Fare te Farfare - 87 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 87

Featured Books
  • અભિષેક - ભાગ 3

    *અભિષેક* પ્રકરણ 3 અભિષેક સ્વામી નિર્મલાનંદનો આશ્રમ શોધતો શોધ...

  • સંવેદનાનું સરનામું - 1

     યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સું...

  • ભૂલ છે કે નહીં ? - ભાગ 19

    મેં કોલેજમાં એડમીશન લઈ લીધું. પપ્પાએ કહયું કે અત્યારે અહીંની...

  • શેઠ છગનલાલ

    શેઠ છગનલાલ ગામના પ્રતિષ્ઠિત અને સન્માનનીય વેપારી હતા. તેઓ તે...

  • પીપળો

                      હું શાળાના આંગણામાં ઉગેલો એક પીપળો છું. વર...

Categories
Share

ફરે તે ફરફરે - 87

૮૭

વલ્ડવનના "૯૯ના ધક્કા"ને પાર કરવા મઘમઘતા પાસ્તા પીઝા નોચોઝ

પફ કોફી સોફટી આઇસ ક્રીમ.... ના કોઠા પાર કરતા એક વસ્તુની બહુ

નવાઇ લાગતી હતી કે એટલા શહેરોની સફર કરી પણ કોફી જ્યાં ત્યાં મળે પણ ચા ક્યાંય ન મળે .. મુબઇમા તો વધબકરી લોંજ પછા ગલ્લી ગલ્લી ટી લોંજ ગપશપ ચાય એવા નિતનવા નામે દસ જાતની ચા મળે માં ક્યાંક જ કોફી ડે મળે તેનાં આવ સાંભળીને નવાઇ લાગે કે કોફી ૭૫ ૮૦ થી શરુ કરી પાંચસો રૂપિયા ની કોફી ..! પોણ ઇંડીયામા અસલી કોફી તો રોડ ઉપર રાત્રે મુખ્ય સિગ્નલ પાંસે સાઇકલ લઇ અન્ના ઉભા હોય તેની ફિલ્ટર કોફી એટલે આફરીન પોકારી જાય એવુ મારવાડી ભટ્ટા ગલ્લીનાં નાકે ટપરી નાખીને સાદ સ્પેશિયલ દુધપાક એવી અનેક ચા અમે શંકરવિલાસમાાં હોટેલમાં માણી છે પણ આંયા આ ચા ની ટપરી ન મળે ન સાઇકલ અન્ના ..હા તમારા હોટલના રૂમ માં પડીકીઓ આપીહોય ગરમપાણીની કીટલી હોય મફતમાં જેટલી પીવી હોય એટલી ચા કોફી પીવો..પણરસ્તમા નો મીન્સ નો ..ક્યાય ચા ન મળે બહુ ફરો તો ક્યાક વળી ગ્રીન ટી મળે

પણ આમ ધમધમાટ ઉકળતી દેશી ચા ક્યાય જોવા નહોતી મળતી... એક બાજુ વાઘબકરી ની રેડીમિક્સ ખલાસ થઇ ગઇ હતી ને ક્યાંક પણ જઇએ તો કોફી મળે કાં ડીપડીપ ચા મળે…

એકસોમાં માળે વળી એક્ઝીબીશન હતુ વલ્ડવનનુ પણ અમે નીચેથી જ

ગોખીને આવ્યા હતા એટલે છેલ્લી નજર મારતા હતા ત્યાં યાદ આવી ગયો

અમરેલીનો ટાવર મુબઇનો રાજાબાઇ ટાવર .. અમરેલીમાં ૧૯૫૧ થી ૧૯૭૨ સુધી જન્મ્યો જીવ્યાં ત્યાં સુધી ટાવરનાં ડંકા સાંભળ્યા હતા એવુ જ રાજાબાઇ ટાવરના ડંકા ફોર્ટ એરીયામા સાંભળ્યાં છે.. અમરેલીમાં ગાયકવાડ સરકારે આ ટાવર બંધાવ્યો તો રાજાબાઇ ટાવર એક કપોળ વાણિયાએ બંધાવેલો એ જાણી છાતી ગજગજ ફૂલી જતી .....પણ હજી અમરેલીનો ચાર રસ્તા વચ્ચેનો સો વરસ જુનો ઘડિયાલ ટાવર

સહુથી ઉંચો ...૫૦ વરસથી મુબઇ રહુ પણ રાજાબાઇ યાદ નથી આવતો..

