Fare te Farfare - 72 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 72

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 72

૭૨

માઉન્ટ ઇવાન્સ ફોરેસ્ટના રસ્તે આગળ વધતા ઢાળ અને ધાટ ચડતા હતા

આ પહાડ પણ ચૌદ હજાર એકસોફુટ ઉપરની હાઇટ .કેપ્ટનને આશા હતી

કે ભલે થોડો તો થોડો બરફ જોવા મળે તો જલસો થઇ જાય .ચેક પોઇન્ટથી આગળ ગયા એટલે બેર એન્ડ વુલ્ફ એરીયાના ચારે તરફ બોર્ડ લાગેલા હતા એટલે અમારે ગાડી સંભાળીને ચલાવવાની હતી બધા બારી બાજુ મોઢા કરીને બેસી ગયા જાણે કે હમણા બેર કે રીંછ હલ્લોકરવા આવી જશે..! મે કેપ્ટનનેકહ્યુ “ ભાઇ આ ઊભા ચડતા ઢાળમાં તારા ભાગ્યમા જોલખ્યુહશે તો બેરકે રીંછડુ આવી ને હલ્લો હાઇ કરશે પણ તું રોડ ઉપર જ ધ્યાન આપજે .. એમાં ઝાડીમાંથી સહેજ હલનચલન થયું એટલે સહુ “ જો જોકંઇક લાગે છે આપણને જોઇને કાં શરમાઇ ગયુંકે ડરીને છુપાઈ ગયુ લાગે છે..પણ પછી ગાડી આગળ ચાલી ત્યારે વિચાર આવ્યો કે રીંછ કે બેર ને કોઇ સુચના નહોતી ..!

થોડા આગળ ગયા એટલે હરણા અને સાબરના બોર્ડ લાગેલા હતા...

હું ભુતકાળમા સરી પડ્યો..સાવર કુંડલાના મારા પિતાજીના ત્રણ મિત્ર

અને સગા .લલ્લુભાઇ શેઠ...અમુભાઇ ગાંધી ને મારા બેન બનેવી ડો.

ઉષાકાંત વોરા અને હીરાબેન વોરા..એમતો હીરાબેનની પાછળ એક ડેલામા

ઝવેરમા પણ મને યાદ..બાપુજીએ કનકાઇ જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો .

અમુભાઇ ગાંધીની જીપમા અમે પાંચ ભાઇ બહેન બા બાપુજી અને અમુભાઇ

એમ ઠાંસીને જીવ ભરાયા..આ વાત પંચાવન વરસ પહેલાની છે જ્યારે

કનકાઇના ગીરના જંગલમા મંદિર અને ઉંચી દિવાલવાળો કોઠાર ,રસોડુ

અને મહારાજને રહેવાનુ હતુ પચાસ ફુટ દુર સળીયાવાળી જાળીમા

એક ઓસરીએ બે રુમ હતી જે ગેસ્ટ હાઉસ હતુ .અમે બપોરે બાર વાગે

પહોંચ્યા અને મંદિરમા અમારા માટે ગરમ રસોઇ બનાવી લીધેલી એ 

જમ્યા .બપોરે બે વાગે જંગલમા સિંહ જોવો છે ની વેન પકડી ને અમુભાઇને

મજબુર કર્યા .ટ્રેક્ટર મા ગાદલા નાખીને ટ્રેકટર ઉપડ્યુ . અમારી સાથે

એક બુઢ્ઢો લાગતો ફોરેસ્ટનો સિપાઇ તેની બંધુકસાથે આગળ ચાલતો

હતો .મારા મામા પણ અમારી સાથે આવ્યા હતા તેણે સિપાહીની મશ્કરી

“આ ઇસાભાઇ (સિપાઇ) પોતે ડગુમગુ ચાલે છે એ સિંહ જોશે તો જોઇનેજ

મરી જશે...મે ઇસાભાઇની સાથે ડાળીની. લાકડી બનાવી કદમતાલ કરતા

જંગલની વાતો માંડી...ઇસાભાઇ ખીલ્યા"જુવો બાબાશેઠ અંહીયા આગળ

પાણીનો ઘુનો છે ત્યાં ઘણા જાનવર(સાવજ નકહે)આવે પણ ટીલીયો

એટલે ટીલીયો.. અચાનક અટકી ને અમુભાઇને સાદ દીધો" આપણી

આગળ આગળ ટાઇલી જાય સે"આ ટાઇલી એટલે સિંહણ ..અમને પંજાના

નિશાન બતાવ્યા...હવા બદલાઇ ગઇ.ઇશાભાઇના માટે મામા બોલ્યા હતા

તે પણ પસ્તાયા..આમ ઉંચે જોઇ કહે "એક મિનીટ"અને સાંકડા વોંકળાને

પાર કરી ઝાડ ઉપરથી સાબરનુ માથું લઇ નીચે ઉતર્યા "લ્યો બાબાશેઠ

ઘરે લઇ જજો .દિપડા મારણ કરીને ઝાડ ઉપર રાખે પછી થોડુ થોડુ ખાય.”

હવે તો સન્નાટો ફેલાઇ ગયો " ચાલો હવે આગળ નથી જવુ ક્યાક ટીલીયો

આવ્યો તો?"અમુભાઇએ ઝબ્બાના ખીસ્સામાથી રીવોલ્વર કાઢી "હું છુને ?"

એ સાબરનુ માથુ મેં અમરેલીના ઘરમા પચ્ચીસ વરસ રાખ્યુ હતુ તે યાદ

આવી ગયુ .ઇસાભાઇ યાદ આવી ગયા અમુકાકા યાદ આવી ગયા.....

“ડેડી સામે જુવો ટીપકીવાળા સોનેરી હરણા ..."બેટા રામ એમા જ ફસાઇ

ગયા હતા" "આપણે તો ફોટા લેવાના ,જોવાના ,ખુશ થવાનુ "

અચાનક જોરદાર વરસાદ તુટી પડ્યો .ગાડી ધીરે ધીરે વાદળા અને વરસાદને વિંધતા

અંતે ચૌદ હજાર ફુટ ઉપર પહોંચી .અંહી માઉંટ ઇવાન્સનો ઇતિહાસ

દેખાડતા પાટીયા હતા .નાના કિલ્લાજેવુ એક પથ્થરનુ ગોળ મકાન હતુ

ઓબઝરવેટીવ ટાવર . બસ હરી ઓમ . “માળેહાળે ધૂતી લીધા “ મારાથી એકદમ દેશી શબ્દસરી ગયો . કેટલાક યુવાન અમારો ભોલુ બહાર નિકળ્યા અમે ગરમ કપડામા ગોટમોટ બહાર નિકળી ફોટા પાડી આમ તેમ નજર મારી  સખત ઠંડા પવન સામે 

હારી ને ગાડીમા બેસી ગયા .જ્યાં સુધી ઝરમર વરસાદ ન આવ્યો ત્યાં

સુધી શેર બની મહાલ્યા ને ઝરમર સામે સરેંડર કરી પુછડી દબાવી ગાડીમા

 સહુ આવી ગયા... 

“ક્યું આ ગયા ના લાઇન પે "? મનમા કહી જ દીધુ.