોધ પડે છે જૂઓ હમમ બરાબર ત્યાંજ જવાના છીએ
બરાબર આપણે ઉભા છીયે તેનો સામો અર્ધચંદ્ર કાર કરવો પડશે .બે ત્રણ
માઇલ ઉપર નીચે ચડઉતર કરવાની છે પણ સૌથી વધુ મજા અંહીયા જ
આવશે"
એક બાજુ બે ત્રણ માઇલ ઉપર નીચેની ધ્રુજારી બીજી બાજુ અદભુત
આનંદનુ ગાજર લટકાવી મારો ચાણક્ય ગુમ થઇ ગયો.
લોલકની જેમ ઝુલતા મનને ખુદમે કહ્યુ"શાંત ગદાધારીભીમ..."