પણ ક્યા જનમની વેણ હશે કે રગ રગમાંથી અમરેલી જતુ નથી નવુ કંઇ

આવતુ નથી .. ક્યાં વલ્ડવન ક્યા અમરેલીનો ટાવર..! પણ વાતે વાતે અમરેલીની વાતો બહુ યાદ આવી જાય છે .. લોકો કહેવતમાં કહે છે કે સાંઠે બુદ્ધિ નાઠી એ લોકોએ કેટલાય અનુભવ પછી આવા તારણો કાઢ્યા હશે.. હીંદીમા બુઢ્ઢા સઠીયા ગયાં હૈ કહે.

“ સાંજ હવે રાત્રી તરફ ઢળી ગઇ હતી . વિશાળ ઉંચા ટાવરો વચ્ચેથી સુરજ દાદાનાં દર્શ તો નથાય એટલે વધારે ઝડપથી અંધારું લાગતું હતુ ..

“ડેડી હવે મોડુ કરશુ તો લાસ્ટ મેટ્રો નિકળી જશે પછી અઢીસો ડોલરની ટેક્સી

 ન્યુ જર્સીમાં હોટલે જવા માટે કરવી પડશે .."

“ભાઇ તે તો મારી દુખતી નસ ઉપર હાથ મુક્યો ...પંદર હજાર ભાડુ ?

ચાલો ચાલો જલ્દી ...બાપા ઝડપથી સહુથી આગળ દોડવા મંડ્યા પંદર હજાર

બચાવવા ત્યારે બાકીની પાછળ આવતી મંડળી કેપ્ટનને શાબાશી આપતી

હતી ...

રસ્તા સાવ સુમસામ હતા છ સાત ફુટના કાળીયા ધોળીયા કડદાઓને

જોઇને આમને આમ જ અમારી હવા ટાઇટ થઇ ગઇ હતી..

.....

 સવારમાં હોટેલનો મફત નાસ્તો કરતાહતા ત્યાંજ કેપ્ટને ધડાકો કર્યો..

“આજે બહુ ચાલવાનુ છે “કમાંડરે સવાર સવારના એલાન કર્યુ એટલે અમે તૈયાર 

માનસીક રીતે તૈયાર થઇ ગયા.

“કેમ ભાઇ અટલુ બધુ ?"

 જૂઓ સેન્ટ્રલ પાર્ક જ પચીસ ત્રીસ માઇલનો ઘેરાવો છે થોડુક તો અંદર જઇએ તોય

પાંચ સાત માઇલ થઇ જાય પછી બ્રુકલેન્ડ બ્રીજ બે વખત ચડો ઉતરો ને ક્રોસ

કરો મેનહ્ટ્ટન ફરો એટલે એટલુ તો મીનીમમ સમજો...છેલ્લે ટાઇમ્સ સ્કેવર

મા મજા કરજો..."

હવે એક તો નક્કી થઇ ગયુ છે કે આજે તું અમારુ "તેલ"કઢાવવાનો છે .. પણ આપણી અપ જર્ની આજે પુરી થશે કે નહી ? આ બે દિવસમાં અમાર પગની કઢી થઇ ગઇ તો જે લોકો પંદર અને એકવીસ દિવસ વાળાની શી હાલત થતી હશે..? 

“ લોકો ને ટુરીંગ બસમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પાંસે મુકે સવારના ત્યારે હાથમા ફરફરીયા પકડાવીને અલોપ થઈ જાય.. વી વીલ મીટ એટ ફાઇવ .. વિતારો જે અમે ત્રણ દિવસમાં પુરુ નથી કરી શક્યા તે એ લોકોને પાંચ કલાકની ઘડિયાળ પહેરાવી દે ..એટલે તમને આ શાંતિથી ફરવાની જોવાની જે મોજ પડે છે એ આ લોકોને ક્યારેય ના મળે.”

“તો હે પવિત્ર જીવ સવારના સરસ ઇંડીયન ભોજનથી અમને પરિતૃપ્ત કરજે જેથી અમને જોશ ચડે પછી એકાદો તીન કરીને બઢે ચલો કરતા ‘ હિંદ કી શાન હમ ગાતા ગાતા કૂચ કરીશુ.."